অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આર્થરાઇટિસ: ગભરાશો નહીં

આર્થરાઇટિસ: ગભરાશો નહીં

ઇન્ડિયન સ્પાઇનલ ઇન્જરીઝ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મૂજબ ભારતમાં 18 કરોડથી વધુ લોકો સંધિવાની બિમારીથી પીડાય છે અને જો આ વલણ જળવાઇ રહેશે તો વર્ષ 2025 સુધીમાં ભારતમાં સંધિવાની સમસ્યા ધરાવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળશે. સંધિવાના લક્ષણો સમજવા અને તેની સારવાર માટે એનાં માટે કામ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

દેશમાં મોટી સંખ્યામાં લોકોને આર્થરાઇટિસ વિશે પૂરતી અને વિસ્તૃત જાણકારી નથી. હકીકતમાં આર્થરાઇટિસ શબ્દ Arthro + itisથી બન્યો છે. તેમાં Arthro એટલે સાંધા અને itis એટલે સોજો કે બળતરા. એટલે સાંધામાં સોજો કે બળતરાને આર્થાઇટિસ કહેવાય છે. ગુજરાતી ભાષામાં તેનો પ્રચલિત શબ્દ સંધિવા છે. સામાન્ય રીતે આર્થરાઇટિસનાં સામાન્ય પ્રકારો છેઃ (1) ઓસ્ટિઓઆર્થરાઇટિસ, જેને ઉંમરનાં કારણે લાગુ થતો ધસારો કહેવાય છે, (2) રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને સંધિવા કહેવાય છે, (3) ગાઉટ આર્થરાઇટિસ, જેને ગુજરાતીમાં ગઠિયો વા કહેવાય છે અને (4) પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ એટલે અકસ્માતની ઈજા પછી થતો ધસારો..

આર્થરાઇટિસનો ભોગ કોઇપણ વય ધરાવતાં પુરુષ કે સ્ત્રી બની શકે છે અને તેની યોગ્ય સરવાર ન થાય તો શરીરના તમામ પ્રકારનાં આર્થરાઇટિસ અસરગ્રસ્ત સાંધાઓનાં નરમ સ્તરને નુકસાન કરે છે, જે આર્ટિક્યુલર કાર્ટિલેજ કહેવાય છે અને છેવટે તેનો નાશ કરે છે. ભારતમાં ઓસ્ટિઓઆર્થરાઇટિસ સૌથી વધુ સામાન્ય છે. તે ઉંમરને કારણે સાંધાનો થતો ધસારો છે અને આ ધસારો કાયમી હોય છે. સામાન્ય રીતે 45 વર્ષની વય પછી દરેક વ્યક્તિ સાંધામાં આ પ્રકારનો ધસારો મોટાં ભાગની વ્યક્તિઓ અનુભવે છે. જોકે, ઓસ્ટિઓઆર્થરાઇટિસ અને ઓસ્ટિઓપોરોસિસ બંને એકસમાન નથી. ઓસ્ટિઓઆર્થરાઇટિસ એટલે સાંધાને થતું નુકસાન છે, જ્યારે ઓસ્ટિઓપોરોસિસમાં શરીરનાં હાડકાં નબળાં પડી જાય છે..

સામાન્ય ઓસ્ટિઓઆર્થરાઇટિસનો ભોગ બનેલા લોકો અસરગ્રસ્ત સાંધામાં દુઃખાવો, સોજો, બળતરાં વગેરે અનુભવે છે, જે સાંધાઓને અસર થઈ હોય છે એની હલનચલનમાં ઘટાડો થાય છે, વળી આ પ્રકારનાં સાંધા વિકૃત્ત થઈ જાય છે/ધનુષની જેમ વળી જાય છે તેમજ દર્દીનાં સાંધામાંથી કડાકા થાય છે/અવાજ આવે છે, ચાલવા/હરવાફરવાની ક્ષમતામાં ઘટાડો થવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો પણ કરે છે..

કોઈ પણ પ્રકારનાં આર્થરાઇટિસની સારવાર કરાવવા માટે કયા પ્રકારનો વા કે ધસારો છે તેમજ એ કયા તબક્કામાં છે એ નક્કી કરવું પડે છે. દર્દી કયા પ્રકારનો વા કે ધસારો અનુભવે છે અને એ કયા તબક્કામાં છે એનું નિદાન થયા પછી એને આધારે સારવારનો નિર્ણય લેવામાં આવે છે. સૌપ્રથમ, ડૉક્ટર દર્દીને વજન ઓછું કરવાની (વજન વધારે હોય અને એનાં કારણે ધસારો વધતો હોય તો) અને નિયમિત કસરત કરવાની, ચાલવા જવાની સલાહ આપે છે. ઓસ્ટિઓઆર્થરાઇટિસ માટે મુખ્યત્વે વધતી ઉંમર અને શરીરનું વધારે પડતું વજન મહદ્અંશે જવાબદાર હોય છે. આ પ્રકારનાં સંધિવાને અટકાવવા માટે ડૉક્ટર દર્દીને વજનને નિયંત્રિત કરવાની, સંતુલિત આહાર લેવાની અને નિયમિત કસરત કરવા જેવી સલાહ આપે છે. આ ઉપરાંત દવાઓ, ફિઝિયોથેરેપી, ઇન્જેક્શન અને સર્જરી તેના તબીબી ઉપાયો છે તેમજ આર્થ્રોસ્કોપી, હાઇ ટાઇબિયલ ઓસ્ટિયોટોમી, ડિફોર્મિટીમાં સુધારો, સંપૂર્ણ/આંશિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને સાલ્વેજ (ફ્યુઝન) તેની અન્ય સારવારની પદ્ધતિઓ છે. સર્જરી કરાવવાથી દર્દીને દુઃખાવામાં રાહત મળે છે, હલનચલનની ક્ષમતા વધે છે, ડિફોર્મિટી સુધરે છે તેમજ વધારે સારી જીવનશૈલી/સામાજિક જીવન મળે છે. .

ઉપરાંત કોઈ પણ પ્રકારનાં ધસારામાં ખાસ કરીને ગોઠણ અને થાપાનાં ધસારામાં, નીચે પલાંઠી વાળીને બેસવું, ઉભડક પગે બેસવું અને વધારે પ્રમાણમાં સીડી ચઢઉતર કરવી હિતાવહ નથી. તેનાથી ધસારો અને દુઃખાવો વધે છે. ધસારો અથવા વા વધારે પ્રમાણમાં થઈ જાય છે ત્યારે ડૉક્ટર દર્દીને સર્જરી કે શસ્ત્રક્રિયા કરાવવાની સલાહ આપે છે. ઓસ્ટિઓઆર્થરાઇટિસ દ્વારા સામાન્ય રીતે ઘૂંટણ અને નિતંબને અસર થાય છે અને તેની ટોટલ ની અને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરી કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે, હજી પણ મોટી સંખ્યામાં લોકોમાં પૂરતી જાગૃતિના અભાવે તેઓ સારવાર માટે અચકાય છે. તેમનું માનવું છે કે આની સારવાર સફળ નથી, પરંતુ લગભગ 99% કિસ્સામાં સારવાર સફળ રહે છે. આ ઉપરાંત તેમનું માનવુ છે કે સર્જરી બાદ આજીવન ચાલવા લાકડીનો ઉપયોગ કરીને ચાલવું પડશે, પરંતુ વ્યક્તિ સારવારના 15 જ દિવસમાં સપોર્ટ વિના ચાલી શકાય છે. દર્દી સર્જરીના દિવસે અથવા બીજા દિવસથી ચાલવાનું શરૂ કરે છે તેમજ વધુ વજન ધરાવતાં દર્દી ઉપર પણ સફળ સર્જરી હાથ ધરવી શક્ય છે.ધસારા કે વામાં નીચે મુજબની શસ્ત્રક્રિયા કરવામાં આવે છેઃ.

  • સાંધાને એલાઇન કરવાની સર્જરી.
  • દૂરબીનની મદદથી સાંધાની સર્જરી (Arthroscopy).
  • અડધો સાંધો બદલવો.
  • Soft tissue માંસપેશીની સર્જરી.
  • સંપૂર્ણ સાંધો બદલવાની સર્જરી (Total Joint Replancement).

ઓપરેશન કર્યાં બાદ 15માં દિવસે ટાંકા દૂર કરવામાં આવે છે. ત્યારબાદ દર્દી બીજા દિવસથી ચાલવાનું શરૂ કરી શકે છે. આ પ્રકારની સર્જરીમાં દર્દીને હોસ્પિટલમાં કુલ 4 દિવસ રહીને વિવિધ પ્રકારની સારવાર લેવી પડે છે. હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી ઘરે 15 દિવસ ફિઝિયોથેરપિસ્ટ પાસે સારવાર લેવી પડે છે. આ રીતે સંપૂર્ણ સારવારમાં આશરે 1 મહિનો લાગે છે.

સ્ત્રોત: ડૉ કિન્નર અવાશિયા, ઓર્થોપેડિક સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate