હોમ પેજ / આરોગ્ય / મહત્વના દિવસ / વિશ્વ તમાકુ નિષેધ દિવસ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિશ્વ તમાકુ નિષેધ દિવસ

વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશેની માહિતી

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસ ને "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુમુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.

વિશ્વમાં તમાકુના બંધાણીઓની કુલ સંખ્યા ૧૦૦ કરોડ કરતા પણ વધુ છે. જે પૈકીના ૮૦ કરોડ લોકો ભારત તથા અન્ય વિકાસશિલ દેશોમાં રહે છે. તમાકુના લીધે વિશ્વમાં દર વર્ષે ૬૦ લાખ લોકો મૃત્યુને ભેટે છે. જે પૈકીના ૫૦ લાખ લોકો પોતેજ તમાકુની બનાવટોનો કોઇપણ સ્વરુપે ઉપયોગ કરતા હોય છે જ્યારે ૬ લાખ લોકો પોતે તમાકુના વ્યસની ના હોઇ પરંતુ અન્ય તમાકુનો ઉપયોગ કરતા લોકોના સતત સંપર્ક ના લીધે મૃત્યુ પામે છે.

તમાકુ ઉત્પાદનો એ કોઇપણ રાષ્ટ્રના વિકાસ માટે ખતરારુપ છે. અને તે લોકોના શારિરીક સ્વાસ્થ્ય માટે હાનીકારક છે, ઉપરાંત લોકોની આર્થીક સ્થિતી પણ ખોરવાય છે. આમ આ તમાકુ ઉત્પાદનોના સેવનની ઉભી થયેલ વૈશ્વિક કટોકટીને  પહોચીં વળવા વિવિધ સરકારો તેમજ લોકો આરોગ્ય તેમજ વિકાસને પ્રાથમિકતા આપે તે જરુરી છે. આમ, આ વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમીતે "તમાકુ વિકાસ માટે ખતરો" ને આ વર્ષની મુખ્ય થીંમ તરીકે પસંદ કરેલ છે.

તમાકુ નિષેઘને વ્યાપક અર્થમાં લેતા તે માત્ર શારિરીક સ્વાસ્થ્ય ની અસમતુલાના હેતુ ઉપરાંત તમાકુના પાક, ઉત્પાદન, વેચાણ અને ઉપભોગ સુધી થતી પ્રતિકુળ અસરોને આવરી લે છે. તમાકુ નિષેઘ ગરીબી, ભુખમરો નો અંત આણી કૃષીવિષયક અને આર્થિક વિકાસ અને લાંબાગાળે પર્યાવરણ ના ફેરફાર માં પણ પોતાના ફાળૉ નોંધાવે છે. તમાકુ ઉત્પાદનો પર કરનું ભારણ વધારતા સરકારી આરોગ્ય વિષયક અને અન્ય વિકાસના કાર્યોમાટે યોગ્ય ભંડોળ મળી રહે છે. આ ઉપરાંત્ત્ર લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનો નો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવન માં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.

મોટાભાગના કિસ્સાઓમાં વ્યક્તિ ક્ષણિક મોજ-મજા માટે તમાકુનો ઉપયોગ શરુ કરે છે જે આગળ જતા વ્યસનમાં પરિણમે છે. અને તમાકુની અનુપસ્થિતીમાં અનુભવાતી બેચેની, અકળાંમણ, તણાવ, સુસ્તિને દુર રાખવા તેનો ઉપયોગ શરુ રાખે છે. તમાકુની લાંબાગાળાની આડ અસરો જેવીકે, સ્ટ્રોક. ફેફસા, મોં, જીભ કે સ્વરપેટીનુ કેન્સર, હ્દયરોગ, ગર્ભાશય, પાચનતંત્ર તથા આંતરડાનુ કેન્સર, નપુંસકતા જેવી  અસરો પ્રત્યે જાગૃતી તથા તમાકુમુક્તિના પ્રયાસો મનોચિકિત્સકની સીધી દેખરેખ હેઠળ કરવાથી તમાકુમુક્તિના પ્રયત્નો સફળ નિવડે છે.

સ્ત્રોત : ડો. આઇ. જે. રત્નાણી માનસિકરોગ સબંઘિત બ્લોગ- વધુ માટે અહીં ક્લિક કરો

3.08823529412
Chauhan Nisarg R. Jul 26, 2019 09:22 PM

હુ લોકોને કહીશ કે તે તમાકુ નો ઉપયોગ બંધ કરે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top