વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જીન્જીવાઈટીસ

જીન્જીવાઈટીસ તેના કારણો અને લક્ષણો અહીં સમજાવવામાં આવે છે

જીન્જીવાઈટીસ એ પેઢાંનાં રોગોનું ખૂબ સામાન્ય અને હળવું સ્વરૂપ છે જેનાં કારણે પેઢાં સુજી જાય છે. જીન્જીવાઈટીસ ખૂબ હળવું હોવાનાં કારણે તેનાં હોવાની પરિસ્થિતી વિશે જાણ પણ થતી નથી. પરંતુ જીન્જીવાઈટીસ ને ગંભીરતાથી લઈ તેની સારવાર કરવી ખૂબ જરૂરી છે. કારણ કે તેનાં કારણે વધુ ગંભીર પેઢાંનાં રોગો થઈ શકે છે.

જો તમારાં પેઢાં સુજેલાં હોય અને બ્રશ કરતી વખતે તેમાંથી લોહી નીકળતું હોય તો તમને જીન્જીવાઈટીસ હોઈ શકે છે. જીન્જીવાઈટીસનું સૌથી સામાન્ય કારણ મોંની સ્વચ્છતાનો અભાવ છે. મોંનાં આરોગ્યની સારી આદતો જેવી કે રોજ બ્રશિંગ તથા ફ્લોસિંગ કરવાથી જીન્જીવાઈટીસ ને થતું અટકાવી શકાય છે.

લક્ષણો

સ્વસ્થ દાંત

 

 

 

 

જીન્જીવાઈટીસ


જીન્જીવાઈટીસનાં લક્ષણો અને ચિહ્નો નીચે મુજબ છે:

  1. સુજેલાં પેઢાં
  2. ઢીલાં પડી ગયેલાં પેઢાં
  3. ક્યારેક સંવેદનશીલ થઈ ગયેલાં પેઢાં
  4. બ્રશિંગ અથવા ફ્લોસીંગ કરતી વખતે પેઢાંમાંથી લોહી નીકળવું
  5. મોંમાંથી દુર્ગંધ આવવી
  6. પેઢાંનો રંગ સ્વસ્થ ગુલાબીમાં થી રતાશ પડતો થવો
જીન્જીવાઈટીસ હળવો પીડાદાયક હોવાથી તમને તેનાં થવાની જાણ પણ થતી નથી. તમને પ્રથમ વાર કંઈક ખોટું થતું હોવાની જાણ ત્યારે જ થાય છે જ્યારે તમારાં ટૂથબ્રશનાં દાંતા ગુલાબી થઈ જાય છે જે સૂચિત કરે છે કે પેઢાં પર ફક્ત હળવું દબાણ આપતાં પણ તેમાંથી રક્તસ્ત્રાવ થાય છે.

દંતચિકિત્સકને કયારે બતાવવું ?

સ્વસ્થ પેઢાં સખત અને હળવા ગુલાબી રંગનાં હોય છે. જો તમારા પેઢાં ફુલેલાં, રતાશ પડતાં અને સરળતાથી રકતસ્ત્રાવ કરતાં હોય તો તમારે દંતચિકિત્સકને બતાવવું જોઈએ. જેટલું ઝડપથી તમે જીન્જીવાઈટીસની સારવાર કરશો તેટલી ઝડપથી તેનાં દ્રારા થતાં નુકસાન ઓછું કરી શકાય છે તથા તેનાં કારણે થતી ગંભીર સમસ્યાઓને અટકાવે શકાય છે.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top