অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા વિશે જાણો

ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા વિશે જાણો

 dengue1

મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો, ઘરની આજુબાજુ અને ઘરમાં પાણીનો ભરાવો રોકવો, કુલરમાં પાણી ખાલી રાખવું, ઇન્સેક્ટિસાઈડનો છંટકાવ કરવો, મચ્છર અગરબતી અને ઇન્સેક્ટિસાઈડ વેપોરાઇઝર વાપરવા.

ડેન્ગ્યુ ફીવર: Fact Sheet

  • ડેન્ગ્યુ ફીવર  વાઇરલ રોગ છે, આ  રોગ મચ્છર એડીસ ઇજિપ્તી, એડીસ અલ્બોપીટક્સ દ્વારા ફેલાય છે.
  • એડસી મચ્છર ડેન્ગ્યુ ઉપરાંત ચિકનગુનિયા , યલોફિવર અને ઝીકા વાઇરલ ઇન્ફેકશન ફેલાવે  છે.
  • દુનિયાના 50% લોકો આ રોગ થવાના જોખમમાં રહે છે.
  • ભારે પ્રકારનો ડેન્ગ્યુ જેને ડેન્ગ્યુ હેમરૅઝીક ફીવર કહેવામાં આવે છે  જીવલેણ નીવડે છે.
  • ચાર પ્રકારનો ડેન્ગ્યુ વાઈરસનું સંશોધન થયેલ છે. જેમાં DEN -1, DEN -2, DEN - 3 અને DEN – 4 છે, જે વાઇરસનું ઇન્ફેકશન થઈ ચૂક્યું છે તે દર્દીને લાઈફલોન્ગ ઇમ્યુનીટી આપે છે.
  • 390 million લોકો ડેન્ગ્યુ ઇન્ફેકશનનો ભોગ બનેલ છે, આ ડેન્ગ્યુ ઇન્ફેકશન 128 દેશોમાંથી છે. આ 390 મિલિયન ડેન્ગ્યુ ઇન્ફેકશન થયેલ લોકોમાંથી 96 મિલિયનને રોગ થયેલ છે.
  • એક બીજા એસ્ટીમેટ પ્રમાણે વર્લ્ડમાં 5 લાખ લોકો ભારે ડેન્ગ્યુ થી હોસ્પિટલમા દાખલ થતા હોય છે. અને એમાંથી 2.5 ટકા  કેસ જીવલેણ જોવા મળેલ છે. એકવાર મચ્છર કરડ્યા પછી લગભગ 4 થી 10 દિવસે શરીરના વાઇરલ ફીવરના લક્ષણો જોવા મળે છે.

ડેન્ગ્યુનું નિદાન :

  • આ રોગનું નિદાન માટેના ટેસ્ટ આપણા દેશમાં સહેલાઈથી પ્રાપ્ય છે.
  • ડેન્ગ્યુ એન એસ - 1 એન્ટિજન અને ડેન્ગ્યુ એન્ટિબોડીનાં ટેસ્ટ કરવામાં આવે છે.
  • ડેન્ગ્યુ વાઇરસ માટેનો સૌથી સારો ટેસ્ટ  ડેન્ગ્યુ વાઇરસ પીસીઆર પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે આપણને પહેલા દિવસે જ નિદાન કરી આપે છે. જે ટેસ્ટ મોંઘો છે.
  • બીજા  રૂટિન ટેસ્ટમાં બ્લડ સેલ કાઉન્ટ રીપીટેડલી કરવાની જરૂર પડે છે. જેમાં ત્રાકકણીકાઓ એટલે કે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવાનું ચાલુ થવું, શ્વેતકણ ઓછા થવા અને હિમોકોન્સનટ્રેશન થવું અને હિમોગ્લોબીન વધતું જણાય. આ સામાન્ય રીતે દરેક દર્દીઓમાં જોવા મળે છે.

