অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મૂત્રમાર્ગનો ચેપ

મૂત્રમાર્ગનો ચેપ

  1. મૂત્રમાર્ગના ચેપનાં ચિહનો ક્યાં છે ?
    1. મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતાં ચિહનો:
    2. મૂત્રાશયમાં ચેપ :
    3. કિડનીનો ચેપ :
  2. વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવાનાં કારણો ક્યાં છે ?
  3. શું મૂત્રમાર્ગનો વારંવાર ચેપ કિડનીને નુકસાન કરી શકે છે ?
  4. મૂત્રમાર્ગના ચેપનું નિદાન
    1. પેશાબની સામાન્ય તપાસ :-
    2. યુરીન કલ્ચર અને સેન્સીટીવીટી ટેસ્ટ :-
    3. લોહી ની તપાસ :-
  5. મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા માટેનાં કારણોનું નિદાન કઈ રીતે થાય ?
  6. મૂત્રમાર્ગ ચેપ ને કઈ રીતે અટકાવી શકાય ?
  7. મૂત્રમાર્ગના ચેપ સારવાર :
  8. મૂત્રમાર્ગનો ક્ષય :
    1. મૂત્રમાર્ગના ક્ષયનાં ચિહનો :
    2. મૂત્રમાર્ગના ક્ષયનું નિદાન:
    3. મૂત્રમાર્ગના ક્ષયની સારવાર :
  9. મૂત્રમાર્ગ ના દર્દીઓએ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો જોઈએ ?
કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અનેમૂત્રનલિકા મૂત્રમાર્ગ બનાવે છે. જેમાં બેકટેરિયા કે વિષાણુ દ્વારા લાગતા ચેપને મૂત્રમાર્ગનો ચેપ(એટલે કે Urinary Tract Infection અથવાUTI) કહે છે.

શરીરમાં થતા વિવિધ પ્રકાના ચેપ માં મૂત્રમાર્ગ નો ચેપ બીજા નંબરે આવતો ચેપ છે. એટલે કે મૂત્રમાર્ગ ના ચેપ ની તકલીફ થાય તેવા દર્દીઓ ની સંખ્યા ખુબજ મોટી છે.

મૂત્રમાર્ગના ચેપનાં ચિહનો ક્યાં છે ?

મૂત્રમાર્ગના જુદા જુદા ભાગમાં ચેપની અસરનાં ચિહનો અલગ અલગ હોય છે . આ ચિહનો ચેપની માત્રા મુજબ વધારે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

મોટા ભાગના દર્દીઓમાં જોવા મળતાં ચિહનો:

  • પેશાબમાં બળતરા કે દુઃખાવો થાય.
  • વારંવાર પેશાબ કરવા જવું પડે. ટીપે ટીપે પેશાબ ઊતરવો.
  • તાવ આવે, નબળાઈ લાગે.
  • પેશાબમાં દુર્ગંધ આવે કે પેશાબ ડહોળો આવે.

મૂત્રાશયમાં ચેપ :

  • પેશાબ વારંવાર કરવા જવું પડે. પેટના નીચેના ભાગમાં પેડુમાં દુખાવો થાય.
  • લાલ પેશાબ આવે.
  • પેશાબ કરતી વખતે દુખાવો થાય.

કિડનીનો ચેપ :

  • ઠંડી સાથે વધુ તાવ આવે.
  • કમરમાં દુઃખાવો થાય, નબળાઈ લાગે.
  • સામાન્ય રીતે હાડમાં તાવ રહે અને પડખામાં દુઃખે, ઉલ્ટી, ઉબકા, થાક અને નબળાઈ લાગે.
  • યોગ્ય સારવાર કરવામાં ન આવે તો આ ચેપ જીવલેણ બની શકે છે.
  • પેશાબમાં બળતરા થાય અને વારંવાર જવું પડે તે મૂત્રમાર્ગના ચેપની નિશાની છે.

વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવાનાં કારણો ક્યાં છે ?

વારંવાર પેશાબનો ચેપ થવાનાં તથા યોગ્ય સારવાર છતાં ચેપ કાબુમાં ન આવવાનાં કારણો નીચે મુજબ છે :

મૂત્રમાર્ગ માં અવરોધ: જુદા જુદા કારણો ને લીધે મૂત્રમાર્ગ માં અવરોધ થવો તે પેશાબ માં વારંવાર ચેપ લાગવું મહત્વનું કારણ છે. મૂત્રનાલિકા સંકોચાઈ ગઈ હોય (Stricture Urethra) કે કિડની અને મૂત્રવાહિની વચ્ચેનો ભાગ સંકોચાઈ ગયો હોય (Pelvi-Ureteric Junction Obstruction).

  1. પુરુષ કરતા સ્ત્રીઓ માં વધુ જોખમ: સ્ત્રીઓમાં મૂત્રનાલિકા નાની હોવાને કારણે મૂત્રશયમાં ચેપ ઝડપથી લાગી શકે છે.
  2. મૂત્રમાર્ગમાં પથરી: કિડની મુત્રવાહીની કે મૂત્રાશય માં આવેલ પથરી પેશાબ ના માર્ગ માં અવરોધ કરી મૂત્રમાર્ગ ના ચેપ નું જોખમ વધારે છે.
  3. જે દર્દીઓને લાંબા સમય થી પેશાબની નળી મુકેલી હોય તેવા દર્દીઓમાં મૂત્રમાર્ગ માં ચેપ થવાનું જોખમ વધુ હોય છે.
  4. જન્મજાતમૂત્રમાર્ગમાં ક્ષતિ કે જેમાં પેશાબ મૂત્રાશયમાંથી મૂત્રવાહિનીમાં ઊંઘો જાય(Vesicoureteric Reflux), મૂત્રમાર્ગમાં ક્ષય(ટી.બી.) નીઅસર વગેરે
  5. મોટી ઉમરના પુરુષોમાં પ્રોસ્ટેટની ગાંઠને કારણે અને સ્ત્રીઓમાં મૂત્રનલિકા સંકોચાવાને કારણે પેશાબ ઉતારવામાં તકલીફ પડે અને પેશાબ મૂત્રાશયમાંથી સંપૂર્ણપણે ખાલી ન થાય
  6. ડાયાબિટીસમાં લોહી અને પેશાબમાં સાકરનું પ્રમાણ વધારે હોવાને કારણે.
  7. ડાયાબીટીસ, એઈડ્સ (HIV) અને કેન્સર ના દર્દીઓમાં નબળી પડી ગયેલી રોગ પ્રતિકાર શક્તિ ને કારણે મૂત્રમાર્ગ માં ચેપ થવાની શક્યતાઓ વધી જાય છે.
  8. અન્યપ્રશ્નો: મૂત્રાશયની સંકોચાવાની પ્રક્રિયામાં ખામી (Neurogenic Bladder),
  9. મૂત્રમાર્ગમાં અડચણ એ વારંવાર પેશાબમાં ચેપ થવાનું મુખ્ય કારણ છે.

શું મૂત્રમાર્ગનો વારંવાર ચેપ કિડનીને નુકસાન કરી શકે છે ?

સામાન્ય રીતે પુખ્તવયે મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા છતાં કિડનીને નુકસાન થતું નથી. જોકે વારંવાર મૂત્રમાર્ગનો ચેપ થવા માટે કારણભૂત પ્રશ્નો જેમ કે પથરી, મૂત્રમાર્ગમાં અવરોધ કે ટી.બી.ની બીમારી વગેરે પ્રશ્નો કિડનીને નુકસાન કરી શકે છે.
પરંતુ બાળકોમાં મૂત્રમાર્ગના ચેપની જો સમયસર, યોગ્ય સારવાર કરવામાં ન આવે તો કિડનીને કાયમ માટે નુકસાન થઇ શકે છે. આથી મૂત્રમાર્ગના ચેપનો પ્રશ્ન બાળકો કરતાં પુખ્તવયમાં ઓછો ગંભીર ગણાય.

મૂત્રમાર્ગના ચેપનું નિદાન

મૂત્રમાર્ગ ના ચેપ નું નિદાન અને તેની તીવ્રતા જાણવા માટે પેશાબ ની તપાસ કરાવવામાં આવે છે. જે દર્દીઓમાં ગંભીર અથવા વારંવાર મૂત્રમાર્ગ નો ચેપ થતો હોય તેવા દર્દીઓમાં વારંવાર થતા ચેપ નુ કારણ જાણવા અલગ અલગ તપાસ કરવામા આવે છે

પેશાબની સામાન્ય તપાસ :-

પેશાબની માઈક્રોસ્કોપ દ્વારા થતી તપાસમાં રસી (Plus Cells) ની હાજરી મૂત્રમાર્ગનો ચેપ સૂચવે છે. પેશાબ ની તપાસ ઉપરાંત લોહી ની અને રેડીયોલીજીક્લ અલગ અલગ તપાસ નું કારણ જાણવા અલગ અલગ તપાસ મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન માટે ખુબજ અગત્યની છે. માઈક્રોસ્કોપ દ્વારા થતી આ તપાસ માં રસી ની (pus cells) ને હાજરી મૂત્રમાર્ગ નો ચેપ સૂચવે છે

યુરીન કલ્ચર અને સેન્સીટીવીટી ટેસ્ટ :-

મૂત્રમાર્ગ ના ચેપ ના નિદાન અને સારવાર ના માર્ગદર્શન માટે એન્ટી બાયોટીક સારવાર શરુ કર્યા પહેલા આ તપાસ કરવામાં આવે છે. પેશાબ ની કલ્ચરની તપાસ માટે પેશાબ ખાસ તકેદારી સાથે લેવો જરૂરી છે. પેશાબ ના ભાગને સાફ કાર્ય બાદ, દર્દી ને પેશાબ કરવાનું કહેવામાં આવે, થોડો પેશાબ થઈ જાય ત્યારબાદ પેશાબ સ્વસ્થ ટેસ્ટટ્યુબ માં પેશાબ લેવાં માં આવે છે. આ રીતે પેશાબ કરવાની મધ્ય પ્રક્રિયા (mid stream urine) માં લેવામાં આવેલ પેશાબમાં અન્ય ચેપ ભળવાનું જોખમ ઓછુ રહે છે.

લોહી ની તપાસ :-

મૂત્રમાર્ગ ના ચેપ માં સામાન્ય રીતે હિમોગ્લોબીન, ટોટલ અને ડિફ્રેનશિયલ શ્વેત કણ, સીરમ ક્રીએટીનીન જેવી તપાસો જરૂર મુજબ કરવામાં આવે છે. લોહીમાં શ્વેત કણ નું વધારે પ્રમાણ ચેપ ની ગંભીરતા સૂચવે છે

મૂત્રમાર્ગનો ચેપ વારંવાર થવા માટેનાં કારણોનું નિદાન કઈ રીતે થાય ?

જે કારણસર વારંવાર પેશાબમાં રસી થાય કે તેની સારવાર અસરકારક ન નીવડે તે પ્રશ્નોનું નિદાન કરવા માટે નીચે મુજબની તપાસ કરવામાં આવે છે:

  • પેટનો એક્સ-રે અને સોનોગ્રાફી
  • ઈન્ટ્રાવીનસપાઈલોગ્રાફી (IVP)
  • પેટનો CT scan અને MRI
  • મિચ્ચુરેટિંગ સિસ્ટોયુરેથ્રોગ્રામ (MUC)
  • પેશાબમાં ટી.બી.ના જંતુ માટે તપાસ (Urinary AFB)
  • યુરોલોજીસ્ટ દ્વારા ખાસ જાતના દૂરબીન (Crystoscope) થી મૂત્રાશયના અંદરના ભાગની તપાસ (Cystoscopy)
  • સ્ત્રી રોગ નિષ્ણાત (Gynecologist) દ્વારા તપાસ અને નિદાન
  • યુરોડાઈનામીક્સ
  • બ્લડ કલ્ચર.

મૂત્રમાર્ગ ચેપ ને કઈ રીતે અટકાવી શકાય ?

  • રોજ પ્રવાહી (૩ લિટર) વધુ પીવું જેથી પેશાબ છુટ થી ઉતરે અને મૂત્રાશય અને મૂત્રમાર્ગ માંથી બેક્ટેરિયા નો નિકાલ થાય.
  • દર બે-ત્રણ કલાકે પેશાબ કરવો. બિનજરૂરી પેશાબ ના રોકવો. વધુ વાર પેશાબ મુત્રશય મા ભરી રાખવા થી બૅક્ટીરિયા ને વધવા માટે તક મળે છે.
  • વિટામિન C વાળો ખોરાક વધુ લેવો. ઍસ્કોરબીક ઍસિડ અથવા કૅનબેરી જ્યુસ. જેથી પેશાબ અસિડિક બને અને બૅક્ટીરિયા નો નાશ કરે.
  • મૂત્રમાર્ગના ચેપમાં વધારે પ્રવાહી પીવું ખુબ જ જરૂરી છે.
  • કબજીયાત થતા અટકાવો અથવા ઍની સારવાર લ્યો.
  • સ્ત્રિઑઍ પેશાબ ની જગ્યા આગળ થી પાછળ ની તરફ સાફ કરવી. (પાછળ થી આગળ નહી). આ આદત થી મળ કર્યા પછી બૅક્ટીરિયા યોની અને મુત્રનલિક સુધી ફેલાશે નહી.
  • સંભોગ પહેલા અને પછી મુત્રમાર્ગ અને મળમાર્ગ સાફ કરી નાખવો, અને પેશાબ કરી લેવો. સંભોગ પછી આખો પાણી નો ગ્લાસ પી જવાનો.
  • સ્ત્રીઓ ઍ અંદર ના કપડા કોટન ના પહેરવા. ખૂબ ફીટ કપડા કે નાઇલૉન ના કપડા ન પહેરવા.
  • માત્ર ઍક ઍંટિબાયોટિક નો ડૉઝ લેવાથી સંભોગ પછી સ્ત્રીઓ મા વારંવાર થતો મુત્રમાર્ગ નો થતો ચેપ સારી રીતે અટકાવી શકાય છે.

મૂત્રમાર્ગના ચેપ સારવાર :

૧. વધુ પ્રવાહી : પેશાબના ચેપના દર્દીઓને વધુ પ્રવાહી લેવાની ખાસ સૂચના આપવામાં આવેછે. કિડનીના ચેપને કારણે ખુબ ઊલટી થતી હોય તેવા થોડા દર્દીઓને બાટલા દ્વારા ઈન્ટ્રાવીનસ પ્રવાહી આપવાની જરૂર પડે છે.
તાવ અને દુખવા માટે દવા લેવી. ગરમ કોથળી નો શેક કરવાથી દુખાવામાં રાહત થઈ શકે. કોફી, દારૂ, સિગરેટ, અને વધુ તેલ-મિર્ચ વાળો ખોરાક ન લેવો.

મૂત્રાશય માં ચેપ (Lower UTI, Cystitis) ,br/> નાની વય ની તંદુરસ્ત સ્ત્રીઓમાં ટૂંકા ગાળા માટે (૩-૭ દિવસ) એન્ટીબાયોટીક્સ આપવામાં આવે છે. પુખ્તવયના પુરુષ માં સામાન્ય રીત ૭ થ ૧૪ દિવસ માટે એન્ટીબાયોટીક્સ લેવી પડે છે.

વારંવાર થતા પેશાબ ના ચેપ ની સારવાર :-
જરૂરી તપાસની મદદથી ક્યાં કિડનીના રોગ વારંવાર થાય છે કે સારવાર કારગત નીવડતી નથી, તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાન ને ધ્યાન માં લઈ દવામાં જરૂરી ફેરફાર, ઓપરેશન વગેરે નું આયોજન કરવામાં આવે છે.

૨. દવા દ્વારા સારવાર :
મૂત્રાશયના ચેપની તકલીફ વાળા દર્દીઓને સામાન્ય રીતે ક્લોટ્રાઈમેક્સેઝોલ, સિફેલોસ્પોરીન કે ક્વીનોલોન્સ ગ્રુપની દવા દ્વારા સારવાર કરવામાં આવે છે. આ ગોળીઓ સામાન્ય રીતે અઠવાડિયા માટે દેવામાં આવે છે.
જે દર્દીઓમાં વધુ ગંભીર એવો કિડનીનો ચેપ (એકયુટપાયલોનેફ્રાઇટીસ) હોય તેવા દર્દીઓને શરૂઆતમાં ઈન્જેકશ દ્વારા ઍંટિબાયોટિક આપવામાં આવે છે. સામાન્ય રીતે સિફેલોસ્પોરીન્સ, ક્વીનોલોન્સ, એમીનોગ્લાઈકોસાઈડ્સ ગ્રુપનાં ઈન્જેકશનો આ સારવારમાં વપરાય છે. પેશાબના કલ્ચર રિપોટેની મદદથી વધુ અસરકારક એવી દવાઓ,
ઈન્જેકશનો પસંદ કરવામાં આવે છે. જ્યારે દર્દીને તાવ અને ઊલટી બંધ થઇ જાય છે અને તબિયતમાં સુધારો થાય ત્યાર બાદ ગોળી કે કેપ્સ્યુલ દ્વારા કુલ ૧૪ દિવસ માટે સારવાર આપવામાં આવે છે.
સારવાર શરૂ કર્યા બાદ કરવામાં આવતી પેશાબની તપાસ સારવારની અસરકારકતા વિશે માહિતી આપે છે. દવા પૂરી થયા બાદ પેશાબમાં રસી નાબૂદ થઈ જાય તે ચેપ પરનો કાબુ દર્શાવે છે.

૩. કારણોની સારવાર :
જરૂરી તપાસની મદદથીક્યા કિડનીના રોગને કારણે વારંવાર ચેપ થયા છે કે સારવાર અસરકારક નીવડતી નથી, તેનું નિદાન કરવામાં આવે છે. આ નિદાનને ધ્યાનમાં લઈ દવામાં જરૂરી ફેરફાર, ઓપરેશન વગેરેનું આયોજન કરવામાં આવે છે.

મૂત્રમાર્ગનો ક્ષય :

ક્ષય શરીરનાં જુદાં જુદાં અંગો પર અસર કરે છે. જેમાં કિડની પરની અસર ૪%-૮% દર્દીઓમાં થાય છે. મૂત્રમાર્ગમાં વારંવાર ચેપ થવાનું એક અગત્યનું કારણ મૂત્રમાર્ગનો ક્ષય પણ છે.

મૂત્રમાર્ગના ક્ષયનાં ચિહનો :

  • આ રોગ સામાન્ય રીતે ૨૫થી ૪૦ વર્ષની ઉંમર દરમ્યાન, ર્સ્ત્રી કરતાં પુરુષોમાં વધારે જોવા મળે છે.
  • ૨૦%-૩૦%દર્દીઓમાં કોઈ ચિહનો હોતાં નથી, પરંતુ અન્ય તકલીફની તપાસ દરમ્યાન આકસ્મિક રીતે આ રોગનું નિદાન થાય છે.
  • મૂત્રમાર્ગનો ક્ષય પેશાબનો ચેપ વારંવાર થવાનું એક અગત્યનું કારણ છે.
  • પેશાબમાં બળતરા થતી હોય, વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય.
  • પેશાબ લાલ આવે.
  • ફકત ૧૦%-૨૦% દર્દીઓને સાંજે તાવ આવે, થાક લાગે, વજન ઘટે, ભૂખ ન લાગે વગેરે ટી.બી.નાં ચિહનો જોવા મળે છે.
  • મૂત્રમાર્ગના ક્ષયની વધુ ગંભીર અસરને કારણે ભારે ચેપ થાય, પથારી થાય, લોહીનું દબાણ વધે કે મૂત્રમાર્ગના અવરોધને કારણે કિડની ફૂલીને બગડી જાય વગેરે પ્રશ્નો પણ થઈ શકે છે.

મૂત્રમાર્ગના ક્ષયનું નિદાન:

પેશાબની તપાસ :આ સૌથી વધુ અગત્યની તપાસ છે. પેશાબમાં રસી, રક્તકણ અથવા બંને જોવા મળે છે અને પેશાબ એસિડીક હોય છે.

ખાસ પ્રકારની ઝીણવટભરી તપાસમાં ટી.બી.ના જંતુ(Urinary AFB) જોવા મળે છે.

પેશાબની કલ્ચર ની તપાસમાં કોઈ બેક્ટેરિયા જોવા મળતા નથી(Negative Urine Culture).

સોનોગ્રાફી: શરૂઆતના તબક્કામાં આ તપાસમાં કોઈ માહિતી મળતી નથી. કેટલીક વખત વધુ અસર થાય ત્યારે કિડની ફૂલેલી કે સંકોચાયેલી જોવા મળે છે.

આઈ.વી.પી. : ખુબ જ ઉપયોગી એવી આ તપાસમાં ટી.બી.ને કારણે મૂત્રવાહિની(Ureter) સંકોચાઈ જવી, કિડનીના આકારમાં ફેરફાર થવો, (ફૂલી કે સંકોચાઈ જવી) કે મૂત્રાશય સંકોચાઈ જવું વગેરે તકલીફો જોવા મળે છે.

અન્ય તપાસ : અમુક દર્દીઓ માટે મૂત્રાશયની દૂરબીન દ્વ્રારા તપાસ (સિસ્ટોસ્કોપી) અને બાયોપ્સી ઘણી જ મદદરૂપ બને છે.

પેશાબમાં ટી.બી.ના જંતુની તપાસ નિદાન માટે સૌથી વધુ મહત્વની છે.

મૂત્રમાર્ગના ક્ષયની સારવાર :

દવાઓ : મૂત્રમાર્ગના ક્ષયમાં, છાતીમાં ક્ષયના રોગમાં વપરાતી દવાઓ જવપરાય છે.સામાન્ય રીતે શરૂઆતના બે મહિના ચાર પ્રકારની દવાઓ અને ત્યાર બાદ ત્રણ પ્રકારની દવા આપવામા આવે છે.

અન્ય સારવાર :ક્ષયને કારણે જો મૂત્રમાર્ગમાં અવરોધ હોય તો તેની સારવાર દૂરબીન વડે કે ઓપરેશન દ્વારા કરવામાં આવે છે. અમુક દર્દીમાં કિડની સાવ બગડી ગઈ હોય, રસી થઇ ગઈ હોય તો તે કિડનીને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવે છે.

મૂત્રમાર્ગ ના દર્દીઓએ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો જોઈએ ?

  • નીચે મુજબ ની તકલીફો થાય ત્યારે મૂત્રમાર્ગ ના ચેપ ના દર્દીઓએ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક કરવો :-
  • પેશાબ ખુબજ ઓછી માત્રા માં ઉતરે અથવા એકાએક બંધ થાય
  • સતત ઠંડી સાથે તાવ, પીઠ નો દુઃખાવો, પેશાબ ડહોળો અથવા લાલ ઉતરે.
  • ખુબજ ઉલ્ટી, નબળાઈ અથવા લોહીના દબાણ માં ઘટાડો થાય
  • બાળકોમાં મૂત્રમાર્ગ નો ચેપ થાય
  • જે દર્દીઓ માં એકજ કિડની હોય અથવા પથરી હોય
  • ૨ થી ૩ દિવસ એન્ટીબાયોટીક ની સારવાર છતાં તબિયત માં સુધારો ન થવો.

સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate