অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ સખા યોજના

બાળ સખા યોજના

અ.નં.

વિગતો

યોજનાનું નામ/પ્રકાર

બાળ સખા યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તથા વાર્ષિક રૂા.ર.૦૦ લાખની વાર્ષિક આવક ધરાવતાં ‘‘નીયોમીડલ કલાસ’’ કુટુંબના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.

યોજના અંતર્ગત સહાય/લાભ

આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે.

બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ ચૂકવી આપશે

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ.

યોજનાનો લાભ કયાંથી મળશે.

જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં

ચિરંજીવી યોજનાની અનોખી સફળતાથી પ્રેરાઈને ગુજરાત રાજ્ય સરકારે બાળ સખા યોજનાની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત ચિરંજીવી યોજના અંતર્ગત જન્મેલાં નવજાત શિશુઓની એક માસ સુધીની તમામ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. નવજાત શિશુને 48 કલાકમાં બે વખત બાળ રોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવે છે, અને જો ઘનિષ્ઠ સારવારની જરૂર પડે તો તેને ઘનિષ્ઠ સારવાર વિભાગમાં ( પેટીમાં રાખીને ) વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત નવજાત શિશુને દવા, લેબોરેટરી અને અન્ય તમામ મેડીકલ સેવાઓ એક માસની ઉંમર સુધી વિના મૂલ્યે મળી રહે છે. જન્મ સમયે બીસીજી અને પોલિયોની રસી પણ આ યોજના અંતર્ગત લાભાર્થી બળકને વિના મૂલ્યે આપવામાં આવે છે.

અલકા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલ બાળ સખા યોજના સાથે શરૂઆતથી જ સેવાઓ આપી રહી છે. ગુજરાત સરકારના બાળ મરણને નાથવાના આ ભગીરથ પ્રયાસમાં ભાગીદારીથી સંસ્થાને ગૌરવ છે.

બાલ સખા બાળ મૃત્‍યુ દર અટકાવવા માટે બાલ સખા યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત નવજાત શિશુને બાળરોગ નિષ્‍ણાત પાસે મફત સારવાર મળી રહે તે માટે જીલ્લાના ૪ ખાનગી બાળરોગ નિષ્‍ણાંત સાથે કરાર કરી રોગ નિષ્‍ણાંત પાસે માન્‍ય કરવામાં આવેલ રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૧૪-૧૫ દરમ્‍યાન ૯૧૦ બાળકોને વિનામુલ્‍યે સારવાર આપવામાં આવેલ છે. તેમજ રૂ.૩૩૫૪૯૦૦ (આર.સી.એચ.) અર્ચ થયેલ છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્‍યાન ઓગષ્‍ટ-૧૫ અંતીત ૨૩૩ બાળકોને વિનામુલ્‍યે સારવાર આપવામાં આવેલ છે. તેમજ રૂ.૫૪૦૦૦ (આર.સી.એચ.) ખર્ચ થયેલ છે.(૨૩.૫)

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate