હોમ પેજ / આરોગ્ય / માનસિક આરોગ્ય / સ્કિઝોફ્રેનિઆ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્કિઝોફ્રેનિઆ

સ્કિઝોફ્રેનિઆ વિષે માહિતી

સ્કિઝોફ્રેનિઆ શું છે?

તે મગજની એક અવ્યવસ્થા છે કે જે વ્યક્તિના વર્તન, વિચાર કરવાની અને દુનિયાને જોવાની રીત ને અસર પહોંચાડે છે. સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિની વાસ્તવિકતાને જાણવાની શકિતને બદલી નાખે છે, મોટાભાગે તે વાસ્તવિકતા સાથેનો સંપર્ક છોડી દે છે. તેઓ જે હોય ના હોય તેવી વસ્તુઓ જુએ છે અને સાંભળે છે, વિચિત્ર રીતે અથવા મુંઝવણભરેલ રીતે બોલે છે, તેવું માને છે કે બીજા લોકો તેને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, અથવા તેવું અનુભવે છે કે તેના પર સતત દેખરેખ રાખવામાં આવે છે. આવી વાસ્તવિકતા અને કાલ્પનિક બાબતો વચ્ચેની અસ્પષ્ટ ભેદરેખા સાથે, સ્કિઝોફ્રેનિઆ રોજીંદા જીવનની પ્રવૃત્તિઓને મુશ્કેલ બનાવી દે છે અને ડરાવે પણ છે. તેના પ્રતિભાવરૂપે સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિ બહારની દુનિયા સાથેના સંબંધો તોડી નાખે છે અથવા મુંઝવણ ભરેલ રીતે અને ડર લાગે તે રીતે વર્તે છે.

તથ્યો:

 • વિશ્વભરમાં ૨૪૦ લાખ લોકો સ્કિઝોફ્રેનિઆથી અસર પામેલ છે.
 • સારવાર ન મેળવનારમાંના ૯૦% લોકો વિકાસશીલ દેશોમાંથી છે.
 • સ્કિઝોફ્રેનિઆની સારવાર થઇ શકે તેમ છે, સારવાર શરૂઆતના તબક્કામાં વધારે અસરકારક નિવડે છે.
 • સ્કિઝોફ્રેનિઆ પુરૂષ અને મહિલાઓને સમાન રીતે અસર કરે છે.
 • તે વિશ્વભરના તમામ માનવવંશના જુથોમાં સરખા પ્રમાણમાં થાય છે.
 • સ્કિઝોફ્રેનિઆના મોટાભાગના કિસ્સાઓ પુખ્તવયના થવાની શરૂઆતમાં જોવા મળે છે.
 • પુરૂષોમાં હુમલો આવવાની સરેરાશ વય ૨૫ની છે. મહિલાઓમાં સરેરાશ ૩૦ની આસપાસની વયમાં વિશિષ્ટ હુમલો જોવા મળે છે. તેમ છતાં, સ્કિઝોફ્રેનિઆ વચગાળી ઉમરમાં અથવા ત્યારબાદ પણ પ્રથમ વખત જોવા મળે છે.
 • અપવાદ કિસ્સામાં, સ્કિઝોફ્રેનિઆ નાના બાળકોને અથવા કિશોરાવસ્થામાં જોવા મળે છે.
 • જેટલો વહેલો સ્કિઝોફ્રેનિઆ જોવા મળે તેટલો તે વધારે તીવ્ર હોય છે.
 • યુવાવસ્થાની શરૂઆતમાં સ્કિઝોફ્રેનિઆનું નિદાન કરવું પણ મુશ્કેલ છે કારણ કે, પહેલા લક્ષણમાં મિત્રોમાં બદલાવ જોવા મળે છે, અભ્યાસના ગુણોમાં ઘટાડો જોવા મળે છે, ઊંઘવામાં મુશ્કેલીઓ અને ચિડિયાપણું કે જે યુવાવસ્થામાં સામાન્યરીતે જોવા મળતા વર્તનો છે.
 • સ્કિઝોફ્રેનિઆ મહિલાઓ કરતા પુરૂષોમાં વધારે તીવ્ર બની શકે છે. સ્કિઝોફ્રેનિઆ ધરાવનારા વ્યક્તિઓમાંના ૫૦% કરતા વધારે લોકોને યોગ્ય સારવાર મળતી નથી.
 • સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર લોકોની સંભાળ સમુદાય કક્ષા પર પ્રવૃત્ત પરિવાર અને સમુદાયની સામેલગીરી વડે આપવામાં આવે છે.
 • જેટલી વહેલી સારવાર શરૂ કરવામાં આવે તેટલી વધારે અસરકારક તે બને છે. તેમ છતા, તીવ્ર સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર લોકોને સારવાર મળતી નથી કે જે તેની તીવ્રતામાં વધારો કરે છે.

સ્કિઝોફ્રેનિઆ તીવ્ર માનસિક બીમારી હોવા છતા મદદ પ્રાપ્ય છે. સહાય, દવાઓ અને થેરાપી વડે સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર ઘણા લોકો સ્વતંત્ર રીતે કાર્ય કરતા અને સંતોષજનક જીવન જીવતા થયા છે. તેમ છતાં, જ્યારે સ્કિઝોફ્રેનિઆનું નિદાન અને તાત્કાલિક સારવાર કરવામાં આવે ત્યારે બહારી દેખાવ ઉત્તમ હોય છે. જો તમે સ્કિઝોફ્રેનિઆના લક્ષણો અને ચિન્હોને ઓળખી લો અને જરા પણ મોડું કર્યા વિના મદદ મેળવો તો તમે અથવા તમારા પ્રિયજન પ્રાપ્ય ઘણી સારવારોનો લાભ મેળવી શકે અને સાજા થવાની શક્યતાઓ વધી જાય છે.

પરંતુ મોટાભાગના કિસ્સાઓમા તે ધીરે ધીરે ઓળખી ના શકાય તેવા ઝીણા ચેતવણી સમાન ચિન્હોથી શરૂ થાય છે અને ક્રમશઃ પ્રથમ તીવ્ર ઍપિસોડ (હુમલા) પહેલા કાર્યશૈલીમાં ઘટાડો આવે છે.

સ્કિઝોફ્રેનિઆના સૌથી વધારે સામાન્ય રીતે જોવા મળતા ચિન્હોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

 • સામજિક સંબંધો ત્યજી દેવા
 • શત્રુતા અથવા વહેમી
 • વ્યક્તિગત સ્વચ્છતામાં બગાડ
 • તાકીને કે ભાવવિના સીધા જ જોવું
 • બિનજરૂરી હાસ્ય અથવા રુદન
 • ઉદાસીનતા
 • વિચિત્ર અથવા અસંગત વિધાનો
 • શબ્દોનો વિચિત્ર ઉપયોગ અથવા બોલવાની વિચિત્ર રીત
 • ઊંઘ ના આવવી
 • પોતાની જાત સાથે વાત કરવી અથવા પોતાની જાત સાથે જ હસવુ
નોંધઃ આ ચેતવણી સમાન ચિન્હો સંખ્યાબંધ સમસ્યાઓને કારણે થઇ શકે – માત્ર સ્કિઝોફ્રેનિઆમાં જ થાય તેવુ નથી – પરંતુ તેઓ ચિંતાનો વિષય છે. જો સામાન્ય વર્તનથી તમારા જીવનમાં અથવા તમારા પ્રિયજનોના જીવનમાં સમસ્યાઓ ઉદભવતી હોય તો, તબીબી સલાય મેળવો. જો સ્કિઝોફ્રેનિઆ હોય કે પછી કોઇપણ અન્ય માનસિક સમસ્યા હોય સારવારથી મદદ મળશે.

સ્કિઝોફ્રેનિઆ લગતા કારણો

સ્કિઝોફ્રેનિઆના કારણો પૂર્ણ રીતે જાણી શકાયેલા નથી. તેમ છતાં, તેવું જોવા મળે છે કે સ્કિઝોફ્રેનિઆ સામાન્ય રીતે આનુવંશિક અને વાતાવરણલક્ષીત પરિબળો વચ્ચેની ગુંચવણભરેલ ક્રિયાપ્રતિક્રિયાના પરીણામે ઉદભવે છે.

આનુવંશિક કારણો

સ્કિઝોફ્રેનિઆમાં વારસાગત ઘટક ખૂબજ મજબૂત હોય છે. સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિની સાથે સૌથી નજીકનો સંબંધ ધરાવનાર લોકો (માતાપિતા અથવા બાળકો)માં આ બિમારી થવાનું ૧૦% જોખમ રહે છે જ્યારે સામાન્ય લોકોમાં તેનુ પ્રમાણ ૧ ટકા જેટલુ છે.

પરંતુ સ્કિઝોફ્રેનિઆ આનુવંશિક ઘટક દ્વારા અસર પામે છે પરંતુ આથી નક્કી થતો નથી. જ્યારે પરિવારમાં કોઇને સ્કિઝોફ્રેનિઆ હોય લગભગ સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર લોકોમાં ૬૦% લોકોમાં પરિવારના સભ્યોમાં તે હોતો નથી. વધારામાં, જે લોકોને આનુવંશિક રીતે સ્કિઝોફ્રેનિઆ થવાની સંભાવના ધરાવનાર લોકોમાં હમેંશા બિમારી થતી નથી જે બતાવે છે કે જીવવિજ્ઞાનનીરીતે તે નશીબ નથી.

વાતાવરણ આધારિત કારણો

જોડકા અને દત્તક લેવાના અભ્યાસો તેવું સૂચન કરે છે કે વારસાગત જનીનો વ્યક્તિને સ્કિઝોફ્રેનિઆ થવાના જોખમને વધારે છે અને ત્યારબાદ વાતાવરણ આધારિત લક્ષણો તેના જોખમના પરીબળો બિમારી વધારવાનું કામ ઝડપી કરે છે.

તણાવની ખૂબ જ તીવ્ર માત્રા સ્કિઝોફ્રેનિઆમાં શરીરમાં કોર્ટીસોલ જનીનોનો વધારો કરીને તેને વેગ આપનાર માનવામાં આવે છે.

અભ્યાસોમાં અમુક પ્રકારના તણાવો જેમાં વાતાવરણ આધારિત પરિબળો પણ છે કે જે સ્કિઝોફ્રેનિઆ માટે જવાબદાર છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

 • ગર્ભાવસ્થા દરમ્યાન વિષાણુજન્ય ચેપ લાગવો
 • જન્મ સમયે ઓક્સિજનનું ઓછુ પ્રમાણ (સમય પહેલા જન્મ થવાને કારણે અથવા જન્મ થવામાં મોડુ થવાના કારણે)
 • બાલ્યાવસ્થા દરમ્યાન વિષાણુજન્ય ચેપ લાગવો
 • માતા અથવા પિતાને વહેલા ગુમાવવા અથવા તેનાથી વિખૂટા પડવુ
 • બાળપણમાં શારીરિક અથવા જાતિય શોષણ

અસામાન્ય મગજનુ માળખુ

અસામાન્ય રીતે મગજના રસાયણો (કેમેસ્ટ્રી) જેમકે ‘ડોપામાઇન ઇમબેલેન્સ’ અને મગજના માળખામાં અસાધારણતા પણ સ્કિઝોફ્રેનિઆમાં અગત્યની ભૂમિકા ભજવે છે. મગજમાં વધારે પડતી પોલી જગ્યા અને આગળના ભાગમાં (‘ફ્રન્ટલ લોબ’) અસાધારણ રીતે ઓછી પ્રવૃત્તિ, આયોજન, તર્ક અને નિર્ણય લેવા માટે જવાબદાર મગજના ભાગોમાં અસાધારણતાના પુરાવા છે.

અમુક અભ્યાસો એવું પણ સૂચન કરે છે કે ‘ટેમ્પોરલ લોબ્સ’, ‘હિપ્પોકેમ્પસ’ અને ‘ઍમીગ્ડાલ’ સ્કિઝોફ્રેનિઆના હકારાત્મક લક્ષણો સાથે જોડાયેલ છે. પરંતુ મગજની અસાધારણતાના પુરાવાઓ છતા, તેવી સંપૂર્ણ શક્યતા છે કે સ્કિઝોફ્રેનિઆ મગજના કોઇપણ ભાગમાં કોઇપણ એક સમસ્યાના પરિણામે હોય શકે.

સ્કિઝોફ્રેનિઆના લક્ષણો

સ્કિઝોફ્રેનિઆના પાંચ પ્રકારના લક્ષણો હોય છેઃ ભ્રમણા, આભાસ (પ્રત્યક્ષ હાજર ના હોય તેવી વસ્તુ દેખાવી), બોલવામાં ગોટાળો, અવ્યવસ્થિત વર્તન અને કહેવાતા “નકારાત્મક” લક્ષણો. આ જ્ઞાનાત્મક લક્ષણો તરફ પણ દોરી જાય છે કે જે દૈનિક પ્રવૃત્તિઓ સાથે છેડછાડ કરે છે. તેમ છતા, સ્કિઝોફ્રેનિઆના ચિન્હો અને લક્ષણો વ્યક્તિ વ્યક્તિમાં નાટ્યાત્મક રીતે જૂદા પડે છે. તેની ભાત/રીત અને તીવ્રતા બન્નેંમાં તે જુદા પડે છે.

ભ્રમણા

સ્પષ્ટ અને દેખીતા પુરાવા હોય કે સાચુ નથી તેમ છતા ભ્રમણા ખૂબ જ ભારપુર્વકની માન્યતા છે. સ્કિઝોફ્રેનિઆમાં ભ્રમણા ખૂબ જ સામાન્ય છે અને જેમને આ બીમારી હોય તેમાં લગભગ ૯૦% કિસ્સાઓમાં જોવા મળે છે. ઘણીબધી વખત, આ ભ્રમણા બિનતાર્કિક અથવા ઉટપટાંગ વિચારો અથવા કલ્પનાઓ ધરાવે છે. સ્કિઝોફ્રેનિઆમાં જોવા મળતી સામાન્ય ભ્રમણાઓમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

 • ત્રાસ આપતા હોવાની ભ્રમણા: એવી માન્યતા કે બીજા લોકો તેને/તેણીને અથવા તેના/તેણીના પરિવારના સભ્યોને હાનિ પહોંચાડવા માટે છે. આ ત્રાસ આપતા હોવાની ભ્રમણામાં ઘણીબધી વખત ઉટપટાંગ વિચારો અને આકૃતિઓનો સમાવેશ થાય છે.
 • સંદર્ભની ભ્રમણા: તટસ્થ વાતાવરણની ઘટનાઓનો ખાસ અને ખાનગી અર્થ માનવામાં આવે છે. દા.ત. સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિને કદાચ એવી માન્યતા હોય કે જાહેરાત માટેનું પાટિયુ અથવા ટીવીમાંની વ્યક્તિ ખાસ તેને અનુલક્ષીને સંદેશાઓ મોકલે છે.
 • મોટાઇ/શ્રેષ્ઠતાની ભ્રમણા: એવી માન્યતા કે પોતે પ્રખ્યાત અથવા મહત્વની હસ્તી છે જેમ કે, ભગવાન ખ્રિસ્ત. બીજી રીતે, મોટાઇની ભ્રમણામાં એવી માન્યતાનો પણ સમાવેશ થઇ શકે કે તેની પાસે અસાધારણ શક્તિ છે કે જે બીજા અન્ય કોઇ પાસે નથી (દા.ત. ઉડવાની આવડત).
 • નિયંત્રણની ભ્રમણા: એવી માન્યતા કે તેના વિચારો કે ક્રિયાઓને બહારની શકિતઓ જેમ કે એલીયન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે

આભાસ

આભાસ સંખ્યાબંધ વિવિધ પ્રકારો લઇ શકે – જેમ કે:

 • દ્રશ્ય (એવી વસ્તુઓ જોવી કે જે હોય જ નહિ અથવા અન્ય લોકો જોઇ ના શકે).
 • શ્રાવ્ય (એવા અવાજો સાંભળવા કે જે બીજા લોકો સાંભળી ના શકે).
 • ટૅક્ટાઇલ (સ્પર્શ) (એવુ અનુભવવું કે જે બીજા લોકો ના અનુભવતા હોય અથવા તેની ચામડીને કાંઇ કે જે હોય જ નહી તે સ્પર્શ કરી રહ્યુ હોય).
 • ગંધ (એવી વસ્તુઓને સુંઘવી કે જેને બીજા લોકો સુંધી ના શકતા હોય અથવા જે બીજા લોકો જે સુંઘી શકતા હોય તેની ગંધ આવવી નહિ).
 • સ્વાદનો અનુભવ (જે વસ્તુઓ હોય જ નહિ તેનો સ્વાદ આવવો).

શ્રાવ્ય આભાસ (દા.ત. અમુક અવાજ કે ઘ્વનિ સાંભળવા) એ સ્કિઝોફ્રેનિઆમાં બહુજ સામાન્ય રીતે જોવા મળે છે. દ્રશ્ય આભાસ પણ સામાન્ય રીતે જોવા મળે છે. સંશોધનો એવુ સૂચન કરે છે કે શ્રાવ્ય આભાસ ત્યારે થાય છે જ્યારે લોકો પોતે પોતાની જાત સાથેની વાતનો ખોટી રીતે અર્થ એવો કરે કે તે બહારથી આવતી હોય.

સ્કિઝોફ્રેનિઆમાં થતા આભાસ સામાન્ય રીતે અનુભવ કરનાર વ્યક્તિ માટે મહત્વના હોય છે. ઘણીબધી વખત, અવાજો એ લોકોના હોય છે કે જેઓને તેઓ જાણતા હોય. સર્વસામાન્ય રીતે, અવાજો જટીલ, અભદ્ર અથવા અપમાનકારક હોય છે. આભાસો જ્યારે વ્યક્તિ એકલી હોય ત્યારે વધારે ખરાબ નિવડી શકે છે.

અવ્યવસ્થિત/ગોટાળાવાળી ભાષા

ટુટેલા વિચારો એ સ્કિઝોફ્રેનિઆનું લક્ષણ છે. બહારથી તેને વ્યક્તિ જે રીતે બોલે છે તેના પરથી જોઇ શકાય છે. સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર લોકોને ઘ્યાન કેન્દ્રીત કરવામાં અને વિચારોની શ્રૃંખલા જાળવી રાખવામાં મુશ્કેલી અનુભવાય છે. તે સવાલોનો જવાબ અસંબંધિત જવાબો વડે આપી શકે છે, વાક્યની શરૂઆત એક મુદ્દાથી કરે અને પુરૂ બીજા કોઇ મુદ્દા કે જે સંપૂર્ણ રીતે અલગ હોય તેના પર કરે, અસંગત વાતો કરો અથવા બિનતાર્કિક વિચારો રજૂ કરે..

ગોટાળાવાળી ભાષાના સામાન્ય રીતે જોવા મળતા ચિન્હોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 • જોડાણ ગુમાવવુ: તાત્કાલિક એક મુદ્દામાંથી બીજા મુદ્દામાં ખસી જવું, કે જેમાં પ્રથમ વિચારનું પછીના વિચાર સાથે કોઈપણ જાતનું જોડાણ ના હોય.
 • નવા શબ્દો બનાવવા: એવા શબ્દો કે વાક્યો બનાવવા કે જેનો અર્થ દર્દીના પોતાના માટે જ હોય
 • ટકાવી રાખવુ/સુરક્ષિત રાખવુ: શબ્દો અને વાક્યોને વારંવાર પુનરાવર્તીત કરવા; એકની એક જ વાત વારંવાર કહેવી.

અવ્યવસ્થિત વર્તન

સ્કિઝોફ્રેનિઆ લક્ષ્ય સંબંધિત પ્રવૃત્તિમાં અડચણ ઉભી કરે છે, જેનાથી વ્યક્તિને પોતાની જાતની સંભાળ લેવાની, કામ કરવાની અને બીજા સાથે વાતચીત કરવાની આવડતોને નબળી પાડે છે. અવ્યવસ્થિત વર્તન નીચે મુજબ જોવા મળે છેઃ

 • રોજીંદા કામમાં ઘટાડો
 • ધારી ના શકાય તેવો અથવા અયોગ્ય લાગણીસભર પ્રતિભા
 • એવું વર્તન કે જે વિચિત્ર હોય અને તેનો કોઇ હેતુ ના હોય
 • અંકુશ અને લાગણીઓ પર નિયંત્રણનો અભાવ

નકારાત્મક લક્ષણો

સ્કિઝોફ્રેનિઆના કહેવાતા “નકારાત્મક” લક્ષણોમાં સામાન્ય તંદુરસ્ત વ્યક્તિઓમાં જોવા મળતા વર્તનનો અભાવ જોવા મળે છે.
સામાન્ય રીતે સ્કિઝોફ્રેનિઆમાં જોવા મળતા નકારાત્મક લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

 • લાગણીઓનો અભાવ – પહેલા કરતા નિયમિત પ્રવૃત્તિઓને માણી શકવાની અસમર્થતા (મિત્રોની મુલાકાત લેવી, વગેરે)
 • ઓછી શક્તિ – સામાન્ય અવસ્થા કરતા વ્યક્તિ વધારે બેસતો કે ઊંઘતો જોવા મળે
 • જીવનમાં રસનો અભાવ, ઓછું પ્રોત્સાહન
 • સજ્જ્ડ રીતે હાર માની જવી – સાવ કોરા, લાગણી વિનાના મોઢા પરના હાવભાવ અથવા ઓછો જીવીત ચહેરાના હલનચલન, સીધો અવાજ (સામાન્ય માત્રા, શૈલીની વિવિધતાનો અભાવ) અથવા શારીરિક હલચલ.
 • એલોજીયા – બોલવામાં મુશ્કેલી અથવા અસમર્થતા
 • અયોગ્ય સામાજિક કૌશલ્યો અથવા રસનો અભાવ અથવા સમાજમાં અન્ય લોકો સાથે ભળવાની અસમર્થતા
 • મિત્રો બનાવવાની કે તેને જાળવી રાખવાની અસમર્થતા અથવો મિત્રો રાખવા તરફ બેદરકાર
 • સામાજિક અલગતા – વ્યક્તિ મોટાભાગનો દિવસ એકલા પસાર કરે છે અથવા માત્ર નજીકના મિત્રો અને પરિવાર સાથે પસાર કરે છે

સ્કિઝોફ્રેનિઆના જ્ઞાનાત્મક લક્ષણો

જ્ઞાનાત્મક લક્ષણોમાં ધ્યાનકેન્દ્રીત કરવામાં અને યાદ રાખવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ

 • અવ્યવસ્થિત ગોઠવાયેલ વિચારો
 • ધીમી વિચારવાની પ્રક્રિયા
 • સમજવામાં મુશ્કેલી
 • ઓછું ધ્યાન કેન્દ્રીત થવું
 • વિચારો રજૂ કરવામાં મુશ્કેલી
 • વિચારો, લાગણીઓ અને વર્તન વચ્ચે સુમેળ સાધવામાં મુશ્કેલી

સ્કિઝોફ્રેનિઆનું નિદાન

હાલમાં સ્કિઝોફ્રેનિઆનું પ્રયોગશાળામાં (લેબોરેટરીમાં) કે શારીરિક રીતે સંપૂર્ણ નિદાન થઇ શકે તેવી સુવિધાઓ નથી – મનૌવૈજ્ઞાનિક સામાન્ય રીતે લક્ષણો આધારિત નિદાન કરે છે. ઘણી પરિસ્થિતિઓમાં સમાન લક્ષણો હોઇ શકે અને શારીરિક તપાસ વડે અન્ય પરિસ્થિતિઓ જેમ કે રક્તાઘાત, મેટબૉલિક ડિસઓર્ડર (જીવનરસમાં થતા ફેરફારો), થાઇરોડ ગ્રંથીની નિષ્ક્રિયતા, મગજમાં સોજો/ગાંઠ, શેરીમાં મળતી દવાઓનો ઉપયોગ, નશીલી દવાઓ, માથામાં થયેલ ઈજાઓની તપાસ થવી જોઈએ. સ્કિઝોફ્રેનિઆનું નિદાન કરવા માટે લક્ષણો સાતત્યપુર્ણ રીતે લાંબા સમય સુધી રહેવા જોઇએ અને તેની દૈનિક પ્રવૃત્તિઓ, વ્યવસાયલક્ષી કામગીરી ને અસર પહોંચાડવા જોઇએ અને સામાજિક અને વ્યક્તિગત સંબંધોને પણ અસર પહોંચાડવા જોઇએ.

વિવિધ પ્રકારના સ્કિઝોફ્રેનિઆ

પાંચ પ્રકારના સ્કિઝોફ્રેનિઆ હોય છે, દરેક નો વ્યક્તિના મુલ્યાંકન વખતે જે લક્ષણો હોય તેના પ્રકારના મુજબ આધાર રાખે છે.

 • પૅરનાઇડ (લોકો નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરે છે તેવો વહેમ) સ્કિઝોફ્રેનિઆઃ વ્યક્તિ એક કે વધારે ભ્રમણા પહેલેથી જ ધરાવતા હોય અથવા ઘણાને શ્રવણની ભ્રમણા હોય છે, પરંતુ અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ સ્કિઝોફ્રેનિઆના લક્ષણો હોતા નથી.
 • અવ્યવસ્થિત ગોઠવાયેલ સ્કિઝોફ્રેનિઆ: નજરે ચડે તેવા લક્ષણોમાં અવ્યવસ્થિત ભાષા અને વર્તન તેમજ નીરસ અથવા અયોગ્ય વલણ.
 • કેટાટોનિક સ્કિઝોફ્રેનિઆઃ આવા પ્રકારના સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિ પ્રાથમિક રીતે તેમાં નીચેનામાંથી ઓછામાં ઓછા બે લક્ષણો જોવા મળે છેઃ હલનચલન કરવામાં મુશ્કેલી, હલનચલન કરવાનો પ્રતિકાર, વધારે પડતુ હલનચલન, અસામાન્ય હલનચલન, અને/અથવા જે બીજા કહે છે કે કરે છે તેને પુનરાવર્તિત કરવું.
 • અલગ ના પાડી શકાય તેવો સ્કિઝોફ્રેનિઆઃ આમાં નીચેનામાંના બે કે તેથી વધારે પડતા લક્ષણો જોવા મળે છેઃ ભ્રમણા, આભાસ, અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલ ભાષા અથવા વર્તન, ‘કેટાટોનિક’ વર્તણુંક અથવા નકારાત્મક લક્ષણો, પરંતુ વ્યક્તિનું પૅરનાઇડ, અવ્યવસ્થિત ગોઠવાયેલ અથવા કેટાટોનિક પ્રકારના સ્કિઝોફ્રેનિઆ તરીકે નિદાન થઇ શકે નહિ.
 • બાકી રહેતા સ્કિઝોફ્રેનિઆઃ જ્યારે સંપૂર્ણરીતે સ્કિઝોફ્રેનિઆના હકારાત્મક લક્ષણો (જેમાં વધારે પડતુ સામાન્ય વર્તન, જેમ કે ભ્રમણા, લોકો હાનિ પહોંચાડવા માંગે છે તેવો વહેમ અથવા વધારે પડતી સંવેદનશીલતા) ની ગેરહાજરી હોય ત્યારે અસર પામેલ વ્યક્તિને ઓછા તીવ્ર પ્રકારની બિમારી હોય અથવા માત્ર નકારાત્મક લક્ષણો હોય (લક્ષણોમાં પ્રવૃત્તિઓમાં ઘડાડો જેમ કે એકલતામાં સરી જવું, રસના ધરાવવો અને વાતો ના કરવાના ગુણોનો સમાવેશ થાય છે).

સ્કિઝોફ્રેનિઆની અસરો

જ્યારે સ્કિઝોફ્રેનિઆના ચિન્હો અને લક્ષણોને અવગણવામાં આવે અથવા અયોગ્ય રીતે ઉપચાર કરવામાં આવે તો અસરો વ્યક્તિ અને તેની આસપાસના લોકોને હેરાન કરી નાખનારી હોય છે. અમુક સ્કિઝોફ્રેનિઆ સંબધીત અસરો નીચે મુજબ છેઃ

 • સંબંધોમાં સમસ્યાઃ સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર લોકો મોટાભાગે પોતે એકલા પડી જતા હોય અને સમાજિક રીતે વિખૂટા થઇ જતા હોવાથી સંબંધોને નુકસાન પહોંચે છે. વહેમવૃત્તિના કારણે પણ સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિ મિત્રોમાં અને પરિવારમાં શંકાસ્પદ બને છે.
 • સામાન્ય રોજીંદા જીવનની પ્રવૃત્તિમાં ખલેલઃ સ્કિઝોફ્રેનિઆ રોજીંદા જીવનની પ્રવૃત્તિમાં મોટા પ્રમાણમાં ખલેલ પહોંચાડે છે, જેના માટે બને સામાજિક મુશ્કેલીઓ અને દરેક કાર્ય રોજે રોજ જો અશક્ય નહિ તો પણ મુશ્કેલ બનતું જવાનું જવાબદાર છે. સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર વ્યક્તિની ભ્રમણા, આભાસ અને અવ્યવસ્થિત ગોઠવાયેલા વિચારો લાક્ષણિક રીતે તેમને સામાન્ય વસ્તુઓ કરતા રોકે છે જેમ કે, સ્નાન કરવું, ભોજન લેવું અથવા સંદેશ પસાર કરવો
 • વ્યવસાયિક કાર્યો કરવામાં મુશ્કેલીઃ હાનિ પહોંચેલ સંબંધો અને સામાન્ય દૈનિક પ્રવૃત્તિઓમાં થતી મુશ્કેલીના કારણે સ્કિઝોફ્રેનિઆ ધરાવતી વ્યક્તિ તેની કાર્ય જવાબદારી નિભાવી શકતા નથી.
 • દારૂ અને નશીલી દવાઓનું સેવનઃ સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓ ઘણીબધી વખત દારૂ અને નશીલી દવાઓની સમસ્યાઓ વિકસાવે છે કે જેને પોતાની જાતે દવા કરવાની રીત તરીકે અથવા દુ:ખને શમાવવા માટે ઉપયોગ લેવામાં આવે છે. વધારામાં જો તેઓ ખૂબ જ પ્રમાણમાં ધુમ્રપાન કરતા હોય તો પણ પરિસ્થિતિ વધારે જટિલ બને છે, કેમ કે સિગારેટનો ધુમાડો બીમારી માટે આપવામાં આવતી દવાઓની અસરને ખલેલ પહોંચાડી શકે છે.
 • આત્મહત્યા કરવાનું વધારે જોખમઃ સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓ આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરે તેવુ જોખમ ખૂબ જ પ્રમાણમાં રહે છે. આત્મહત્યાને લગતી કોઇપણ વાત, ભય અથવા હાવભાવને ગંભીરતાપુર્વક લેવા જોઇએ. સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓમાં ખાસ કરીને માનસિક વ્યાધિના હુમલા વખતે, હતાશાના સમયે આત્મહત્યા કરવાની સંભાવનાઓ રહે છે.
 • સ્કિઝોફ્રેનિઆ અને હિંસાઃ સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓ સામાન્ય રીતે હિંસક હોતી નથી. હકીકતમાં, મોટાભાગના હિંસક ગુનાઓ સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા નથી. તેમ છતા, અમુક લક્ષણો હિંસા સાથે જોડાયેલ છે, જેમ કે જુલમ થતો હોવાની ભ્રમણા. નશીલી દવાઓના સેવનને કારણે પણ વ્યક્તિના હિંસક બનવાનું જોખમ વધી જાય છે. જો સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિ હિંસક બની જાય તો હિંસા મોટાભાગે પરિવારના સભ્યો તરફ અને ઘરે સામાન્ય રીતે જોવા મળે છે

સારવાર

સ્કિઝોફ્રેનિઆ માટે સારવાના વિકલ્પો સારા છે અને બીમારીના બાહ્ય દેખાવમાં સતત સુધારો જોવા મળે છે. દવાઓ લેવાથી, માનસિક સારવાર (સાયકો થેરાપી), અને મજબૂત સહાય માળખુ (સંગઠન) વડે સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર ઘણા લોકો તેના લક્ષણો પર કાબુ મેળવવા, વધારે પડતી સ્વાલંબનતા મેળવવા અને જીવન જરૂરી કાર્યો કરવા સક્ષમ બને છે.

સંચાલનનો મુખ્યત્વે આધાર દવાઓ અને માનસશાસ્ત્રના ઉપચાર પર રહે છે. સ્કિઝોફ્રેનિઆના તીવ્ર હુમલાના કિસ્સા માત્રમાં દવાખાને દાખલ થવાની જરૂર પડે. સ્કિઝોફ્રેનિઆની માનસિક સારવામાં એન્ટીસાયકોટિક દવાઓનો સમાવેશ થાય છે. જે દર્દીઓ નિયમિત દવાઓ લેવા ઇચ્છતા ના હોય અથવા તેના માટે અસમર્થ હોય તો લાંબા સમય સુધી અસર આપતા એન્ટીસાયકોટિક દવાઓના ઇન્જેકશનો પણ નિયંત્રણ મેળવવા માટે આપી શકાય છે. વિજળીના શોક આપવાની ઉપચાર પદ્ધતિને પ્રથમ કક્ષાની સારવાર તરીકે ગણવામાં આવતી નથી પરંતુ એવા કિસ્સામાં કે જેમાં અન્ય સારવારો અસરકારક ના બને તેમાં તેની સલાહ આપવામાં આવે છે.

સારા સંચાલન માટેની સલાહો

 • જો સ્કિઝોફ્રેનિઆના વહેલા લક્ષણો ઓળખવામાં આવે તો તાત્કાલિક મનૌવૈજ્ઞાનિકનો સંપર્ક કરવો
 • ડોકટર સાથે ખુલીને વાત કરો અને લક્ષણો, દવાઓ અને આડઅસરો વિશે મુક્ત બનીને ચર્ચા કરો
 • દવાની માત્રા, સારવારના સમયગાળાને લગતી સૂચનાઓને યોગ્ય રીતે અનુસરો, ક્યારેય પણ દવાઓ ઘટાડો કે બંધ ના કરો
 • ભરોસાપાત્ર મિત્રો અને પરિવારના સભ્યો સાથે સહાયક વ્યવસ્થાનું નિર્માણ કરો
 • તણાવને કારણે માનસિક વ્યાધિમાં ત્વરિત વધારો થવાની તમારી મર્યાદાઓને સમજી તણાવનું અસરકારક રીતે સંચાલન કરો
 • યોગ્ય કસરતો, પોષક આહાર અને પુરતી ઊંઘને જાળવી રાખો
 • દારૂ અને અન્ય પ્રતિબંધિત દવાઓને ટાળો
 • જીવનના લક્ષ્યો માટે કાર્યરત બનો
 • પરિવારના સભ્યોએ દર્દીને નિયમિત દવાઓ લેવા માટે અને અન્ય સૂચનાઓને અનુસરવા અને જો જરૂર લાગે તો સંબંધિત ડોકટરને સૂચિત કરવામાં મદદ કરવી જ જોઈએ

સ્કિઝોફ્રેનિઆ માટેના પ્રોત્સાહક તથ્યો

 • સ્કિઝોફ્રેનિઆની સારવાર થઇ શકે છે. હાલમાં, સ્કિઝોફ્રેનિઆને મટાડી શકાતુ નથી પરંતુ બિમારીની સફળ સારવાર અને સંચાલન થઇ શકે છે. મહત્વની બાબત એ છે કે મજબૂત સહાય વ્યવસ્થા ગોઠવાયેલ હોવી જોઇએ અને તમારી જરૂરિયાત મુજબની યોગ્ય સારવાર મળવી જોઇએ.
 • તમે પરિપૂર્ણ અને અર્થસભર જીવન માણી શકો છો. જ્યારે યોગ્ય સારવાર આપવામાં આવે ત્યારે સ્કિઝોફ્રેનિઆ ધરાવનાર મોટાભાગના લોકો સંતોષજનક સંબંધો રાખવા, કામ કરવા અથવા અન્ય અર્થસભર કાર્યો કરવા, સમુદાયનો હિસ્સો બનવા અને જીવનને માણવા માટે સક્ષમ બને છે.
 • માત્ર તમને સ્કિઝોફ્રેનિઆ હોવાને કારણે એવો અર્થ થતો નથી કે તમારે દવાખાનામાં દાખલ થવાની જરૂરિયાત રહેતી નથી. જો તમે યોગ્ય સારવાર મેળવી રહ્યા હોય અને તેને વળગી રહેતા હોય તો તમારે કટોકટીની પરિસ્થિતિ કે જેમાં તમને સલામત રાખવા માટે દવાખાનામાં દાખલ કરવામાં આવે તે અનુભવવાની નહિવત્ સંભાવના રહે છે.
 • સ્કિઝોફ્રેનિઆવાળા મોટાભાગના લોકોમાં સમય જતા સુધારો જોવા મળે છે, પરિસ્થિતિ વણસતી નથી. સ્કિઝોફ્રેનિઆવાળી વ્યક્તિઓ સામાન્ય કાર્યશૈલી પરત મેળવી શકે છે અને લક્ષણોથી મુક્ત પણ થઇ શકે છે. હંમેશા આશા જીવંત રહે છે પછી એ બાબત મહત્વની નથી કે હાલમાં તમે કયા પડકારનો સામનો કરી રહ્યા છો.
સ્ત્રોતઃ ડો. સુધા રાની, સહાયક પ્રોફેસર ઓફ સાઇકાયટ્રિ, ઇન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ
2.88764044944
સુબોધ કૌલગુડ Jun 24, 2019 02:54 PM

મને પણ સ્કીજોફેનિયા રોગ છે અને એ કંટ્રોલ માં છે ઉપર ની માહિતી માટે ધન્યવાદ.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top