વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંખોના નંબર્સ

આંખોના નંબર્સ કેવી રીતે ઘટાડશો

જો તમારે ચશ્માના નંબર ખૂબ જ ટૂંકા સમયમાં ઉતારવા હોય તો પછી લેસર આઈ સર્જરી જ કરાવવી રહી. લેસર આઈ સર્જરી નોન ઇન્વેસિવ પ્રોસીજર છે. મોટા ભાગના કેસીસમાં પેશન્ટ સર્જરી બાદ ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સીસ પહેર્યા વિના દૂર દૂર સુધી વસ્તુઓ જોઈ શકે છે. લેસર આઈ સર્જરીથી આંખોના કેટલાક પ્રોબ્લેમ્સનું સહેલાઈથી સોલ્યુશન્સ લાવી શકાય છે

લેસર્સની મદદથી લેન્સ ઇમ્પ્લાન્ટ પણ કરી શકાય છે.

  • વાસ્તવમાં યોગ સમગ્ર શરીર માટે છે. આંખો માટે પણ કેટલાક આસનો કરી શકાય છે. જેનાથી નોર્મલ રીતે આંખોની દૃષ્ટિમાં સુધારો થાય છે. વાસ્તવમાં એનાથી આંખોના મસલ્સ પરથી સ્ટ્રેસ ઘટે છે. .
  • કમ્પ્યૂટર પર કામ કરતી વખતે કે વાચતી વખતે થોડા થોડા સમયના અંતરે બ્રેક લો. એનાથી આઈ મસલ્સ પર સ્ટ્રેસ ઓછો પડશે.
  • કેટલાંક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, બીટા કેરોટિનથી આંખોની દૃષ્ટિમાં સુધારા થાય છે. ગાજરમાં બીટા-કેરોટિનનું પ્રમાણ વધારે હોય છે.
  • જે લોકોને નાની ઉંમરમાં આંખોના વધુ નંબર હોય તેમના માટે વિટામિન એ યુક્ત ફૂડ આશીર્વાદ રૂપ છે. ગાજર અને પાલકમાં વિટામિન એ મળી રહે છે.
  • દિવસમાં બેથી ત્રણ વખત ઠંડા પાણીથી આંખોમાં છાલક મારો. એનાથી તમારી આંખો ફ્રેશ અને રિલેક્સ્ડ રહેશે

અત્યારની લાઇફસ્ટાઇલમાં આંખો પર વધારે સ્ટ્રેસ રહે છે. ન્યૂઝપેપર્સ-બુક્સ-મેગેઝિન્સ વાચવા, ટીવી જોવું, વીડિયો ગેમ્સ રમવી, કમ્પ્યૂટરની સ્ક્રીન્સની સામે કલાકો સુધી કામ કરવું તેમજ સ્માર્ટફોન્સમાં રચ્યાપચ્યા રહેવું. આ બધી એક્ટિવિટીઝની અસર સ્વાભાવિક રીતે આંખો પર થાય છે. જેના લીધે આંખોના નંબર્સની સમસ્યા રહેતી હોય છે. અહીં આપણે આંખોના નંબર્સ ઘટાડવા માટેની રીત જાણીએ.

સ્ત્રોત: નવગુજરાત સમય

3.34482758621
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top