હોમ પેજ / આરોગ્ય / બાળ આરોગ્ય / સ્તનપાન / સ્તનપાન થી થતા ફાયદાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્તનપાન થી થતા ફાયદાઓ

સ્તનપાન થી થતા ફાયદાઓ વિશેની માહિતી

માતાઓ માટે મહત્વીની સલાહઃ

તમારા શિશુને માંદગી સામે સ્‍તનપાન રક્ષણ આપે છે અને તે શ્રેષ્‍ઠ પોષણ છે. મોટા ભાગના શિશુઓને પ્રથમ ૪ થી ૬ મહિના સ્‍તનપાન પુરતો આહાર પણ આપે છે. સ્‍તનપાન માટે સલાહ લેવા તમારા ડોકટર અથવા અન્‍ય કોઈ પણ આરોગ્‍ય વ્‍યાવસાયિક અથવા કોઈ મિત્ર કે સગા- સંબંધી કે જેમણે સફળતાપૂર્વક સ્‍તનપાન કરાવ્‍યું હોય, તેમની સલાહ લો. વારંવાર સ્‍તનપાન કરાવવું એ દુધનો સારા પ્રમાણમાં પુરવઠો જાળવવા અને સ્‍ત્રોત વહેતો રાખવા માટે શ્રેષ્‍ઠ રસ્‍તો છે. ગર્ભાવસ્‍થા દરમિયાન અને પ્રસૂતિ પછી સારો સમતોલ આહાર સ્‍તનોમાં પૂરતું દૂધ લાવવામાં મદદ કરે છે.

યાદ રાખો

  • સ્‍તનપાન તમારા શિશુ માટે શ્રેષ્‍ઠ અને ખૂબ કિફાયતી આહાર છે.
  • સલાહ લો તે યોગ્‍ય છે. જે આહાર શિશુઓ માટે નથી તેનો ઉપયોગ કરવાથી નુકશાન કરી શકે. બિનજરૂરી અંશતઃ બોટલ- ફીડીંગ અથવા અન્‍ય આહાર અને પીણાં, સ્‍તનપાન પર નકારાત્‍મક અસર કરી શકે. આથી સ્‍તનપાન સિવાય કોઈ પણ બીજો આહાર શરૂ કરતાં પહેલાં આરોગ્‍ય વ્‍યાવસાયિકની સલાહ લેવી આવશ્‍યક છે.
  • માતાનાં દૂધનાં લક્ષણોઃ તમારી પ્રસૂતિ પછી તરત જ સ્‍તનોમાં આવતું દૂધ પીળું અને ચીકણું હોય છે. આ દુધને કોલોસ્‍ટ્રમ કહે છે જે પ્રસુતિ પછીના પ્રથમ સપ્‍તાહમાં આવતું હોય છે. કોલોસ્‍ટ્રમક ‘મેચ્‍યોર’ દુધ કરતાં વધારે પોષણરક્ષણ હોય છે કારણ કે એ વધારે પ્રોટીન, વધુ ચેપ- રોધક ગુણવતા ધરાવે છે જે શિશુના જન્‍મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્‍વ રહે છે.એમાં વિટામિન ‘એ’નું પ્રમાણ પણ ઉંચુ હોય છે.- તમારા શિશુને તમારે કોલોસ્‍ટ્રમ આપવું જ જોઈએ કારણ કે તેમાં ઘણાં પોષણ દ્રવ્‍યો છે.
  • બાળકને ખાંડનું પાણી મધનું પાણી, માખણ કે અન્‍ય મિશ્રણો ના પીવડાવવા- સ્‍તનપાન સંપૂર્ણ અને સમતોલ આહાર છે અને શિશુને તેના જન્‍મના શરૂઆતના ગાળામાં જે પોષણની જરૂર હોય છે તે પુરાં પાડે છે.એમાં ચેપ- રોધક ગુણવતાઓ છે જે શિશુને આરંભિક મહિનાઓમાં થતા ચેપ સામે રક્ષણ આપે છે,જે હંમેશા ઉપલબ્‍ધ હોય છે અને તેના માટે વાસણ કે બોટલની જરૂર નથી પડતી(જેમાં જંતુઓ હોઈ શકે) કે એ તૈયાર કરવા બળતણની જરૂર નથી પડતી.

સ્તાનપાન શા માટે?

  • શિશુને સ્‍તનપાન કરાવવું એ શિશુ આહાર દુધના વિકલ્‍પ આપવા કરતાં ખૂબ સસ્‍તું પડે છે કારણ કે માતા ને જે વધારાના આહારની જરૂર પડે છે તેનો ખર્ચ શિશુ – આહાર દુધના ખર્ચ કરતાં ઓછો હોય છે- જે માતાઓ સામાન્‍ય રીતે સ્‍તનપાન કરાવે છે તે બાળકને જન્‍મ આપ્‍યા પછી સ્‍તનપાન ન કરાવતી મહિલાઓની સરખામણીમાં લાબાં ગાળા સુધી નીચો ગર્ભધાન- દર ધરાવે છે- પ્રસૂતિ પછી તરત જ સ્‍તનપાન કરાવવાથી ગર્ભાશય સંકોચવામાં અને માતાને પોતાની દેહાકૃતિ ઝડપથી પાછી ધારણ કરવામાં મદદ મળે છે.

સ્તાનપાનનું વ્યેવસ્થાતપનઃ

પ્રસૂતિ પહેલાં તમારા ડોકટરને એ કહેવાનું ના ભુલશો કે તમે સ્‍તનપાન કરાવવા ઈચ્‍છો છો. - તમારૂં શિશુ જન્‍મ લે કે તરત જ તમારે સ્‍તનપાન કરાવવું જોઈએ- ડોકટરો એવું પસંદ કરે છે કે તમારૂં શિશુ અને તમે પ્રસૂતિ પછી તરત જ ભેગા રહો. એ રડે કે તરત જ સ્‍તનપાન કરાવો..

ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top