હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / દંત સંભાળ / દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચારો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચારો

દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચારો વિશે માહિતી

આપણામાંના ઘણા લોકોને ક્યારેક અચાનક દાંતનો દુખાવો થવાનો અનુભવ થયો હશે. આથી તેને ઓછો કરવાનાં કુદરતી અને સુરક્ષિત ઉપાયો જાણવા ખૂબજ મહત્વનાં છે. ઘણાંબધાં કુદરતી આયુર્વેદિક દર્દશામકો જેવા કે રાઈ, કાળાં મરી અથવા લસણ જેનો ઉપયોગ દાંતનાં દુખાવાની રાહત માટે અસરકારક રીતે થઈ શકે છે. નીચે મુજબનાં સૂચનો દ્રારા તમને દાંતનાં દુખાવાનાં કુદરતી ઉપચાર માટે કેવી રીતે અને શું કરવું તેની માહિતી મળશે.

  • લવિંગનાં તેલને દાંતનાં દુખાવાનાં સૌથી અસરકારક ઉપચાર તરીકે ગણવામાં આવે છે. લવિંગનાં તેલમાં ચપટી કાળાં મરીનાં ભૂકાને મિશ્ર કરી દુખાવો થતાં ભાગ પર લગાવવું.
  • સરસવનું તેલ એ દાંતનો દુખાવો ઓછો કરવાનો અન્ય એક વિકલ્પ છે. સરસવનાં તેલને ચપટી મીઠાં સાથે મિશ્ર કરી પેઢાંનાં દુખતાં ભાગ પર ઘસવું જોઈએ.
  • લીબુંનાં રસનાં ઉપયોગથી પણ દાંતનો દુખાવો ઓછો કરી શકાય છે.
  • તાજી કાપેલી ડુંગળીનાં કટકાને દુખતાં પેઢાં અથવા દાંત પર મુકવાથી પણ દુખાવામાં રાહત થાય છે. આપ દાંતનાં દુખાવા માટે ઘરે બનાવી શકાય તેવો માઉથવોશ સ્થાનિક વનસ્પતિઓ જેવી કે ઝેરગુલ, હીરાબોલ વગેરેનો ઉપયોગ કરી બનાવી શકો છો. આ ઉપરાંત અન્ય ઔષધિય વનસ્પતિઓમાં તુલસી, વન તુલસી અને હિંગનો સમાવેશ થાય છે.
  • સૂકા બરફનાં ટુકડાંને મોંની બહારની બાજુથી લગાડવાથી પણ દાંતનાં દુખાવાને શાંત પાડી શકાય છે.
  • જો તમે અચાનક દાંતનાં દુખાવાથી પીડાતાં હોવ તો તમારે અતિશય ઠંડા, અતિશય ગરમ અને ગળ્યાં ખાદ્ધ પદાર્થોનો સદંતર ત્યાગ કરવો જોઈએ કારણકે તે દૂખતા દાંતને વધુ નુકશાન પહોંચાડે છે.
  • ખાવાપીવાની બાબતોની કાળજી રાખવી જોઈએ તથા ખાવામાં મોટેભાગે શાકભાજી, ફળો તથા અનાજનો ઉપયોગ કરવો જોઈએ. જંકફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ.
3.17391304348
ukabhai Mar 07, 2019 06:04 PM

ડાબે બાજુમાં દાઢ માં અસહ્ય દુઃખાવો થાય છે અને ક્યારેક બ્લડીંગ રહેશે તથા જમતી અંગે દુખાવો થાય છે

પરમાર જશવંતસિંહ ફતેસિંહ Jan 09, 2019 03:39 AM

દાઢ માં દુખાવો થાય છે....

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top