অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

આરએસબીવાય વિશે

શ્રમ અને રોજગાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના (આરએસબીવાય)ની શરૂઆત ગરીબી રેખા નીચે જીવતા (બીપીએલ) કુટુંબને આરોગ્ય વીમો પુરો પાડવા માટે કરવામાં આવેલ છે. આરએસબીવાયનો હેતુ બીપીએલ કુટુંબોને આરોગ્યને લગતી સમસ્યાઓ જેમાં હોસ્પિટલમાં ભરતી થવુ પડે અને તેનાથી ઊભા થતા નાણાંકીય ખર્ચ સામે પહોંચી વળવા રક્ષણ આપવાનો.

આરએસબીવાય અંતર્ગત લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ થવુ પડે તેવી મોટા ભાગની બિમારીઓમાં દર વર્ષે રૂ. 30,000 સુધીનું વળતર મળે છે. સરકારે હોસ્પિટલ્સ માટે પેકેજ નક્કી કર્યા છે જેના આધારે લાભાર્થીઓ આરોગ્ય સુવિધા મેળવી શકે છે. ૧૦૦૦૦ થી વધારે બિમારીઓને પહેલાજ દિવસથી સામેલ કરવામા આવી છે , ઉંમરની કોઇ મર્યાદા નથી. આ યોજનામાં કુટુંબના પાંચ સભ્યો સુધીનો સમાવેશ થાય છે જેમાં ઘરના વડા, સાથીદાર-પત્ની અને ત્રણ આશ્રિતો-બાળકોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ માત્ર રૂ.30 રજિસ્ટ્રેશન ફી ભરવાની રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્પર્ધાત્મક બિડિંગને આધારે રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલ વીમા કંપનીને પ્રિમિયમ આપે છે.

ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે, બિમારી એક ગંભીર સમસ્યા છે જે તેમની આવકને આધારિત નથી હોતી. પરંતુ ઘણાંબધાં કિસ્સાઓમાં તે કુટુંબને દેવાના વિષચક્ર તરફ લઇ જાય છે.

જ્યારે ગરીબ કુટુંબોમાં તબીબી સારવારની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે મોટાભાગે નાણાંકીય સ્રોતોના અભાવના કારણે, રોજગાર ગુમાવવાના ભયને કારણે બિમારીની અવગણવામાં આવે છે આના કારણે તે લાંબા સમય સુધી બિમારીને ખેંચે છે અને તેની અવગણના કરે છે. જો તે જરૂરી આરોગ્ય સેવા મેળવવાનું નક્કી પણ કરે તો, તેમની બચત વપરાઇ જાય છે અથવા તેમની મિલકત વેચવી પડે છે કે તેમના બાળકના શિક્ષણ પરના ખર્ચનો ભોગ લેવાય છે. અને જો કોઇ વૈકલ્પિક ન હોય તો ઘણીવાર તેમને મોટુ દેવુ કરવુ પડે છે.

સારવારને ટાળવામાં બિનજરૂરી હેરાનગતિ થાય છે અને મૃત્યુ પણ થઇ શકે છે. આરોગ્ય વીમા દ્વારા આવી સંકટભરી પરિસ્થિતિને ટાળી શકાય છે જે ઘણાબધા પરિવારોને બિમારી સામે વીમા રક્ષણ આપે છે. જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવમાં આવેલ યોજનાથી લોકો વીમા દ્વારા આરોગ્યની સેવાઓ લઇ શકે છે જેના પરિણામ રૂપે લાંબાગાળે તેમું આરોગ્ય સુધરે છે.

વીમા કંપનીઓ

૨૦૧૬-૨૦૧૭ મા, નીચેની વીમા કંપનીઓએ તેમની સેવાઓ આપી છે.

  • રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ.
  • બજાજ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
  • યુનાઇટેડ ભારત વીમા કંપની લિમિટેડ
  • ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ

યોજનાની લાક્ષણિકતાઓ

આરએસબીવાય યોજના એ ભારત સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા લોકોને આરોગ્ય વીમા સેવા આપવાનો પ્રથમ પ્રયત્ન નથી. પરંતુ અન્ય યોજનાઓ કરતા નીચેની લાક્ષણિકતાઓને કારણે આરએસબીવાય યોજના વિશેષ છેઃ

લાભાર્થીઓનુ સશક્તિકરણ – આરએસબીવાય ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને જાહેર અને ખાનગી હોસ્પિટલ વચ્ચે પસંદગી કરવાનુ સ્વાતંત્ર્ય આપે છે. આ યોજના અંતર્ગત પંજીકરણ થયેલ હોસ્પિટલને સારવારનો ખર્ચ વીમા કંપની દ્વારા મળે છે, જેનાથી તેમની આવક વધે છે.

દરેક ભાગીદારો માટે બિઝનેસ મોડલ – આ યોજના સામાજિક ક્ષેત્રની એવી યોજના છે જેમા દરેક ભાગીદાર માટે આકર્ષણો છે - જેમાંથી એક બિઝનેસ મોડેલ તરીકે તૈયાર કરવામાં આવેલ છે. આ બિઝનેસ મોડેલ એવુ છે જે યોજનાના વ્યાપ વધારવા અને લાંબાગાળે તેના ટકાઉપણા માટે પણ અનુકૂળ છે.

વીમા કંપનીઓ – આરએસબીવાયમાં નોંધાયેલ દરેક કુટુંબ માટે વીમા કંપનીને પ્રિમિયમ ચૂકવવામાં આવે છે. આથી, વીમા કંપનીને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબમાંથી વધુમાં વધુ કુટુંબોનો સમાવેશ કરવાનું પ્રોત્સાહન રહે. આના પરિણામે લક્ષિત લાભાર્થીઓનો વધુને વધુ સમાવેશ કરવામાં આવે છે.

હોસ્પિટલ્સ – આરએસબીવાય અંતર્ગત પંજીકરણ થયેલ હોસ્પિટલોને વીમા કંપની દ્વારા સારવારના બીલની રકમ ચૂકવવામાં આવે છે. આ સુવિધા ખાનગી અને સરકારી દરેક પ્રકારની હોસ્પિટલને મળે છે જેનાથી હોસ્પિટલોને યોજનામાં ભાગ લેવા તેમજ દર્દીની સારવાર માટે પ્રોત્સાહન મળે છે.

મધ્યસ્થીઓ – બીપીએલ કુટુંબોને મદદ કરવામાં જેમની મહત્વની ભૂમિકા છે તેવી સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) અને માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ (એમએફઆઇ)નો મધ્યસ્થીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ મધ્યસ્થીઓ દ્વારા વધુને વધુ લાભાર્થીઓ પાસે ગ્રામ્ય સ્તરે પહોંચી શકાય છે..

સરકાર – પ્રતિ વર્ષ, પ્રતિ કુટુંબ માત્ર લઘુત્તમ ચાર્જ ભરીને, સરકાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પ્રાપ્ય બનાવી શકે છે. આના કારણે જાહેર અને ખાનગી સેવા આપનારાઓ વચ્ચે સ્વસ્થ હરીફાઇ ઊભી થશે અને પરિણામે જાહેર સેવા આપનારાઓની કાર્યપ્રવૃત્તિઓમાં સુધારો થશે.

ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇટી) પ્રોત્સાહન – ભારતભરમાં સૌપ્રથમ વખત સામાજિક ક્ષેત્રની યોજનામાં આટલા મોટાપાયે આઇટી એપ્લિકેશનનો વપરાશ થઇ રહ્યો છે. એટલે સુધી કે લાભાર્થી કુટુંબને બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે જેમાં તેમની ફિંગરપ્રિન્ટ્સ અને ફોટોગ્રાફ પણ હોય છે. આરએસબીવાય અંતર્ગત નિમાયેલ દરેક હોસ્પિટલ પણ આઇટી સક્ષમ હોય છે અને જિલ્લા સ્તરે મૂકવામાં આવેલ સર્વર સાથે જોડાયેલ હોય છે. આના કારણે સમયાંત્તરે સેવાના ઉપયોગની માહિતી સારી રીતે અને ખાતરીપૂર્વક મળી રહી છે.

સલામત અને ભૂલચૂકની તક નહી – બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટકાર્ડ અને કી મેનેજમેન્ટ સિસ્ટમ આ યોજનાને સલામત અને ભૂલચૂક રહિત બનાવે છે. આરએસબીવાયની કી મેનેજમેન્ટ સિસ્ટમ કાર્ડ સાચા લાભાર્થીને પહોંચે તેની ખાતરી કરે છે અને તેના દ્વારા સ્માર્ટકાર્ડની ફાળવણી અને વપરાશ બાબતે જવાબદાર રહે છે. બાયોમેટ્રિક એનેબલ્ડ સ્માર્ટ કાર્ડથી માત્ર સાચા લાભાર્થી એનો ઉપયોગ કરે તેની ખાતરી કરવામાં આવે છે.

સુવાહ્યતા (પોર્ટેબિલીટી) – આરએસબીવાયની મુખ્ય લાક્ષણિકતા એ છે કે લાભાર્થી જેણે કોઇ એક જિલ્લામાંથી નોંધણી કરી હોય તે ભારતભરમાં આરએસબીવાય યોજના અંતર્ગત નિમાયેલ હોસ્પિટલમાં પોતાનું સ્માર્ટકાર્ડ વાપરી શકશે. આ લાક્ષણિકતા યોજનાને તદ્દન અલાયદી અને વિશેષ બનાવે છે. કારણકે ગરીબી કુટુંબો એક સ્થળેથી બીજા સ્થળે રોજગાર માટે સ્થળાંત્તર કરતા હોય છે. કાર્ડને એવી રીતે પણ વહેંચવામાં આવે છે જેથી સ્થળાંત્તરિત કામદારો તેમની સાથે પોતાના પુરતુ કવરેજ પોતાની સાથે રાખી શકે.

કેશ લેસ (રોકડ વગર) અને પેપર લેસ (કાગળ વગર) વ્યવહાર – આરએસબીવાયના લાભાર્થીને કોઇપણ નિમાયેલ હોસ્પિટલ્સમાં રોકડ રકમ વગર લાભ મળી શકે છે. તેણે માત્ર પોતાનુ સ્માર્ટકાર્ડ સાથે રાખવાનુ રહે છે અને તેના ફિંગર પ્રિન્ટ્સ (આંગળીના નિશાન) દ્વારા તેની ખાતરી આપવાની રહે છે. ભાગીદાર હોસ્પિટલો માટે પણ આ કાગળ રહિત યોજના છે કારણ કે તેમણે વીમા કંપનીને સારવાર સંબંધિત કાગળો મોકલવાના રહેતા નથી. તેમણે વીમા કંપનીને ઓનલાઇન ક્લેમ (દાવો) કરવાનો રહે છે અને તેમને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા ચૂકવણુ કરવામાં આવે છે.

સઘન દેખરેખ અને મૂલ્યાંકન – આરએસબીવાય એક સઘન દેખરેખ અને મૂલ્યાંકન વ્યવસ્થા તરીકે ઊભરી રહી છે. ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ વિગતવાર એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે તેનાથી ભારતભરમાં થતાં વ્યવહારોની માહિતી મેળવી શકાય અને સમયાંત્તરે મૂલ્યાંકન સાથે રિપોર્ટ પણ મેળવી શકાય. સરકાર દ્વારા એકત્ર કરવામાં આવેલ પ્રાથમિક માહતી અને જેને જાહેર કરવામાં આવી હોય તે માહિતીથી યોજનામાં મધ્યમગાળાની સુધારણા કરવામાં મદદ મળશે. માહિતી અને રિપોર્ટના વિતરણ દ્વારા વીમા કંપનીઓનો ટેન્ડરની પ્રક્રિયાને વધુ હરીફાઇયુક્ત બનાવવામાં યોગદાન મળશે.

પદ્ધતિ

આરએસબીવાયમાં જટિલ અને એકબીજા આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓને અહીં એક ફ્લો-ચાર્ટના સ્વરૂપે દર્શાવવામાં આવી છે. મુખ્ય પ્રવૃત્તિઓ નીચે મુજબ છેઃ

આરએસબીવાયનું ધિરાણ - આરએસબીવાય એ ભારતના ગરીબી રેખા નીચે જીવતા પરિવારો માટેની સરકાર દ્વારા ધિરાણ કરવામાં આવેલ યોજના છે. મોટાભાગનુ ધિરાણ, લગભગ 75 ટકા ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યારે બાકીનુ ધિરાણ જે-તે રાજ્ય દ્વારા કરવામાં આવે છે. ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ અને કશ્મીર માટે ભારત સરકાર 90 ટકા ધિરાણ આપે છે અને તે રાજ્યોની સરકારે પ્રિમિયમના 10 ટકા આપવાના રહે છે. લાભાર્થીને રૂ. 30 રજિસ્ટ્રેશન ફી તરીકે ભરવાના રહે છે. આ રકમનો ઉપયોગ યોજના અંતર્ગત વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે.

વીમા કંપનીની પસંદગી - રાજ્ય સરકાર હરીફાઇયુક્ત જાહેર બિડિંગ પ્રક્રિયા દ્વારા જાહેર કે ખાનગી વીમા કંપની, જેની પાસે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી (આઇઆરડીએ) દ્વારા આરોગ્ય વીમો આપવાનું લાઇસન્સ હોય કે સેન્ટ્રલ લેજિસ્લેશન દ્વારા એનેબલ્ડ હોય તેની નિમણૂંક કરે છે. આપવામાં આવેલ તકનીકી બિડમાં ભારત સરકારની જરૂરિયાત મુજબ દરેક માહિતી આપવામાં આવે તે ફરજિયાત છે. તકનીકી રીતે જે દરેક બિડ માન્ય થાય તે નાણાંકીય મૂલ્યાંકનના તબક્કે પહોંચે છે. પછી જે વીમા કંપનીએ લઘુત્તમ બિડ ભર્યુ હશે તેની જેતે રાજ્યના એક જિલ્લા કે એકથી વધુ જિલ્લા માટે આરોગ્ય વીમા સેવા આપવા પસંદગી કરવામાં આવશે. નાણાંકીય બિડ દરેક કુટુંબ દીઠ વાર્ષિક પ્રિમિયમ હોય છે. વીમા કંપનીએ ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લાભને કેશ લેસ સગવડ સાથે આપવા સંમંત થવુ પડે અને તે માટે સ્માર્ટ કાર્ડનો વપરાશ કરવો પડે જેમાં કેટલીક વિશેષતાઓ છે જે દરેક કાર્ડ મેળવનાર સભ્યને આપવી પડે.

આરોગ્ય સેવા આપનારાઓની નિમણૂંક - પસંદ કરાયેલ વીમા કંપનીએ પ્રોજેક્ટ અંતર્ગત બંને જાહેર અને ખાનગી આરોગ્ય સેવા આપનારાઓની જિલ્લાઓની નજીકમાં નિમણૂંક કરવાની રહેશે.

હોસ્પિટલ્સની નિમણૂંક નક્કી કરેલ ધોરણો મુજબ કરવામાં આવે છે. વીમા કંપનીને જેવો કોન્ટ્રાક્ટ મળે તે સાથેજ હોસ્પિટલની નિમણૂંક શરૂ કરી દેવી જોઇએ અને તે લાભાર્થીઓની નોંધણીની સાથેસાથે પણ થઇ શકે છે. વીમા કંપનીએ જિલ્લામાં પુરતી હોસ્પિટલ્સની નિમણૂંક કરવી જોઇએ જેથી લાભાર્થીઓને આરોગ્ય સેવા માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. જાહેર હોસ્પિટલ્સની નિમણૂંક માટે, વીમા કંપનીએ જેતે રાજ્યના આરોગ્ય વિભાગનો સંપર્ક કરી તેમની સાથે સંકલન કરવુ જોઇએ.

આ નિમાયેલ હોસ્પિટલ્સે સ્માર્ટકાર્ડ દ્વારા વ્યવહાર થઇ શકે તે માટે જરૂરી હાર્ડવેર અને સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવવા જોઇએ. તેમણે આરએસબીવાય માટે એક અલાયદા ડેસ્ક, તાલીમ પામેલ કર્મચારી સાથે ફાળવવુ જોઇએ. હોસ્પિટલની યાદીમાં બંને જાહેર અને ખાનગી હોસ્પિટલ્સ જે ભાગ લેવા તૈયાર હોય તેનું નામ હોવુ જોઇએ. વીમા કંપનીએ આરએસબીવાયમાં નિમાયેલ હોસ્પિટલ્સની યાદી લાભાર્થીઓને તેમની નોંધણી સમયે આપવી જ જોઇએ. જેમજેમ વધુને વધુ હોસ્પિટલ્સની નિમણૂંક થતી જાય તેમતેમ સમયાંત્તરે આ લિસ્ટ સુધારતા રહેવુ જોઇએ. જ્યારે નિમણૂંક થતી હોય ત્યારે રાષ્ટ્રીય રીતે યુનિક ઓળખ નંબર આપવામાં આવશે જેથી દરેક હોસ્પિટલને ટ્રેક કરી શકાય.

આરએસબીવાય યુનિયન આયોજન પંચ દ્વારા દરેક રાજ્ય માટે આપેલ જિલ્લાવાર ગરીબી રેખા નીચે જીવતા કુટુંબનોની મહત્તમ સંખ્યા સુધી નોંધણી કરાયેલ કુટુંબોને આરોગ્ય વીમો આપે છે. રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માળખા મુજબ બીપીએલની માહિતી ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં તૈયાર કરીને આપવાની રહેશે. આ ફોર્મેટમાં કુટુંબના દરેક સભ્યોની માહિતી નામ, ઘરના વડા તરીકે પિતા કે પતિનું નામ, ઉંમર, લિંગ અને કુટુંબના વડા સાથેનો વ્યક્તિનો સંબંધનો સમાવેશ થાય છે. જેતે રાજ્ય સરકારે તેમની પાસેની બીપીએલ માહિતીને આ ફોર્મેટમાં જિલ્લાવાર તૈયાર કરવાની રહેશે અને ભારત સરકારને આ ડેટા મોકલવાનો રહેશે જેના દ્વારા સ્ટાન્ડર્ડ ફોર્મેટ સાથે આ ડેટાની સુસુંગતતાની ચકાસણી કરવામાં આવશે. જોકે, બીપીએલ યાદીની સચોટતા માટે માત્ર રાજ્ય સરકાર જ જવાબદાર રહેશે. યોજનાને જિલ્લા સ્તરે અમલી બનાવવા માટે નક્કી કરેલ ફોર્મેટ મુજબ બીપીએલ યાદી તૈયાર કરવી જરૂરી છે.

લાભાર્થીઓની નોંધણી - પહેલેથી નક્કી કરેલ માહિતી ફોર્મેટ મુજબ બીપીએલ કુટુંબોની ઇલેક્ટ્રિક યાદી વીમા કંપનીને આપવામાં આવશે. ગામ મુજબ નોંધણીની અનુસૂચિ, તારીખ સાથે વીમા કંપની દ્વારા જિલ્લા સ્તરના અધિકારીઓની મદદથી તૈયાર કરવામાં આવી છે. અનુસૂચિ મુજબ, દરેક ગામમાં નોંધણી સ્થળે અને અન્ય મહત્વના સ્થળોએ બીપીએલ યાદી લગાવવામાં આવે છે અને ગામમાં નોંધણીની તારીખ અને સ્થળની અગાઉથી જાહેરાત કરવામાં આવે છે. દરેક ગામમાં સ્થાનિક કેન્દ્રો પર મોબાઇલ નોંધણી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે (ઉદા. જાહેર શાળાઓ). આ કેન્દ્રો વીમા કંપની દ્વારા નોંધણી કરવામાં આવતા કુટુંબના સભ્યોની બાયોમેટ્રિક માહિતી (ફિંગર પ્રિન્ટ્સ) અને ફોટોગ્રાફ લેવા તથા તેમને ફોટો સાથે સ્માર્ટકાર્ડ પ્રિન્ટ કરવા માટે સજ્જ હશે. લાભાર્થી જ્યારે રૂ. 30 ફી ભરે ત્યારેજ તેને સ્માર્ટ કાર્ડ, સાથે યોજનાની માહિતી અને હોસ્પિટલની યાદી ધરાવતી માહિતી પત્રિકા આપવી. આ પ્રક્રિયા સામાન્ય રીતે દસ મિનિટથી પણ ઓછો સમય લે છે. કાર્ડને પ્લાસ્ટિકના કવરમાં આપવામાં આવે છે.

સરકારી અધિકારી (ફિલ્ડ કી ઓફિસર - એફકેઓ)- ની હાજરી જરૂરી છે અને તેણે પોતાનુ કાર્ડ નાખીને, જે તેને સરકાર દ્વારા આપવામાં આવ્યુ હોય, નોંધણીની કાયદેસરતા ચકાસવી. (આ રીતે, જેતે રાજ્ય સરકારના અધિકારી દ્વારા દરેક નોંધણી પામનારનો ટ્રેક રાખી શકાશે). વધુમાં એફકેઓ ઉપરાંત, વીમા કંપની કે સ્માર્ટકાર્ડ એજન્સીના પ્રતિનિધિની હાજરી પણ ફરજિયાત છે. નોંધણીના દરેક દિવસના અંતે, જેને સ્માર્ટકાર્ડ આપવામાં આવ્યા હોય તે કુટુંબની યાદી રાજ્યની નોડલ એજન્સીને મોકલવુ. નોંધણી થયેલ કુટુંબની આ યાદી કેન્દ્રીય સ્તરે રાખવામાં આવે છે અને આ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારોને નાણાંની ટ્રાન્સફર કરવાનો પાયો છે.

સ્માર્ટકાર્ડની સવાહ્યતા (પોર્ટેબિલીટી) - સ્માર્ટકાર્ડ મળે અને પોલિસી શરૂ થાય ત્યારથીજ લાભાર્થી ભારતભરમાં આરએસબીવાયમાં નિમાયેલ કોઇપણ હોસ્પિટલની સેવા લઇ શકે છે.આરએસબીવાય અંતર્ગત નિમાયેલ કોઇપણ વીમા કંપની દ્વારા કોઇપણ હોસ્પિટલ લાભાર્થીની કેશ લેસ સારવાર કરશે.

લાભાર્થીઓ દ્વારા સેવાઓનો ઉપયોગ - જ્યારે સભ્ય હોસ્પિટલની મુલાકાત લે ત્યારે વ્યવહાર (ટ્રાન્સેક્શન) પ્રક્રિયા શરૂ થાય છે. હોસ્પિટલ પહોંચ્યા પછી, લાભાર્થી હોસ્પિટલના આરએસબીવાય હેલ્પ ડેસ્કની મુલાકાત લેશે જ્યાં તેના સ્માર્ટકાર્ડ પર સ્ટોર કરલે ફોટોગ્રાફ અને ફિંગર પ્રિન્ટ દ્વારા તેની ઓળખની ખાતરી કરવામાં આવશે.

જો નિદાન પછી હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે તો, હેલ્પ ડેસ્ક પરના મદદનીશ એ ચકાસણી કરશે કે તે પ્રક્રિયા પહેલેથી નક્કી કરેલ પેકેજની યાદીમાં છે કે નહી. જો પ્રક્રિયા યાદીમાં હશે તો, તો મેનુમાંથી યોગ્ય નક્કી કરેલ પેકેજની પસંદગી કરવામાં આવશે. જો પ્રક્રિયા પેકેજની યાદીમાં નહી હોય તો, હેલ્પ ડેસ્ક મદદનીશ વીમા કંપની સાથે તે પ્રક્રિયાની કિંમત માટે ચકાસણી કરશે. લાભાર્થીને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે, ફરીથી કાર્ડને સ્વાઇપ કરવામાં આવશે, ફિંગર પ્રિન્ટ વેરિફિકેશન અને કાર્ડમાં પ્રાપ્ય રકમમાંથી પ્રક્રિયા માટે પહેલેથી નક્કી કરેલ રકમ બાદ કરવામાં આવશે. લાભાર્થીને હોસ્પિટલમાંથી રજા લેતી સમયે હોસ્પિટલ રૂ. 100 વાહનવ્યવહાર ખર્ચ તરીકે આપશે. જોકે, કુલ વાહન વ્યવહાર સહાય વર્ષ દીઠ રૂ. 1000થી વધુ થઇ ન શકે અને તે રૂ. 30,000ના સમાવેશનો ભાગ છે. લાભાર્થીને વાહન વ્યવહાર મદદ મેળવવા માટે કોઇ પુરાવાની જરૂર પડશે નહી.

ક્લેમ સેટલમેન્ટ (પતાવટ) - દર્દીને સેવા આપ્યા પછી, હોસ્પિટલે વીમા કંપની / થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરને ઇલેક્ટ્રોનિક રિપોર્ટ મોકલવાનો રહેશે. વીમા કંપની / થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર રેકોર્ડની ચકાસણી કર્યા પછી હોસ્પિટલ અને વીમા કંપની દ્વારા નક્કી કરેલ સમયગાળામાં હોસ્પિટલને ચુકવણુ કરશે.

મૂલ્યાંકન અને દેખરેખ - દરેક સ્થળે દરેક હોસ્પિટલમાં દૈનિક રીતે જેટલા પણ ટ્રાન્સેક્શન થાય છે તેની માહિતી જિલ્લાના સર્વર પર મોકલવામાં આવે છે. વીમા કંપની અને સરકાર માટે પહેલેથી નક્કી કરેલ અલાયદા કોષ્ટક તૈયાર કરવામાં આવે છે. આનાથી વીમા કંપનીને ક્લેમ ટ્રેક કરવામાં, હોસ્પિટલને નાણાં ટ્રાન્સફર કરવામાં અને ઓન-સાઇટ ઓડિટ દ્વારા કોઇ શંકાસ્પદ ક્લેમ લાગે તો તેમાં તપાસ કરવામાં મદદ મળે છે.

સ્માર્ટકાર્ડ પ્રક્રિયા

કાર્ડ કેવી રીતે મેળવવુ


કાર્ડ કેવી રીતે વાપરવુ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • બધાં ક્લેમ કેશ લેસ હોવા જોઇએ
  • નેટવર્કની હોસ્પિટલ દર્દીને દાખલ કરશે અને વીમા કંપની કે થર્ડ પાર્ટી એજન્સીને કેશ લેસ મંજૂરી માટે ફેક્સ કે ઇમેઇલ કરશે
  • વીમા કંપની કે થર્ડ પાર્ટી એજન્સી નોંધણી નંબરને આધારે કેશ લેસ સારવારને મંજૂર કરશે
  • સભ્યને કોઇપણ ચાર્જ વગર નેટવર્ક હોસ્પિટલ સારવાર આપશે
  • મોટાભાગની બધી પ્રક્રિયાઓ માટે સારવારના દર નક્કી હોય છે
  • કુટુંબના સભ્યોને સરકાર તરફથી રૂ. 30,000 વાર્ષિક તબીબી ખર્ચ સુધી લાભ મળી શકે છે
  • યોજનામાં કુટુંબના પાંચ સભ્યો સુધી કવરેજ મળે છે. ઉદા. પોતે, સાથીદાર અને 3 બાળકો અથવા વાલી સુધી
  • હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય તે કિસ્સામાં રૂ. 100 સુધીનો વાહન વ્યવહાર ખર્ચ પણ આપવામાં આવે છે.

અનુક્રમ

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)  

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે.

યોજના અંતર્ગત સહાય/લાભ

૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.

સ્ત્રોત: રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બિમા યોજના

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate