অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોસ્ટ પોલીયો સિન્ડ્રોમ

પોસ્ટ પોલીયો સિન્ડ્રોમ

પરિચય

પોસ્ટ પોલીયો સિન્ડ્રોમ (પીપીએસ) એ દર્દીઓમાં નવાં ચેતાસ્નાયુંઓની હાજરીમાં ઘણી મોડેથી કામ કરતી જોવા મળે છે જે તીવ્ર પક્ષાઘાત કે લકવાની સ્થિતિમાં વિભાજીત થયેલ છે.જીવનના આરંભિક તબક્કામાં આવેલાં પીપીએસ પોલીયાના હુમલા પછી બાકી રહેલા વર્ષોને અસર કરે છે.સામાન્ય રીતે તે ૧૫ વર્ષ કે તેથી વધુ સમય સુધી રહે છે,ઘણી વખત તીવ્ર હુમલાને લીધે ૩૦ થી ૪૦ વર્ષ સુધી દર્દીમાં ૨૫% થી ૨૮% જેટલી અસર જોવા મળે છે.પીપીએસ સ્નાયુંઓને કમજોર કરીને તેની અસર પોલીયાની એક નવી સ્થિતિનું નિર્માણ કરે છે.આ નબળાઈ ક્રમશ: વધે છે,સ્થિર થાય છે અને સમય આવે ઘટવાની શક્યતાને અનુસરે છે.

લક્ષણો

મુખ્ય કહી શકાય તેવી નવી બિમારીઓમાં નબળાઈ સ્નાયુંઓમાં તોડ થવી,સામાન્ય થાક અને દુઃખાવોનો સમાવેશ થાય છે.ઠંડક અસહિષ્ણુતા, શ્વાસોશ્વાસ અને ગળવામાં તકલીફ થવી, ઊંઘની વિકૃતિઓ અને કાર્યો કરવાની ક્ષમતા ખરાબ થવી વગેરે મુશ્કેલીઓ જોવા મળે છે.

કારણો

પોલીયો ફક્ત પીપીએસથી પીડાતાં લોકોને અસર કરી શકે છે.જે લોકોને ગંભીર પોલીયો હોય અને તેની અસરોને ઘટાડવા માટે વધારે કાર્યરત રહેવું પડે છે.પોલીયો વાઈરસના લીધે કરોડરજ્જુના સ્નાયુંઓ ધીમે ધીમે નબળાં પડે છે.આ કારણોના લીધે તેમાં ખામી સર્જાય છે.જે પીપીએસનો સૌથી સામાન્ય સિધ્ધાંત છે.પીપીએસના કારણે ચેતાતંતુ પર વધુ કામનો બોજો રહે છે અને સમય આવે વધુ નબળાં પડવાથી વધારે ખામી સર્જાય છે.પીપીએસના લક્ષણોનો એક વાર આરંભ થઈ ગયા પછી તે ૧૦ થી ૪૦ વર્ષમાં ગમે ત્યારે પોલીયોનો હુમલો થઈ શકે છે.પોલીયાનો હુમલો શરૂઆતથી લઈને અંદાજીત ૩૦ વર્ષ પછી થઈ શકે છે.પીપીએસ ચેપી રોગ નથી-તે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ચેપ ફેલાવી શકતો નથી.પોલીયો વાઈરસના કારણે પીપીએસથી પીડાતાં લોકોને હુમલાનો અનુભવ થતો નથી અને તેના દ્વારા બીજા લોકોને પોલીયોનો ચેપ પણ લાગતો નથી.

નિદાન

પીપીએસનું નિદાન કર્યા પછી તેના લક્ષણોને ઓળખવામાં ઘણી મુશ્કેલી પડે છે.સામાન્ય રીતે તેના નિદાન બાદ જ સાચો ખ્યાલ આવે છે.

તમારાં ડોક્ટરતમારું નિદાન અને તપાસ કરીને અન્ય કોઈ પણ બીમારીઓની ચકાસણી કરીને તેનું નિદાન કરવા માટે ખાતરી કરશે.

  • પોલીયોનો પ્રથમ ચેપ
  • પોલીયોના પહેલા હુમલા પછીનાસમય દરમ્યાન લાંબા સમય સુધી ધ્યાન રાખવું
  • નવા સ્નાયુંઓમાં ધીરે ધીરે અથવા ઝડપથી નબળાઈ આવવી
  • ઓછી સહનશીલતા કે થાક વગર થાકનો અનુભવ થવો
  • સ્નાયુંઓ અને સાંધાનો દુ:ખાવો અથવા માંસ પેશીઓમાં (સંકોચન થવું)
  • ઓછામાં ઓછા એક વર્ષ સુધી લક્ષણો જોવા મળે

તમારી જાતે નિદાન કરશો નહીં,તમારાં લક્ષણોને કારણે તમે બીજી સમસ્યા પણ ઉત્પન્ન કરી શકો છો.

વ્યવસ્થાપન

પીપીએસની સારવાર કરવા માટે ખાસ કોઈ દવા નથી તેમ છતાં તેના લક્ષણોને જાણીને નિયંત્રણમાં રાખવા માટેની વ્યવસ્થા થઈ શકે છે.હજુ સુધી પીપીએસને અસરકારક ઔષધીય દવાઓ અને રાહતદરની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ શકી નથી. IVIGના નિર્દેશો,સ્નાયુંઓને મજબુત બનાવવા માટે વધુ તપાસ કરવાની આવશ્યકતા રહે છે.વૈવિધ્યપૂર્ણ ક્ષમતાથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે યોગ્ય વ્યાયામ અને માફક આવતી તબીબી તકનીકો કે હાડકાંને લગતી સહાયતા કરવી જોઈએ.

સ્ત્રોત : એન. એચ એસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate