অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોગપ્રતિકારક શક્તિ વધશે તો બાળક આપોઆપ રોગમુક્ત થશે

ચોક્કસ એન્ટિબોડીઝ અથવા સંવેદનાત્મક સફેદ રક્ત કોશિકાઓની ક્રિયા દ્વારા ચોક્કસ ચેપ અથવા ઝેરને રોકવા માટે જીવતંત્રની ક્ષમતા એટલે ઇમ્યુનિટી.

જો તમે સુપર પાવર ધરાવતા હોવ, તો તમે શું પસંદ કરશો? સુપર ઝડપ, શક્તિ કે અદૃષ્ય થવાનું ? શું તમે ક્યારેય રોગપ્રતિકારક શક્તિ વિશે વિચાર્યું છે?

રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) કોઈ પણ પ્રકારના ચેપ સામે લડીને સુરક્ષા આપે છે. આપણી પાસે રોગપ્રતિકારક તંત્રના રૂપમાં સુપર પાવર જ છે. નાના સૂક્ષ્મજીવો જેવા કે બેકટેરિયા, વાયરસ અને ફૂગ સર્વત્ર રહેલા હોય છે. ઘણા સૂક્ષ્મજીવો અને વાયરસ રોગ પેદા કરી શકે છે જે પેથોજન્સ તરીકે પણ ઓળખાય છે. પેથોજન્સ આપણી આસપાસ હોવા છતાં આપણે દરેક વખતે બીમાર કેમ નથી પડતા? જવાબ એ છે કે શરીર રોગપ્રતિકારક તંત્ર આપણને બીમારીથી બચાવે છે. જન્મજાત રોગપ્રતિકારક શક્તિ રોગો સામે લડવા માટેની પ્રથમ રેખા છે. તેમાં ઘણા પ્રકારના કોષો, પ્રોટિન અને ક્યારેક અંગોનો પણ સમાવેશ થાય છે. ચામડી બહાર રહેલા પેથોજન્સને શરીરની અંદર જતા અટકાવે છે. રોગપ્રતિકારક તંત્ર માટે ચામડી મહત્વનો ભાગ ભજવે છે.

પેથોજન્સ શરીરની અંદર કેવી રીતે આવે છે?

મુખ્યત્વે દૂષિત હવા, વાસી ખોરાક કે દૂષિત પાણી દ્વારા પેથોજન્સ શરીરમા દાખલ થાય છે. તૂટેલી કે ઘા વાળી ચામડી પણ તેનું કારણ બની શકે છે. ખોરાક અથવા હવા દ્વારા દાખલ થતા પેથોજન્સ મ્યૂકોસામાંથી પસાર થાય છે. મ્યુકોસલ સપાટીઓ પેથોજેન્સને કોશિકાઓ સાથે જોડાવતાં અટકાવે છે અને આ રીતે પેથોજન્સને દૂર રાખે છે. વર્તમાન સમયમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી કયા કારણથી બને છે અને તેને સ્ટ્રોંગ બનાવવા શું કરવું જોઈએ તે સમજીએ.

પ્રાથમિક ઇમ્યુનોડેફિએન્સી:

બાળકોમાં નબળી રોગપ્રતિકારક શક્તિ:  ઘણી પ્રાથમિક રોગપ્રતિકારક શક્તિમાં ખામી વારસાગત હોય છે, જે માતાપિતા અથવા કોઈ એકમાંથી આનુવંશિક રીતે બાળકમાં પ્રવેશે છે. આનુવંશિક કોડ જે શરીરની કોશિકાઓ (ડીએનએ) ઉત્પન્ન કરવા માટે બ્લુપ્રિન્ટ તરીકે કાર્ય કરે છે, તેમાં કોઈ ખામી થવાથી આ સમસ્યા ઉદભવે છે. પ્રાથમિક રોગપ્રતિકારક શક્તિમાં રહેલી ખામી, શરીરની પ્રતિકારક શક્તિને નબળી પાડે છે. આવા કિસ્સામાં ચેપ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ સરળતાથી થાય છે. પ્રાથમિક ઇમ્યુનોડેફિએન્સીના કેટલાક સ્વરૂપો એટલા હળવા હોય છે કે તેઓ વર્ષોથી અવગણના કરી શકે છે જયારે અમુક કિસ્સામાં લક્ષણો બાળકના જન્મ પછી થોડા સમયમાં જ ધ્યાનમાં આવે છે. આવી નબળી રોગપ્રતિકારક શક્તિ માટે સામાન્ય રીતે નીચેના કારણો જવાબદાર હોઈ છે.

  • બી સેલ (એન્ટિબોડી) ની ખામી
  • ટી સેલ ખામીઓ
  • સંયોજન બી અને ટી સેલ ખામી
  • ખામીયુક્ત ફેગોસાયટ્સ
  • અજ્ઞાત (આઇડિયોપેથિક)

રોગપ્રતિકારક તંત્રની અસાધારણતા સાથે જન્મેલા બાળકો તેમજ માનવીય ઇમ્યુનોડેફિએન્સી વાયરસથી ચેપગ્રસ્ત બાળકો, જે હસ્તગત ઇમ્યુનોડેફિએન્સી સિન્ડ્રોમ (એઇડ્સ) નું કારણ બને છે, જેમાં એઇડ્ઝ સંપૂર્ણ રીતે ફેલાય છે.

બાળકની નબળી  રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર અન્ય પરિબળો જેવા કે

  • ગર્ભાવસ્થા દરમિયા માતાને કોઈ ચેપ થયો હોય
  • બાલ્યાવસ્થામાં શિશુને અલ્પપ્રમાણમાં મળતું માતાનું દૂધ
  • પોષણયુક્ત આહારનો અભાવ
  • પોષકતત્વોની ઉણપ
  • પેટમાં રહેલા જીવાણુઓ -પ્રીબાયોટિક્સ /પ્રોબાયોટિક્સ

ચિહ્નો અને લક્ષણો

વારંવાર અને પુનરાવર્તિત ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ, સાઇનસ ચેપ, કાનમાં ચેપ, મેનિન્જાઇટિસ અથવા ત્વચામાં ચેપ, આંતરિક અંગોમાં ઇન્ફ્લેમેશન અને ચેપ, બ્લડ ડિસઓર્ડર, જેમ કે પ્લેટલેટની સંખ્યામાં ઉણપ અથવા એનિમિયા, પાચનની સમસ્યાઓ જેમ કે ભૂખ ગુમાવવી, ઉબકા અને ઝાડા, વિલંબિત વિકાસ, ઑટોમ્યુન ડિસઓર્ડર, જેમ કે લ્યુપસ, સંધિવા અથવા પ્રકાર 1 ડાયાબિટીસ

બાળકોની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનાવના ઉપાયો

શરીરની આજુ-બાજુ કરોડો બેક્ટેરિયા ઉપલબ્ધ છે. રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરને આવા ખતરનાક બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ કોઈ બાળક જલદી બીમાર થઈ જાય છે તો કોઈ બાળક સારી રોગપ્રતિકારક શક્તિને કારણે લાબા સમય સુધી બીમાર થતાં નથી. આપણાં શરીરની રોગપ્રતિકાર શક્તિ ખાન-પાન અને જીવનશૈલી ઉપર નિર્ભર હોય છે. શરીરને સ્વસ્થ અને રોગ મુક્ત રાખવા સારી રોગપ્રતિકારક શક્તિ હોવી જરૂરી છે.

ખોરાક :

આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિના લડાકુ ફાઇટર ટી સેલ્સ અને macrophagesને પણ નિયમિત પૌષ્ટિક આહારની જરૂર હોય છે. તમે જોયું હશે કે સમતોલ આહાર લેનાર બાળકની તુલનામાં કૂપોષિત બાળક જલ્દી બીમાર થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે zinc, iron, selenium, copper, folic acid અને vitamin A, B6, C, E  Micro-nutrients અને Anti-Oxidantsની જરૂરત હોય છે.

સમતોલ આહાર:

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. આહારમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક ફળ, શાકભાજી, અને પ્રોટિનયુક્ત વસ્તુનો સમાવેશ કરવો જોઈએ.

એન્ટિ-ઓક્સિડેંટ:

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય પ્રમાણમા Anti- Oxidants લેવું જરૂરી છે. Anti-Oxidants આપણાં શરીરની ખરાબ પેશીને સારી કરે છે અને વૃદ્ધાઅવસ્થાને દૂર કરે છે. ડોક્ટરની સલાહ પ્રમાણે Anti-oxidants અને વિટામિન્સ યુક્ત દવા લઈ શકો છો.

પાણી:

આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ, યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શક્તિ મળે છે અને પાચન સારું થાય છે. પાણી શરીરના અનાવશ્યક પદાર્થને શરીરની બહાર કાઢે છે.

વ્યાયામ કે રમત ગમત

એક સંશોધન પ્રમાણે જે બાળકો અઠવાડીયામાં પાંચ દિવસ નિયમિત 30 થી 40 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરે છે તે બીજા બાળકોની તુલનામાં 50 થી 60 % ઓછા બીમાર પડે છે. નિયમિત વ્યાયામ તથા રમત રમવાથી વજન પણ નિયંત્રિત થાય છે અને ઇમ્યુનિટી પણ વધે છે.

ડૉ. જિજ્ઞેશ મોદી(બાળરોગ નિષ્ણાત)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate