વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

‘કિડની' ની કેર

‘કિડની' ની કેર

આવો ‘કિડની' ની કેર લઈએ....જીવનને સમૃધ્ધ કરીએ..!!

ફાસ્ટ લાઈફના આ યુગમાં આપણે જોઈએ છીએ કે ઘણાં બધા પ્રકારના રોગો જોવા મળે છે જેમાં કેન્સર, હદયરોગ, પેટના રોગ અને અન્ય રોગો થાય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. આપણા શરીરના મુખ્ય અંગો જેવા કે હ્રદય, ફેફસાં, મગજ અને બીજા મહત્વપૂર્ણ ઘણાં અંગોની સાથે આપણા શરીરમાં ફિલ્ટરનું કામ કરતા અંગ કે જેને આપણે કિડની તરીકે ઓળખીએ છીએ, તેના રોગો પણ વધી રહ્યાં છે..

વર્તમાન સમયમાં જોઈએ તો, ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ખૂબજ વધી રહી છે, જે કિડનીના રોગોના વધતા કારણોમાંથી એક મુખ્ય કારણ ગણી શકાય. આ ઉપરાંત બિનજરૂરી પેઈન કિલર દવાઓ લેવાને કારણે પણ કિડનીના રોગો થઇ શકે છે. અનિયમિત દિનચર્યાને કારણે પણ કિડનીની તકલીફો જોવા મળે છે કે જેના લીધે શરીરના અવયવોની યાંત્રિક કામગીરી ખોરવાઈ જાય છે. આ ઉપરાંત નબળાઈ આવવી, તનાવભરી લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડ/બહારના ખોરાકની આદતોને કારણે કિડનીના રોગોમાં વ્યાપક વધારો થઇ રહ્યો છે..

કિડનીના રોગોથી બચવા માટે આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે, ડાયાબિટીસ અંકુશમાં રાખવું, બ્લડ પ્રેશરમાં કોઈપણ જાતનો વધારો ન આવે અને પ્રમાણસર રહે, બિનજરૂરી દવાઓ (પેઈન કિલર)ને લેવાની ટાળવી, પર્યાપ્ત પાણી (૨ થી ૨.૫ લીટર દિવસ દરમિયાન) પીવું જોઈએ. પથરીના રોગની ઉચિત સારવાર કરાવવી જોઈએ. હર્બલ દવાઓ અને ભારે ધાતુઓનો ઉપયોગ ટાળવો..

વધતા જતા કિડનીના રોગોને નાથવા માટે મેડિકલ ક્ષેત્રે પણ ઘણાં બધા પ્રયત્નો થઇ રહ્યાં છે અને તેની સાથે જ તેની સારવારની વિવિધ પધ્ધતિઓ પણ બદલાઈ રહી છે. કિડનીના રોગોની સારવાર માટે સુરક્ષિત સારવાર સુવિધાઓ જેવી કે, નવીનતમ કોમ્પ્યુટરાઈઝડ ડાયાલિસીસ પધ્ધતિ પણ ખૂબ ઉપયોગી છે. દર્દી જો ડાયાલિસીસની સારવાર યોગ્ય રીતે કરાવે તો લાંબાગાળા સુધી દર્દી ગુણવતાસભર જીવન જીવી શકે છે..

આ ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી આધુનિક સારવાર પધ્ધતિ પણ છે જેમાં દર્દીને બીજા વ્યક્તિની કિડની દાન કરીને એક નવી જિંદગી આપવામાં આવે છે. હવે જો દાતાનું બ્લડગ્રુપ દર્દીના બ્લડગ્રુપ સાથે મેચ ન થતું હોય તો પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ હવે શક્ય બને છે. આ સારવાર પધ્ધતિ પણ કિડની ફેલ્યોરના દર્દીઓના ઉપચારમાં લાભદાયી બની શકે છે..

‘અંગદાન' માટે વર્તમાન સમયમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કિડની પ્રત્યારોપણ માટે પણ ‘અંગદાન' મહત્વપૂર્ણ બની રહે છે. મૃત્યુ બાદ અંગદાન કરતાં અંગદાતાઓને કારણે પણ કિડની ફેલ્યોરના દર્દીઓને ‘કિડની ટ્રાન્સપ્લાન્ટેશન' મારફતે નવી કિડની પ્રત્યારોપીત કરવામાં આવે છે..

“વિશ્વ કિડની દિવસ” નિમિતે પ્રત્યેક વાચક પોતાની કિડનીની મહત્વતાને જાણે, સમજે અને તેની પુરતી કાળજી લે તે ખરા અર્થમાં ગુણવતાપૂર્ણ અને સ્વસ્થ જીવન માટે અનિવાર્ય બાબત છે. ચાલો આપણે સૌ ભેગા મળીને પોતાના પરિવાર તથા સમાજમાં કિડનીની સાવચેતી પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થઈએ અને સ્વસ્થ જીવનને આવકારીએ!.

કિડની માટેના 8 ગોલ્ડન રૂલ્સ

  1. તંદુરસ્ત અને સક્રિય રહો.
  2. તમારા બ્લડ સુગર લેવલને નિયત્રણમાં રાખો .
  3. તમારૂ બ્લડ પ્રેશર નિયંત્ત્રિત રાખવું.
  4. હેલ્ધી ફૂડ ખાવું અને સમયાંતરે વજન પણ ચેક કરવું.
  5. મીઠા (નમક)નો ઉપયોગ ઓછો કરવો.
  6. પ્રવાહી રેગ્યુલરલી લેવું જોઈએ.
  7. ધુમ્રપાન ન કરવું.
  8. બિનજરૂરી દવાઓને લેવાની ટાળવી જોઈએ .
સ્ત્રોત : નવગુજરાત હેલ્થ
3.04166666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top