অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવજાતના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર જરૂરી

નવજાતના પોષણની શરૂઆત માતાના ગર્ભથી જ થઈ જાય છે. ગર્ભાવસ્થા ધારણથી જ ગર્ભવતી માતા યોગ્ય વિકાસ માટે જરૂરી તમામ પણ પોષણયુક્ત આહાર લે તે જરૂરી છે. નવજાત માટે માતાનું ધાવણએ અતિમૂલ્યવાન ભેટ છે.
નવજાત અને શીશુઓ માટે પોષણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. કેમકે,

  1. નવજાતના ત્વરીત વિકાસ અને શારીરિક બંધારણમાટે યોગ્ય પોષણ ખૂબ મહત્વનું છે. આપની જાણ માટે એ મહત્વનું છેકે પહેલાં પાંચ માસે બાળકનું વજન બમણું અને પહેલાં એક વર્ષે ત્રણ ગણું થતુ હોય છે. ઉપરાંત, જન્મના બીજા વર્ષે તેનું વજન ચારગણું થાય છે અને ઉંચાઈ પણ વધે છે.
  2. નવજાતના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર અત્યાવશ્યક જરૂરી છે. જો જન્મના પહેલા 1000 દિવસમાં બાળક પોષણયુક્ત આહારથી વંચિત રહે, તો જીવપર્યન્ત માલન્યુટ્રીશન (કુપોષણ)ના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે.
  3. પોષણમાં વિલંબની વિપરીત અસર શિશુના સર્વાંગી વિકાસ પર સીધી જ થાય છે. તેનામાં રોગપ્રતિકારકક્ષમતા ઘટી જવાની શક્યતા વધારે રહે છે અને બાળમૃત્યુદર વધવાનું કારણ પણ બને છે.
  4. વર્તમાન સમયમાં પોષણના અભાવે બાળમૃત્યુ થવાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે આવકારદાયક બાબત છે. બાલ્યકાળમાં યોગ્ય માવજાત, પોષણયુક્ત આહાર જ વ્યક્તિના જીવનકાળમાં અનેક રોગો સામે રક્ષણ આપી જીવલેણ રોગો સામે લડવામાં ખૂબ ઉપયોગી બને છે.

હવે, પ્રશ્ન એ છે કે નવજાત માટે પોષણયુક્ત આહારની ચિવટતાથી ધ્યાન રાખવામાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ કરી શકાય અને તેનું ધ્યાન રાખી શકાય ? જેથી બાળકને કુપોષણનું શિકાર થતા બચાવી શકાય અને આપણાં દેશમાં બાળમૃત્યુદર પણ ઘટાડી શકાય. નવજાતની સંભાળ લઈ રહેલી માતાઓ માટે નિમ્નદર્શિત સૂચનો ખૂબ ઉપયોગી બની રહેશે.

ગાઈડલાઈન 01

માતાનું દૂધ (કોલોસ્ટ્રમ), દરેક નવજાત માટે ખૂબ જ જરૂરી હોય છે. જન્મના પહેલાં કલાકથી જ માતનું દૂધ આપી શકાય છે, જે નવજાતમાટે જરૂરી વિટામિન્સ, ફેટ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર તથા રોગપ્રતિકારકક્ષમતાને વધારનારૂ હોય છે. જન્મના થોડા દિવસ સુધી માતાના ધાવણમાં આવું તમામ તત્વોથી ભરપૂર દૂધ આવે છે, જે ક્રમશ: મેચ્યૉર મિલ્કમાં પરિવર્તિત થઈ જાય છે. જો આપ વર્કિંગ વુમન હોવ તો આપના બાળકને પહેલા 4 થી 6 માસ સુધી ધાવણ આપી શકો છો પરંતુ જો શક્ય હોય તો આ સમયગાળો મહત્તમ બે વર્ષ સુધી પણ લંબાવી શકાય છે.

ગાઈડલાઈન 02

આ સમયગાળા દરમિયાન આપ અનુભવશો કે આપના શીશુનું વજન અને ઉંચાઈ બન્ને વધી રહી હશે. તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ઉપયોગી બનનારા અંગો પણ એટલા જ ઝડપથી વિકસતા હોય છે. આપના બાળકના વિકાસને સંપૂર્ણ રીતે નોંધતા રહો. આપના બાળરોગ નિષ્ણાત ડૉક્ટરે રસીકરણ દરમિયાન આપેલા ચાર્ટ અનુસાર તેમાં વિગતો ભરો અને અનુસરો.

4-6 માસ બાદ માતાના સતત દુગ્ધપાનને કારણે જો પૂરતુ દૂધ માતાના શરીરમાં બનવાનું ઓછું થાય તો બાળકને સ્તનપાનની સાથે સાથે 4 થી 6 માસ બાદ ફૂડ સપ્લીમેન્ટ પણ આપી શકાય છે. વધુમાં, એક વર્ષ પછી બાળકના સંપૂર્ણ અને ઝડપી વિકાસને પહોંચી વળવા માટે ફૂડ સપ્લીમેન્ટ્સ આવશ્યક હોય છે. જો ફૂડ સપ્લીમેન્ટ્સ આપવામાં ન આવે તો કુપોષણની શક્યતાઓ વધી જાય છે.

ગાઈડલાઈન 03

બાળકને નવા આહારો લેતા કરવો અને તે ન લેવા માટે બાળક જીદ ન કરે તે કોઈ પણ માતા માટે એક પડકારરૂપ કામ છે. બાળક માટે વૈવિધ્યતાપૂર્ણ આહાર તૈયાર કરી તેને ખવડાવવું ખૂબ જટિલ કામ હોય છે, જેને પોતાની કુકિંગ સ્કિલનો ઉપયોગ કરી સરળ બનાવી શકાય છે. .

બાળકને આ આહાર જરૂરી અને વધારાના પોષકતત્વો આપનારો બની રહે છે. શરૂઆત પ્રવાહીથી કરવું જોઈએ(જેમકે દૂધ, જ્યૂસ, વેજીટેબલ સૂપ વિગેરે). ત્યારપછી ધીરેધીરે સેમી-સૉલીડ આહાર આપવો જોઈએ (જેમકે ફળોનો માવો, ખીર, પોરીજ, રાબ, શીરો વિગેરે).

ગાઈડલાઈન 04

જ્યારે બાળક એક વર્ષનું થાય ત્યા સુધીમાં તેણે ઘણાંબધા ટેસ્ટનો અનુભવ કરી લિધો હોય છે. આ સાથે જ માતા તરીકે પોતાના બાળકને શું ગમે છે અને શું નથી ગમતુ તે પણ ખ્યાલ આવી ગયો હોય છે. બે વર્ષ બાદ સ્તનપાન બંધ થઈ ગયુ હોય છે એટલે બાળકના સંપૂણ વિકાસનો આધાર તેનું ભોજન હોય છે. એટલે બીજા વર્ષે તેના આહારમાં થોડી નવિનતા આવે તે જરૂરી છે, જેથી તેની આહારમાં રૂચિ જળવાઈ રહે. બાળકને ઘરમાં બનાવેલી શુધ્ધ, સાત્વિક અને સુપાચ્ય બનવાટો થોડા ક્રિએટીવ લુક સાથે આપવી જોઈએ.

ગાઈડલાઈન 05

બાળક મોટું થાય ત્યારે તેની કુતુહલતા ખૂબ વધારે હોય છે. તેના આહાર માટે પણ તેને જાણવાની ઈચ્છા હોય છે. પરિવાર એક સાથે જ્યારે લંચ કે ડિનર લઈ રહ્યો હોય ત્યારે બાળકને પણ તે જે આહાર લેવા માટે સાથે બેસાડવું જોઈએ. જાતે ખોરાક લેવાનો તેને પ્રયાસ કરવા દેવો, જેથી તેની આદત પણ પડે અને તેને નવો અનુભવ પણ મળે. ત્રણેક વર્ષ સુધીમાં બાળક જાતે આહાર લેવા સક્ષમ થઈ જાય છે. આ સમય દરમિયાન, બાળક કેવો આહાર લઈ રહ્યું છે તેનું સતત ધ્યાન રાખવું જરૂરી છે, જેથી નાનપણથી એક જ પ્રકારના આહારથી બાળકમાં મેદસ્વીતા, પોષણનો અભાવ વિગેરે ન થાય.

ન્યુટ્રીશનલ માર્ગદર્શન

ગર્ભાવસ્થાથી લઈને બાળક મોટુ થાય ત્યાં સુધી સતત પોષણક્ષમ આહાર લેવો જરૂરી હોય છે. ખાસ કરીને બાળક માટે જન્મના 0-6 માસ, 0-12 માસ, 1-3 વર્ષ સુધી સંતુલિત આહાર આપવો જરૂરી હોય છે. આ માટે અનુભવી નિષ્ણાતો કે ન્યુટ્રીશનિસ્ટ્સનું માર્ગદર્શન લેવું જોઈએ, જે યોગ્ય પધ્ધતિઓ, આહારનું જૂથ, ઋતુ અનુસારનું ટાઈમ-ટેબલ બનાવવું અને જરૂર પડે ત્યારે બાળકના સ્વાસ્થ્ય, માંદગી, પાચનક્ષમતા, એલર્જી વિગેરેનું ધ્યાનરાખી માર્ગદર્શન આપે છે.

સ્વચ્છતાની આદત કેળવો

સામાન્યરીતે નવજાતને ઝાડા થવાની સમસ્યા એ માતા દ્વારા પૂરી સ્વચ્છતાના અભાવને કારણે થતી હોય છે. બાળકને સ્તનપાન કરાવતી વખતે અથવા તેનો ખોરાક તૈયાર કરતી વખતે પૂરી સ્વચ્છતા રાખવી જોઈએ. ફળો, શાકભાજી કે અન્ય ખાદ્ય પદાર્થ પૂરા સ્વચ્છ કરીને જ આપવા જોઈએ.

સ્ત્રોત : ડૉ જયીતા ચૌધુરી. ક્રિટિકલ કેર ન્યુટ્રિશનિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate