હોમ પેજ / આરોગ્ય / મહિલા સ્વાસ્થ્ય / ગર્ભાવસ્થા આરોગ્ય / ગર્ભાવસ્થામાં થતી શરદી – ઉધરસ રોકવાની ટિપ્સ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગર્ભાવસ્થામાં થતી શરદી – ઉધરસ રોકવાની ટિપ્સ

ગર્ભાવસ્થામાં થતી શરદી – ઉધરસ રોકવાની ટિપ્સ આપવામાં આવી છે

ગર્ભાવસ્થાના સમય દરમિયાન, સ્ત્રીનું શરીર પરિવર્તન હેઠળ રહે છે. કેટલીક મહિલાઓને વધતો બેબી-બમ્પ અને શરીરમાં વધતા વજનનો થી ટેવાઇ જવું મુશ્કેલ લાગે છે. ઉધરસ અને શરદી એક સામાન્ય બીમારી છે, તેમ ઘણા લોકો વિચારે છે. તેના કેટલાક લક્ષણો ઇજાગ્રસ્ત ગળા, વહેતું નાક,થાક, સતત છીંક આવવી વગેરે હોય છે.
શરદીનો ચેપ તમારી ગર્ભાવસ્થા દરમિયાન જોખમી બને શકે છે. ઉધરસના આંચકા પણ વધી જાય તો તમને જોખમી સ્થિતિમાં મૂકી શકે છે. તેના કારણે કંઇપણ નુકશાન થાય તે પહેલા ઉધરસ અને શરદી બંનેને અટકાવા માટે પગલાં લેવા વધારે જરૂરી છે.

ફ્લૂની રસી લો

શરદી રોકવા માટે કોઇ ગેરેન્ટેડ તબીબી રીત નથી. ગર્ભાવસ્થા દરમિયાન કોઇપણ સમયે અથવા છેલ્લા મહિનાઓમાં તે નુકશાન કરી શકે. ફ્લૂ શોટ લેવાથી બાળકને કોઇપણ રીતે નુકશાન કરશે નહીં ગર્ભાવસ્થા દરમિયાન તે સંપૂર્ણપણે સલામત છે.

હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરો

હાથ નિયમિત રીતે ધોવા જોઇએ. જ્યારે બહાર હાથ ધોવાનું શક્ય ન હોય, તો તમે સેનેટાઇઝરનો ઉપયોગ કરો. સેનેટાઇઝરમાં આલ્કોહોલનું પ્રમાણ ભારે વાયરસના ફેલાવાને ઘટાડે છે. આલ્કોહોલની ગંધ ન ગમતી હોય, તો આલ્કોહોલ-ફ્રી સેનેટાઇઝર પસંદ કરો.

પ્રવાહીની માત્રા વધારો

પ્રવાહી શરીરમાંથી ઝેરને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે, પ્રવાહીમાં ફક્ત પાણી જ નહીં ફળોનો રસનો પણ સમાવેશ થાય છે.

સંતુલિત આહાર

ખોરાક ઉધરસ અને શરદીને સરળતાથી અટકાવે છે, તે જુઓ કે તમે તમારા ખોરાકમાં તમામ વિટામિન્સ, ખનીજો અને એન્ટિઓક્સિડન્ટસનો સમાવેશ થાય છે, જે રોગપ્રતિકારક તંત્રને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. ખાંડવાળી વાનગી ખાવાની ટાળો.

તણાવના સમયે

તણાવ હેઠળ તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય તેથી બીમારીનો ભોગ ઝડપથી બની શકો છો, તેથી શારીરિક અને માનસિક રીતે ભાર રાખવો નહીં, આ દિવસોમાં મહિલાએ ખાસ આરામ કરવો જોઇએ. ધ્યાન અને ઊંડા શ્વાસની કસરતો કરીને તાણ અસરકારક રીતે ટાળી શકાય છે.

ઉધરસ સાથે લોકોથી દૂર રહો

જો તમારી આસપાસની કોઇ વ્યક્તિને શરદી કે ઉધરસ થઈ હોય તો, જ્યાં સુધી તેઓ સારવાર ન કરે ત્યાં સુધી તેમનાથી દૂર રહો, દૂર રહેવું અસરગ્રસ્ત વ્યક્તિ સાથે કંઇપણ શેર ન કરવું જરૂરી છે.

સ્ત્રોત : ગુજરાત  સમાચાર

3.02173913043
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top