હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / આંખને સંબંધિત / ડિજિટલ જનરેશન’ ની આંખો બચાવવા Rule Of Thumb 20-20-20ની ખાસ જરૂર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ડિજિટલ જનરેશન’ ની આંખો બચાવવા Rule Of Thumb 20-20-20ની ખાસ જરૂર

ડિજિટલ જનરેશન’ ની આંખો બચાવવા Rule Of Thumb 20-20-20ની ખાસ જરૂર

આપણે આજે ડિજિટલ જનરેશન વચ્ચે જીવી રહ્યાં છીએ. છ મહિનાના બાળકથી લઈ 90 વર્ષ સુધીના વડીલો આજે મોબાઈલ અને કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા થયા છે. ઉપયોગ થાય ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પણ વાંધો દૂરઉપયોગનો છે. ઈલેક્ટ્રોનિક યંત્રોના વપરાશ માટેની ચોક્કસ પદ્ધતિ હોય છે. જેને આપણે સૌએ જાણવી અને અનુસરવી જરૂરી છે. નિયમિત કમ્પ્યૂટર અને મોબાઈલનો વપરાશ કરતા લોકોને Dry Eye અથવા કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ થઈ શકે છે. આંખોને બચાવવા મોબાઈલ-કમ્પ્યૂટરનો ઉપયોગ કરતા લોકોએ Rule Of Thumb 20-20-20ને અનુસરવું જરૂરી છે.

Rule Of Thumb 20-20-20 એટલે કે ૨૦ મિનિટ કમ્પ્યૂટર, લેપટોપ, ટેબલેટ, ટેલિવિઝનના ઉપયોગ બાદ ૨૦ સેકન્ડ માટે ૨૦ ફૂટ દૂર નજર નાંખવી જોઈએ. પહેલા આ ડિજિટલ યંત્રોનો ઉપયોગ માત્ર યુવાનો વોટ્સએપ, ફેસબુક અને યુટ્યૂબ વીડિયો જોવા માટે કરતા હતા, પરંતુ હવે છ મહિનાના બાળકોના હાલરડા અને કાર્ટૂન ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. વડીલો આ ડિજિટલ સાધનોનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે કરતા હોય છે. જેના કારણે કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ, ડ્રાય આઈસ અને મેક્યુલર ડીજનરેશન જેવી મુશ્કેલી થઈ શકે છે, કેમ કે આ બધા ડિજિટલ યંત્રોમાં High Energy Visible Lights હોય છે.

આંખોને નુકસાન થતું અટકાવવાના ઉપાયો

 • Rule Of Thumb 20-20-20ને ફોલો કરો
 • આઈ મેકઅપ (કાજલ, મસ્કરા) નો ઉપયોગ બંધ કરવો
 • તડકામાં જતી વખતે અને વાહન ચલાવતી વખતે સનગ્લાસીસનો ઉપયોગ કરવો જે તમારી આંખોને UV કિરણોથી બચાવશે
 • કોન્ટેક લેન્સની જગ્યાએ ચશ્મા પહેરવા કારણ કે કોન્ટેક લેન્સ ડ્રાય આઈમાં વધારો કરે છે
 • ડાયાબિટીક દર્દીઓ માટે લાઈફ સ્ટાઈલ મોડિફિકેશન ખૂબ જરૂરી

ડાયાબિટીક રેટિનોપથી શું છે?

અનિયમિત ડાયાબિટીસ ધરાવતા દર્દીઓની આંખની રક્તવાહીનીઓમાં થતા ડેમેજના કારણે ઉદભવતું એક કોમ્પ્લિકેશન જે આગળ જતા એક નવો રોગ ડાયાબિટીક રેટિનોપથી પેદા કરી શકે છે. ડાયાબિટીક રેટિનોપથીના જુદાજુદા સ્ટેજ હોય છે જેમાં NPDR એટલે કે, Non-Proliferative Diabetic retinopathyથી માંડીને PDR એટલે કે Proliferative Diabetic retinopathy સુધી પહોંચી શકે છે. NPDRના કેટલાક સ્ટેજ રિવર્સેબલ હોય છે જ્યારે PDR નોન રિવર્સેબલ છે.

NPDRને સામાન્ય બદલાવથી અટકાવી શકાય

 • સમતુલિત ખોરાક ખાવો
 • જરૂરિયાતના પ્રમાણમાં જ ખોરાક ખાવો
 • ઓછી ચરબી અને ઓછા મીઠાવાળો

ખોરાક ખાવો

 • દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ કસરત કરવી
 • બીડી, સિગારેટ, પાન-મસાલા અને દારૂથી દૂર રહેવું
 • નિયમિત દવાઓ લેવી
 • ડૉક્ટરના કહ્યાં પ્રમાણે નિયમિત બ્લડ શુગરની તપાસ કરાવવી

NPDR સ્ટેજની ડાયાબિટીક રેટિનોપથી ધરાવતા લોકો અને જેમનું ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું હોય તેવા લોકોએ દર ત્રણ મહિને રેટિના સ્પેશિયાલિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ.

અંધાપાથી બચવા માટે ડાયાબિટીસ નિયત્રણ જરૂરી

 • તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં છે? :દરેક વ્યક્તિનો ડાયાબિટીસ કંટ્રોલ જુદીજુદી રીતે થઈ શકે છે માટે આવા દર્દીઓ સાથે હંમેશા પ્રોત્સાહક વાતો કરવી જોઈએ
 • શું તમે આ ખાઈ શકો છો? :ડાયાબિટીસનો મતલબ એ નથી કે તમે ખાંડવાળી ગળી વસ્તુઓ ખાઈ નથી શકતા. એનો મતલબ એમ છે કે તમે એ વસ્તુઓ કંટ્રોલમાં ખાઈને દવા અને કસરતથી શુગર કંટ્રોલ કરી શકો છો
 • ડાયાબિટીસ કેન્સર જેવું જટિલ નથી :ડાયાબિટીસના દર્દીઓને પ્રોત્સાહનની જરૂર હોય છે. પ્રોત્સાહનથી તે બ્લડ શુગર કંટ્રોલ કરીને આખું જીવન સાધારણ રીતે વીતાવી શકે છે.

સ્ત્રોત:  ડૉ. પાર્થ રાણા(આંખના પડદાના નિષ્ણાંત)

3.25
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top