অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અસંતુલિત જીવનશૈલીને કારણે પીઠમાં દુઃખાવો અને હાડકાં સાથે સંબંધિત સમસ્યાઓ

અત્યારે લોકોનાં જીવનમાં દોડધામ કે ભાગમભાગ વધી ગઈ છે. હાલનો યુગ ઝડપી જીવનનો છે. સામાન્ય રીતે આ યુગમાં આપણે હાડકાં સાથે સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છીએ, જેનો સંબંધ ફક્ત આપણી જીવનશૈલી સાથે છે.
ભારતીયો તરીકે આપણે આનુવંશિક રીતે ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ જેવી હાડકાં સંબંધિત સમસ્યાઓનો વધારે કરીએ છીએ. સાથે સાથે કસરતનો અભાવ અને બેઠાળું જીવનશૈલી આપણાં હાડકાં વધારે નરમ બનાવે છે તેમજ એને વિકૃત સ્વરૂપ આપે છે, જેનાં પગલે સાંધા પર વિચિત્ર ભાર આવે છે. હાડકાં સાથે સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓ બે પ્રકારનાં પરિણામો ભોગવે છે – સાંધામાં દુઃખાવો તથા હાલવાચાલવાની ક્ષમતામાં ઘટાડો અને મર્યાદિત હલનચલન. આ કારણે દર્દીઓને ચાલવા, રસોડામાં કામ કરવું, અન્ય ઘરગથ્થું કામ કરવા જેવી રોજિંદા સામાન્ય કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે. જોકે એનાં કારણો જાણીને આપણે એને ટાળવાની સાથે આ સમસ્યાનું નિવારણ પણ કરી શકીએ.
આપણે ચોક્કસ સમસ્યા વિશે ચર્ચા કરીએ એ અગાઉ ચાલો આપણે હાડકાંની સમસ્યામાં કઈ બાબતો સામેલ છે એને સમજીએ. સ્નાયુઓ અને સાંધા સાથે સંબંધિત કોઈ પણ સમસ્યા ‘ઓર્થોપેડિક' એટલે કે હાડકાં સાથે સંબંધિત સમસ્યા ગણાય છે. આ શારીરિક વિકાર એક પ્રકારની બિમારી, ઇજા કે રોગ છે, જેનાં કારણે ઘૂંટણીની સમસ્યાઓ, ઓચિંતો આંચકો, ખભાનું ખસી જવું, હાડકાં કોમળ થઈ જવા, પંજામાં દુઃખાવો તથા ફાઇબ્રોમાઇઆલ્ગિયા થાય છે.

હાડકાં સાથે સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓ

નીચે હાડકાં સાથે સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓ જણાવી છે, જે આપણી વ્યસ્ત, ઝડપી અને બેઠાળું જીવનશૈલીને કારણે અત્યારે ઝડપથી વધી રહી છે.

પીઠમાં દુઃખાવો:

કામ કરવા માટે અયોગ્ય મુદ્રામાં બેસવાથી, લાંબો સમય બેસીને કામ કરવાથી અને કસરતની ઊણપથી પીઠમાં દુઃખાવો સામાન્ય સમસ્યા છે. ઓર્થોપેડિક સ્થિતિમાં પીઠમાં દુઃખાવો દર 10 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને અસર કરે છે. પીઠમાં દુઃખાવો હળવાં અને પીડાદાયક દુઃખાવામાંથી સતત અને તીવ્ર દુઃખાવાનું સ્વરૂપ ધારણ કરે છે. જો તમને તમારી પીઠમાં દુઃખાવો હોય, તો તમારું હલનચલન મર્યાદિત થઈ જાય છે તેમજ રોજિંદી કામગીરીમાં સમસ્યા ઊભી થાય છે. પીઠમાં દુઃખાવો અતિ મહત્ત્વપૂર્ણ ઓર્થોપેડિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક સમસ્યા છે, જે વધારે પડતી કામગીરી અને સતત પ્રવૃત્તિ, પીઠનો અનુચિત ઉપયોગ અને સતત કંપની થાય એવી મુદ્રાનાં કારણે થઈ શકે છે. પીઠમાં ઇજા કે આઘાતથી પીઠમાં ગંભીર દુઃખાવો થઈ શકે છે. કરોડરજ્જુમાં સમસ્યા પેદા થવાથી પીઠમાં દુઃખાવો થાય છે. જો તમે મેદસ્વી હોવ કે તમારાં સ્નાયુઓ નબળાં હોય, તો તમને પીઠમાં દુઃખાવાનો અનુભવ થશે અને આ દર્દથી સતત નુકસાન થશે.

ગરદનમાં દુઃખાવોઃ

કમ્પ્યુટર સામે લાંબો સમય બેસવાને કારણે પીઠ અને ગરદન બંનેમાં દુઃખાવો થાય છે. જો સમયસર એનાં પર ધ્યાન આપવામાં ન આવે, તો જ્ઞાનતંતુઓમાં દબાણ પેદા થાય છે અને ડિસ્ક ખસી જાય છે. ગરદનનાં સ્નાયુઓ અને સાંધામાં ઇજા કે નુકસાન થવાથી ગરદનનો દુઃખાવો થઈ શકે છે, જે એક પ્રકારે આર્થાઇટિસ કે હર્નિયલ સર્વિકલ ડિસ્કની સમસ્યા છે. કરોડમાં ગાંઠો અને જન્મજાત ખોડ પીઠમાં ગંભીર દુઃખાવાનું કારણ બની શકે છે. મચકોડ અને તણાવ પણ એક સમસ્યા છે તથા ગરદનમાં દુઃખાવો માથાનો દુઃખાવો તેમજ ખભા અને પીઠમાં સામાન્ય દુઃખાવાનું કારણ બની શકે છે.

કરોડ અને સાંધાની સમસ્યાઓઃ

શારીરિક પ્રવૃત્તિઓ અને કસરતનાં અભાવથી મેદસ્વીપણું અને સંધિવાની શરૂઆત થાય છે. ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ સાંધાની વધતી સમસ્યા છે, જે આધેડ વયનાં લોકો અને વૃદ્ધોને થાય છે. જેમ ઉંમર વધે છે, તેમ હાડકાં નબળાં પડે છે, હાથ, ઘૂંટણ, કરોડરજ્જુ કે નિતંબમાં હાડકાં નબળી પડી શકે છે. ઘણી વાર તમે ઓસ્ટિઓઆર્થ્રાઇટિસને હાડકાંની વધતી સમસ્યા કે સંધિવામાં વધારા તરીકે સાંભળશો. આ અતિ પીડાદાયક સમસ્યાઓ છે અને ડૉક્ટરની ઓફિસમાં ઓર્થોપેડિક સમસ્યાઓનાં સૌથી સામાન્ય સ્વરૂપો છે.

કાંડાની નસ/નસની સમસ્યાઓ/હાથની સમસ્યાઓઃ

કમ્પ્યુટરનાં કીબોર્ડ, મોબાઇલ ફોનનાં વધારે પડતાં ઉપયોગથી નસનું સંકોચન અને આર્થ્રાઇટિસની સમસ્યા થઈ શકે છે. વધારે પડતાં ઉપયોગથી સમસ્યાઃ ક્યારેક વધારે પડતી કસરત, વધારે પડતું દોડવાથી વગેરેથી આ સમસ્યા સર્જાય છે. કસરતને કારણે સાંધાનો દુઃખાવો, થાક લાગવો, ચહેરો વળી જેવો વગેરે સમસ્યા જોવા મળે છે.

સાંધાને મજબૂત કરવા જરૂરી પરિવર્તનો

સંતુલિત જીવનશૈલી સાથે આપણાં હાડકાં અને સાંધાને સ્વસ્થ રાખવા જરૂરી છે, જેમાં સારું પોષણ અને કસરત સામેલ છે. કેટલાંક જોખમી પરિબળો પર આપણે નિયંત્રણ રાખી ન શકીએ, જેમાં આપણી આનુવંશિકતા, વધતી ઉંમર, અગાઉ સાંધાને થયેલી ઇજા કે હાડકાંનો અધૂરો વિકાસ જેવી જન્મજાત સમસ્યાઓ સામેલ છે. જોકે આપણે પોષક દ્રવ્યો ધરાવતું ભોજન લઈને, ઉચિત વજન જાળવીને, ધુમ્રપાન છોડીને અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરીને આપણી જીવનશૈલીની આદતો સુધારીને એને નિયંત્રણમાં લઈ શકીએ. આપણાં સ્વાસ્થ્યનો પાયો પોષક દ્રવ્યો છે અને આપણું 80 ટકા સ્વાસ્થ્યનો આધારે આપણાં પોષક દ્રવ્યો પર છે. તળેલા ખાદ્ય પદાર્થો, લાલ માંસ, ડેરી ઉત્પાદનો, તમામ ટ્રાન્સફેટ્સ અને સંવર્ધિત કે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો બળતરાં કરી શકે છે એટલે એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળો. સ્વાસ્થ્ય માટે ગુણકારક પોષક દ્રવ્યોમાં દરરોજ ઓછામાં ઓછાં પાંચ ફળ અને શાકભાજીનું સેવન સામેલ છે. કોઈ પણ પ્રકારનાં રસદાર ફળ, નાશપાતી, પપૈયા, પાઇનેપલ, અંજીર અને લીલી ભાજી (કોબી, પાલક અને ભાજી જેવી) સાંધાને સ્વસ્થ રાખવા માટે પોષક દ્રવ્યો પૂરાં પાડે છે. શરીરમાં દરેક હાડકું, પેશી અને કરોડ એ હાડપિંજરનો ભાગ છે તથા ઓર્થોપેડિક સ્થિતિમાં પ્રદાન કરે છે. નિયમિત કસરત કરવાથી કેટલીક ઇજાઓ આંશિક રીતે અટકે છે તથા તમારાં હાડકાં અને સ્નાયુબંધને થતી ઇજા અટકાવવાની આ શ્રેષ્ઠ રીત છે. સ્નાયુઓ ખેંચવા, દોડવું, ચાલવું અને એરોબિક કસરતો કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમને મદદ કરવાની સાથે તમારાં હાડકાં અને સાંધાને પણ મદદરૂપ થાય છે.

સ્ત્રોત: કિન્નર આવાસીયા , ની રિપ્લેસમેન્ટ સર્જન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/29/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate