অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કીડનીને કીડ- KIDSની જેમ સાચવો

કીડનીને કીડ- KIDSની જેમ સાચવો

‘કિડની' માનવ શરીરનું એક અતિમહત્વનું અંગ છે, કિડનીને નુક્સાન કરતા દારૂ, સિગારેટ જેવા તત્વોથી દૂર રહેવાની સાથે નિયમીત પાણી પીવા જેવી સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને પણ તેને નુક્સાન થતું અટકાવી શકાય છે. અમુક કેસમાં અન્ય કારણોસર પણ કિડનીની બીમારી થઈ શકે છે પરંતુ આધુનિક વિજ્ઞાન અને નિષ્ણાંત તબીબોના કારણે હવે કિડનીના રોગને કાબુમાં રાખવો શક્ય બન્યું છે. કિડની ટ્રાન્સ્પ્લાન્ટ બાદ તો દર્દી કેટલીક સાવચેતીઓ સાથે સામાન્ય માણસની જેમ જ જીવી પણ શકે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે Kidney ની kid જેવી માવજત જરૂરી છે, જો આમ કરવામાં આવે તો કિડનીના રોગ થવાનું પ્રમાણ ખૂબ ઘટી શકે છે.
કુદરતે માનવ શરીરમાં Regulatory T. Cell System સેટ કરેલી છે. આ સિસ્ટમનું મુખ્ય કામ Proantlam Processને કાબૂમાં રાખવાનું છે. વિદેશની ધરતી ઉપર અભ્યાસ પુર્ણ કરીને ભારતમાં છ દાયકા ઉપરની મેડિકલ પ્રેક્ટિસ બાદ ધ્યાનમાં આવ્યું છે કે, જે વ્યક્તિની કિડની ફેલ થાય છે તેને અન્ય વ્યક્તિમાંથી કિડની લઈ પ્રત્યારોપિત કરવામાં આવે ત્યારે ઘણા કિસ્સામાં તે અંગ (ફોરેન બોડી) રિજેક્ટ થવાની શક્યાતા રહેલી છે. અમદાવાદ કિડની હોસ્પિટલની લેબોરેટરીમાં અનેક સંશોધન બાદ ધ્યાનમાં આવ્યું કે, કિડની રિજેક્શનનું પ્રમાણ ઘટાડવું હશે તો કુદરતે આપણા શરીરને પ્રદાન કરેલી T. Cell Syestemને જ જરીયો બનાવવો પડશે. જો આમ થશે તો રિજેક્શનની સંભાવના નહિવત્ત થઈ જશે. બસ આ વિચારને અમારી ટીમે મિશન સમજી તેના ઉપર રાત-દિવસ સંશોધન કરવાની શરૂઆત કરી અને ચમત્કારીક સફળતા મેળવી છે.
કિડની હોસ્પિટલમાં ડોનર એટલે કે કિડનીનું દાન આપનાર વ્યક્તિના પેટની આગળના ભાગમાંથી ચરબી લઈ તેમાથી કલ્ચર કરીને Donar Sporadic Mesenchynal Stem Cell બનાવવામાં આવે છે. Mesenchynal Stem Cellને આગળ ILZ સાથે કલ્ચર કરીને રેગ્યુલેટરી સેલ બનાવવામાં આવે છે. આ રેગ્યુલેટરી સેલ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલા Tx કરવામાં આવે છે. આ પદ્ધતિથી અત્યાર સુધી એક હજાર કરતા પણ વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. આ પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ કરવાના કારણે દર્દીને કોથળો ભરીને દવા લેવામાંથી મુક્તિ મળી છે. પ્રત્યારોપણ બાદ બહુ જ ઓછી દવાથી આ કિડની સારી ચાલતી હોવાના પરિણામો મળ્યા છે. મહત્વનું છે કે, ગુજરાતની ધરતી ઉપર થયેલા આ સંશોધનને વિશ્વ આખાના ડૉક્ટરોની કલ્પના બહારનું આ સંશોધન છે. કિડની હોસ્પિટનલા પરિણામો જોઈ આખા વિશ્વની નજર હવે અમદાવાદની કિડની હોસ્પિટલ ઉપર છે. દર વર્ષે અહીં વિદેશથી ડૉક્ટરો આ પદ્ધતિને શિખવા અમદાવાદ આવી રહ્યા છે.
સ્ત્રોત : નવગુજરાત હેલ્થ , પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, કિડની સર્જન.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate