હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / દંત સંભાળ / મોંનું આરોગ્ય (ઓરલ હેલ્થ)
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મોંનું આરોગ્ય (ઓરલ હેલ્થ)

સામાન્ય માહિતી મોંના આરોગ્ય mate

મોં તથા દાંતનું સ્વાસ્થ્ય સમાજમાં બધા માટે અત્યંત મહત્વનું છે. મોંનું આરોગ્ય સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે. નીચે મુજબનાં સૂચનો તમને મોંનું સારૂ આરોગ્ય જાળવવામાં માર્ગદર્શન પૂરૂ પાડશે.

ગુલાબી પેઢાં એ સારા આરોગ્યની નિશાની છે. તમારા દાંતની આસપાસ આવેલા પેઢાં દાંતને તેનાં સ્થાને જકડી રાખવામાં મદદ કરે છે. પેઢાંને સ્વસ્થ રાખવા મોંનાં આરોગ્યની સારી આદતો પાડવી જોઈએ જેવી કે, દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું, દિવસમાં ઓછામાં ઓછું એકવાર ફ્લોસ (દોરી વડે સફાઈ) કરવું તથા નિયમિત દાંતનાં ડોક્ટરની મુલાકાત લેવી. જો તમારાં પેઢાં લાલાશ પડતાં તથા સુજેલા હોય અથવા તેમાંથી લોહી નીકળતું હોય તો તેને ચેપ લાગ્યો હોવાની શક્યતા છે, જેને જીન્જીવાઈટીસ તરીકે ઓળખવામાં આવે છે. ત્વરિત સારવાર દ્રારા મોંનું સ્વાસ્થ્ય પુન: મેળવી શકાય છે. પરંતુ સારવારનાં અભાવે જીન્જીવાઈટીસ દ્રારા તીવ્ર પેઢાંનો રોગ (પેરીઓડોન્ટીસ) પણ થઈ શકે છે અને દાંત પડવાની શકયતાઓ પણ રહેલી છે.

મોંનાં સ્વાસ્થય માટે દાંતની સફાઈ

મોંનાં સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ દાંત સાથે શરૂ થાય છે, જેનાં માટે નીચે મુજબની બ્રશ કરવાની મુળભૂત આદતો ધ્યાનમાં લો.

દિવસમાં ઓછામાં ઓછું બે વાર બ્રશ કરવું: બ્રશ કરતાં સમયે ઉતાવળ ન કરવી તથા પૂરતો સમય લઈ યોગ્ય રીતે સફાઈ કરવી.

યોગ્ય ટૂથપેસ્ટ તથા ટૂથબ્રશ વાપરવું: ફ્લોરાઈડવાળી ટૂથપેસ્ટ તથા નરમ દાંતાવાળું ટૂથબ્રશ વાપરવું.

યોગ્ય રીત વાપરવી: ટૂથબ્રશને દાંતની થોડું ત્રાંસુ રાખી થોડું થોડું આગળ પાછળ ફેરવવું. દાંતની અંદરની બાજુ, ચાવવાની સપાટી તથા જીભ પર પણ બ્રશ કરવું. દબાણપૂર્વક અથવા ભારપૂર્વક ઘસવાનું ટાળવું કે જેનાથી પેઢાંને નુકસાન થાય છે.

ટૂથબ્રશ બદલવું: દર ૩ થી ૪ મહિને અથવા જો દાંતા બગડી ગયા હોય તો તેનાથી પણ વહેલા ટૂથબ્રશ બદલી નાખવું જોઈએ.

મોંનાં સ્વાસ્થ્યનાં સામાન્ય સૂચનો

 • હંમેશા નરમ દાંતાવાળું બ્રશ વાપરવું
 • ભોજન કર્યા પછી કોગળા કરવા
 • દાંતની વચ્ચે ભરાયેલાં ખોરાકનાં કણો દૂર કરવા દોરી વડે સફાઈ કરવી (ફ્લોસ કરવું)
 • મોં સૂકું થઈ જતું હોય તો લાળનાં સ્ત્રાવને ઉત્તેજીત કરવા ખાંડરહિત ચ્યુઈંગમ ખાઈ શકાય છે.
 • સખત સપાટીવાળાં ફ્ળો જેવા કે બદામ, અખરોટ વગેરે ખાવાથી લાળગ્રંથિ ઉત્તેજીત થાય છે તથા ચાવવાનાં સ્નાયુઓ મજબૂત થાય છે.
 • બાળકોને ખૂબ જ થોડાં પ્રમાણમાં ટૂથપેસ્ટ આપવી તથા બ્રશ કર્યા બાદ પેસ્ટ બહાર થૂંકી નાખવાની ટેવ પડાવવી.
 • હંમેશા આલ્કોહોલ રહિત માઉથવોશ વાપરવું કારણ કે આલ્કોહોલ ધરાવતાં માઉથવોશથી ઝેરોસ્ટોમીઆ (મોં સૂકું થઈ જવું) થઈ શકે છે.
 • જીભની સફાઈ કરવા હંમેશા ઉલીયાનો ઉપયોગ કરવો. જીભ પર રહી ગયેલાં જીવાણુંને કારણે મોંમાંથી વાસ આવવાની (હેલીટોસીસ) સ્થિતી ઉભી થાય છે. જીભ સાફ કરવા માટે ટૂથબ્રશનો ઉપયોગ પણ કરી શકાય છે.
 • જેમનો દાંત પડી ગયો હોય તેઓ દાંતનું પ્રત્યારોપણ પણ કરાવી શકે છે. તેનાં દ્વારા દાંતનાં ઉપરનાં ભાગ (ક્રાઉન) ને અથવા બ્રિજને આધાર મળવામાં મદદ થાય છે અને પડી ગયેલા દાંતને કારણે ઉભી થયેલી જગ્યાનું પૂરાણ થવાથી મોંને સંપૂર્ણ દેખાવ મળે છે.
 • જેમનાં દાંત ઘસાઈ ગયાં હોય તેઓ જુદી જુદી જાતનાં સુધારાની સારવાર કરાવી શકે છે. ક્રાઉન દ્રારા દાંતનો મૂળ આકાર મેળવી શકાય છે અને પ્રત્યારોપણને લગતાં બીજા ઘણાંબધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે.
 • છેલ્લે, ધુમ્રપાન મોંનાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે તથા દાંતનાં રંગમાં ફેરફાર કરવા ઉપરાંત તે સ્વાસ્થ્યને લગતાં અન્ય ભયાનક રોગોનો સ્ત્રોત છે.
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top