অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મારે એક જ કિડની છે

મારે એક જ કિડની છે

કોઈ પણ વ્યક્તિમાં એક જ કિડની હોય તે સ્વાભાવિક રીતે તેને માટે ચિંતાનો વિષય બની જાય છે.આ વિભાગમાં ઘણા લોકો માં રહેલી આ વિશેની ગેરસમજ દૂર કરવાનો અને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજીંદી જીંદગીમાં શી તકલીફ પડે છે ? શા માટે ?

સામાન્ય રીતે દરેક વ્યક્તિ બે કિડ્ની સાથે જન્મે છેપણ દરેક કિડ્ની ની કાર્યક્ષમતા ઍટલી વધારે હોઈ છે કે ફક્ત ઍક જ કિડ્ની શરીર નુ બધુ જ જરૂરી કામ સંપૂર્ણ રીતે કેરી શકે છે. એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજીંદા જીવનમાં , શ્રમ પડે તેવા કામમાં કે જાતીય જીવન માં કોઈ જ જાતની તકલીફ પડતી નથી.સામાન્ય રીતે દરેક વ્યક્તિને બે કિડની હોય છે,પણ દરેક કિડનીની કાર્યક્ષમતા એટલી વધારે હોય છેકે ફક્ત એક કિડની પણ શરીર નું બધું જરૂરી કામ સંપૂર્ણ રીતે કરી શકે છે.
મોટા ભાગે એક કિડની ધરાવતી વ્યક્તિ પોતાનું જીવન સામાન્ય રીતે જીવતા હોય છે અને એક કિડની છે તેની જાણ આકસ્મિક તપાસ વખતે જ થાય છે.
એકજ કિડની ધરાવતા કેલાક વ્યક્તિઓમાં, લાંબા સમયગાળે (વર્ષો પછી) પેશાબમાં પ્રોટીન જવું અને લોહીનું દબાણ વધવું જેવી અરસો થઈ શકે છે.

એક જ કિડની હોવાના ક્યાં ક્યાં કારણો છે ? એક જ કિડની હોવાના ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે :

  • જન્મ થી એક કિડની હોય.
  • ઓપરેશન કરી એક કિડની કાઢી નાખવાની જરૂર પડે હોય . એક કિડની કાઢવાની જરુર પડે. તે માટેના મુખ્ય કારણો પથરી,રસી કે લાંબા સમયની અડચણ ને કારણે એક કિડની કામ કરતી બંધ થઇ જાય તે અથવા એક કિડની માં કેન્સર ની ગાંઠ હોય તે છે.
  • કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું હોય તેવા દર્દીઓ માં નવી મુકેલી એક જ કિડની કાર્ય કરતી હોય છે.
  • એક જ કિડની ધરાવતી વ્યક્તિને રોજીંદા કાર્ય અને જીવનમાં કોઈ જ તકલીફ પડતી નથી.

જન્મથી જ એક કિડની હોવાની શક્યતા કેટલી રહે છે ?

જન્મ થી એક કિડની હોવાની શક્યતા સ્ત્રી કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે અને તેનું પ્રમાણ અંદાજીત રીતે ૭૫૦ વ્યક્તિઓ માં એક વ્યક્તિ માં છે.

એક જ કિડની હોય તેવી વ્યક્તિઓએ શા માટે કાળજી રાખવી જરૂરી છે?

સામાન્ય સંજોગો માં એક કિડની ધરાવતી વ્યક્તિને કોઈ પણ તકલીફ પડતી નથી , પણ આ વ્યક્તિને સ્પેરવ્હીલ વગરની ગાડી સાથે સરખાવી શકાય.
દર્દીની એકમાત્ર કામ કરતી કિડની જો નુકશાન પામે તો બીજી કિડની નહોવાથી કિડની દ્વારા થતા બધા કાર્યો સંપૂર્ણ રીતે અટકી જાય છે. જો આ એકમાત્ર કિડની ટૂંકાગાળામાં ફરીથી કામ કરતી ના થાય તો ઘણી વિપરીત અસરો થઇ શકે છે અને સમય સાથે તેમાં વધારો થતા તે જીવલેણ પણ બની શકે છે.આવી વ્યક્તિને તાત્કાલિક ડાયાલિસિસ ની જરૂર પડે છે.
કિડની ને થતું નુકસાન અને તેને કારને ઉભા થતા જોખનો થી બચવા માટે એકજ કિડની ધરાવતા દરેક વ્યક્તિ એ યોગ્ય કાળજી રાખવી જરૂરી છે.

વ્યક્તિની એકમાત્ર કિડનીને નુકશાન થવાની શક્યતા ક્યારે રહે છે ?

  • એકમાત્ર કિડનીને અચાનક અન ગંભીર પ્રમાણમા નુકશાન થવાના કારણો :
  • એક માત્ર કિડનીના મુત્રમાર્ગમાં પથરીને કારણે અડચણ.
  • પેટના ઓપેરશન દરમ્યાન કિડનીમાંથી પેશાબ લઇ જતી નળી-મુત્રવાહીની (Ureter) ભૂલથી બંધાઈ જવી. મુત્રવાહીની દ્વારા કિડની માં બનેલો પેશાબ નીચે મૂત્રાશય સુધી જતો હોય છે.
  • કુસ્તી,બોક્સિંગ,કરતે,ફૂટબોલ,હોળી જેવી રમત ગમત દરમ્યાન અકસ્માતથી કિડનીને ઈજા થઇ શકે છે. દર્દીઓમાં શરીર ની જરૂરિયાત ને પહોચી વળવા એક માત્ર કામ કરતી કિડની નું કદ મોટું અને વજન વધારે થઈ ગયું હોય છે. આવી કિડની માં ઈજા સરળતા થી થઈ શકે છે.
  • ઘણા લોકો જન્મથી જ એક કિડની હોય છે.

એક કિડની ધરાવતી વ્યક્તિએ શી કાળજી લેવી જોઈએ ?

એક જ કિડની ધરાવતી વ્યક્તિઓને કોઈ સારવાર ની જરૂર નથી રેહેતી પરંતુ એકમાત્ર કિડની ની નીચે મુજબ ની સંભાળ ખુબજ જરૂરી છે.

  • પાણી વધારે પીવું દિવસ માં આશરે ત્રણ લિટર.
  • કિડનીને ઈજા થઇ શકે તેવી રમતોમાં ભાગ ના લેવો.
  • પેશાબના ચેપ તથા પથરીની વહેલાસરની યોગ્ય સારવાર કરવી અને બિનજરૂરી દવાઓ ના લેવી.
  • દર વર્ષે એક વખત ડોક્ટર ને બતાવી બ્લડપ્રેશર મપાવવું અને ડોક્ટરની સુચના મુજબ લોહી તથા પેશાબ ની અને કિડનીની સોનોગ્રાફીની તપાસ કરાવવી. નિયમિત પને ડોક્ટર ને બતાવી જરૂરી તપાસ કરાવવાથી કિડની ની તકલીફ નું નિદાન વહેલું અને ત્યારબાદ ની સારવાર સમયસર થઈ શકે છે.
  • કોઈ પણ સારવાર કે ઓપરેશન પહેલા એક જ કિડની છે તે બાબત ની દાકતર ને જાણ કરવી.
  • લોહીનું દબાણ કાબુમાં રાખવું, નિયમિત કસરત, સ્વસ્થ અને સમતુલ ખોરાક લેવો, બિન જરૂરી દવાઓ ન લેવી, ડોક્ટર ની સલાહ મુજબ દ્ધારે પ્રોટીન ધરાવતો ખોરાક અને નમક (મીઠું) ઓછા પ્રમાણ માં લેવું.

એક જ કિડની ધરાવતા દર્દીઓ એ ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક ક્યારે કરવો ?

  • એક જ કિડની ધરાવતા દર્દીઓ એ ડોક્ટર નો તાત્કાલિક સંપર્ક કરવો જો:
  • એકએક પેશાબ બંધ થઈ જવો
  • એક્માત્ર અને મોટી થયેલી કિડની ને અકસ્માત થી ઈજા થાય
  • જયારે દુઃખાવાની દવા લેવાની જરૂર પડે. કે કોઈ પણ તપાસ દરમ્યાન એક્સ-રે ડાઈ વાપરવી પડે
  • તાવ, પેશાબ માં બળતરા કે લાલ પેશાબ આવે તો.
  • એક જ કિડની ધરાવતી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તકેદારી અને કાળજી રાખવી જરૂરી છે.
સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate