অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિપ્રેશનને જાણો

ડિપ્રેશન એ આપણા રોજબરોજ ભાષામાં વપરાતો એક શબ્દ માત્ર જ નથી. તેની સામે આંખ આડા કાન કરશો અથવા સામાન્ય અભિગમ રાખશો તો આ સિન્ડ્રોમના ગંભીર પરિણામો આવી શકે છે. આ મુદાની ગંભીરતા સમજીને અને આંતરિક માનસિક આરોગ્ય આપણા જીવનને કેવીરીતે છિન્ન-ભિન્ન કરી નાખે છે તેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષનું વર્લ્ડ હેલ્થ કેમ્પેઇનની થીમ ડિપ્રેશન છે.
અર્જુન ભારદ્વાજ નામના એક ટીનએજરે મુંબઇમાં થોડાક દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. જે ડિપ્રેશનના ઘાતક અને વિનાશક પરિણામો માટે એક વેક-અપ કોલ છે. એક બિઝનેસમેનનો આ દીકરો એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરતો હતો અને યુવાનીના ઉંબરે પહોંચી ગયા બાદ તેને જે રીતે જીવનનો મોહ છોડ્યો તે વાત આંખ ઉઘાડે તેવી હતી. સપનોના શહેર મુંબઇમાં આવી સારી સ્થિતિ હોવા છતાં કોઇ બેચૈનીએ તેને અંતિમ પગલું ભરવા માટે દુષ્પ્રેરિત કર્યા હતા.

ડિપ્રેશનને તબીબી ભાષામાં ‘પ્રવૃત્તિઓમાં રસ ગુમાવી દેવો અને દૈનિક જીવનને વેરવિખેર કરવાની લાક્ષણિકતા સાથેનું એક બ્રેઇન ડિસઓર્ડર’ કહેવાય છે. હવે બીજી અચંબાની વાત એ છે કે આપણામાંથી દરેકે જીવનમાં કોઇના કોઇ તબક્કે ડિપ્રેશનનો અનુભવ કર્યો જ હશે. પરંતુ ફરક એટલો જ છે કે જે લોકો માનસિકરીતે મજબૂત હોય છે તેઓ આમાંથી બહાર આવી જાય છે.

ડિપ્રેશન આપણી ઊર્જા, આશા અને ડ્રાઇવને રફે-દફે કરી નાખે છે. આપણને શું સારું લાગે છે તે કરવા દેવાનું પણ મુશ્કેલ કરી નાખ છે તે બાબતે આપણે સંમત છીએ. પરંતુ તેને અંકુશમાં રાખવું આપણા હાથોમાં છે. આપણે તેમાંથી બહાર આવવા માટે આપણી પાસેના જે સંશાધનો છે તેને રોજે-રોજ આપણા માટે હકારાત્મક પસંદગીઓ કરીને એક નાની શરૂઆત કરીને મજબૂત બનવાની જરૂર છે.

નીચેના ટિપ્સ તમને લાઇફસ્ટાઇલ ફેરફારો કરવા અને નકારાત્મક વિચારસરણીને વાળવામાં મદદરૂપ થઇ શકે છે.

આઠ કલાક ઉંઘવાનું લક્ષ્ય રાખો

ડિપ્રેશનનો ઉંઘની સમસ્યા સાથે સીધો સંબંધ છે. જો તમે ઓછું ઉંઘતા હોય કે વધુ ઉંઘતા હોય તો તે તમારા મૂડને અસર કરે છે. ઉંઘના સારી ટેવ પાડીને સારું અને હેલ્થી ઉંઘવાનું શિડ્યુલ ગોઠવો.

હળવા થવાના ટેકનીક્સની પ્રેક્ટિસ કરો

યોગ, ઊંડા શ્વાસ લેવા, મસલ રિલેક્સ કરવા જેવી કસરતો કરીને અથવા મેડિટેશન જેવા રોજિંદી કવાયત કરો તો ડિપ્રેશનમાંથી રાહત મળી શકે છે. સ્ટ્રેસ ઘટી શકે છે અને જીવનમાં આનંદ અને સારપતા અનુભવી શકાય છે.

અન્યોને હળતા-મળતા રહો

ડિપ્રેશન તમને અતડા રાખવા તરફ પ્રેરે છે, તેનાથી દૂર રહો. તમે સામાજિક સપોર્ટ તરફ જાઓ. જે તમને રિકવરી માટે જરૂરી છે. એમ કરવાથી તમારો મૂડ સારો થશે અને જીવન તરફનો વિચાર સુધરશે. સારા, સમર્પિત, નિર્ણયાત્મક અને તમને સારીરીતે સાંભળતા હોય તેવા મિત્રો, સાથીઓ કે પરિવારના મિત્રોને મળો. સોશિયલ માડિયા, કોલ્સ અને મેસેજિંગ એ આપણા સમયનો બગાડ છે. જે તમારા જૂના પણ અતિસારી વ્યક્તિગત મળવાની પ્રથાને દૂર કરી રહી છે. તમે કેવો અનુભવ કરો છે તે અંગે કોઇની સાથે સામ-સામે વાત કરવાની સીધી-સાદી પદ્ધતિ ડિપ્રેશનને દૂર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

જીવંત રહો!

તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે બેડમાંથી બહાર આવવું એ એક મોટો પડકાર જેવું લાગશે. પરંતુ રિસર્ચ જણાવે છે કે રોજરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ યોગ્ય કસરત કરવું એ મેડિકેશનની જેમ ડિપ્રેશનની લાક્ષણિકતાઓ માટે અસરકારક થઇ શકે છે અને તેના ચુંગાલમાં જવાથી અટકાવી શકે છે. વોકિંગ, વેઇટ ટ્રેઇનિંગ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ કે જેમાં તમારા બન્ને હાથ અને પગ મૂવ કરતાં હોય તેવા ડાન્સ જેવી તાલબદ્ધ કસરત એ ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મહત્તમ લાભ આપે છે.

નકારાત્મક વિચારો ત્યજો

ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મકતા લાવે છે. આથી હું કઇ પણ સારું નથી કરી શકતો એવા સામાન્ય વિચારોથી દૂર રહો. હકારાત્મક ઘટનોને નજરઅંદાજ કરવા અને નકારાત્મક પર ભાર મુકવા જેવી બાબતોથી દૂર રહો. જો કોઇએ મને દગો આપ્યો છે તો હું સંબંધો માટે ફિટ નથી તેવા ઓલ-ઓર-નથિંગ થિંકિંગ મનમાં ન રાખો. હકારાત્મકને ન માનવા (ઇન્ટરવ્યૂ પેનલે મને સારું કહ્યું, પરંતુ તેઓ માત્ર સારું લગાડવા જ કહે છે)થી દૂર રહો. ઉતાવળે કોઇ તારણ પર ન આવી જાવું- (જેમ કે મારે આ ખરાબ બોસ સાથે કાયમી કામ કરવાનું થશે). લાગણીસભર કારણો( હું એક લૂઝરની જેમ વિચારું છું- આથી હું કશાંકને લાયક નથી) નક્કી ન કરો. આ કરવું જોઇએ, આ ન કરવું જોઇએ તેવા લેબલિંગ વિગેરેથી દૂર રહો.

  • એવા કામો કરો કે જે તમને રિલેક્સ કરે, ઊર્જા આપે અને ફીલ-ગુડ ફેક્ટર કરાવે આમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અનુસરવું, સ્ટ્રેસને સારીરીતે મેનેજ કરી શકાય તે શીખવું, તમે જે કરી શકતા હોય તે મર્યાદા નક્કી કરી અને તમારા દિવસમાં આનંદદાયક પ્રવૃત્તિઓનું શિડ્યુલ ગોઠવવા જેવી સામાન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે.
    જ્યારે આ પ્રકારના ચિંતનકારી વિકૃતિઓ તમારા પર હાવી થાય તો એ તમારા માટે યાદ રાખવાનું મહત્વનું બની જાય છે આ એક ડિપ્રેશન છે અને તમે તત્કાળ આ અવ્યહારૂ, બિનતાર્કિક અને નિરાશાવાદી અભિગમોનું ચકાસણી શરૂ કરો. એકવખત તમે આ રીતિને અનુસરવાનું શરૂ કરશો તો તમને આશ્ચર્ય થશે કે તમે કેટલા ઝડપથી તેમાંથી બહાર આવી શકો છો અને આ પ્રક્રિયામાં તમને વધુ સમતોલ સાપેક્ષતા વિકસાવવામાં મદદરૂપ થશે.

વ્યાવસાયિક મદદ મેળવો

જો તમે તમારી જાતે પગલા લીધા હોય અને લાઇફસ્ટાઇલમાં હકારાત્મક ફેરફારો કર્યા હોય તેમ છતાં તમારું ડિપ્રેશન વધતું જ જતું હોય તો પ્રોફેશનલ હેલ્પ મેળવો. આપણી નબળાઇ હાવી થાય તે પહેલાં તેને જણાવી દેવાનું સાહસ જણાવો કેમ કે તે માટે વધુ શક્તિની જરૂર હોય છે.

મૂડ સુધારવા આટલું કરો

  • કુદરતી વાતાવરણમાં થોડોક સમય વિતાવો
  • કળા, સંગીત કે લેખન થકી તમારી જાતની અભિવ્યક્તિ કરો
  • તમારા પ્લસ પોઇન્ટ્સની યાદી બનાવો
  • એક લાંબો કૂલ બાથ લો.
  • એક સારું પુસ્તક વાંચો.
  • કોમિક ફિલ્મ કે ટેલિવિઝન શો જુઓ
  • પાલતુ (પેટ) સાથે રમો
  • મિત્રો કે પરિવાર (સોશિયલ મીડિયાના સમયમાં આ અત્યંત મુશ્કેલ છે) સાથે સામ-સામી વાર્તાલાપ
  • સંગીત સાંભળો
  • ડિપ્રેશન સાથે તાલ મિલાવવો એ કેચ-૨૨ સિચ્યુએશન છે- તમારે ડિપ્રેશનમાંથી રિકવર થવા માટે કામ કરવાની જરૂર છે. પરંતુ તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે પગલું લેવું એ ખરેખર પડકારજનક છે. પરંતુ આ માટેનું સૌથી સારું પગલું કેટલાંક સારી રીતે ચકાસેલાં વ્યૂહોને અનુસરીને તેમાંથી બહાર આવવાનું જ છે. .

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જેવી બોલીવૂડની સેલિબ્રેટીઓને સલામ કે જેમણે પોતે જીવનમાં એક તબક્કે ડિપ્રેશનમાં રહ્યા હોવાનું અને આ બીમારીમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લીધી હોવાનું કબૂલ્યું હતું.

સ્ત્રોત : નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate