વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લસિકાગ્રંથિનો ફાઇલેરિયાસિસ

લસિકાગ્રંથિનો ફાઇલેરિયાસિસ વિશેની માહિતી

કોને ચેપ લાગવાનો ભય છે?

લસિકાગ્રંથિનો ફાઈલેરીયાસિસ (એલએફ) સામાન્યપણે એલીફેન્ટીયાસિસથી ઓળખાય છે. તે શરીરની આકૃતિ બગાડતો, નિષ્ક્રિયતા વધારતો આ રોગ સામાન્યપણે બાળપણમાં થાય છે.

પુખ્ત કૃમિ માઇક્રોફાઇલેરી નામના લાખોની સંખ્યામાં એકદમ નાના, અપરિપક્વ ડિંભો પેદા કરે છે. આ ડિંભો પરિઘીય લોહીમાં રાત્રી દરમિયાનની નોંધપાત્ર આવર્તિતા સાથે ફરે છે. કૃમિઓ સામાન્યપણે 4-6 વર્ષ જીવે છે અને માઇક્રોફાઇલેરી પેદા કરે છે.

લસિકાગ્રંથિનો ફાઇલેરીયાસિસ મચ્છરના દંશ દ્વારા ફેલાય છે. જ્યારે મચ્છર માઇક્રોફાઇલેરી લોહીમાં ધરાવતી કોઈ વ્યક્તિને કરડે છે ત્યારે તે મચ્છરના શરીરમાં માઇક્રોફાઇલેરી પ્રવેશે છે. મચ્છરના શરીરમાં માઇક્રોફાઇલેરીને વિકસતા 7-21 દિવસ લાગે છે.

લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસના લક્ષણો શું છે?

લસિકાગ્રંથિનો ફાઇલેરીયાસિસ કેટલાક મહિનાઓ કે વર્ષો દરમિયાન મચ્છરના દંશ પછી થાય છે. ફાઇલેરીયાનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારોમાં લાંબા સમયથી રહેતા લોકોને આ ચેપ લાગવાનું મોટું જોખમ હોય છે. રાત્રે લોહીના સરવે દ્વારા આ ચેપ શોધી શકાય છે.

હું ચેપ કઈ રીતે અટકાવી શકું?

સૌ પ્રથમ તો મોટાભાગના લોકોને પુખ્ત કૃમિઓ મરે નહીં ત્યાં સુધી કોઈ લક્ષણોની ખબર પડતી નથી. આ રોગ જીવલેણ નથી, પરંતુ તે લસિકાતંત્ર અને મૂત્રપિંડોને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. લસિકાતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તેથી પ્રવાહી એકઠું થાય છે અને હાથ, પગ અને છાતીમાં સોજો આવે છે. આ સોજાને લીમ્ફોઇડીમા કહે છે. પુરુષોમાં જનન અંગો પર પણ સોજો આવે છે. તેને હાઇડ્રોસીલ કહે છે. લસિકાતંત્રનો સોજો અને તેની ઘટેલી કાર્યક્ષમતાને કારણે શરીરની જીવાણુઓ અને ચેપ સામે લડવાની તાકાત ઘટતી જાય છે. આવા લોકોને ચામડી અને લસિકાતંત્રમાં જીવાણુઓના વધારે ચેપ લાગે છે. આનાથી ચામડી સખત અને જાડી થાય છે. તેને એલીફેન્ટીયાસિસ કહે છે.

લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસની શું સારવાર છે?

આપવા સહિતના પગલાં ભરવામાં આવે છે. મચ્છરના દંશથી બચવું એ નિવારણનો અન્ય પ્રકાર છે. ફાઇલેરીયાના કૃમિનું વહન કરતા મચ્છરો સામાન્યપણે સાંજ અને વહેલી સવાર વચ્ચેના સમયગાળામાં દંશે છે. જો તમે લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસનો ઉપદ્રવ ધરાવતા વિસ્તારમાં રહેતા હો તો, નીચેની સાવચેતીઓ લો:

  • મચ્છરદાની\કીટનાશક પ્રક્રિયા કરેલી મચ્છરદાની હેઠળ સુઈ જવું.
  • સાંજ અને પરોઢ વચ્ચેના ગાળામાં ખુલ્લી ચામડી પર મચ્છરરોધકનો ઉપયોગ કરો.

લસિકાગ્રંથિના ફાઇલેરીયાસિસની શું સારવાર છે?

પુખ્ત કૃમિના ચેપથી ગ્રસ્ત લોકો દવાનો એક વર્ષનો ડોઝ (ડીઇસી) લઈ શકે છે, જેનાથી લોહીમાં ફરતા માઇક્રોફાઇલેરીનો નાશ થાય છે. આનાથી પુખ્ત કૃમિ મરતા નથી, પરંતુ તેનાથી લોકો બીજાને આ રોગનો ચેપ આપતા અટકે છે. પુખ્ત કૃમિ મરે તે પછી પણ લીમ્ફોઇડીમા થાય છે. લીમ્ફોઇડીમાને વણસતું અટકાવવા નીચેના કેટલાક બૂનિયાદી સિદ્ધાંતો અનુસરી શકાય:

  • રોજ સોજાવાળા ભાગને સાબુ અને પાણીથી ધુવો.
  • કોઈપણ ઘા પર જીવાણુરોધક ક્રીમનો ઉપયોગ કરો. તેનાથી જીવાણુનો ચેપ અટકે છે.
  • પ્રવાહીને ગતિમાં રાખવા અને લસિકાપ્રવાહને સુધારવા સોજાવાળા હાથ કે પગને ઊંચા કરો અને કસરત કરો.
2.93220338983
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top