હોમ પેજ / આરોગ્ય / બાળ આરોગ્ય / સ્તનપાન / માતૃધાવણ – નવજાત શિશુનો હક્ક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

માતૃધાવણ – નવજાત શિશુનો હક્ક

માતૃધાવણ – નવજાત શિશુનો હક્ક વિશેની માહિતી આપવામાં આવી છે

વિશ્વ આખામાં ઓગસ્ટ-૨૦૧૮ માસનો પ્રથમ સપ્તાહ વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે. આ સંદર્ભે ‘વર્લ્ડ હેલ્થ એસેમ્બલી' એ ‘માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ છે' નો સંદેશો સમગ્ર વિશ્વને પાઠવ્યો છે ત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આનો વિરોધાભાસ ઊભો કરી પાવડર બનાવતી કંપનીઓને પ્રોત્સાહન આપી કરોડો નવજાતશિશુઓના જીવ જોખમમાં મૂકવાનું હીન કાર્ય કર્યું છે.

અમૂલ્ય ગણાતું માતાનું દૂધ બાળકને કુદરતી સ્વરૂપે મળી રહે છે અને નવજાતશિશુના કોમળ-નાજૂક આંતરડાને પચવામાં ખૂબ જ સરળ પડે છે. વળી શરૂઆતના ૨-૩ દિવસોમાં આવતું ઘાટુ ખીરા જેવું દૂધ જેને colostrum કહે છે, પીળા કલરના આ દૂધમાં વિપુલ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલીન્સ અને રોગપ્રતિકારક તત્વો ધરાવે છે, જે પ્રમાણમાં ઓછું હોવા છતા અત્યંત ફાયદાકારક હોય છે.

માતાના ધાવણમાં એવા વિશિષ્ટ તત્વો છે જે બાળકના બૃદ્ધિ, વૃદ્ધિ અને વિકાસમાં અત્યંત ઉપયોગી બને છે. ખાસ કરીને ઉત્તમ પ્રકારના પ્રોટીન્સ અને તેના ‘ટોરીન' જેવા એમાનો એસિડ બાળકના જ્ઞાનતંતુઓના વિકાસમાં મદદરૂપ બને છે. તેમાના દૂધમાં રહેલું ગ્લુકોઝ બાળકને તાત્કાલિક શક્તિ આપે છે. વળી દૂધમાં રહેલા ફેટી એસિડ, ફોસ્ફોલીપીડ, DHA જે ઝડથી વિકસી રહેલા નવજાતશિશુના મગજ માટે અત્યંત ઉપયોગી બને છે.

આ ઉપરાંત કુદરતી તાપમાને તૈયાર માતૃધાવણમાં વિટામિન્સ, કેલ્શીયમ, ફોસફરસ અને સૂક્ષ્મતત્વો તેમજ વિવિધ પ્રકારના એન્ટીબોડી હોય છે. જે બાળકને ડાયેરીયા, ન્યૂમોનીયા, સ્કીન ઈન્ફેક્શન અને મેલેરીયા તેમજ મગજના ચેપ સામે ખાસ રક્ષણ આપે છે. આવા અસંખ્ય ગુણોથી ભરપૂર માતાના દૂધમો લાભ તમામ નવજાતશિશુઓને મળવો જોઈએ. કુદરતે ધાત્રી માતાઓને એટલું વિપુલપ્રમાણમાં દૂધ આપે છે કે તે જોડીયા બાળકોને સારી રીતે ધાવણ પૂરૂ પાડી શકે છે અને હવે તો વિશ્વમાં ઘણી માતાઓ ‘Human Milk Bank' ને દૂધનું ડોનેશન (Milk donation) કરે છે.

આવા અમૃત સમાન દૂધ જેને જન્મબાદ અડધા કલાકમાં જ શરૂ કરી દેવું જોઈએ અને ૬ મહિના સુધી ફકત માતાનું જ ધાવણ (Exclusive Breast Feeding) આપવું જોઈએ, અન્ય દૂધ, પાણી, ગ્રાઈપ વૉટર બિલકુલ નહીં આપવા જોઈએ.

આનાથી વિપરીત દૂધનો પાવડર છે જેને દૂધને અતિ ઉંચા તાપમાને ઉકાળી તેનો ભૂકો કરીને બનાવવામાં આવે છે. જેમાના ગુણકારી તત્વો નાશ પામે છે. મોંઘા હોય છે, પચવામાં ભારે પડે છે. આ પાવડર આંતરડાની દિવાલને નુકશાન પહોંચાડે છે તેના કારણે બાળકને ઘણીવાર ઝાડા થઈ શકે છે. એલર્જી, વજન ઉતરી જવું અને ન્યુમોનિયા જેવા રોગોને આમંત્રણ આપે છે. વિકસતા દેશો, ગરીબ, મધ્યમવર્ગના કુટુંબો માટે શાપ સમાન છે. પાણી ઉમેરી બનાવવાની ઝંઝટ, બોટલો, ૩૦૦થી ૪૦૦ રૂપિયા કિલો, સમયનો બગાડ અને બાળકના મગજને નુકશાન જેવી આડઅસરોથી તેનો સદંતર ત્યાગ અનિવાર્ય છે.

વિશ્વના લાખો બાળરોગ નિષ્ણાતો, મેડિકલ ગ્રુપ્સ, એનજીઓ, WHO, UNICEF, IMA, IAP સૌ સાથે મળી આ સપ્તાહની ઉજવણી કરે છે, જેમાં ધાત્રી અને સગર્ભા માતાઓને પેમ્ફલેટ, રૂબરૂ વાતચીતો, ટીવી, મીડિયા અને સમાચારપત્તો દ્વારા માતાને ધાવણ આપવાની સાચી રીત તેનાથી થતા ફાયદા (માતાને પણ ગર્ભાશય, અંડકોષ અને બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મળે છે) સમજાવવામાં આવે છે.

તો આવો આપણે સૌ મળી સહકાર સાથે આ પવિત્ર કાર્યમાં મદદરૂપ થઈએ. અત્યંત ગુણકારી માતાનું દૂઘ જેનાથી ઉછરતા બાળકનો IQ-બુદ્ધિઆંક બોટલ કે પાવડરના દૂધથી ઉછરેલા બાળકોની સરખામણીમાં ઘણો ઉંચો રહે છે તે સમજીએ, સમજાવીએ અને તમામ નવજાતશિશુને આ હક્ક પ્રદાન કરાવીએ.ઈ.સ. ૧૯૯૧થી શરૂ થયેલી આ ઉજવણીને ૨૭ વર્ષ પુરા થયા છે અને હાલ વિશ્વના ૧૨૦થી વધારે દેશોની ૪૮૮ સ્વેસ્છિક સંસ્થાઓ અને લગભગ ૪ લાખથી વધારે વોલન્ટિયર્સ આ કાર્યની સફળતામાં જોડાયેલા છે. ૨૦૧૮ વર્લ્ડ બ્રેસ્ટ ફીડીંગ વીકનું સૂત્ર છે.

સ્ત્રોત:  ડૉ કે.એમ.મહેરીયા, સિનિયર પિડિયાટ્રિશિયન.( રેફરન્સ : નવગુજરાત હેલ્થ)

3.0303030303
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top