અ.નં. |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ/પ્રકાર |
ચિરંજીવી યોજના |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ |
આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. |
૩ |
યોજના અંતર્ગત સહાય/લાભ |
આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે. ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે. |
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ્તાવેજ જેવા કે બી.પી.એલ. કાર્ડની નકલ અથવા આવકનો દાખલો મુકવાનો થાય છે. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં. |
યોજનાની રૂપરેખા :
માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે “ચિરંજીવી” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.
૧. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની હોય
૧. આમાં લાભાર્થીને રૂ. ૨૦૦/- પ્રસુતિના ટ્રાંસ્પોટેશન માટે તેમજ રૂ. ૫૦/- પ્રસુતા
સાથે આવનાંર દાયણ અથવા સહાયક માટે છે.
૧. રાશન કાર્ડ ની નકલ
૨. બી.પી.એલ. હોવા અંગેનો પુરાવો
૩. સુવર્ણ જયંતિ કાર્ડ
સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો સંર્પક સાધવો.
અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.
|
||||||||||||||||||
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020
ચિરંજીવી યોજના વિશેની માહિતી