অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદની મુશ્કેલીઓથી બચવા માટે આજથી જ મન મક્કમ કરો

પહેલું સુખ તે જાતે નર્યા – એટલે કે જીવનનું પહેલું સુખ છે નીરોગી શરીર. 21મી સદીમાં સ્વાસ્થ્યને લગતા ચિંતાજનક વિષયોમાં જે સમાવિષ્ટ છે એ છે મેદસ્વીતાનો અત્યાધિક વ્યાપ. ઓબેસીટીની સાથે થતાં રોગો જેમકે ડાયબિટીઝ, હૃદયરોગ, બ્લડપ્રેશર તથા અમુક પ્રકારના કેન્સરનો દર પણ વધતો જાય છે. ઓબેસીટી સામેની લડતમાં વ્યક્તિની સ્વસ્થ જીવનશૈલી અર્થાત આહાર સંતુલન અને નિયમિત કસરત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
હવે મેદસ્વીતા વિશે થોડું સમજીએ તો, આપણાં શરીરમાં આપણી ભૂખને સંતુલન કરનારા બે હોર્મોન્સ હોય છે. જેને હંગર હોર્મોન્સ કહેવામાં આવે છે. 1. લેપ્ટીન એટલે કે ભૂખને ઓછી કરવાનું કામ કરતો હોર્મોન. આ લેપ્ટીન આપણાં શરીરમાં રહેલાં એડિપોઝ ટીશ્યુઝમાં બને છે. ઘણાં મેદસ્વી લોકોમાં લેપ્ટીન રેઝિસટન્સ હોય છે. જેથી કરીને લેપ્ટીનની અસર થતી નથી અને ભૂખ ઓછી થવાનું સિગ્નલ મગજનને મળતુ નથી. 2. ઘ્રેલિન – એટલે કે ભુખ વધારનાર હોર્મોન. જે મુખ્યત્વે આપણાં જઠરના કોષોમાં બને છે. આ બન્ને હોર્મોન્સનું સિક્રિશન કેટલા પ્રમાણમાં થવું જોઈએ તેનો આધાર તમે કેવા પ્રકારનો આહાર લઈ રહ્યાં છો તેની પર પણ રહેલો છે.
આપણા આહારમાં નીચે મુજબના ફેરફાર કરવાથી આપણે લેપ્ટીનનું સિક્રિશન વધારી શકીએ છીએ અથવા લેપ્ટીન રેઝિસટન્સ ઓછો કરી શકીએ તથા ઘ્રેલિનનું પ્રમાણ ઓછું કરી શકાય છે

પ્રોટીન અને ફાઈબર :

રોજિંદા ભોજનમાં પ્રોટીન એટલે કે દાળ-કઠોળ-દહી-દુધ-છાસ-સોયાબીન-ઈંડા-માંસાહારનો ઉમેરો કરવો અને વધુ રેસાવાળો ખોરાક એટલે કે ફળો, વિવિધ પ્રકારના શાકભાજી લેવા જોઈએ. આ સિવાય ખોરાકનો અતિરેક ના કરવો જોઈએ.

ઓમેગા-3 (ફેટી એસીડ) :

બદામ- અખરોટ – અળસીના બીયાં- ફિશ વિગેરેનો સમાવેશ આહરમાં કરવો, જેથી કરીને લેપ્ટીન રેઝિસટન્સ ઓછો કરી શકાય છે.

સુગર :

બજારમાં ઉપલબ્ધ દરેક જાતની રિફાઈન્ડ સુગરનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો. સુગરનો ઉપયોગ વધારે કરવાથી ઘ્રેલિનનું સિક્રિશન વધે છે, જેના કારણે વ્યક્તિને ભૂખ વધારે લાગે છે. પરિણામરૂપે ઓવર ઈટીંગ થાય છે, જે નુક્સાન કરી શકે છે.

પ્રો-બાયોટીક્સ અને પ્રી-બાયોટીક્સ :

પ્રો- બાયોટીક્સ એટલે કે શરીરમાટે લાભદાયક હોય એવા બેક્ટેરીયા વાળો ખોરાક, જેમકે  દહીં અને છાસ. જ્યારે પ્રી-બાયોટીક્સ એટલે કે એવો ફાઈબર વાળો ખોરાત કે જેના લીધે હેલ્ધિ ગટ બેક્ટેરીયાનું પ્રોડક્શન થાય છે. આ બન્ને વસ્તુ ખાવાથી બેક્ટેરીયાનું પ્રમાણ જળવાઈ રહે છે, જે લેપ્ટીન સેન્સિટિવિટી વધારવામાં ઉપયોગી થાય છે.

નિયમિત કસરત :

દરરોજ 45થી 60 મિનિટ કસરત કરવાથી વજનમાં નિયંત્રણ લાવી શકાય છે.

ખોરાક ધીમે-ધીમે અને ખૂબ ચાવીને ખાવો :

સામાન્યરીતે વ્યક્તિને ભૂખલાગે એટલે ફટાફટ ખાવાનુ શરૂ કરી દે છે. પરંતુ ઘણાં બધા રિસર્ચનું તારણ એવું છે કે ઝડપી ખાવાથી ભૂખ સંતોષાતી નથી અને વજન વધે છે. જો વજનને કાબૂમાં રાખવું હોય તો ખોરાક ધીમે-ધીમે અને ચાવીને ખાવો જોઈએ.

ઉપર જણાવ્યા મુજબ જો આહારમાં ફેરફાર કરવામાં આવેતો, વજનને વધતુ અટકાવી શકાય અન્યથા નિયંત્રણમાં રાખી શકાય. આજથી જ મન મક્કમ કરો અને આ નિર્ણયને કોઈપણ સંજોગોમાં જાળવી રાખો, સારું પરિણામ અવશ્ય મળશે. આપ સ્વસ્થ રહો તેવી શુભકામના.

ડૉ. પૂજા શેલત, ડાયટિશિયન, નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate