હોમ પેજ / આરોગ્ય / નીતિઓ અને યોજનાઓ / કસ્તુરબા પોષણ સહાય યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કસ્તુરબા પોષણ સહાય યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના વિષે માહિતી આપેલ છે

”


આ વિડિયોમા સર્ગભાવસ્થામાં પોષણ વિષે જરૂરી માહિતી આપવામાં આવી છે

અનુ

વિગતો

યોજનાનું નામ / પ્રકાર

કસ્તુરબા પોષણ સહાય યોજના

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ.

ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા.૬૦૦૦/- ની નકકી કરેલ રકમ ત્રણ તબકકામાં એટલે કે પ્રતિ તબકકે રૂા.૨૦૦૦- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે.

જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના (IGMSY) લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને  જ આ યોજનાનો લાભ મળશે.

યોજના અંતર્ગત સહાય /લાભ

  1. સગર્ભાવસ્થામાં પ્રથમ છમાસમાં આંગણવાડી ખાતે મમતાદિવસમાં સગર્ભાવસ્થાની નોંધણી કરાવવાથી રૂા.૨,૦૦૦/- ની સહાય.
  2. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય.
  3. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્‍યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય..  આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ

  1. લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્‍થાના પ્રથમ છમાસનાં ગાળામાંએફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે.
  2. ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
  3. ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી  સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે.

યોજનાનો લાભ કયાંથી મળશે.

નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં/ પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

 

2.98701298701
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
પ્રતાપભાઈ Feb 05, 2018 11:43 AM

સર્ગભા ને મળતી સહાય ૬૦૦૦ રૂપિયા હજી સુધી અમને મળ્યા નથી બાળક પણ હવે સાત મહિનાનું થઈ ગયુ પણ કોઈ સહાય મળી નથી તમામ ડોક્યુમેન્ટ આપ્યા હોવા સતા પણ કોઈ જવાબ મળતો નથી

Iswar Dec 31, 2017 02:45 PM

આ યોજના વિશે કઈ મહિલા(Apl-Bpl), કેટલામી ડિલેવરી સુધી, કયાંથી ફોમ લેવાનું અને અરજી કયા કરવાની પુરી માહિતી આપવા આપશ્રીને નમ્ર વિનંતી છે.......

પાંડોર જશુલાબેન મહેશભાઈ Dec 22, 2017 11:18 AM

આ યોજના અગે કહેવુ છે કે અમારા બીજી સુવાવડ 2016થઈ પણ આજ િદન સુધી કોઈ કસતુરબા પોષણ સહાય મળેલ નથી

Laljibhai Dec 01, 2017 06:45 PM

આ યોજના અમલમાં મૂકવામાં આવી છે પણ તેનો લાભ મળતો નથી

સુનિલ ભાઈ દયાલજી ભાઈ ચૌહાણ Sep 24, 2017 11:38 AM

સરકાર ની આ યોજના સાપસીડી ની રમત જેવી છે એટલે
ગરીબ ભારતવાસીઓ ને યોજના નો લાભ લેવા કરતા મજુરી કરવામાં બરાબર ધ્યાન આપવુ એટલે યોજના ના 6000 રૂ.કરતા ડબલ ફાયદો એટલે 12000 રૂ. નો ચોક્કસ ફાયદો થાશે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top