વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માથાનો દુખાવો

માથાનો દુખાવો જેવી સમસ્યાઓ

માથાનો દુખાવો: મોટાભાગના લોકોને ક્યારેક માથાનો દુખાવો થાય છે અને તે કેટલીકવાર તદ્દન અસુવિધાજનક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના દુખાવા માત્ર થોડા સમય માટે કાર્યક્ષમતા ઘટાડનારા હોય છે.

સામાન્યપણે માથાનો દુખાવો થોડા સમય માટે હોય છે અને પોતાની મેળે મટી જાય હોય છે. જોકે, દુખાવો ચિંતાજનક હોય તો, તમારા ડૉક્ટરનો સંપર્ક કરતા ખચકાશો નહીં. કોઈપણ પ્રકારના તીવ્ર, વારંવાર થતા કે તાવની સાથે થતા માથાનો દુખાવોની ડૉક્ટરે તપાસ કરવી જોઇએ.

માથાનો દુખાવો ક્યારે ગંભીર હોય છે?

દરેક માથાનો દુખાવોમાં તબીબી હસ્તક્ષેપ જરૂરી હોતો નથી. કેટલીક વખતા માથાનો દુખાવો ભોજન ચૂકી જવાથી કે સ્નાયુના તનાવથી થાય છે અને ઘરે બેઠા તેની કાળજી લઈ શકાય છે. અન્ય માથાનો દુખાવો કશુંક ગંભીર હોવાની નિશાની છે અને તાત્કાલિક તબીબી મદદ માગે છે. જો તમે માથાનો દુખાવોના નીચે પ્રમાણેના લક્ષણો અનુભવો તો, તમારે આપાતકાલીન તબીબી સારવાર મેળવવી જોઇએ:
 • તીવ્ર, અચાનક માથાનો દુખાવો, જે ઝડપથી આવે છે અને સમજાવી શકાતું નથી અને ક્યારેક તેને “મારી જિંદગીનો સૌથી ખરાબ માથાનો દુખાવો” કહીને વર્ણવવામાં આવે છે.
 • બેભાન થવું, ગુંચવાડો, તમારી દ્રષ્ટિમાં ફેરફાર કે શરીરની અન્ય નબળાઈઓ સાથે સંકળાયેલો માથાનો દુખાવો.
 • જકડાઈ ગયેલી ડોક અને તાવ સાથે થતો માથાનો દુખાવો.

જો તમે માથાનો દુખાવોના નીચે પ્રમાણેના લક્ષણો અનુભવો તો, તમારે આપાતકાલીન તબીબી સારવાર મેળવવી જોઇએ:

 • તમને નીંદરમાંથી જગાડી દે તેવો માથાનો દુખાવો.
 • માથાનો દુખાવાનો પ્રકાર કે વર્તનમાં સમજાવી ના શકાય તેવા ફેરફારો.
 • જો તમે તમારા માથાનો દુખાવાનો પ્રકાર વિષે સ્પષ્ટ ના હો તો, તબીબી કાળજી માટે તમારા ડૉક્ટરને મળવું હિતાવહ છે.

તણાવ, માઇગ્રેઇન અને ક્લસ્ટર એ માથાનો દુખાવોના પ્રકારો છે. માઇગ્રેઇન અને ક્લસ્ટર શિરદર્દો રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવોના પ્રકારો છે. રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવોમાં શારીરિક થાક દુખાવો વધારે છે. માથાની આસપાસની પેશીની રક્તવાહિનીઓ ફૂલે છે અથવા મોટી થાય છે જેને પરીણામે તમારું માથુ પીડાથી ધમધમે છે. માઇગ્રેન્સ રૂધિરવાહિની સંબંધિત માથાનો દુખાવાનો સૌથી સામાન્ય પ્રકાર છે અને તે ક્લસ્ટર માથાનો દુખાવા કરતા વધારે સામાન્યપણે થાય છે.

ક્લસ્ટર માથાનો દુખાવો સામાન્યપણે ઝડપી શૃંખલામાં ત્રાટકે છે અને સપ્તાહો કે મહિનાઓ સુધી રહે છે. ક્લસ્ટર માથાનો દુખાવો પુરુષોમાં વધારે સામાન્ય હોય છે અને અત્યંત પીડાદાયક હોઈ શકે છે.

નિદાન

મોટાભાગે માથાનો દુખાવો ગંભીર પરિસ્થિતિમાંસર્જ સર્જતા નથી અને સામાન્યપણે ડૉક્ટરના પ્રીસ્કિપ્શન વિના પણ દવાની દુકાનેથી મળતી દવાથી તેની સારવાર થઈ શકે છે. માઇગ્રેઇન્સ અને અન્ય પ્રકારના ગંભીર માથાનો દુખાવામાં ડૉક્ટર દ્વારા પ્રીસ્ક્રિપ્શન સારવાર અને દેખરેખની જરૂર પડી શકે છે.

તનાવથી થતો માથાનો દુખાવો

 • તણાવ અથવા સ્નાયુ સંકોચન માથાનો દુખાવો એ માથાના દુખાવાનો સૌથી સામાન્ય પ્રકાર છે અને તેઓ મોટેભાગે વધતા જતા તણાવના સમયગાળા સાથે સંકળાયેલા હોય છે.
 • તણાવ માથાનો દુખાવો સાથે સંકળાયેલો દુખાવો મોટેભાગે સ્થિર અને કંટાળાજનક હોય છે અને કપાળ, લમણાં અને ડોકના પાછળના ભાગમાં અનુભવી શકાય છે.
 • લોકો મોટેભાગે તનાવ માથાના દુખાવાને જાણે તેમના માથાને કોઈ ચુસ્ત પટ્ટો બાંધ્યો હોય તેવી રીતે વર્ણવે છે.
 • તણાવને કારણે થતો માથાનો દુખાવો લાંબા સમયગાળા સુધી ટકી શકે છે, તેમ છતાં તણાવપૂર્ણ સમયગાળો પૂરો થયા પછી તે સામાન્યપણે મટી જતું હોય છે.
 • તણાવને કારણે થતો માથાનો દુખાવો સામાન્યપણે અન્ય લક્ષણો સાથે સંકળાયેલા હોતા નથી અને માઇગ્રેઇન માથાનો દુખાવોમાં મોટેભાગે જોવા મળે છે તેમ તેમાં માથાનો દુખાવો પહેલાની સ્થિતિ જોવા મળતી નથી. તનાવ માથાનો દુખાવો કુલ શિરદર્દોના લગભગ 90 ટકા હોય છે.

સાઇનસ માથાનો દુખાવો

સાઇનસ માથાનો દુખાવો સાઇનસ ચેપ કે એલર્જીનું પરીણામ હોઈ શકે છે. મોટેભાગે શરદી કે ફ્લુ પછી થતા સાઇનસ માથાનો દુખાવો તમારા નાકની પાછળ અને ઉપર આવેલા સાઇનસ માર્ગો (વાયુ કોટરો)ના સોજાના પરીણામે થાય છે. સાઇનસ ભરાય જતાં કે તેમને ચેપ લાગતાં વધતું દબાણ તમારું માથુ દુખાડે છે. આ પીડા સામાન્યપણે તીવ્ર અને સતત રહે છે અને સવારે તેનો પ્રારંભ થાય છે અને તમે વાંકા વળો ત્યારે પીડા વધે છે.

સામાન્ય સાઇનસને કારણે થતા માથાનના દુખાવાના લક્ષણો:

 • તમારી આંખોની આસપાસ, ગાલમાં અને કપાળે પીડા અને દુખાવો
 • ઉપલા દાંતમાં દુખાવાની લાગણી
 • તાવ અને ઠંડી
 • ચહેરા પર સોજો
સાઇનસ માથાના દુખાવામાં ચહેરા પરની પીડામાંથી મુક્તિ મેળવવા ગરમી અને બરફ બંનેનો સામાન્યપણે ઉપયોગ થાય છે.

માઇગ્રેઇન માથાનો દુખાવો

માઇગ્રેઇન માથાનો દુખાવો વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે, પરંતુ તે સામાન્યપણે માથાની એક અથવા બંને બાજુએ તીવ્ર પીડા દ્વારા તેમજ મોટેભાગે તેની સાથે સંકળાયેલા અન્ય લક્ષણો દ્વારા વ્યક્ત થાય છે. અન્ય લક્ષણોમાં બકારી અને ઉલ્ટી, હળવી સંવેદનશીલતા અને દ્રષ્ટિમાં ફેરફાર, ચક્કર આવવા, તાવ અને ઠંડી લાગવીનો સમાવેશ થઈ શકે છે.

માઇગ્રેઇનના સામાન્ય લક્ષણો

 • દુખાવા પહેલા થતા દ્રષ્ટિના ફેરફાર
 • માથાની એક બાજુ હળવાથી તીવ્ર ધમધમતો દુખાવો
 • બકારી અથવા ઉલ્ટી
 • પ્રકાશ અને ઘોંઘાટ પરત્વે સંવેદનશીલતા
માઇગ્રેઇન ઘણા બધા પરિબળોથી થઈ શકે છે. વ્યક્તિ પ્રમાણે પરીબળો બદલાઈ શકે છે. કેટલાક લોકો વાઇન, ચોકોલેટ, વાસી ચીઝ, પ્રક્રિયા કરેલું માંસ અને કેફીન જેવા ચોક્કસ ખાદ્ય પદાર્થો પ્રત્યે પ્રતિક્રિયા દાખવે છે. કેફીન અને દારૂ પણ માઇગ્રેઇનનો દુખાવો સર્જી શકે છે.

નોંધ: જો તમને વારંવાર તીવ્ર માથાનો દુખાવો થતો હોય તો, તમારા લક્ષણો, માથાના દુખાવાની તીવ્રતા અને તમે કઈ રીતે પીડા સાથે પનારુ પાડો છો તેની નોંધ રાખો. આ રેકોર્ડ તમારા ડૉક્ટરને બતાવો.

સ્ત્રોત: Mayo Clinic

3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
વિરલ પરમાર Jul 31, 2019 02:25 PM

છેલ્લા પાંચ દિવસથી મને અડધું માથું દુખે છે. આ તકલીફ મને ધોધમાર વરસાદ માં ભીનાયા પછી થી ચાલું થઈ છે. તો હવે મારે શું કરવું જોઈએ???

સંજય કાપડીયા Feb 27, 2019 04:47 PM

માથા ના પાછળ ના ભાગ મા,જમણા કાન ની પાછળ ની બાજુ અચાનક બે સેકન્ડ જેટલો લપકારો થાય છે..આવુ હમણા દિવસ મા એક કે બે વાર થાય છે.

Aravind.v Oct 31, 2018 03:04 PM

માથા માં લાકડું વાગવાથી માથા નો પાછળ નો ભાગ દુખાવો,અને આ મુંઢ ઘા છે

બટુક ધનજીભાઈ ઝંઝવાડીયા Feb 03, 2018 03:31 PM

કાયમી શરદી રેયછે અને નાકોરા બદ થય જાયછે

શશી Aug 18, 2015 10:21 AM

મને સાઇનસનો દુખાવો છે તો ઉપાઇ જણાવો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top