অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લીવરમાં ખામી હોવાનાં 8 લક્ષણો

લીવરમાં ખામી હોવાનાં 8 લક્ષણો

લીવર આપણાં શરીરનું સૌથી મુખ્ય અંગ છે. જો આપનું લીવર બરાબર કામ નથી કરી શકી રહ્યું, તો સમજો કે ખતરાની ઘંટડી વાગી ચુકી છે. લીવરની ખરાબીનાં લક્ષણોની અવગણના કરવી ખૂબજ મુશ્કેલ છે અને આમ છતાં આપણે તેની જાણ્યે-અજાણ્યે અવગણના કરી દઇએ છીએ. લીવરની ખામી હોવાનું કારણ વધુ તૈલીય ભોજન, વધુ દારૂનું સેવનઅને બીજા અન્ય કારણો વિશે તો આપણે જાણીએ જ છીએ. જોકે લીવરની ખામીનું કારણ અનેક લોકો જાણે છે, પરંતુ લીવર જ્યારે ખરાબ થવાનું શરૂ થાય છે, ત્યારે આપણાં શરીરમાં કયા-કયા ફેરફારો પેદા થાય છે એટલે કે લક્ષણો કયા છે, તેના વિશે કોઈ નથીજાણતું. તેવા લોકો કે જેઓ વિચારે છે કે તેઓ દારૂ નથી પીતા, તો તેમનું લીવર ક્યારેય ખરાબ ન થઈ શકે, તો તેઓ ખોટા છે. શું આપ જાણો છો કે મોઢામાંથી ગંધ આવવી પણ લીવરની ખરાબીનું એક લક્ષણ છે.
અમે આપને કેટલાક પરીક્ષણો બતાવીશું કે આપ જાણી શકશો કે શું આપનું લીવર સાચે જ ખરાબ છે. કોઈ પણ બીમારી ક્યારેય ચેતવણીનો સંકેત આપ્યા વગર નથી આવતી. તેથી આપ સાવધાન રહો.

  1. મોઢાની દુર્ગંધ: જો લીવર સારી રીતે કામ નથી કરી રહ્યું, તો આપનાં મોઢામાંથી દુર્ગંધ આવશે. એવું એટલા માટે થાય છે, કારણ કે મોઢામાં અમોનિયા વધુ લીકેજ છે.
  2. થાક ધરાવતી આંખો અને ડાર્ક સર્કલ : લીવર ખરાબ થવાનો વધુ એક સંકેત છે કે સ્કિન ક્ષતિગ્રસ્ત થવા લાગશે અને તેના પર થાક જોવા મળશે. આંખો નીચેની સ્કિન ખૂબ જ નાજુક હોય છે કે જેના પર આપની હૅલ્થની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.
  3. પાચન તંત્રમાં ખરાબી: જો આપનાં લીવર પર ચરબી જામેલી છે અથવા તો તે મોટુ થઈ ગયું છે, તો પછી આપને પાણી પણ હજમ નહીં થાય.
  4. ત્વચા પર સફેદ ડાઘા: જો આપની ત્વચાનો રંગ ઉડી ગયો છે અને તેના પર સફેદ રંગનાં ડાઘા પડવા લાગ્યા છે, તો તેને આપણી લીવર સ્પૉટ તરીકે ગણીશું.
  5. ઘેરા રંગનું પેશાબ: જો આપનું પેશાબ કે મળ દરરોજ ઘેરા રંગનો આવવા લાગે, તો લીવરમાં ગરબડી છે. જો એવું માત્ર એક જ વખત થાય, તો તે માત્ર પાણીની ઉણપનાં કારણે હોઈ શકે.
  6. આંખોમાં પીળાપણું: જો આપની આંખોનો સફેદ ભાગ પીળું નજરે ચડવા લાગે અને નખ પીળા દેખાવા લાગે, તો આપને કમળો હોઈ શકે છે. તેનો સીધો મતલબ છે કે આપનું લીવર ચેપગ્રસ્ત છે.
  7. સ્વાદમાં ખરાબી: લીવર એક એંઝાઇમ પેદા કરે છે કે જેનું નામ હોય છે બાઇલ. તે સ્વાદમાં બહુ ખરાબ લાગે છે. જો આપનાં મોઢામાં કડવાશ લાગે, તો તેનો મતલબ છે કે આપના મોઢા સુધી બાઇલ પહોંચી રહ્યું છે.
  8. પેટનો સોજો: જ્યારે લીવર મોટો થઈ જાય, તો પેટામાં સોજો આવી જાય છે. તેને આપણે સામાન્યતઃ મેદસ્વિતા સમજીને ભૂલ કરી બેસીએ છીએ

સ્ત્રોત : નવગુજરાત હેલ્થ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate