অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદસ્વીપણું ધીમા પગલે પગપેંસારો કરી રહેલી જીવલેણ સમસ્યા

છેલ્લાં થોડાં દાયકાઓમાં આર્થિક વૃદ્ધિ, ખાદ્યાન્નનું પુષ્કળ ઉત્પાદન થવાથી અને જીવનશૈલીમાં પરિવર્તન થવાથી દેશમાં પોષણ સંબંધિત વધુ એક પણ વિપરીત સમસ્યા ઊભી થઈ છે – મેદસ્વીપણું. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએસએચ-4) મુજબ, છેલ્લાં 10 વર્ષમાં દેશમાં મેદસ્વી લોકોની સંખ્યા બમણી થઈ છે. સર્વે મુજબ, જે લોકો ચોરસ મીટરદીઠ 25 કિલોગ્રામથી વધારે બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) ધરાવતાં હોય તેમને મેદસ્વી ગણવામાં આવે છે. મહિલાઓમાં મેદસ્વીપણું 12.6 ટકા છે અને પુરુષોમાં 9.3 ટકા છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભારતમાં 100 મિલિયનથી વધારે વ્યક્તિઓ મેદસ્વી છે.

ગુજરાતમાં 1990થી 2016 વચ્ચે લોકોમાં મેદસ્વીપણાને લઈને લાન્સેટનાં લેટેસ્ટ અભ્યાસમાં ખુલાસો થયો છે કે, 20 વર્ષથી વધારે વયનાં લોકો વચ્ચે મેદસ્વીપણું વધી રહ્યું છે. આ દાયકામાં પુરુષોમાં 149 ટકાનો અને સ્ત્રીઓમાં 121.6 ટકાનો વધરા થયો છે.

ભારતમાં મેદસ્વીપણું દુનિયાનાં અન્ય વિસ્તારો કરતાં અલગ છે અને ‘થિન-ફેટ ફીનોટાઇપ’ અભિગમ ધરાવે છે. એનો અર્થ એ છે કે, શરીરમાં ચરબીનાં ઊંચા પ્રમાણનો સંબંધ પેટની મેદસ્વીતા અને વિસેરલ ફેટ સાથે છે. સામાન્ય રીતે મેદસ્વીપણું નીચેનાં કારણો અને પરિબળોનાં સમન્વયનું પરિણામ છે, જેમાં સામેલ છેઃ

આનુવંશિકતા:

જનીન શરીરમાં ચરબીનાં સંગ્રહને અને એનાં વિતરણને અસર કરી શકે છે. શરીર કેટલી અસરકારકતા સાથે ખાદ્ય પદાર્થઓને ઊર્જામાં પરિવર્તિત કરે છે અને કસરત દરમિયાન શરીર કેવી રીતે કેલેરીનો નાશ કરે છે એમાં જનીન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આપણે ફક્ત 2થી 3 દાયકામાં ભૂખમરા અને કુપોષણનાં યુગમાંથી વૃદ્ધિ અને પ્રચૂરતાનાં યુગમાં પ્રવેશી ગયા છીએ, પણ કમનસીબે આપણાં જનીનોએ આ ઝડપી પરિવર્તન સ્વીકાર્યું નથી.

પરિવારની જીવનશૈલી:

મેદસ્વીપણું પરિવારોનાં વિવિધ સભ્યોમાં આવવાનું વલણ ધરાવે છે. જો માતાપિતામાંથી એક કે બંને મેદસ્વી હોય, તો બાળકો મેદસ્વી થવાનું જોખમ વધી જાય છે. આ માટે ફક્ત આનુવંશિકતા જવાબદાર નથી. પરિવારનો સભ્યોની ભોજનની આદત અને આદતો, વિચારવાની અને વર્તણૂકની રીતે લગભગ એકસરખી હોય છે.

નિષ્ક્રિયતા:

જો કોઈ વ્યક્તિ અતિ સક્રિય હોય, તો તેનાં શરીરમાંથી વધારે કેલેરીનો નાશ નહીં થાય. બેઠાળું જીવનશૈલી ધરાવતી વ્યક્તિ કસરત અને રોજિંદી કામગીરીમાં જેટલી કેલેરીનો નાશ કરે છે એનાં કરતાં વધારે કેલેરીનો ભરાવો એનાં શરીરમાં થાય છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિને આર્થ્રરાઇટિસ જેવી તબીબી સમસ્યાઓ હોય, તો એનાથી શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી વજનમાં વધારો થાય છે. આપણી આઉટડોર એક્ટિવિટી વાહનોનાં ઉપયોગથી મર્યાદિત થઈ ગઈ છે અને એમાં વળી સેલ્ફ સ્ટાર્ટ વાહનો આવી ગયા છે, જેનાં પગલે આપણું ચાલવાનું પણ ઘટી ગયું છે. ઘરે પણ મોબાઇલ, રિમોટ કન્ટ્રોલનો ઉપયોગ અને ટીવી જોવાથી આપણી શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. શહેરી ક્ષેત્રમાં આઉટડોર ગેમ્સ હવે ઘટી ગઈ છે અને મોટાં ભાગનાં બાળકો અને યુવાનો ઇન્ડોર ગેમ પસંદ કરે છે, જેનાથી પણ શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે.

અનુચિત ડાયેટ:

કેલરી વધારે હોય એવું ડાયેટ, જેમાં ફળફળાદિ અને શાકભાજીનો અભાવ હોય, ફાસ્ટ ફૂડ વધારે હોય અને હાઈ-કેલેરી બેવરેજીસ હોય તથા વજન વધારે એવા તત્ત્વો વધારે હોય. મીટિંગ અને સ્નેકિંગ શરીરમાં કેલેરી વધારે છે, ઘેર ટીવી જોતાં નાસ્તો કરવાથી વજન વધે છે અથવા મોબાઇલમાં કશું જોતાં વચ્ચે નાસ્તો કરવાથી કેલેરી અને વજન બંને વધે છે

તબીબી સમસ્યાઓ:

કેટલાંક લોકોમાં મેદસ્વીપણું તબીબી કારણઓસર હોય છે, જેમ કે પ્રેડર-વિલિ સિન્ડ્રોમ, ક્યુશિંગ્સ સિન્ડ્રોમ અને અન્ય સ્થિતિ. આર્થ્રરાઇટિસ જેવી તબીબી સમસ્યાઓ પણ શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડા તરફ દોરી શકે છે, જેનાં પરિણામે વજનમાં વધારો થઈ શકે છે.

ચોક્કસ દવાઓ:

કેટલીક દવાઓથી વજનમાં વધારો થઈ શકે છે, જો તમે ડાયેટ કે એક્ટિવિટીથી સરભર ન કરો તો. આ દવાઓમાં એન્ટિડિપ્રેસ્સન્ટ્સ, એન્ટિ-સેઇઝર દવાઓ. ડાયાબીટિસની દવાઓ, એન્ટિસાઇકોટિક દવાઓ, સ્ટીરોઇટ્સ અને બીટા બ્લોકર્સ સામેલ છે.

સામાજિક અને આર્થિક સમસ્યાઓ:

સંશોધનો જણાવે છે કે, મેદસ્વીપણા સાથે સામાજિક અને આર્થિક પરિબળો જોડાયેલા છે. જો કસરત માટે સલામતી ન હોય, તો મેદસ્વીપણાની મુશ્કેલીને ટાળી શકાશે. એ જ રીતે, વ્યક્તિને રાંધણની સ્વસ્થ રીતો શીખવી ન શકાય, કે સ્વસ્થ ખાદ્ય પદાર્થોની ખરીદી કરવા નાણાં ન હોય એવું બની શકે છે. ઉપરાંત આપણે જે લોકો સાથે સમય પસાર કરીએ છીએ એ આપણાં શરીરનાં વજન પર અસર કરી શકે છે અને જો આપણે મેદસ્વી મિત્રો કે સગાસંબંધીઓ ધરાવતાં હોય, તો મેદસ્વીપણું આવવાની શક્યતા વધારે છે.

ઉંમર:

મેદસ્વીપણું કોઈ પણ વયે થઈ શકે છે, યુવાન બાળકોમાં પણ. પણ ઉંમરની સાથે અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય છે અને ઓછી સક્રિય જીવનશૈલી મેદસ્વીપણાનું જોખમ વધારે છે. ઉપરાંત શરીરમાં સ્નાયુઓનું વજન વયની સાથે ઘટે છે. એનાથી સ્નાયુઓનું ઓછું વજન પાચનક્રિયામાં ઘટાડા તરફ દોરી જાય છે. એમાં પરિવર્તનોથી કેલેરીની જરૂરિયાતો પણ ઘટે છે અને વધારે વજનને અટકાવવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમે શું ભોજન કરો છો એનું સભાનપણે નિયંત્રણ ન જાળવો અને ઉંમરને સાથે વધારે સક્રિય ન તાવ, તો તમારું વજન વધવાની શક્યતા છે.

ગર્ભાવસ્થા:

ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ મહિલાનું વજન વધે છે. કેટલીક મહિલાઓને બાળકનાં જન્મ પછી વજન ઉતારવામાં મુશ્કેલી પડે છે. વજનમાં આ વધારો મહિલાઓમાં મેદસ્વીપણું વિકસવા માટે જવાબદાર હોઈ શકે છે.

ધુમ્રપાનનો ત્યાગ:

ધુમ્રપાનનો ત્યાગ ઘણી વાર વજનમાં વધારા સાથે સંકળાયેલ છે. કેટલાંક માટે મેદસ્વીપણા તરફ દોરી જાય છે. જોકે લાંબા ગાળે ધુમ્રપાનનો ત્યાગ કરવો હજુ પણ ધુમ્રપાનને જાળવવા કરતાં સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે.

અનિદ્રા:

પૂરતી ઊંઘ ન મળવી કે વધારે પડતું ઊંઘવાથી અંતઃસ્ત્રાવોમાં પરિવર્તન થઈ શકે છે, જેનાથી પાચન વધે છે. એનાથી ભૂખ વધારે લાગે છે અને કેલેરી તથા કાર્બોહાઇડ્રેટમાં વધારો થાય છે, જે વજનમાં વધારા માટે જવાબદાર હોઈ શકે છે.

વ્યક્તિને સ્વાસ્થ્ય સાથે સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની વધારે શક્યતા છે, જેમાં સામેલ છેઃ હાઈ ટ્રાઇગ્લીસરાઇડ્સ અને લો હાઇ-ડેન્સિટી લિપોપ્રોટિન (એચડીએલ) કોલેસ્ટેરોલ, ટાઇપ 2 ડાયાબીટિસ, હાઈ બ્લડ પ્રેશર, મેટાબોલિક સિન્ડ્રોમ – હાઈ બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર, હાઇ ટ્રાઇગ્લીસરાઇડ અને લો એચડીએલ કોલેસ્ટેરોલનો સમન્વય, હૃદયરોગ, સ્ટ્રોક. મેદસ્વીપણાથી ગર્ભાશય, ગર્ભાશયની ગ્રીવા, એન્ડોમેટ્રિયલ, અંડાશય, સ્તન, મોટું આંતરડું, અન્નનળી, યકૃત, પિત્તાશયની કોથળી, સ્વાદુપિંડ, કિડની અને પ્રોસ્ટેટનાં કેન્સરનું જોખમ સામેલ છે. શ્વાસોશ્વાસની સમસ્યાઓમાં, સ્લીપ એપ્નિયા સામેલ છે, જે ઊંઘની ગંભીર સમસ્યા છે, જેમાં અવારનવાર શ્વાસ અટકી જાય છે અને શરૂ થાય છે. વંધ્યત્વ અને અનિયમિત માસિક, પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ (પીસીઓડી) જેવી ગોયનેકોલોજિકલ સમસ્યાઓ પણ થઈ શકે છે. શિશ્નોત્થાનમાં સમસ્યા અને જાતિય સ્વાસ્થ્યની સમસ્યાઓ, નોનઆલ્કોહોલિક ફેટ્ટી લિવરનો રોગ – આ સ્થિતિમાં યકૃતમાં ચરબીનાં સ્તર જામી જાય છે અને ઇન્ફ્લેમેનશન કે સ્કારિંગ થઈ શકે છે અને ઘૂંટણનું ઓસ્ટિઓઆર્થ્રરાઇટિસ તથા કરોડરજ્જુ સાથે સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.

મેદસ્વીપણાનું મેનેજમેન્ટ થાય છે અને એનાં કારણે સ્વાસ્થ્યને જોખમકારક અસરો ઘટાડી શકાય છે તેમજ જીવનની ગુણવત્તા વધારી શકાય છે. સંતુલિત ડાયટ, ફેડ અને ક્રેશ ડાયટ કામ કરતાં નથી અને જોખમકારક બની શકે છે. શરીરને સામાન્ય રીતે કામ કરવા ખાદ્ય પદાર્થોમાંથી લઘુતમ ઊર્જાની જરૂર છે. વજનને સફળતાપૂર્વક ઘટાડવા અને વજનને જાળવવા ભોજન અને કસરતોની આદતોમાં કાયમી પરિવર્તનોની જરૂર છે તેમજ સંવેદનાત્મક પરિબળોની સમજણની જરૂર છે, જે વધારે ભોજન તરફ દોરી જાય છે. સારવાર કે દવા કોઈ “જાદુઈ છડી” નથી, જે વજનમાં કાયમી ઘટાડા તરફ દોરી જાય છે. સામાન્ય રીતે તેમાં યોગ્ય ભોજન અને કસરતનો સમન્વય કરવામાં આવે છે. મેદસ્વીપણાની સર્જરીનાં ઘણાં સ્વરૂપો છે, પણ કેટલીક વાર સર્જરી પેટની સાઇઝ ઘટાડે છે, જેથી તમે બહુ ઓછું ભોજન લઈ શકો છો.

જો તમને લાગતું હોય કે, તમે મેદસ્વી બની શકો છો અને ખાસ કરીને જો તમને વજન સાથે સંબંધિત સ્વાસ્થ્યની સમસ્યાઓ વિશે ચિંતિત હોવ, તો તમારાં ડૉક્ટર અથવા હેલ્થકેર પ્રોવાઇડરને મળો. તમે અને તમારાં પ્રોવાઇડર તમારાં સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનું મૂલ્યાંકન કરી શકે છે તથા તમારાં વજન ઘટાડવાનાં વિકલ્પો પર ચર્ચા કરી શકે છે તેમજ તમને સારું ગુણવત્તાયુક્ત, સ્વસ્થ જીવન જીવવા માર્ગદર્શન આપી શકે છે.

સ્ત્રોત: ડૉ. જૂઝર રંગવાલા (ફિઝિશિયન એન્ડ ડાયેબેટોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate