વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગર્ભપાત

ગર્ભપાત અથવા કસુવાવડ અને આ વિષે જાગૃતિ લાવવાની વગેરે માહિતી આપવામાં આવી છે.

સામાન્ય રીતે દરેક ગર્ભાવસ્થા નવ મહીના(૪૦ અઠવાડીયા) સુધીમાંજ પરિણમે એવું ન પણ બને. . ઘણા કિસ્સાઓમાં તેવું પણ બની શકે કે સગર્ભાવસ્થા તેની જાતેજ સમાપ્ત થઈ જાય; આને કસુવાવડ કહેવામાં આવે છે અથવા તેને સ્વયંસ્ફુરિત ગર્ભપાત પણ કહી શકાય. કસુવાવડ સામાન્ય રીતે ૨૬ અઠવાડિયા પહેલા થાય છે. ઘણા કિસ્સાઓમાં ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માટે શસ્ત્રક્રીયા કરવામાં આવે છે; જેને પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે.

ગર્ભપાત કે કસુવાવડ

દરેક સો ગર્ભાવસ્થામાંથી, દસથી વીસ ગર્ભાવસ્થા કસુવાવડમાં પરિણમે છે. કસુવાવડ ત્યારે થઈ કહેવાય જયારે બાળકનાં જીવિત રહેવાની શક્યતા પહેલાં ગર્ભાવસ્થા સમાપ્ત થઈ જાય. ઘણી કસુવાવડ ગર્ભાવસ્થાનાં પહેલાં ૧૨ અઠવાડીયામાંજ પરિણમે છે.

કસુવાવડ શેને કારણે થાય છે: ખાસકરીને આ માટેનું સર્વસામાન્ય કારણ ખામીયુક્ત ફલિત અંડ હોય છે. જો આ ખામીયુક્ત અંડ સામાન્યરીતે વિકસે અને મોટું થાય તો, આનાં પરિણામ તરીકે અનેક વિકૃતિઓવાળા બાળકનો જન્મ, જેમકે વિકલાંગ અથવા અવયવો વગરનાં બાળકો, થઈ શકે છે. તેથી કસુવાવડ એ એક કુદરત દ્વારા આવા વિકૃત બાળકનાં જન્મને રોકવા માટેનો રસ્તો છે. કસુવાવડ ત્યારે થઈ શકે જયારે મહિલાને કોઈ ગંભીર બીમારી હોય, જેવીકે મલેરિયા કે સિફિલીસ, ખરાબ રીતે પડવું અથવા તેના પ્રજનન અંગોમાં કોઈ તકલીફ હોય. કોઈ કસુવાવડ એટલે થાય કારણકે ફલિત અંડનું પ્રત્યારોપણ ગર્ભાશયને બદલે બીજી કોઈ જગ્યા પર થયું હોય, જેમ કે ફાલોપિઅન ટ્યુબ (અંડવાહિની (નળી). આવી ગર્ભાવસ્થા મોટાભાગે નિષ્ફળ જાય અને ખુબ ઘાતક બની શકે.

કસુવાવડના ચિન્હો

કસુવાવડના બે ચિન્હો હોય છે - યોનિમાંથી રક્તસ્ત્રાવ અને પેટના નીચેના ભાગમાં દુખાવો. રક્તસ્ત્રાવ ધીમો હોય છે, પરંતુ ત્યારપછી તે વધી જાય છે અને મોટા ગટ્ઠા દેખાય છે. દુખાવો અને રક્તસ્ત્રાવ બન્ને જયારે માસિકમાં વધુ રક્તસ્ત્રાવ થતો હોય ત્યાર જેવોજ લાગે છે. અને તેથી જયારે સગર્ભાવસ્થાની જાણજ ના હોય ત્યારે કસુવાવડ ક્યારે થઈ તે કહેવું સહેલું નથી.

“સંપૂર્ણ” કસુવાવડ

જયારે યોનિમાંથી વિકાસ પામી રહેલ ગર્ભના બધા કોષો અને પ્લસેન્ટા બહાર નીકળી જાય ત્યારે તેને “સંપૂર્ણ” કસુવાવડ કહેવામાં આવે છે. સંપૂર્ણ ક્સુવાવડ બાદ, થોડા દિવસો પછી રક્તસ્ત્રાવ બંધ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં મહિલાએ આરામ કરવો જોઈએ અને ભારે વજન ઉઠાવવાનો પ્રયત્ન કરવો ના જોઈએ કે ૨-૩ અઠવાડીયા સુધી કસરત અને ભારે વજન ઉચકવાનુ ટાળવુ જોઇયે. મહિલાએ પોતાને સ્વચ્છ રાખવું અને જાતીય સબંધ ટાળવો જોઈએ.

અધૂરી કસુવાવડ: જયારે ગર્ભનાં કોઈ ભાગ (કોષો) અથવા પ્લસેન્ટા ગર્ભાશયમાં રહી જાય ત્યારે ક્સુવાવડ અધૂરી છે. જો કસુવાવડ સગર્ભાવસ્થાના દસમાં અને વીસમાં અઠવાડીયામાં થાય તો કસુવાવડ અધૂરી હોવાની શક્યતા વધી જાય છે. રક્તસ્ત્રાવ ચાલુ રહે છે અને ગર્ભાશયમાં રહી ગયેલ મૃત કોષોને ચેપ લાગવની સારી એવી સભાવના છે, જે તાવ અને પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. જયારે કસુવાવડ અપૂર્ણ રહે છે ત્યારે તાલીમ પામેલ આરોગ્ય કાર્યકર દ્વારા હોસ્પિટલમાં અથવા ક્લીનીકમાં ગર્ભાશયને બને તેટલુ જલદી ખાલી/સાફ કરવું જોઈએ. જો અપૂર્ણ કસુવાવડમાં ચેપ લાગે તો તે દ્વારા તાવ આવે અને પ્રજનન અંગોમા દુખાવો થાય છે જે દુર કરી શકાતો નથી. જો આ ચેપની સારવાર ન કરવામાં આવે તો ફ્લોપિયન ટ્યુબમાં ડાઘ બનાવી શકે કે જેના કારણે મહિલા વ્યનધ્ય/બીનફળદ્રુપ બની શકે છે. જો મહિલાને કસુવાવડ પછી કોઈ ચેપના ચિહ્નો જણાય તો, તેણીએ તરતજ ચેક અપ /ચકાસણી માટે જવું જોઈએ. કસુવાવડ પછી, ખાસ કરીને અપૂર્ણ હોય ત્યારે, મહિલાએ ફરીથી ગર્ભ ધારણ કરવા માટે ઘણા મહિનાઓ સુધી રાહ જોવી જોઈએ. આ સમય દરિમયાન પરિવાર નિયોજન પદ્ધતિનાં ઉપયોગ દ્વારા સગર્ભાવસ્થાને દુર રાખવાનાં પગલાઓ લેવા જોઈએ.

વારંવાર થતી કસુવાવડ: કોઈક મહિલાઓને વારંવાર કસુવાવડ થાય છે. સગર્ભાવસ્થાનાં પહેલાં તબક્કાઓમાં જયારે બે કે તેથી વધુ વખત કસુવાવડ થઈ હોય તો પણ મહિલાને ચિંતા ન કરવા જણાવવું. પરંતુ જો સગર્ભાવસ્થાના પાછલા દિવસોમાં ત્રીજી કે ચોથી વાર કસુવાવડ થાય તો મહિલાને ડોક્ટરી તપાસ કરાવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ કે જેથી આવું થવાના કારણો જાણી શકાય.

પ્રેરિત ગર્ભપાત: કસુવાવડને "સ્વયંસ્ફુરિત ગર્ભપાત” પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે તેની શરૂઆત જાતેજ થાય છે. પરંતુ એવું પણ હોય છે કે મહિલાઓ સગર્ભાવસ્થાને “પ્રેરિત ગર્ભપાત” દ્વારા સમાપ્ત કરે છે. આ પ્રકિયા સગર્ભાવસ્થાના પહેલાં તબક્કા દરિમયાન (પહેલાં ત્રણ મહિનામાં) કરવામાં આવે છે. મહિલાને ઓછો દુઃખાવો થાય તે માટે ઈન્જેક્સન આપવામાં આવે છે, અને ત્યારબાદ ડૉક્ટર યોનીમાર્ગમાં સાધન નાખી ગર્ભાશયને સાફ કરે છે. આ ઑપરેશનમાં સામાન્ય રીતે ૧૫ મીનીટ લાગે છે. જો આ ઑપરેશન તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા, વ્યવસ્થિત સાધનોના ઉપયોગ અને સ્વચ્છ વાતવરણમાં કરવામાં આવ્યું હોય તો તે નુકસાનકારક નથી. જો પ્રેરિત ગર્ભપાત માટે અસલામત પધ્ધતિ અપનાવવામાં આવે તો મહિલાને તેના પ્રજનન અંગોમાં મોટો ચેપ લાગવાની શક્યતાઓ રહેલી છે. જો મહિલાને કોઈક કારણોને લીધે પ્રેરિત ગર્ભપાત કરાવવો પડે અને તેને તાવ, ઠંડી, પેટમાં દુઃખાવો, પગમાં ગોટલા ચઢવા કે પીઠમાં દર્દ અથવા ખુબજ વધુ પડતો રક્તસ્ત્રાવ જે બંધ નથી થતો, અથવા યોનીમાંથી દુર્ગંધવાળો પદાર્થ અથવા સામાન્ય માસિક આવવામાં મોડુ (૬ અઠવાડિયાથી વધુ) થાય તો તેણીએ તરતજ સારવાર માટે હોસ્પિટલમાં જવું જોઈએ. સારવારમાં વિલંબ એટલે મૃત્યુ.

કાયદાઓ

રાષ્ટ્રીય વસ્તી નીતિ ૨૦૦૦ની કાર્યસુચિને અસરકારક રીતે દબાણ ઉભું કરવા માટે કોઈ યોગ્ય અને વ્યાપક કાયદો હોવો ખુબ જરૂરી છે. તથાપિ બે સ્પષ્ટ કાયદાઓ અસ્તિત્વમાં છે કે જે સ્પષ્ટ હેતુઓને ધ્યાનમાં રાખીને બનાવવમાં આવ્યાં છે. કે જે નીચે મુજબ છે:

પ્રીનેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીકઝ (રેગ્યુલેશન એન્ડ પ્રીવેન્સન એક્ટ):

૧ જાન્યુઆરી ૧૯૯૬નાં રોજ આ કાયદો અને તેનાં નિયમો અમલમાં મુકવામાં આવ્યાં. આ કાયદામાં દર્શાવવામાં આવેલ છે કે કઈ પરિસ્થતિઓનેમાં પ્રિનેટલ ડાયગનોસ્ટીક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા ગર્ભસ્થ શિશુની વિકૃતિઓને તપાસવામાં આવે છે. ગર્ભની જાતિ જણાવવાનું આ કાયદામાં નિષિદ્ધ છે. કાયદાના ભંગને માટે સજાઓ દર્શાવવામાં આવી છે.પ્રીનેટલ ડાયગ્નોસ્ટીક ટેક્નીક (રેગ્યુંલેસન એન્ડ પ્રિવેન્સન ઓફ મીસયુસ)નો કાયદો એ એક પ્રગતિશીલ વિધાન છે કે જે સ્ત્રી ભ્રૂણહત્યાનાં સામાજિક દુષણને નાબુદ કરવાનાં હેતુને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે, કે જે પૂર્વ પ્રસૂતિ જાતિ નિર્ધારણ પછી ખાસ કરીને બને છે.

મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી એક્ટ (એમ.ટી.પી) :

ગર્ભપાત સાથે સબંધિત મૉબિર્ડિટી અને મૃત્યુને અટકાવવા અને નિયંત્રણમાં રાખવા માટે પાર્લામેન્ટ દ્વારા મેડીકલ ટર્મિનેસન ઓફ પ્રેગનન્સી એક્ટ ૧૯૭૧માં પસાર કરવામાં આવ્યો કે જે આખા ભારત દેશમાં ૧ અપ્રિલ ૧૯૭૨માં અમલમાં મુકવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીરમાં આ કાયદો નવેમ્બર ૧૯૭૬માં અમલમાં મુકવામાં આવ્યો.

એમ.ટી.પીનો એક્ટ ૧૯૭૧ ગર્ભપાત કઈ પરિસ્થિતિઓમાં કરી શકાય તેની શરતો નિયત કરે છે, કયા વ્યકિતઓ આવા ગર્ભપાત કરવા લાયક છે અને કયા સ્થળો પર ગર્ભપાત કરી શકાય તે નિયત કરે છે.

નીચે જણાવેલ પરિસ્થિતિઓ કાયદા દ્વારા દર્શાવવામાં આવેલ છે:

માતાની તબીબી પરિસ્થિતિ

જયારે માતા શારીરિક કે માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડાતી હોય અથવા તેણીને કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે તેવો ભય હોય અને જો ગર્ભાવસ્થાને ચાલુ રાખવાથી માતાના જીવનને ખતરો હોય તો અથવા તો આ પરિસ્થિતિ તેણીનાં માનસિક અને શારીરિક આરોગ્યને અસર પહોચાડતી હોય.

યુજેનિક: વાઈરલ ચેપ, વધુ પડતી દવાનો ઉપયોગ, સગર્ભાવસ્થા દરમિયાન એક્સ રે અને રેડીએશન તરફ વધુ એક્સપોઝર, લોહીમાં વિસંવાદિતા, ગાંડપણ વગેરેને કારણે જયારે જન્મ લેતાં બાળકને માટે ગંભીર શારીરિક અથવા માનસિક ખોડખાપણ સાથે જન્મવાનો ખતરો હોય છે ત્યારે...

જ્યારે ગર્ભાવસ્થા બળાત્કાર પછી થાય છે: જ્યારે ગર્ભાવસ્થા બળાત્કાર પછી થાય છે

ગર્ભાવસ્થા: જયારે મહિલા વાપરવામાં આવેલ કુટુંબ નિયોજનની પધ્ધતિની નિષ્ફળતાને કારણે સગર્ભા બને છે. આ કલમ મહિલા દ્વારા વિનંતી કરવામાં આવે તો ગર્ભપાતને મંજુરી આપે છે.

સામાજિક–આર્થિક પરિસ્થિતિઓ જે મહિલાના આરોગ્યને નુકસાન પહોચાડી શકવા સક્ષમ હોય. આ એક બીજી કલમ છે કે જે વિનંતી કરવાથી ગર્ભપાત માટે ઘણી તક આપે છે. કાયદા મુજબ, ફક્ત અધિકૃત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર જેને ઓ.બી.જીનો નિયત અનુભવ હોય તે જ આ એમ.ટી.પી કરી શકે છે. જો ગર્ભાવસ્થાની અવસ્થા ૧૨ અઠવાડિયાથી ઓછી હોય તો એક ડૉક્ટર બીજા ડૉક્ટરની સલાહ લીધા વગર ગર્ભપાત કરી શકે છે. પરંતુ જો ગર્ભાવસ્થાની અવસ્થા ૧૨ અઠવાડિયાથી વધુ હોય તો બે ડોક્ટરો દ્વારા સાથે મળીને ગર્ભપાતના આવશ્યકતા વિશે નક્કી કરવાનું હોય છે. ગર્ભપાત કોઈ પણ એક ડૉક્ટર દ્વારા કરવામાં આવી શકે છે. કટોકટીની પરિસ્થિતિમાં જો ગર્ભ ૨૦થી વધુ અઠવાડિયાનું હોય તો એક ડૉક્ટર બીજા ડૉક્ટરને પૂછ્યા વગર માન્ય દવાખાનાંમાં પણ ગર્ભપાત કરી શકે છે.

મહિલાની લેખિત સંમતિ લેવી ખુબજ મહત્વની છે. જો મહિલા સગીર હોય અથવા આઘાતને લીધે માનસિક રીતે અસ્વસ્થ હોય કે તેણીને ગાંડપણ હોય તો વાલીની લેખિત સંમતિ લેવી જરૂરી છે. એમ.ટી.પી નાં ૧૯૭૧નાં કાયદા મુજબ ગર્ભપાતને વ્યક્તિગત વિષય માનવામાં આવે છે અને તેથી આ સેવા આપનાર દ્વારા ચુસ્ત ગુપ્તતા જાળવવી ખુબ જરૂરી છે અને મહિલાની ઓળખ ગુપ્ત રાખવી જરૂરી છે.

ગર્ભપાતને કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા ઉભી થાય કે ભવિષ્યમાં ઉભી થવાની શક્યતા હોય તો તે માટે ડૉક્ટરને કાયદાકીય સલામતિ પૂરી પાડવામાં આવી છે, પરંતુ તે સાથે જોવામાં આવે છે કે ડૉક્ટર દ્વારા દરેક સાવચેતી અને સલામતી રાખવામાં આવેલ છે, જો ડૉક્ટર દ્વારા કોઈ પણ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવેલ હોય તો ડૉક્ટર સજાને પાત્ર બને છે, જેમાં ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ સામેલ છે.

તબીબી અને યુજેનિક સંબંધી ગર્ભની સમાપ્તિ માતા અને શિશુ બન્ને માટે સારી માનવામાં આવે છે, પરંતુ જયારે આ પદ્ધતિનો ઉપયોગ ન જોઈતા બાળકને, અને ખાસ કરીને બાળકીના ગર્ભસમાપ્ત કરવા માટે વિચારણા કરવામાં આવે કે વપરાય તો તે અનૈતિક અને અસામાજિક છે અને તેને બિનપ્રોત્સાહિત કરવું જોઈએ. વારંવાર કરાવવામાં આવતા ગર્ભપાત માતાના આરોગ્ય માટે નુકસાનકારક છે, જે ઉચ્ચ મૃત્યુદર અને ખરાબ આરોગ્ય તરફ લઈ જાય છે. આ વિશે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે અને અન્ય/બીજી ગર્ભનિરોધક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

એમ.ટી.પી ઍક્ટ ૧૯૭૫ માં સુધારાયેલ છે. નીચેના સુધારા કરવામાં આવ્યા હતા.

 • ગર્ભપાત કરવા માટે જરૂરી તબીબી લાયકાતનાં પ્રમાણપત્રને આપવા માટે જીલ્લા મેડીકલ ઓફિસરને સત્તા સોપવામાં આવેલ છે. પહેલાં આ કાર્ય પ્રમાણપત્ર બોર્ડ દ્વારા કરવામાં આવતું હતું.
 • ગર્ભપાત કરવા માટે જરૂરી તબીબી લાયકાત: અ) જો આર.એમ.પી (રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર) દ્વારા ૨૫ એમટીપી કરાવામાં મદદ કરી હોય. બ) જો ડૉક્ટર ની ઓ.બી.જીમાં છ મહિનાની હાઉસમેનશીપ/એક જગ્યા પર રહીને કામ હોય. ક) જો તેને ઓ.બી.જીમાં અનુસ્નાતકની લાયકાત હોત. ડ) જો ડૉક્ટર જેને ૧૯૭૧નાં આ કાયદા બનતા પહેલાં સ્નાતકની ઉપાધી હાંસલ કરેલ હોય.ઈ) અને જેઓ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો તે પછી એક વર્ષમાં સ્નાતકની પદવી લીધી હોય અને તેઓને ઓ.બી.જીમાં એક વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
 • મુખ્ય જિલ્લા તબીબી અધિકારી પાસેથી ગર્ભપાત કરવાની સેવા આપવાનું પ્રમાણપત્ર લીધા પછી સ્વેચ્છિક સંસ્થા પણ આ સેવા આપી શકે છે.

૧૯૭૧નાં એમ.ટી.પી કાયદાનાં હોવા છતાં (સુધારો ૧૯૭૫), અને તેમાં અંદરના પહાડી અને આદિવાસી વિસ્તારો તથા શહેરી વિસ્તારોને માટે આપેલ સેવાઓ અંગે વ્યવસ્થા છે, કે જેમાં કાયદા મુજબ જેઓ આવડત ન ધરાવતા હોયકે અધિકૃત ન હોય તેઓ,

મુખ્ય જવાબદાર પરિબળો ની ઓળખાણ આ પ્રમાણે છે:
અ). ગ્રામ્ય અને પહાડી અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં આવા દવાખાનાંનો અભાવ અને શહેરી વિસ્તારોમાં આવા દવાખાનાં સુધી પહોચવા માટે નાણાકીય અભાવને લીધે ગર્ભપાત કરવવા માટેની સલામત સેવા સુધીની પહોચનો અભાવ
બ). સલામત ગર્ભપાતની સેવાઓ ક્યાં મળે છે તે માહિતીનો અભાવ
ક).સરકારી ક્લિનિક અને હોસ્પિટલ જેમાં એમ.ટી.પી ની સેવા મળે છે તેમાં ગુપ્તતાનો અભાવ અને જાહેર વાતાવરણ
ડ). અવિવાહિત અને વિધવા બહેનોની દવાખાનાં/હોસ્પિટલમાં જવા માટેની અનિચ્છા

ગર્ભપાત પહેલાની કાળજી

 

પહેલા તબક્કે ખાતરી કરવી કે મહિલા ખરેખર સગર્ભા છે, ગર્ભાવસ્થાના સમયગાળાનો અંદાજ લેવો અને ગર્ભ ગર્ભાશયમાંજ છે તેની ખાતરી કરવી. પ્રેરિત ગર્ભપાત સાથે જોડાયેલ જોખમો જોકે વ્યવસ્થિત કરવામાં આવે તો નાના છે પણ તે ગર્ભાવસ્થાના સમયગાળા સાથે વધે છે (ગ્રીમ્સ અને કાસ્ટ ૧૯૭૯). ગર્ભાવસ્થા કેટલા સમયની છે તે જાણવું સૌથી વધુ મહત્વનું છે યોગ્ય ગર્ભપાતની પદ્ધતિની પસંગીમાં.

દરેક આરોગ્યની સેવાઓ અને પ્રસુતિ કેન્દ્રોમાં તાલીમ પામેલ અને કાબેલ કાર્યકર્તાઓ હોવા જોઇએ જે મહિલાનો ઈતિહાસ સારી રીતે લઈ શકે તથા તેણીનું યોનિમાર્ગ દ્વારા અંદરથી તપાસ કરી શકે (આંતરિક તપાસ). પ્રરિત ગર્ભપાત કરવા માટેની સેવાઓ આપી શકવા માટે કાબેલ કર્મચારીઓ અને સાધનો ન ધરાવતા આરોગ્ય દવાખાનાંઓએ મહિલાને તરતજ બીજા નજીક્ના દવાખાનામાં મોકલવું જોઈએ. દવાખાનાના કર્મચારીઓ મહિલાને માર્ગદર્શન આપવા માટે સક્ષમ હોવા જરૂરી છે કે જે મહિલાને પોતાના વિકલ્પોને વિચારણા કરવામાં મદદ કરે.

શારીરિક તપાસ દરમિયાન આરોગ્ય કાર્યકર્તાએ તપાસવું ખુબ જરૂરી છે કે તેણીના ગર્ભાશયની સ્થિતિ કેવી છે (શું તે એંટાવર્તેડ (આગળની તરફ ઝુકાવ) કે રેટ્રોવરટેડ (પાછળની તરફ ઝુકાવ) કે અન્ય કોઈ સ્થિતિ) અને કોઈ જાતિય સંચારિત ચેપ (એસ.ટી. આઈ) કે પ્રજનન અવયવોમાં ચેપ(આર.ટી.આઈ) તેની ખાતરી કરવી તથા આ સિવાય પણ તેણીને પાંડુરોગ અથવા મેલેરિયા જેવી બીજી તકલીફ માટે વધારાની સેવાઓ અને કાર્યવાહીઓની જરૂર પડી શકે અથવા તબીબી ધ્યાન માટે ભલામણની જરૂર પડે. જે કિસ્સાઓમાં ગંભીર સર્વિકલ પેથૉલૉજી (રોગવિજ્ઞાન) જોવામાં તો મહિલાને યોગ્ય દવાખાનામાં વધુ તપાસ માટે મોકલવું જોઈએ.

અલ્ટ્રાસાઉન્ડ સ્કેનીંગ

અલ્ટ્રાસાઉન્ડ સ્કેનીંગ વહેલા ગર્ભપાત માટે જરૂરી નથી (RCOG ૨૦૦૦). જ્યાં તેની સુવિધા છે, ૬ અઠવાડિયા કે તેથી થોડા વધારાનું ગર્ભ શું એક્તોપિક ગર્ભાવસ્થા છે તેની જાણ કરવામાં અલ્ટ્રાસાઉન્ડ મદદ કરે છે. ઘણાં સેવા આપનારને, આ ટેકનોલોજી ગર્ભપાત કરતા પહેલાં અને તે દરમિયાનની પ્રક્રિયામાં અને ગર્ભવસ્થાનાં પાછળના ગાળામાં મદદરૂપ થાય છે. જ્યાં અલ્ટ્રાસાઉન્ડ વાપરવામાં આવે છે ત્યાં તે માટે અલગ જગ્યા હોવી જરૂરી છે કે જેથી જે મહિલા ગર્ભપાત કરાવવા માંગતી હોય તેને તપાસી સકાય કે જે પ્રસુતિ પહેલાની કાળજી આપતી સેવાઓથી દુર હોય.

હાલની સ્થિતિ કરતા પહેલાની સ્થિતિ / પૂર્વ હાલની સ્થિતિમાં:

ગર્ભવસ્થાનાં ગાળાનાં સમયની ગણતરી અને ખાતરી કરવાની સાથે આરોગ્ય કાર્યકતાએ મહિલાનો પૂરો તબીબી ઈતિહાસ અંગેની માહિતી લેવી જરૂરી છે તથા અન્ય પરિબળો જે ગર્ભપાતને લગતી જોગવાઈઓને અસર કરતા હોય અને અન્ય દવાઓ જો મહિલા દ્વારા લેવામાં આવતી હોય કે જે ગર્ભપાત કરવાની પ્રક્રિયાઓમાં વાંધાજનક હોય તો તે વિશે પણ જાણવું જરૂરી છે.

એક તબીબી વિચાર મુજબ, એચ.આઈ.વી ધરાવનાર મહિલા જયારે ગર્ભપાત કરાવે છે ત્યારે તેણીને માટે એવીજ સાવચેતી રાખવી જરૂરી છે જયારે કોઈ અન્ય તબીબી/સર્જીકલ શસ્ત્રક્રિયા કરતી વખતે રાખવાની હોય છે. જો મહિલા એચ.આઈ.વી પોસીટીવ હોય તો, તેણીને વિશિષ્ટ પરામર્શની જરૂરી છે.

પ્રજનન અવયવોમાં ચેપ - (આર.ટી.આઈ)

ગર્ભપાતના સમયે નીચલા પ્રજનન માર્ગમાં ચેપ હોય તો આર ટી આઈનાં પછીની પ્રક્રિયાઓમાં તે ગંભીર જોખમ રૂપી પરિબળ ગણાય છે. ગર્ભપાતના સમયે વાપરવામાં આવેલ એનટીબાયોટીક્સ પછીના તબક્કામાં થતા ચેપોને અડધા કરી નાખે છે. પરંતુ જ્યાં રોગનિરોધક તરીકે એનટીબાયોટીક્સ ઉપલબ્ધ નથી ત્યારે ગર્ભપાત કરી શકાય છે. કોઈ પણ કિસ્સામાં ગર્ભપાત કર્યા પછીના તબક્કામાં ચેપ ન થાય તે માટે સખત ચોક્ખાઈ માટેની કાળજી અને તેણીને ચેપ ન લાગે કાર્યવાહીનું ધ્યાન મોટી ભૂમિકા ભજવે છે:

તબીબી સંકેતો ચેપ સૂચવે છે તો, મહિલાને તરતજ રોગપ્રતિકારક દવાઓથી સારવાર આપવી જોઈએ, અને પછી ગર્ભપાત કરવો જોઈએ, કે જ્યાં આર.ટી.આઈનું નિયમિત તપાસ કરવામાં આવતી હોય ત્યાં તપાસ કરાવવી જોઈએ અને જો ત્યાં ચેપના કોઈ દૃશ્યમાન ચિહ્નો ના હોય તો પરિણામની રાહ જોયા વગર ગર્ભપાત કરવો જોઈએ

ગર્ભનો ગર્ભાશયની બહાર વિકાસ થઈ રહ્યો હોય તેવી ગર્ભવસ્થા:

જયારે પરિપક્વ ઈંડુ ગર્ભશયના પોલાણની બહાર સ્થિર થાય અને ગર્ભનો વિકાસ અસામાન્ય સ્થિતિમાં થાય ત્યારે તેને એક્ટોપીક ગર્ભવસ્થા કહેવામાં આવે છે. ફેલોપિયન ટ્યુબ, અંડાશય, ડગ્લાસ પાઉચ (મહિલાના શરીરમાં ગર્ભાશયના પાછળની દીવાલ અને ગુદામાર્ગ વચ્ચેના પેરીતોનીયલ પોલાણનું લમ્બાન) એક્ટોપીક ગર્ભ સામાન્ય રીતે વિકાસ પામે છે.

એક્ટોપીક ગર્ભવસ્થા જીવલેણ બની શકે છે. ચિહ્નો જે દર્શાવે છે કે તે ગર્ભાશયના બહારની ગર્ભાવસ્થા છે તેમાં સમાવેશ થાય છે: ગર્ભશયનું માપ ગર્ભના ગર્ભાવસ્થાના અંદાજીત સમયગળાને જોતા અપેક્ષિત કરતાં નાનું, યોની રક્તસ્રાવ અને ડાઘા સાથે નીચલા પેટનો દુખાવો, ચક્કર અથવા બેભાન થવું, ફિક્કાશ અને કોઈક મહિલાઓમાં એડ્નેક્સ્લ માસ.

જો એક્ટોપીક ગર્ભવસ્થા હોવાની શંકા હોય તરત તેની ખાત્રી કરવી અને તાત્કાલિક જરૂરી સારવાર શરુ કરવી, અથવા મહિલાને એવી જગ્યાએ ખસેડો જ્યાં નિદાનની ચોક્સાઇ કરવાની અને તાત્કાલિક સારવાર શરુ કરવાની ક્ષમતા હોય.

સર્વિકલ સાઇટૉલોજિ (કોષવિજ્ઞાન)

 

ગર્ભપાત માટેની વિનંતિ એક મોકો છે મહિલાઓમાં સર્વિકલ સાઇટૉલોજિનું મૂલ્યાંકન કરવાનો, ખાસ કરીને જયારે સર્વિકલ કેન્સર અને એસ.ટી.આઈ ઉચા પ્રમાણમાં હોય. પરંતુ આવી પરિસ્થિતિનો સ્વીકાર એ મહિલા માટે ગર્ભપાત કરાવવા માટે નથી અને આવી સેવાઓ ગર્ભપાત સલામત રીતે કરાવવા માટે જરૂરી નથી.

માહિતી અને સલાહ સુચન:

માહિતીની જોગવાઇ સારી-ગુણવત્તાવાળી ગર્ભપાત સેવાઓનો એક આવશ્યક ભાગ છે. માહિતી હંમેશા સંપૂર્ણ, સચોટ અને સમજવામાં સરળ તથા એ રીતે આપવામાં આવે કે મહિલાની ગુપ્તતાને માનપૂર્વક સંબોધે.

નિર્ણય સલાહસૂચન

પરામર્શ મહિલાઓને, પોતાના વિકલ્પો પર વિચારણા કરવા અને ખાતરી કરવા કે તે નિર્ણય દબાણમુક્ત કરી શકશે, મદદ કરી શકશે. પરામર્શ સ્વૈચ્છિક, જન્મજાત અને તાલીમ પામેલા વ્યક્તિ દ્વારા પૂરા પાડી શકાય. જો મહિલા ગર્ભપાતનો વિકલ્પ સ્વીકારે તો, આરોગ્ય કાર્યકર્તાએ તેને કાયદાકીય જરૂરિયાતો વિશે જણાવવું જરૂરી છે. મહિલાને નિર્ણય લેવા માટે જરૂરી હોય તેટલો પુરતો સમય આપવો જોઈએ, જેમાં એવું પણ થઈ શકે કે તેને ક્લિનિક ફરી વાર આવું પડે. જલ્દી ગર્ભપાતમાં રહેલ વધુ સલામતી અને અસરકારકતાને ધ્યાનમાં રાખવા વિશે સમજ આપવી જરૂરી છે. આરોગ્ય કાર્યકર્તાએ એવી મહિલાઓને પૂરી અને યોગ્યમાહિતી આપવી જોઈએ જે મહિતા પોતાની ગર્ભાવસ્થાને પુરા સમય સુધી લઈ જવા નક્કી કરે અને/અથવા દત્તક લેવા માંગતા હોય, ભલામણ સહિત.

થોડાઘણાં સંજોગોમાં મહિલા તેના સાથીદાર અથવા અન્ય કુટુંબના સગાસબંધીઓ તરફથી ગર્ભપાત માટે દબાણનો સામનો કરતી હોય છે. અપરણિત કિશોરીઓ અને એચ.આઈ.વી પોઝિટીવ મહિલાઓ ખાસ કરીને આવા દબાણ માટે સંવેદનશીલ હોય છે. દરેક એચઆઈવી અસરગ્રસ્ત મહિલાઓને તેમના આરોગ્ય પર ખતરાની જાણ હોવી જોઈએ જે તેના ગર્ભાવસ્થાના કારણે થઈ શકે.

તેમને મળનાર સારવારની જાણકરી તેમને હોવી જોઈએ અને શિશુઓમાં પ્રસારણ અટકાવવા તે એક માહિતગાર નિર્ણય લઈ શકે કે ગર્ભ રાખવું કે જ્યાં કાયદો પરવાનગી આપે ત્યાં તેને સમાપ્ત કરવું.

તે વધારાના પરામર્શની માંગણી કરી શકે છે. જો કર્મચારીવર્ગમાં કોઈ ને ખબર હોય કે તેમને શંકા હોય કે મહિલા જાતીય હિંસા અથવા અત્યાચારનો શિકાર છે તો યોગ્ય પરામર્શ કે સારવાર માટે મોકલી શકે છે.

વ્યવસ્થાપકોએ ખાતરી કરવી જોઈએ કે કર્મચારીવર્ગને જાણકારી છે કે આરોગ્ય વ્યવસ્થા અને સમુદાયમાં આવા સંસાધનોની ઉપલબ્ધતા છે.

ગર્ભપાતની કાર્યવાહીઓ અંગે માહિતી

મહિલાને ઓછામાં ઓછી નીચે દર્શાવેલ માહિતી આપવી જરૂરી છે.

 1. કાર્યવાહી પહેલાં અને પછી શું કરવામાં આવશે.
 2. મહિલાને શું અનુભવ થઈ શકે છે. (દાખલા તરીકે, માસિકમાં થાય છે તેવા સ્નાયુસંકોચન, દુઃખાવો અને રક્તસ્ત્રાવ)
 3. કાર્યવાહીને કેટલો સમય લાગશે.
 4. દુખાવાને ઓછો કરવા માટે તેણીને શું આપવામાં આવશે.
 5. આ પધ્ધતિ સાથે જોડાયેલ જોખમો અને ગૂંચવણો.
 6. તે તેની સામાન્ય પ્રવૃતિઓ ક્યારે ચાલુ કરી શકશે, જાતિય સંભોગ સહિત; અને
 7. ગર્ભપાત પછીની કાળજીઓ

જો ગર્ભપાતની પદ્ધતિમાં પસંદગીનો વિકલ્પ હોય તો પ્રબંધકો તાલીમ પામેલા હોવા જોઈએ કે તેઓ મહિલાને તેની ગર્ભવસ્થાના સમયગાળા આધારિત અને તેની આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ખતરાઓ ઓછા હોય તેવી કઈ પધ્ધતિ વધુ અનુકુળ રહેશે તે સ્પષ્ટ રીતે જણાવી શકે.

ગર્ભનિરોધક અંગેની માહિતી અને સેવાઓ

ગર્ભનિરોધક માહિતી અને સેવાઓની જોગવાઈ ગર્ભપાતની કાળજીનો એક આવશ્યક ભાગ છે કારણ કે તે ભવિષ્યમાં, ગર્ભાવસ્થા જે હેતુપૂર્વક નથી તેને ટાળવા મહિલાને મદદ કરે છે. દરેક મહિલાને માહિતી આપવી જરૂરી બને છે કે જો તે અસરકારક ગર્ભનિરોધક ન અપનાવે તો ગર્ભપાત પછી બે મહિનામાં ફલિત અંડ થવાની સંભાવના છે, કે જે તેને ફરીથી ગર્ભસ્થ થવાના ખતરા તરફ દોરી જાય છે. તેની જરૂરિયાત મુજબનું સૌથી વધુ અનુકુળ ગર્ભનિરોધકના વિકલ્પની પસંદગી માટે તેને ચોક્કસ અને સ્પષ્ટ માહિતી આપવી જરૂરી છે.

ગર્ભનિરોધક નિષ્ફળતા પછી જો મહિલા ગર્ભપાત કરવા માંગે છે, ત્યારે પ્રબંધકો એ જાણવા ચર્ચા કરવી જોઈએ કે તે પદ્ધતિનો ઉપયોગ અયોગ્ય રીતે કરવામાં આવ્યો હશે અને તે તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અથવા તેના માટે અલગ પદ્ધતિ વાપરવી વધારે અનુકુળ રહેશે. પદ્ધતિની આખરી પસંદગીનો નિર્ણય મહિલાનો પોતાનોજ હોવો જરૂરી છે. મહિલા દ્વારા પસંદ થયેલ પદ્ધતિનો સ્વીકાર કદી પણ ગર્ભપાત માટેની પુર્વશરત સાથે ન હોવો જોઈએ.

ગર્ભપાત સાથે જોડાયેલ જટીલતાઓને સંભાળવી

 

જયારે યોગ્ય તાલીમ પામેલા કર્મચારીઓ ગર્ભપાત કરે છે ત્યારે ગૂંચવણો ભાગ્યેજ હોય છે. તેમ છતાં, આરોગ્ય વ્યવસ્થાના દરેક સ્તરે, દરેક સેવા વિતરણ સ્થાનો પર એવા તાલીમ પામેલા કર્મચારીઓ ઉપલબ્ધ હોવા જોઈએ જે ગર્ભપાત સંબંધિત ગૂંચવણો ઓળખી શકે અને મહિલાઓને તત્પર દેખરેખ આપી શેક કે તેના માટે મોકલી શકે. જે સગવડો અને કૌશલ્યો જરૂરી છે દેખરેખ કરવા માટે એવી મહિલાઓની જેમની કસુવાવડ થઈ છે, તેવાજ દિવસના ૨૪ કલાક (વિશ્વ આરોગ્ય સંસ્થા ૧૯૯૪) સગવડો અને કૌશલ્યોની જરૂરી છે ગર્ભપાતને લગતા ગૂંચવણોનાની વ્યવસ્થા કરવા માટે

અધૂરું ગર્ભપાત

જયારે કુશળ પ્રદાતા/આરોગ્ય કર્મચારી દ્વારા ગર્ભપાત કરવામાં આવે છે ત્યારે અપૂર્ણ ગર્ભપાત રહેવાની સંભાવના ખુબ ઓછી છે. તે વધુ ગર્ભપાતના તબીબી પદ્ધતિઓ માં સામાન્ય છે. ચિહ્નો અને લક્ષણો માં યોની રક્તસ્રાવ, પેટનો દુખાવો અને ચેપના સંકેતોનો સમાવેશ થાય છે. તેની શંકા હોવી જોઈએ જયારે દાર્શનિક પરીક્ષણ પછી સર્જિકલ ગર્ભપાત પછીના પેશીઓ એ અંદાજિત ગર્ભાવસ્થાના સમયગાળાની ખાતરી નથી આપતું. દરેક સ્વાસ્થ્ય સંભાળ સુવિધાના કર્મચારીઓ એટલા તાલીમબંદ હોય કે અપૂર્ણ ગર્ભપાતની સારવારમાં તૈયાર હોય. આ તેઓ કરશે ગર્ભાશયને ફરી વેક્યુમ વડે ખાલી કરવું, હેમરેજ કે ચેપ લાગવાની શક્યતા પર ધ્યાન આપવાથી.

નિષ્ફળ ગર્ભપાત

જે મહિલા સર્જીકલ અથવા તબીબી પધ્ધતિ દ્વારા ગર્ભપાત કરાવેલ હોય તેમાં નિષ્ફળ ગર્ભપાત રહી શકે છે. જો, કોઈ પણ પ્રકારના કાર્યપદ્ધતિ પછી કરવામાં આવેલ મુલાકાતમાં, ખબર પડે કે ગર્ભાવસ્થા ચાલુ છે તો બીજા ટ્રાયમેસ્ટરમાં ગર્ભાવસ્થા સમાપ્તિ માટે વેક્યુમ વડે ખાલી કરવું કે ડી&સી જરૂરી છે.

હેમરેજ

ગર્ભના બાકી રહેલ અંશ, આઘાત, સર્વિક્સને ઈજા અથવા ભાગ્યે જ, ગર્ભાશયમાં કાણું તે કારણ બની શકે હેમરેજનું. કારણ પર આધાર રાખીને, યોગ્ય સારવારમાં સમાવેશ થાય છે ગર્ભાશયનું પુનઃ ખાલી કરવાનું અને રક્તસ્ત્રાવ રોકવા માટે યુટેરોટોનીક દવાઓ આપવી, નસ દ્વારા પ્રવાહી આપવુ, અને ગંભીર કિસ્સાઓમાં લોહી સંક્રામણ લેપ્રોસ્કોપી (બ્લડ ટ્રાન્સ્ફ્યુંઝન લેપ્રોસ્કોપી) કે એક્સપ્લોરેટરી લેપ્રોસ્કોપી. હેમરેજની વ્યાપ્તિને ઓછુ કરવા ઓક્ઝીટોસીન્સનો નિયમિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જયારે હેમરેજ અતિશય હોય તો તે એક કટોકટી છે. જોકે, દરેક સેવા વિતરણ જગ્યા, મહિલાઓ, જેમને હેમરેજ થતું હોય, તેમને શક્ય એટલું ઝડપથી, સ્થિર કરી સારવાર કરે અથવા યોગ્ય જગ્યાએ મોકલવા માટે સમર્થ હોવા જ જોઈએ.

ચેપ

યોગ્ય રીતે કરવામાં આવેલ ગર્ભપાતથી ભાગ્યે જ ચેપ લાગે છે. સામાન્ય લક્ષણોમાં સમાવેશ થાય છે તાવ અથવા ઠંડી, દુર્ગંધવાળું યોનિમાર્ગનું અથવા સર્વિકલ સ્રાવ, પેટનો અથવા નિતંબનો દુખાવો, લાંબા સમય સુધી થતું યોનિમાર્ગનું રક્તસ્રાવ અથવા ડાઘા, ગર્ભાશયની નાજુકતા, અને/અથવા વધેલું શ્વેત રક્ત કોષની ગણતરી. જ્યારે ચેપનું નિદાન થાય છે, સ્વાસ્થ્ય સંભાળ કર્મચારીઓએ એન્ટીબાયોટીક્સ આપવું જોઈએ અને, ગર્ભનો કોઈ પણ અંશ બાકી રહ્યું હોય જેનાથી ચેપ લાગી શકે તો ગર્ભાશયને સાફ /ખાલી કરવું. મહિલાઓ જેમને ગંભીર ચેપ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવું જરૂરી છે. જેમ અન્ય વિભાગોમાં વર્ણવાયેલ, જોવામાં આવ્યું છે કે પ્રૉફિલૅક્ટિક/રોગ પ્રતિબંધક (દવા) આપવાથી ગર્ભપાત પછીના ચેપ લાગવાના ખતરાને ઓછુ કરતું પામ્યું છે અને જ્યાં શક્ય ત્યાં પૂરું પાડે છે.

ગર્ભાશયમાં ચિરાડ

સામાન્ય રીતે, ગર્ભાશયના ચિરાડ પકડાતા નથી અને હસ્તક્ષેપ જરૂર વગર શરુ થઈ જાય છે. એક અભ્યાસ જેમાં ૭૦૦ મહિલાઓ સહવર્તી પહેલા-ટ્રાયમેસ્ટરમાં ગર્ભપાત અને લેપ્રોસ્કોપીથી કરવામાં આવેલ વંધ્યીકરણ માંથી પસાર થઈ રહ્યા છે, એ જાણવા મળ્યું છે કે ૧૪માંથી ૧૨ ગર્ભાશયના ચિરાડ એટલા નાના છે કે લેપ્રોસ્કોપી ના કરવામાં આવી હોત તો તેમની ઓળખ ના થઈ હોત. જ્યાં ઉપલબ્ધ છે લેપ્રોસ્કોપી તપાસની પસંદગીની પદ્ધતિ છે.જો લેપ્રોસ્કોપી પરીક્ષણ અને/કે દર્દીની પરિસ્થિતિ કોઈપણ શંકાને વેગ આપે કે આંતરડાંને, રક્તવાહિની કે અન્ય માળખાઓમાં નુકસાન છે, તો નુકસાન પામેલ પેશીઓનું લેપ્રોસ્કોપી દ્વારા સમારકામ કરવાની જરૂર નથી.

ઍનિસ્થીઝયા (નિશ્ચેતનકરણ) સંબંધિત ગૂંચવણો

બન્ને પરિસ્થિતિ - પહેલા-ટ્રાયમેસ્ટરમાં વેક્યુમ વડે ખાલી કરવામા અને બીજા-ટ્રાયમેસ્ટરમાં ડી&સી કરવામાં લોકલ ઍનિસ્થીઝયા (સ્થાનિક નિશ્ચેતના) કરતાં જનરલ ઍનિસ્થીઝયા (જનરલ નિશ્ચેતના) સુરક્ષિત છે. જ્યાં જનરલ ઍનિસ્થીઝયા વપરાય છે, કર્મચારિઓમાં, આંચકી કે હૃદય અને શ્વસનક્રિયાની કામગીરીમાં અસમર્થતાના સંજોગોમાં સ્થિરીકરણ વ્યવસ્થાપનમાં, કુશળતા હોવી જોઈએ. નાર્કોટિક વિપરીત એજન્ટો હંમેશા સહેલાઇથી ઉપલબ્ધ હોવા જોઇએ.

લાંબાગાળાના સીક્વેલાઈ

 

મોટાભાગની સ્ત્રીઓ જેમણે યોગ્ય રીતે કરેલ પ્રેરિત ગર્ભપાત કરાવ્યું હોય તો, તેમના સામાન્ય અથવા પ્રજનન સ્વાસ્થ્ય પર કોઈપણ લાંબા ગાળાની અસરો નહીં ભોગવે. નાની સંખ્યામાં સ્ત્રીઓને ગર્ભપાતને લગતી તીવ્ર જટિલતાઓને છે જે એક અપવાદ છે.

સંશોધન બતાવે છે કે પહેલા-ટ્રાયમેસ્ટરમાં સુરક્ષિત પ્રેરિત ગર્ભપાત અને પછીની ગર્ભાવસ્થામાં પ્રતિકૂળ નિકાલ આવામાં કોઈ સબંધ નથી. રોગચાળાનું શાસ્ત્ર (ઍપીડેમીયોલોજીકલ)ને લગતી માહિતી નથી દર્શાવતું કે મહિલાઓમાં સ્તન કેન્સરનું વધેલ જોખમ નથી અને તે પહેલેથી ચાલતા પૂર્વ-પ્રવર્તમાન પરિસ્થિતિઓ લાગે છે.

ગર્ભપાત પછીની કાળજી માટે સૂચના

ગર્ભપાત કરાવી રહેલ મહિલાઓને સ્પષ્ટ, સરળ, મૌખિક અને લેખિત સૂચનો મેળવા જોઈએ જેવા કે - આરોગ્ય સંભાળ સુવિધા છોડ્યા પછી કેવી રીતે જાતે પોતાની કાળજી લેવી જોઈએ અને તેમાં સમાવેશ થાય છે તબીબી સારવારની જરૂર પડે તેવા ગૂંચવણોને કેવી રીતે ઓળખી કાઢવું. જ્યારે તેઓ તબીબી પ્રેરિત ગર્ભપાત કરાવે તો, સ્ત્રીઓ એક ચિકિત્સક કે અન્ય આરોગ્ય કાર્યકર ને સંપર્ક કરી શકે જે તેમના પ્રશ્નોના જવાબ આપી શકે અને આધાર પૂરો પાડે.

વર્તમાન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું

ઉદાહરણ રૂપે, આ આકારણી બતાવે છે કે કેટલાક પ્રબંધકો અથવા સંભવિત પ્રબંધકો ગર્ભપાત અંગે નકારાત્મક લાગણી ધરાવે છે, ત્યાં પણ જ્યાં તે કાનૂની અને અરજી પર હોય. આ કિસ્સામાં, કાર્યક્રમ આયોજકોને પગલા લેવા પડશે જેનાથી ખાતરી લેવાય કે લાયક મહિલાઓ સેવાઓ વાપરી શકે છે.

રાષ્ટ્રીય ધોરણો અને માપદંડો સ્થાપિત કરવા

ધોરણો અને માપદંડો એવી રીતે ઘડવા જોઈએ જે ખાતરી આપે સારી ગુણવત્તાવાળા-ગર્ભપાત સેવાઓની જે ઉપલબ્ધ છે કાયદાની પરવાનગી સાથે. જાહેર, ખાનગી અને બિન સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવેલ સારી ગુણવત્તાવાળા-ગર્ભપાત પહોચાડવા માટે તેમણે નિર્ણાયક સૂચકો સુયોજીત કરવો જોઈએ, જેમાં સમાવેશ થાય છે:

 • ગર્ભપાત સેવાઓના પ્રકાર અને તે ક્યાં પૂરી પાડી શકાય
 • આવશ્યક સાધનો, દવાઓ, અને સુવિધાની ક્ષમતાઓ
 • ભલામણ તંત્ર
 • મહિલાઓના જાણકાર નિર્ણય પ્રક્રિયા માટે માન, સ્વાયત્તતા, ગુપ્તતા અને ગોપનીયતા, કિશોરોના ખાસ જરૂરિયાતો તરફ ધ્યાન સાથે
સ્ત્રીઓ જે બળાત્કારનો ભોગ બન્યા હોય તેમના માટે ખાસ જોગવાઈઓ

ગર્ભપાત સેવાઓના પ્રકાર અને તે ક્યાં પૂરી પાડી શકાય

 

પ્રાથમિક સ્તરે, પ્રારંભમાં ગર્ભપાત સેવાઓને અધિષ્ઠાપિત કરવાથી સ્ત્રીઓ માટે મોટા પ્રમાણમાં વપરાશ સુધારી શકે છે. પ્રાથમિક સ્તરે આરોગ્ય વ્યવસાયિકોને એવી રીતે તાલીમ આપી તૈયાર કરવા કે તે પ્રારંભિક ગર્ભપાત સેવાઓ આપતા થાય અને યોગ્ય રેફરલ્સ કરતા થાય. આ બની શકે કે મોટું અને સહુથી મહત્વનું રોકાણ હોય.

સમુદાયના સ્તરે

સમુદાય-આધારિત આરોગ્ય કાર્યકરો મહત્વની ભૂમિકા ભજવે છે - મહિલાઓને માહિતી અને ગર્ભનિરોધક આપી ન જોઈતી ગર્ભાવસ્થાને ટાળવા મદદ કરે છે અને અસુરક્ષિત ગર્ભપાતના પરિણામોથી બચાવે કરાવે છે. તેમને જરૂર છે મહિલાઓને કેવી રીતે અનુચિત વિલંબ કર્યા વગર સુરક્ષિત, કાયદાકીય ગર્ભપાત કાળજી મેળવવી જોઈએ તેનાથી માહિતગાર કરવા જોઈએ અને ઉચિત સંભાળ માટે, મહિલાઓ જેમને અસુરક્ષિત ગર્ભપાત ગૂંચવણો ઉભી થીયે છે, તેમને મોકલવા.

પ્રાથમિક સંભાળ સુવિધાના સ્તરે

પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રો પાસે મૂળભૂત તબીબી ક્ષમતા અને કેટલાક પ્રશિક્ષિત આરોગ્ય સંભાળ કામદારોનો હોય છે. વેક્યુમ ઍસ્પિરેશન અને ગર્ભપાત તબીબી પદ્ધતિઓ, બન્નેની આ સ્તરે વિચારણા કરી શકાય છે કારણકે બન્નેમાં રાતવાસો કરવાની જરૂર નથી.

રાષ્ટ્રીય ધોરણો અને માપદંડો સ્થાપિત કરવા

સ્ટાફમાં નર્સ, દાઈ, આરોગ્ય સહાયકો, અને અમુક સંદર્ભમાં ચિકિત્સકોનો સમાવેશ થાય તેવી શક્યતા છે. આરોગ્ય કર્મચારીઓ કે જેઓ પહેલાથી જ પ્રશિક્ષિત થઇને આવ્યા છે અને જેની પાસે, બે હાથની જરૂર પડે તેવું નિતંબ (પેલ્વિક) પરીક્ષણ, ગર્ભાવસ્થાના ચિહ્નોના નિદાન માટે, અને ટ્રાન્સસર્વિકલ (સીધા ગર્ભ સુધી) પ્રક્રિયા જેવુકે આઈ.યુ.ડી અંદર લેવુ કરવા માટે પ્રદર્શિત સક્ષમતાઓ હોય તો તેમને વેક્યુમ ઍસ્પિરેશન કરવામાટે પ્રશિક્ષિત કરી શકાય છે. જ્યાં ગર્ભપાતની તબીબી પદ્ધતિઓ નોંધાયેલ અને ઉપલબ્ધ છે, ત્યાં સ્ટાફ પણ સારવાર સંચાલિત અને તેની દેખરેખ કરી શકે છે.

તત્પર અને ઊંચી કક્ષાની કાળજીની ખાતરી કરવા માટે, સામાન્ય જન્મ અને સ્વયંસ્ફુરિત ગર્ભપાતના વ્યવસ્થાપનની જેમ સંદર્ભિત વ્યવસ્થા જગ્યાએ હોવી જ જોઈએ. જો આ કારણોસર જરૂરી હોય તો, પ્રશિક્ષિત કર્મચારીઓ જો જરૂર પડે તો આરોગ્ય કેન્દ્રમાં કામના કલ્લાકોમાં અને પછી પણ ઉપલબ્ધ હોવા જોઈએ.

જિલ્લા હોસ્પિટલ (પ્રથમ ભલામણ) સ્તરે:

જિલ્લા કક્ષાની સુવિધાઓએ દર્શાવેલ ગર્ભપાતને લગતી સેવાઓ બધાને પ્રાથમિક સંભાળ સ્તરે આપવી જોઈએ, ત્યાં પણ જ્યાં આ સેવાઓ નીચલા સ્તરે પણ ઉપલબ્ધ છે. સંભાળના વિશિષ્ટ તત્વોની ભાગ્યે જ ગર્ભપાત માટે જરૂર પડે છે અને ગર્ભપાત સેવાઓ પહોંચાડવાનું સેવાઓનો નિયમિત ભાગ હોય તે જરૂર નથી, ખાસ કરીને જ્યાં સંસાધન મર્યાદિત છે. દાખલા તરીકે, પ્રારંભિક તબક્કામાં ગર્ભપાત માટે અલ્ટ્રાસાઉન્ડ જેવા વિશિષ્ટ સાધનનો નિયમિત વપરાશ આરોગ્ય તંત્રના ખર્ચમાં વધારો કરે છે અને તેની પ્રારંભિક તબક્કાના ગર્ભપાતની વ્યવસ્થામાં જરૂર નથી. પ્રારંભિક તબક્કાના ગર્ભપાત માટે જનરલ ઍનિસ્થીઝયા ન આપવું જોઈએ કારણ કે તે જોખમ અને ખર્ચમાં વધારો કરે છે. હોસ્પીટલે ગર્ભપાત ની સેવા બહારના દર્દીઓને ધોરણે આપવી જોઈએ, જે સલામત છે, ખર્ચ ઓછુ કરે છે અને મહિલાઓ માટે અનુકૂળતા વધારે છે.

ગૌણ અને ત્રીજી હરોળની ભલામણ હોસ્પિટલો

માધ્યમિક અને તૃતીય સ્તરના હોસ્પિટલ પાસે એટલો સ્ટાફ, સગવડ અને ક્ષમતા હોવી જોઈએ કે તે કાયદા જેની પરવાનગી આપે તેવા ગર્ભપાત કરી શકે અને અસુરક્ષિત ગર્ભપાતના તમામ ગૂંચવણોની વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોય. શૈક્ષણિક હોસ્પિટલમાં ગર્ભપાત સંભાળની જોગવાઇ ખુબ મહત્વની છે જેનાથી દરેક વિભાગના સંબંધિત આરોગ્ય વ્યવસાયિકો તબીબી તાલીમ આવર્તન દરમિયાન ગર્ભપાત સેવા પહોંચની આવડત હાસિલ કરે.
2.82608695652
Anonymous Jan 04, 2018 05:14 PM

શું એકવાર નસબંધી કયૉ પછી ખોલી શકાય

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top