હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / આંખને સંબંધિત / ઉંમર સાથે આવતી આંખની સમસ્યાને નિવારવા નિયમિત તપાસ જરૂરી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉંમર સાથે આવતી આંખની સમસ્યાને નિવારવા નિયમિત તપાસ જરૂરી

ઉંમર સાથે આવતી આંખની સમસ્યાને નિવારવા નિયમિત તપાસ જરૂરી

વ્યક્તિની જેમજેમ ઉંમર વધે છે તેમતેમ શરીરના અન્ય અંગો સમયાંતરે નબળા પડતા હોય છે જેમાં આંખનો પણ સમાવેશ થયો હોય છે. ARMD (Age Related Macular Degeneration) જેને ઉંમરની સાથે આવતી આંખની સમસ્યા કહેવામાં આવે છે. ARMDમાં આંખના પડદાની વચ્ચેનો ભાગ જેને ‘મેક્યુલા' કહેવાય છે તેમા તકલીફ થાય છે. આ કારણે દર્દી કેન્દ્રીય દ્રષ્ટિ ગુમાવે છે, પણ આજુબાજુની દ્રષ્ટિ હજી સામાન્ય રહતી હોય છે. દા:ત તમે કાંટાવાળી દીવાલ ઘડીયાળ જુઓ તેમા તમને નંબર (અંક) દેખાશે, પરંતુ વચ્ચેના કાંટા નહીં દેખાય. ARMD ૫૦ વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિમાં નજરના નુકશાનનું અગ્રગણ્ય કારણ છે. ARMDના બે મુખ્ય પ્રકાર છે. નિયમિત તપાસથી આ સમસ્યાને ટાળી શકાય છે.

 • DRY ARMD : ARMDની અંદર આંખમાં ડાઘ થઈ શકે છે. આ મુશ્કેલી ૮૦ ટકા દર્દીઓમાં જોવા મળે છે. હજુ સુધી તેની કોઈ સારવાર શોધી શકાઈ નથી. WET ARMD : આ ઓછુ સામાન્ય છે, પણ વધુ ગંભીર છે. આમા નવી અસામાન્ય લોહીની નળીઓ પડદામાં વિકસે છે જેમાંથી પ્રવાહી અને રક્તનું લિકેજ થાય છે. આ પ્રકારમાં દર્દી ઝડપથી દ્રષ્ટિ ગુમાવે છે.

કયા દર્દીઓમાં આ રોગ થવાની વધુ શક્યતા રહેલી છે?

 • ચરબીયુક્ત આહાર
 • વધુ પડતું વજન
 • ધૂમ્રપાન
 • ૫૦ વર્ષથી વધુ ઉંમર
 • પારિવારિક.

મેક્યુલામાં સામે આવતા ચિહ્નો

 • દર્દીને કોઈ પણ સીધી લીટી આડી દેખાવાની શરૂઆત થાય.
 • ચોપડીમાં લખેલા શબ્દો અને અક્ષરો ભેગા થયેલા દેખાય.
 • લખવાની બંને લીટી ભેગી થઈ ગઈ હોય એમ લાગે.
 • એક આંખની સરખામણીએ બીજી આંખથી વસ્તુ નાની દેખાય અથવા મોટી દેખાય.
 • સામે વાળી વ્યક્તિનો ચહેરો દેખાતો બંધ થાય છે.
 • કીકીની મધ્યમાં કંઈક આવીને અટકી ગયું હોય તેવું લાગે જેથી સામેની વસ્તુ ન દેખાય પરંતુ આજુબાજુનું દેખાય.

ARMD નું નિદાન કેવી રીતે થાય

 1. આંખના પરીક્ષણમાં Amsler Gridની તપાસ કરવામાં આવે છે.
 2. આંખની એન્જિયોગ્રાફી દ્વારા પણ નિદાન થઈ શકે.
 3. આંખની OCT વડે આ રોગનું નિદાન શક્ય છે.

ARMD ની સારવાર

1 Dry ARMD.

 • ડ્રાય એઆરએમડીમાં વિટામીન તથા ખનીજોનો આહારમાં સમાવેશ કરવાથી વધુ નુક્શાન થયું અટકી શકે છે.

2     Wet ARMD.

 • VEGF વિરોધી દવાઓના ઈન્જેક્શનથી Wet ARMD ની સારવાર થાય છે.
 • આ દવાઓ દર્દીની આંખના પડદામાં અસામાન્ય રુધિરવાહિનીઓની સંખ્યા ઘટાડવામાં મદદરૂપ હોય છે. તથા રક્તવાહિનીના લીકેજને ધીમો પાડે છે. આ ઈન્જેક્શન દર મહિને જરૂર મુજબ અપાય છે.
 • અમુક પ્રકારના Wet ARMD ની સારવાર લેઝરથી થઈ શકે છે.
 • જો ARMD નાં કારણે દૃષ્ટિ ઓછી થઈ હોય ત્યારે ખાસ સાધનોની મદદથી દર્દી રોજબરોજના કામોને સરળ બનાવી શકાય છે. દર્દી બિલોરીકાચનો ઉપયોગ કરી શકે છે.

લેખક : ડૉ. સોમેશ અગ્રવાલ,વિટ્રો રેટિના સર્જન.

3.1935483871
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top