ડેન્ગ્યુ પ્રિવેન્શન (રક્ષણ)

  • મચ્છરનો ઉપદ્રવ ઘટાડવો, ઘરની આજુબાજુ અને ઘરમાં પાણીનો ભરાવો રોકવો, કુલરમાં પાણી ખાલી રાખવું, ઇન્સેક્ટીસાઈડનો છંટકાવ કરવો, મચ્છર અગરબતી અને ઇન્સેક્ટીસાઈડ વેપોરાઇઝર વાપરવા.
  • શરીર પૂરતું ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, રિપ્લેન્ટ શરીર ઉપર લગાડવા.
  • કચરાનો નિકાલ સારી રીતે કરવો.
  • ડેન્ગ્યુનાં લક્ષણો જણાય એવું તરત જ ડોક્ટરની સલાહ પ્રમાણે સારવાર તરત જ કરાવવી એ જ ઉચિત ગણાય.

ડેન્ગ્યુના લક્ષણો :

  • એકદમ હાઇગ્રેડ તાવ આવવો, માથું દુખવું, આખો દુખવી, સ્નાયુ અને હાડકાનો દુઃખાવો, ઉબકા, ઉલટી, ચામડી ઉપર લાલ ઝીણા ચાઠાં પડવા, મુખ્યત્વે જોવા મળે છે.
  • ડેન્ગ્યુ હેમરેઝિક તાવમાં શરીરમાંથી કોઈપણ જગ્યાએ લોહી નીકળવું - જેમ કે પેશાબમાં લોહી આવવું, સંડાસમાં લોહી આવવું, નસકોરી ફૂટવી, ઉલ્ટીમાં લોહી આવવું, - આ ભારે પ્રકારના ડેન્ગ્યુમાં જોવા મળે છે. જે જીવલેણ નીવડી શકે. આ પ્રકારના દર્દીને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે.

ડેન્ગ્યુની સારવાર :

  • મુખ્યત્વે  આ વાઇરસની સારવારમાં લક્ષણો કંટ્રોલ કરવા માટે છે.
  • તાવ કંટ્રોલ કરવો, શરીરનું હાઈડ્રેશન જાળવવું, ઉલટી / ઉબકા કંટ્રોલ કરવા અને લક્ષણો પ્રમાણેની સારવાર જરૂરી છે.
  • વાઇરસ ને મારવા માટેની કોઈ એન્ટિવાઇરસ શોધાયેલ નથી.
  • આ વાઇરસ કંટ્રોલ કરવા માટેની રસી Dengvaxia સનોફી લેબોરેટરી દ્વારા સંશોધન  ચાલે છે અને આફ્રિકન કન્ટ્રીમાં જ્યાં ડેન્ગ્યુ ઉપદ્રવ બારેમાસ 70% થી વધારે જોવા મળે છે. ત્યાં વાપરમાં આવે છે.

