હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / દંત સંભાળ / પેરીઓડોન્ટાઈસીસ (પાયોરીયા)
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પેરીઓડોન્ટાઈસીસ (પાયોરીયા)

તેમના વિષય Periodontists / pyorrhea, તેના કારણો લક્ષણો અને નિદાન અંગે આવરી લે છે

પેરીઓડોન્ટાઈસીસ (પાયોરીયા) એ જીન્જીવાઈટીસનું ગંભીર સ્વરૂપ છે. આ રોગમાં પેઢાંની સુજન દાંતને આધાર આપતાં બંધારણ સુધી વિસ્તરે છે.

  • દાંત અને પેઢાં વચ્ચે પ્લાંક અને ટાર્ટર જમાં થાય છે. ત્યારબાદ તે દાંતની નીચેનાં હાડકાંમાં વિસ્તરે છે.
  • પેઢાં પર સોજો આવે છે તથા લોહી નીકળે છે. શ્વાસમાંથી દુર્ગંધ આવે છે તથા દાંત ઢીલાં પડે છે.
  • ડોક્ટર એક્સ રે ની મદદથી તપાસ કરીને પાયોરીયાની ગંભીરતા નક્કી કરે છે.
  • ઘણીવાર તબીબ દ્રારા દાંતની સફાઈ અથવા દાંતની શસ્ત્રક્રિયા અથવા એન્ટિબાયોટીક્સ આપવાની જરૂર રહે છે.
પુખ્ત કે વૃધ્ધ વ્યક્તિઓમાં દાંત ખોઈ દેવાનું મુખ્ય કારણ પાયોરીયા છે. પાયોરીયાનો ચેપ દાંતને જકડી રાખતાં હાડકાંને ધોઈ નાખે છે. આ ધોવાણ દાંતનું હાડકાં સાથેનું જોડાણ નબળું પાડે છે અને અંતે અસર થયેલ દાંત પડી જાય છે કે તેને ખેંચી કાઢવો પડે છે.

કારણો

પાયોરીયા મોટેભાગે પેઢાં તથા દાંત ઉપર પ્લાંક કે ટાર્ટર લાંબા સમય સુધી જમા થવાને કારણે થાય છે. જો પાયોરીયાનો ચેપ ચાલું રહે તો દાંતનાં હાડકાં એટલી હદે ઘસાઈ જાય છે કે દાંત પીડાદાયક રીતે ઢીલો પડી જાય છે.પાયોરીયાનો ચેપ લાગવાનો દર એકસરખો ટાર્ટરનો જથ્થો જમા થયો હોય તેવી વ્યક્તિઓમાં પણ જુદો જુદો હોય છે.

લક્ષણો અને નિદાન

પાયોરીયાનાં પ્રારંભિક તબક્કામાં પેઢાંમાંથી લોહી નીકળવું, પેઢાં સુજી જવા, શ્વાસમાંથી દુર્ગંધ જેવા લક્ષણો દેખાય છે. દંતચિકિત્સક એક્સ રે ની મદદથી પેઢાં તથા દાંતનાં હાડકાંને કેટલું નુકસાન થયેલ છે તે જાણી શકે છે. વધુ ને વધુ હાડકાંનાં નુકસાન સાથે દાંત ઢીલાં પડે છે અને પોતાની નિયત જગ્યાએથી ખસી જાય છે. ઘણીવાર દાંત આગળની તરફ ઢળી પડે છે. પાયોરીયામાં સામાન્ય રીતે દાંત ખૂબ ઢીલાં થઈ ચાવતી વખતે હલે કે પરૂ નીકળતું હોય તો જ વ્યક્તિને પીડા થાય છે.

સ્ત્રોત:Home health  Handbook

2.95744680851
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top