વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મેનોપોઝઃ સાચી સમજણ જરૂરી

મેનોપોઝ સાચી સમજણ જરૂરી

૪૫ થી ૫૦ વર્ષ ની ઉમરમાં દરેક સ્ત્રીને માસિક બંધ થાય છે તથા પ્રજનનના અંગો સંકોચાય છે આ સમયને મેનોપોઝ નો સમય કહે છે.
૪૫ થી ૫૦ વર્ષના ગાળામાં એટલે કે મેનોપોઝના સમયમાં ઓવ્યુલોશન - એટલે કે સ્ત્રીબીજ બનવાની ક્રિયા બંધ થાય છે તેની સાથે સ્ત્રીઓમાં.

 • માસિક સ્ત્રાવ આવતો બંધ થાય છે.
 • ગર્ભાશય યોનિમાર્ગ સંકોચાય છે.
 • છાતીનો ભાગ (બ્રેસ્ટ) પણ સંકોચાય છે.
 • સ્વભાવમાં ફેરફાર થાય છે ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન ખુબ ગુસ્સો આવે છે તો ઘણા ને ડિપ્રેશન પણ આવતું હોય છે.
 • ઇસ્ટ્રોજનનું પ્રમાણ શરીરમાં ઓછું થઇ જવાથી યોનિમાર્ગ સૂકોથઇ ગયો હોય તેવું લાગે છે સેક્સ કરવાની ઈચ્છા ઘટી જાય છે.
 • Hot Flushes - એટલે કે શરીરમાં ગરમી લાગે છે મોઢા તથા ગળાના ભાગમાં લાલાશ થઇ જાય છે તથા થોડા સમય પછી ખુબ જ પરસેવો થઇ જાય છે દિવસ દરમિયાન તથા રાત્રે પણ આવા હોટ ફ્લશ આવે છે. જેના કારણે ઊંઘ ડિસ્ટર્બ થઇ જાય છે જો વધારે પડતા હોટ ફ્લશ આવે તો સારવાર જરૂરી છે. ડોક્ટરની સલાહ લઇ ટ્રીટમેન્ટ લેવી જોઈએ.
 • ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી જવાના લીધે Osteoporisis ( હાડકા પોચા પડી જવાની ) શક્યતા રહે છે. તેથી હાડકાનું ફ્રેક્ચર થવાથી , કમ્મરના દુખાવાની તકલીફ ઘણી સ્ત્રીઓને થાય છે.
 • ઘણી સ્ત્રીઓને મેનોપોઝના સમય દરમિયાન વજન વધી જવાની, અતિશય ભૂખ લાગવાની, પેટ ફૂલી જવું વગેરે તકલીફો પણ રહે છે.
 • આ સમય દરમિયાન માસિકની અનિયમિતતા થઇ જાય છે જેમ કે ઘણી સ્ત્રીઓને દર મહિને રક્તસ્ત્રાવ આવવાની જગ્યાએ બે મહિને ત્રણ મહિને આવે છે કે દર પંદર દિવસે પણ માસિક આવે છે. શરીરમાં હોર્મોન્સ નું પ્રમાણ વધ-ઘટ થવાને કારણે આવી અનિયમિતતા રહે છે. છ મહિના જેવી અનિયમિતતા પછી સંપૂર્ણ માસિક બંધ થાય છે. જો વધારે તકલીફ લાગે તો ગાયનેકોલોજિસ્ટ ની જરૂર સલાહ લેવી જોઈએ.

૪૫ થી ૫૦ વર્ષના સમયગાળામાં એટલે કે મેનોપોઝના સમય દરમિયાન શરીરમાં આવતા ફેરફાર વિષે દરેક સ્ત્રીએ તથા તેની સાથે રહેતા પરિવારજનોને પણ જાણકારી મેળવવી જરૂરી છે

મેનોપોઝ દરમિયાન જો વધારે પડતી માસિકની અનિયમિતતા રહે કે હોટ ફ્લશ દિવસમાં તથા રાત્રે ૮ થી ૧૦ વાર આવે ડિપ્રેશન અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

મેનોપોઝ સમયની તકલીફ ઘટાડવા શું કરશો?

 • રેગ્યુલર કસરત કરવી, અઠવાડિયામાં છ દિવસ ચાલવાની કે અનુકૂળઆવે તેવી કસરત કરવાથી મેનોપોઝની તકલીફમાં રાહત રહે છે.
 • ખોરાકમાં તળેલો, મરચાવાળો ખોરાક ઓછો લેવો , લીલા શાકભાજી તથા સોયાબીન ખોરાકમાં લેવાથી Phytoestrogen મળે છે જે મેનોપોઝની તકલીફમાં રાહત આપે છે.
 • જો મેનોપોઝની તકલીફ વધારે હોય તો ઓછી માત્રામાં ઈસ્ટ્રોજનની ( low dose oestrogen therapy ) આપવામાં આવે છે.
 • દરેક સ્ત્રીઓને આ સમય દરમિયાન નાની-મોટી તકલીફ રહેતી હોય છે તેમાંથી બહાર આવવા Positive thinking, Regular exercise, Proper Diet ખુબ જરૂરી છે.

સર્ગીકલ મોનોપોઝ એટલે શું?

નાની ઉંમરમાં જો ગર્ભાશય, અંડાશય કાઢી નાખવામાં આવે તો ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટીરોનનું લેવલ ખુબ નીચું જતું રહે છે તથા મોનોપોઝની તકલીફ ચાલુ થઇ જાય છે. તેને સર્જીકલ મેનોપોઝ કહે છે આવા સમયે હોર્મોન્સની સારવાર આપવી જરૂરી છે.

મોનોપોઝ એ સ્ત્રીઓ માટે એક એવો સમયગાળો છે જયારે બાળકો પોતાની રીતે આગળ વધી રહ્યા હોય છે. હોર્મોન્સનું લેવલ ઘટવાના કારણે મેન્ટલી અપસેટ રહે છે આ સમયમાં તેને પતિ, બાળકો તરફથી સપોર્ટ આપવો જરૂરી બને છે તેની જરૂરી ટ્રીટમેન્ટ તથા સહાનુભૂતિ ખુબ ફાયદાકારક પુરવાર થાય છે.

સ્ત્રોત : ડો.કાનન એસ વ્યાસ(ગાયનેકોલોજિસ્ટ)

4.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top