ચીકનગુનીયા: Facts of Cikangunya

  • ચીકનગુનીયા એક વાઇરસથી થતો રોગ છે. જે મુખ્યત્વે એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે.
  • ચીકનગુન્યાના મુખ્યત્વે લક્ષણોમાં તાવ, સાંધાનો દુખાવો અને સોજો, સ્નાયુનો દુખાવો, શરીર દુખવું
  • સાંધાનો દુખાવો અને સોજો - મુખ્યત્વે દર્દીને  વધારે તકલીફ આપે છે.અને તાવ મટ્યા પછી પણ લાંબો સમય રહી શકે છે.
  • આ રોગની કોઈ એવી દવા ઉપલબ્ધ નથી જે વાઇરસને મારી શકે.માટે સામાન્ય સારવાર જ અતિઉપયોગી ગણાય. જેમાં દુખાવા કન્ટ્રોલ માટેની દવા, શરીરનું હાઇડ્રેશન જાળવવું,અને જે પ્રકારના લક્ષણો અને ચિન્હો જણાય તે પ્રમાણે એની સારવાર કરવી.
  • આ રોગ મોટી ઉંમરના લોકો, સગર્ભા સ્ત્રીઓ,અને જે લોકો લાંબા સમયથી હૃદયરોગથી, કિડની,   લીવર, ફેફસાનો રોગો, કેન્સર, ડાયાબિટીસ, હોય તેવા લોકોને વધારે નુકસાન પહોંચાડે છે.
  • મચ્છરનો  ઉપદ્રવ કંટ્રોલ કરવો તે સૌથી જરૂરી બાબત ગણાય.
  • આ રોગ ફેલાવતા મચ્છર સામાન્ય રીતે દિવસે કરડે છે. અને આ રોગ મુખ્યત્વે ચોમાસા દરમ્યાન અથવા એ પછીની મહિનામાં જોવા મળે છે.
  • મચ્છર કરડ્યા પછી રોગ 4 થી 8 દિવસ પછી જોવા મળે.
  • આ રોગના નિદાન માટેનાં સિરોલોજિકલ ટેસ્ટ IgM એન્ટિબોડી અને ચિકનગુન્યા વાઇરસ PCR  ટેસ્ટ  ઉપલબ્ધ  છે.
  • ચિકનગુન્યાના IgM એન્ટિબોડીનું highest લેવલ 3 થી 5 અઠવાડીયા સુધીમાં જોવા મળે છે. અને લગભગ 2 મહિના સુધી લોહીમાં હાજર રહી શકે.
  • આ રોગ થતા અટકાવવા માટે ઘરમાં અને ઘરની આજુબાજુ પાણીનો ભરાવો રહેવો ન જોઈએ.
  • વસ્ત્ર પુરી બાયના પહેરવા જોઈએ, શરીરના ખુલ્લા ભાગે રિપેલેન્ટ ક્રીમ લગાડવા, મચ્છરદાની ઉપયોગ ફાયદાકારક   છે. મચ્છર અગરબત્તી અને ઇન્સેક્ટીસાઇડ વેપોરાઇઝર પણ મચ્છર કંટ્રોલ માટે ઉપયોગી છે.
  • 2005 થી સાલ પછી આપણા દેશમાં ચિકનગુનીયા રોગે માથું ઉચક્યું છે. એનો કંટ્રોલ માટે આપણે જાતે સજાગ રહેવું   જોઈએતો આ રોગ ફેલાવતા મચ્છર ઉપદ્રવ કંટ્રોલમાં રહે, જેથી આ તો થતો અટકાવી શકાશે.

મેલેરિયા માટે જાણવા જેવું

  • મેલેરિયા ફીમેલ એનોફીલીસ મચ્છર ઘ્વારા ફેલાતો રોગ છે/ આ રોગ મચ્છરની અંદર રહેલો પ્લાસ્મોડીયમ પરોપજીવો રોગ ને જન્મ આપે છે.
  • પી.વાઈવેક્સ અને પી. ફેલ્સીપેરમ મુખ્યત્વે જોવા મળે છે.
  • 2016 ની અંદર 216 મીલીઅન મેલેરિયા કેસ 91 દેશોમાં જોવા મળેલ હતા.
  • 2016 ની અંદરમાં, WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા) ના સંશોધન પ્રમાણે 4.45 લાખ લોકો મેલેરિયાને કારણે મૃત્યુને ભેટ્યા છે.

લક્ષણો :

  • મેલેરિયા ફેલાવતા મચ્છર સામાન્ય રીતે રાત્રે કરડે છે. મચ્છર કરડ્યાના 10 - 15 દિવસ પછી મેલેરિયાના લક્ષણો જોવા મળે છે.
  • શરૂઆત ના લક્ષણો ઠંડી લાગીને તાવ આવવો, માથું દુઃખવું, ઉલ્ટી / ઉબકા થવા જોવા મળે છે.
  • હવે છેલ્લા એક દસકાથી વાઈવેક્સ મેલેરિયા અને ફેલ્સીપેરમ મેલેરિયા બંને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ભારે પ્રકારનો મેલેરિયા કરે છે. જેમાં કમળો થવો,કિડની, લીવર, મગજ, હ્નદય, ફેફસા ઉપર અસર કરી શકે છે અને જીવલેણ નીવડે છે.
  • બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ડાયાબીટીસ, હ્રદયરોગ, લીવર, કિડનીના રોગો, કેન્સરના રોગો ધરાવતા લોકોને જો મેલેરિયા થાય તો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.
  • મેલેરિયાનું તાત્કાલિક નિદાન અને સારવાર મૃત્યુનું જોખમ નહિવત કરે છે.

પ્રિવેંશન ઓફ મેલેરિયા

  • મચ્છરનો ઉપદ્રવ કંટ્રોલ એ રોગ થતા અટકાવવા માટે જરૂરી ગણાય.
  • ઇન્સેકટીસાઇટ નો સ્પ્રે, મચ્છરદાની નો ઉપયોગ, રીપેલન્ટ નો ઉપયોગ, મચ્છર અગરબત્તી - જરૂરી ગણાય
  • સ્વચ્છતા એ મેલેરિયા થતો અટકાવવા માટેનું અભિન્ન પગલું છે.
  • ગંદા પાણીનો નિકાલ, પાણીનો ભરાવો થતો દૂર કરવો, કચરાનો યોગ્ય અને ત્વરિત નિકાલ ખુબજ જરૂરી છે.

મેલેરિયાની સારવાર :

  • ટ્રાવેલર્સ માટે : જે લોકો  મેલેરિયા ન થતો હોય એવા દેશમાંથી મેલેરિયા કન્ટ્રીમાં આવે તેના માટે મેલેરિયા થતો અટકાવવા માટેની દવા આપવી.
  • સગર્ભા સ્ત્રીઓ માટે મેલેરિયા પ્રિવેન્સનની દવા પ્રેગનન્સીના પહેલા ત્રણ મહિના પછી વાપરી શકાય.
  • આપનો દેશ મેલેરિયા માટે એન્ડેમિક ઝોન ગણાય છે અને સામાન્ય રીતે આપણે થાય ઘણીબધી જગ્યાએ કલોરોકવીન દવા રેસીસ્ટન્ટ જોવા મળે છે. તો આપણે ત્યાં આરટીમીસીનન બેઝડ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

મેલેરિયા વેક્સીન :

  • Mosquirix નામની ઈન્ઝેકટેબલ વેક્સીન માટેનું સંશોધન આફ્રિકન દેશમાં ચાલે છે. આ માટેનો પાઇલોટ પ્રોજેક્ટ નવેમ્બર 2016 માં who દ્વારા ઘાના, કેન્યા અને મલાવી દેશોમાં હાથ ધરવામાં આવેલ હતો અને એનું આખરી સ્વરૂપ એની અસરકારતા પુરવાર થયા પછી વેક્સીન લોકો માટે ઉપલબ્ધ થઈ શકે , અત્યારે એનું સંશોધન ચાલુ છે.
  • વર્લ્ડ મેલેરિયા ડે : 25th April 2018 જાહેર કરવામાં આવેલ હતો અને આ વર્ષની થીમ રેડી ટુ બીટ મેલેરિયા હતી.
  • who ગ્લોબલ ટેક્નિકલ સર્વે સ્ટ્રેટજી પ્રમાણે 2030 સુધીમાં મલેરિયાના કેસોમાં 40% નો ઘટાડો અને મૃત્યુદરનો ઘટાડો કરવાનો લક્ષયાંક છે. જો આપણે મલેરિયા નાબૂદ કરવામાં સહાયરૂપ બનીએ તો આ શક્ય બને.
  • સ્વચ્છતા એ જ આ રોગોને નાથવા માટેનું મોટું પરિબળ છે અને આ માટે આપણે સૌ નિર્ણય લઈએ કે આજથી જ હું સ્વચ્છતાનાં નિયમનું પાલન કરીને જ જંપીશ અને સ્વચ્છતાનો આગ્રહી બનીશ.

ડો. મનોજ વિઠલાણી(કન્સલ્ટન્ટ ફિઝિશિયન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate