હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / આંખને સંબંધિત / મગજને ઈનપુટ પહોંચાડવાનું કામ આંખ કરે છે
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મગજને ઈનપુટ પહોંચાડવાનું કામ આંખ કરે છે

મગજને ઈનપુટ પહોંચાડવાનું કામ આંખ કરે છે

સારી દ્રષ્ટિ બાળકના શારીરિક વિકાસ, શાળામાં સફળતા માટે અને સમગ્રપણે સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. વિઝન સિસ્ટમ શિશુઓ અને નાના બાળકોમાં સંપૂર્ણપણે વિકસિત હોતી નથી અને મગજના વિઝન સેન્ટર્સ સામાન્ય રીતે વિકસે એ માટે બંને આંખોમાં સમાન ઈનપુટ આવશ્યક હોય છે. જો નાના બાળકોની આંખો મગજ સ્પષ્ટ દ્રશ્યો ના પહોંચાડે તો તેની દ્રષ્ટિ મર્યાદિત બને છે જે જીવનના પછીના ભાગમાં સુધારી શકાતી નથી. પરંતુ જો સમસ્યાનું વહેલું નિદાન થઈ જાય તો, સામાન્ય રીતે તેનો ઈલાજ અસરકારક રીતે થઈ શકે છે.

સ્ક્રીન ટાઈમ ઘટાડો:

‘સંભવત: સૌથી સારી વાત તમારા બાળકની આંખના રક્ષણ માટે એ કરી શકો છો કે તમે શક્ય એટલો સમય તેને ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈઝીસથી દૂર રાખો.' તમારા બાળકનો ટેલિવિઝન અને અન્ય ડિજિટલ મિડીયા ડિવાઈઝીસ સામે પસાર થતો સમય ઘટાડો અને તેમને ઓછામાં ઓછો અડધો કલાકે સ્ક્રીન ટાઈમમાંથી બ્રેક લેવા માટે પ્રોત્સાહિત કરો. સંભવત: સૌથી સારી વાત તમારા બાળકની આંખોની રક્ષા માટે એ કરી શકો કે તમે શક્ય એટલો લાંબો સમય તેમને ઈલેક્ટ્રોનિક ડિવાઈઝીસથી દૂર રાખો.

ઘરની બહારની રમતોને પ્રોત્સાહન આપો:

નજીકની દ્રષ્ટિનું જોખમ ઘટાડવા અને સનલાઈટમાં એક્સ્પોઝર વચ્ચે સંબંધ છે. ઘરની બહારની રમતો માટે પ્રેરિત કરવાથી આપોઆપ સ્ક્રીન ટાઈમ ઘટે છે અને તેનાથી બાળકના શારીરિક વિકાસમાં પણ મદદ મળે છે. નજીકની દ્રષ્ટિનું જોખમ અને સૂર્ય પ્રકાશમાં એક્સ્પોઝર વચ્ચે પણ સંબંધ રહેલો છે. તમારા બાળકને ઘરની બહાર રમવા માટે પ્રેરિત કરવાથી હાથ અને આંખના કો-ઓર્ડિનેશનમાં સુધારો થઈ શકે છે.

દર વર્ષે આંખનું ચેક-અપ કરાવો:

દ્રષ્ટિની સમસ્યાનો ઈલાજ ત્યારે ઘણો સરળ છે જો તમે તેનું નિદાન સમયસર કરાવો, ખાસ કરીને બાળકોમાં. દર વર્ષે આંખોનું પરિક્ષણ માત્ર પુખ્ત વ્યક્તિઓ માટે જ નહીં બાળકો માટે પણ જરૂરી છે ભલે તેને દ્રષ્ટિ સંબંધિત કોઈ સમસ્યા ન હોય, છતાં પણ નિયમિત ચેકઅપ કરાવવું સલાહભર્યું છે. દ્રષ્ટિની સમસ્યાનો ઈલાજ ત્યારે વધુ સરળ બને છે જ્યારે તેનું નિદાન વહેલું થાય, જે ખાસ કરીને બાળકો માટે સલાહભર્યું છે.

તમારા બાળકની આંખોની સુરક્ષા કરો:

આંખમાં ઈજા બાળપણમાં દ્રષ્ટિ ગુમાવવાનું મોટું કારણ બને છે અને આવી ઈજા રોકવા માટે બાળકોને સુરક્ષિત રાખવા મહત્વપૂર્ણ છે. એ સુનિશ્ચિત કરો કે તમારા બાળકને તેની વયને અનુરૂપ જ રમકડાં આપવામાં આવે અને તે તીક્ષ ધારવાળા ન હોય. બાળકોને ક્યારેય વડીલોની ગેરહાજરીમાં ફટાકડા ફોડવા ન દો અને બાળકની આંખોમાં કાજલ કે કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ લગાવવાથી દૂર રહો. જ્યારે બાળકો રમતગમત, રિક્રિએશન, ક્રાફ્ટ્, કે હોમ પ્રોજેક્ટ્સમાં ભાગ લે ત્યારે એ મહત્વનું છે કે તેમની આંખોની સુરક્ષા કઈ રીતે કરી શકાય એ તેમને શીખવવામાં આવે અને યોગ્ય એવા સુરક્ષાત્મક ચશ્માનો તેઓ ઉપયોગ કરે. દર વર્ષે હજારો બાળકોને આંખમાં નુક્સાન થાય છે અથવા તો ઘરોમાં જ કોઈ દુર્ઘટનાથી તેઓ અંધ પણ બને છે, જેમ કે રમતી વખતે કે કારમાં આવી ઘટનાઓ બને છે. યોગ્ય સુરક્ષાત્મક ચશ્માથી આંખને તમામ પ્રકારની ઈજાઓથી 90 ટકાથી વધુ પ્રમાણમાં સુરક્ષિત રાખી શકાય છે.

હેલ્ધી અને સંતુલિત આહાર સુનિશ્ચિત કરો:

બાળપણમાં પોષણના અભાવે ઓક્યુલર ડેમેજ થઈ શકે છે અને તેનો મોટાભાગે ઈલાજ શક્ય હોતો નથી. પોષક તત્વો એ બાળકોમાં સ્વસ્થ દ્રષ્ટિ માટેનો સૌથી મહત્વપૂર્ણ વિચાર બની શકે છે. બાળપણમાં યોગ્ય પોષણના અભાવે ઓક્યુલર ડેમેજની શક્યતા રહે છે, જેનો મોટાભાગે ઈલાજ શક્ય નથી. આંખોના આરોગ્ય માટે કેટલાક જરૂરી પોષક તત્વો નીચે પ્રમાણે છે.

 • કેરોટીન: શક્કરિયા, ગાજર. પમ્પકિન્સ અને પાલક જેવા શાકભાજીમાંથી મળે છે.
 • વિટામીન સી: શિમલા મિર્ચ, ખાટાં ફળો, ટામેટા અને વટાણામાંથી મળે છે.
 • વિટામીન ઈ: બદામ અને મગફળી જેવા નટ્સ, સનફ્લાવર અ સોયાબીન ઓઈલ્સ જેવા વેજીટેબલ ઓઈલ્સ આ પોષક તત્વોના સારા સ્ત્રોત છે.
 • ઝિન્ક: રેડ મીટ, મરધાં, આખુ અનાજ અને નટ્સમાંથી સારા મળે છે.

બાળકોમાં આંખના વિકાસ કે તેની દ્રષ્ટિમાં કોઈ સમસ્યા જણાય ત્યારે તેના માટે વધારાના પરિક્ષણ કે વધુ વખત પુન: મૂલ્યાંકનની જરૂર પણ પડે છે. નવજાત શિશુ કે બાળક કે જેમને દ્રષ્ટિમાં સમસ્યાનું નોંધપાત્ર જોખમ સર્જે એવા પરિબળો નીચે મુજબ છે:

 • પ્રિમેચ્યુરિટી, જન્મ સમયે ઓછું વજન, જન્મ સમયે ઓક્સિજનની કમી, ગ્રેડ-3 કે આઈવી ઈન્ટ્રાવેન્ટ્રીક્યુલર હેમરેજ.
 • રેટિનાબ્લાસ્ટોમાનો ફેમિલી હિસ્ટ્રી, કોનજેનિટલ કેટેરેક્ટસ કે મેટાબોલીક કે જેનેટિક ડિસીસ.
 • ગર્ભાવસ્થા દરમિયાન માતાને ચેપ (જેમ કે રૂબેલા, ટોક્સોપ્લાઝમોસિસ, વિનરલ ડિસીસ, હર્પિસ, સાયટોમેગાલોવાયરસ કે એઈડ્સ).
 • મુશ્કેલ કે મદદ આપીને કરાયેલી પ્રસુતિ જેમાં ફેટલ ડિસ્ટ્રેસ કે લો અપગાર સ્કોર્સ હોય.
 • હાઈ રિફ્રેક્ટિવ ક્ષતિ, સ્ટ્રેબિસમસ, એનિસોમેટ્રોપિયા.
 • જાણીતા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસફંક્શન કે જે વિકાસલક્ષી વિલંબના કારણે સર્જાયા હોય, સેલેબ્રલ પાલ્સી, ડિસમોર્ફિક ફચર્સ, ખેંચ કે હાઈડ્રોસિફેલસ.

દર્દીઓ માટે રહેલા જોખમમાં સામેલ છે:

 • ડાયાબિટીસ, હાયપરટેન્શન કે ઓક્યુલર ડિસીસનો ફેમિલી હિસ્ટ્રી (દા.ત. ગ્લુકોમા, મેક્યુલર ડિજનરેશન).
 • એવા વ્યવસાય કે જેમાં આંખોમાંથી વધુ કામ લેવાતું હોય અથવા આંખો માટે જોખમી સ્થિતિ હોય ત્યાં કામ કરવું.
 • ઓક્યુલર સાઈડ ઈફેક્ટ્સ સાથેની પ્રિસ્ક્રિપ્શન કે નોન પ્રિસ્ક્રિપ્શન દવાઓ લેવાથી.
 • કોન્ટેક્ટ લેન્સીસ પહેરવા.
 • જેમને આંખની સર્જરી કરાવી હોય.
 • અન્ય આરોગ્યલક્ષી ચિંતાજનક સ્થિતી.
 • પિડીયાટ્રીક ઓપ્થેમોલોજિસ્ટ્સ પ્રમાણે, બાળકોમાં સંભવત: દ્રષ્ટિ વિષયક સમસ્યાઓના લક્ષણો નીચે પ્રમાણે હોઈ શકે છે:
 • સ્કૂલમાં નબળો દેખાવ.
 • ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી.
 • વાંચતી અને લખતી વખતે મુશ્કેલી.
 • નોટિસ બોર્ડ પર લખેલી માહિતી વાંચવામાં મુશ્કેલી.
 • ધૂંધળું કે ડબલ વિઝન.
 • માથું દુ:ખવું કે આંખમાં દુ:ખાવો.
 • પાણી નિકળવું.
 • વારંવાર આંજણી થવી.
 • હોમવર્ક પૂરુ કરવામાં સામાન્ય કરતા વધુ સમય લાગવો.
 • જીવનના પ્રથમ છ વર્ષમાં બાળક જે શીખે છે તેમા માટે વિઝન 80-90 ટકા જવાબદાર હોય છે અને તે વૃધ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપે છે. ચોક્કસ કુશળતા અને પદ્વતિ બાળકની આંખની સમસ્યાના મૂલ્યાંકન અને તેના ઈલાજ માટે જરૂરી છે..

સ્ત્રોત: ડો અનુપમા વ્યાસ, પિડીયાટ્રિક ઓપ્થેલ્મોમોજિસ્ટ, નવગુજરાત સમય

2.97727272727
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top