অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માત્ર પુખ્તો જ નહીં, બાળકોને પણ ડાયાબિટીસનો ભય

માત્ર પુખ્તો જ નહીં, બાળકોને પણ ડાયાબિટીસનો ભય

નવેમ્બર નેશનલ ડાયાબિટીસ અવેરનેસનો મહિનો છે પણ દરેકે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને ડિસેમ્બરમાં પણ ડાયાબિટીસ અંગે જાગૃતિ રાખવી જરૂરી છે. પુખ્તોની સાથે હવે બાળકોને પણ આ ધીમા ઝેર સમાન રોગ થવાની ભીતિ રહેલી છે. તો અંકુશમાં લઈ શકાય છે અને તેથી આરોગ્ય નિષ્ણાતો આ રોગ વિશે પુષ્કળ જાગૃતિ ફેલાવવા માટે કહે છે.
ડો. સાબૂના કહેવા પ્રમાણે, ટાઈપ ૧ ડાયાબિટીસનો અર્થ બીટા સેલ - સ્પેસિફિક ઓટોઈમ્યુન પ્રોસેસ દ્વારા બીટા સેલ્સ ડિસ્ટ્રક્શન એવો થાય છે. જેના કારણે જીવનભર ઈન્સ્યુલિન લેવું પડે છે. આમ, એક જીવનભર ચાલનારી પ્રક્રિયા બની જાય છે જેનો કદાચ ક્યારેય અંત આવતો નથી.
જ્યારે થોડા સપ્તાહો સુધી વધુ પ્રમાણમાં પાણી પીવું, માથું દુ:ખવુ, વજન ઘટવું વગેરે લક્ષણો જોવા મળે તો સમજવું કે બાળકના શરીરમાં ડાયાબિટીસનો રોગ પ્રવેશ્યો છે. ઘણીવાર નિદાન પછીના એક વર્ષમાં, તમારા બાળકને ઈન્સ્યુલિનનો માત્ર નાનો ડોઝ લેવો પડી શકે છે.આથી, ડાયાબિટીસના તમામ પાસાઓને સમજીને તેની સારવાર માટે ધીરજની જરૂર પડે છે પણ એ તમારા બાળક અને પરિવારના જીવન માટે લાભદાયી નીવડી શકે છે.
જો એવું જાહેર થાય કે તમારા બાળકને ડાયાબિટીસ છે તો યાદ રાખો કે તે રોગ યોગ્ય રીતે અંકુશમાં રાખવામાં આવે, જેથી બાળક સમગ્ર જીવન દરમિયાન સારૂં સ્વાસ્થ્ય ધરાવી શકશે. શરીર કે જે શર્કરામાંથી ઉત્પન્ન થતી ઊર્જાનો ઉપયોગ કરી શક્તું નથી તેમાં મસલ માસ અને વજન ઘટવાનો અનુભવ થાય છે. આથી, શહેરમાં સ્થિત ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. અનિલ શાહ કહે છે, ‘જો ડાયાબિટીસનો ભોગ બને તો એ બાળકની ખાસ કાળજી લેવાય એ જરૂરી છે કેમકે એમ કરવાથી આ રોગ અંકુશમાં રાખી શકાશે. સૌથી પ્રથમ અને અગત્યની વાત એ છે કે દરેક બાળકને ટીવી, મોબાઈલ ફોન, લેપટોપ્સ વગેરેથી દૂર રાખવા જોઈએ. જેટલો ઓછો સમય તેઓ આ બધા ગેજેટ્સની સામે ગાળશે, એટલા જ તેઓ આઉટડોર એક્ટિવિટીઝ જેમકે વિવિધ સ્પોર્ટ્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર પ્રવૃતિઓમાં સમય આપશે. આવું ડાયાબિટીસનું નિદાન થાય ત્યાર પછી નહીં પણ એ પહેલાથી જ બને એ જરૂરી છે. જ્યારે બીજું સૌથી મહત્ત્વનું પરિબળ પણ મનમાં રાખવું જરૂરી છે જે આહાર છે. બાળકોનાં આહારમાં પુષ્કળ શાકભાજી અને ચોક્કસપણે બેકરી પ્રોડક્ટ્સ ઓછી રાખવી જોઈએ.’
ડો. શાહ પ્રમાણે, વધુ પ્રમાણમાં ડેઝર્ટ આઈટેમ્સ ખાવાથી ડાયાબિટીસ થતો નથી પણ તેના માટેની લાલસા હાનિકારક હોય છે. અચાનક અને અનેકવાર ગળી ચીજો ખાવાની ઈચ્છા થાય તે તેને ડાયાબિટીસ તરફ દોરી જઈ શકે છે. આમ, ડાયાબિટીસ ઘણી ઝડપથી ફેલાઈ શકે છે અને તે ઘાતક પણ નીવડી શકે છે પરંતુ આ સાથે તેને રોકી પણ શકાય છે.
જ્યારે ટાઈપ ૧ ડાયાબિટીસનો સંપૂર્ણ ઈલાજ થઈ શકતો નથી, કેટલાક સંશોધનો સૂચવે છે કે સ્તનપાન, વહેલા આહાર આપવાનું શરૂ કરવું તથા અન્ય પરિબળો આ રોગ વિકસવાના જોખમને ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમને લાગતું હોય કે તમારા બાળકનું વજન વધારે છે અને તેથી તેને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે તો તમે તમારા ડોક્ટર કે રજિસ્ટર્ડ ડાયેટિશિયન સાથે વાત કરો. આમ, બાળ દિન અને વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે પ્રતિજ્ઞા લો કે તમારા બાળકોને ડાયાબિટીસથી દૂર રાખશો! ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર જેવો રોગ છે જે વ્યક્તિના જીવનને તબક્કાવાર ખતમ કરે છે. દરેક જાણે છે કે ૧૪ નવેમ્બરને બાળદિન તરીકે મનાવવામાં આવે છે પણ એ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એ દિવસે વર્લ્ડ ડાયાબિટીસ ડે પણ મનાવવામાં આવે છે. આ વર્ષે, તેનું થીમ મહિલાઓમાં ડાયાબિટીસ એવું હતું પરંતુ આ એવો રોગ છે કે જે બાળકોને પણ થઈ શકે છે. કેવો યોગાનુયોગ! જ્યારે એકતરફ બાળકો બાળદિનની ઉજવણી કરે છે ત્યારે તેમાંથી અનેક એવા પણ હોય છે કે જેઓ આ રોગથી પીડાતા હોય છે. દરેક પરિવારમાં જ્યારે પ્રથમવાર ડાયાબિટીસ હોવાનું નિદાન થાય ત્યારે તેનો આઘાત લાગે છે પણ તેમાંથી બહાર આવીને દરેક પરિવાર એ રોગ સાથે જીવનને એડજસ્ટ કરે છે પરંતુ જ્યારે બાળકને આ રોગ થાય તો વાલીઓએ તે માટે વિશેષ કાળજી લેવી જોઈએ.
ડાયાબેટોલોજિસ્ટ્સના પ્રમાણે, બાળપણમાં ડાયાબિટીસનો રોગ ભારતમાં અન્ય દેશોની તુલનાએ સામાન્ય નથી, જે ખાસ કરીને સ્કોટલેન્ડ, ફિનલેન્ડ અને જાપાનમાં તથા અન્ય યુરોપીયન દેશો અને ચીનમાં જોવા મળે છે પણ આમ છતાં તેનું પ્રમાણ ઓછું હોવા છતાં તે એટલો જ ભયજનક નીવડી શકે છે. અમદાવાદ સ્થિત ડાયાબેટોલોજિસ્ટ ડો. બંશી સાબૂએ કહ્યું હતું, ‘આપણામાંથી મોટાભાગના લોકો એ જાણે છે કે બે પ્રકારના ડાયાબિટીસ હોય છે - ટાઈપ ૧ અને ટાઈપ ૨. જેમાં પ્રથમ પ્રકાર બાળકોમાં સામાન્ય રીતે જોવા મળે છે અને બીજા પ્રકારનો ડાયાબિટીસ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ આજના દિવસોમાં બાળકોની જે જીવનશૈલી છે તેના લીધે હાલના દિવસોમાં બાળકોમાં પણ ટાઈપ ૨ ડાયાબિટીસ જોવા મળે છે જે ઘણું જ ભયજનક અને ચેતવણીરૂપ છે. ભારતમાં, અંદાજે ૧૫ વર્ષથી નીચેની વયના ૧૮૦૦૦ બાળકો ટાઈપ ૧ ડાયાબિટીસથી પીડાય છે.’ ટાઈપ ૧ ડાયાબિટીસને તેનું વહેલું નિદાન થાય
વધુ માહિતી માટે સંપર્ક કરો: Amit.Shanbaug@timesgroup.com

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate