હોમ પેજ / આરોગ્ય / પોષણ / પોષણ માટેના આ વિડિયો / કુપોષણ રોકવા માટે પ્રતિજ્ઞા લો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કુપોષણ રોકવા માટે પ્રતિજ્ઞા લો

કુપોષણ રોકવા માટે પ્રતિજ્ઞા

 NUT4


આ વીડીઓમાં કુપોષણ રોકવા માટે પ્રતિજ્ઞા વિશેની માહિતી આપવામાં આવી છે

કુપોષણ રોકવા માટે પ્રતિજ્ઞા

સ્ત્રીઓ પ્રતિજ્ઞા લે કે જ્યારે તેમની વહુ ગર્ભવતી હોય, ત્યારે તેઓ તેમનાં આરામ, તેમને સારા પ્રમાણમાં લીલાં પાંદડાં ધરાવતાં શાકભાજી, કઠોળ, ઈંડાં, દૂધ તથા ફળો ધરાવતું પોષક ભોજન મળે તેની તકેદારી રાખશે. તેઓ તેને આયોડાઈઝ્ડ મીઠા સાથે રાંધેલું ભોજન આપશે તથા આયર્ન ફૉલિક એસિડની ટીકડીઓ આપશે.

યુવાનો ગર્ભાવસ્થા દરમિયાન પોતાની પત્નીઓની સૌથી સારી કાળજી રાખવાની પ્રતિજ્ઞા લે. તેઓ એ વાતની તકેદારી રાખશે કે તેમની પત્ની સમયસર જમે તથા તેને પૂરતો આરામ મળે. સાતમા મહિનાથી, તેઓ એ વાતની પણ તકેદારી રાખશે કે તેમના બાળકને સ્તનપાનની સાથે ઘરમાં રાંધેલું જુદું-જુદું પોષક ભોજન પણ મળે.

સ્ત્રીઓ પ્રતિજ્ઞા લે કે તેઓ પોતાના નવજાત બાળકને પોતાનું પ્રથમ ઘાટું દૂધ પીવડાવશે, અને પ્રથમ છ મહિના માટે તેઓ બાળકને માત્ર સ્તનપાન કરાવશે. જ્યારે તેમનું બાળક સાતમા મહિનામાં પ્રવેશે, માતાના દૂધ સાથે, તેઓ તેના ભોજનમાં ઘરમાં રાંધેલા સ્વાસ્થ્યપ્રદ ભોજનનો સમાવેશ પણ કરશે.

18 વર્ષથી નીચેની વયની છોકરી શારીરિક તથા માનસિક રીતે માતા તરીકેની જવાબદારી ઉપાડવા માટે તૈયાર હોતી નથી. આવી પરિસ્થિતિમાં, તેને થનારા બાળક પર કુપોષણનો ભય હંમેશાં ઝળુંબતો રહે છે. આથી તમારી દીકરી ઓછામાં ઓછા 18 વર્ષની ન થઈ જાય ત્યાં સુધી તેને પરણાવવાનો વિચાર પણ ન કરતા.

વાલીઓ પ્રતિજ્ઞા લે કે તેમની દીકરી 18 વર્ષની ન થાય ત્યાં સુધી તેઓ તેને નહીં પરણાવે. અને એની સાથે તેઓ તે વાતની પણ તકેદારી રાખશે કે તેમની દીકરીનું ભાવિ બાળક કુપોષણથી સુરક્ષિત હશે.

યુવાનો પ્રતિજ્ઞા લે કે તેઓ 18 વર્ષથી ઓછી વયની છોકરી સાથે લગ્ન નહીં કરે જેથી તેમનું ભાવિ બાળક કુપોષણથી સુરક્ષિત રહે

સરપંચ પ્રતિજ્ઞા લે કે તેમના ગામમાં 18 વર્ષથી નીચેની વયની કોઈ પણ છોકરીના લગ્નને તેઓ રોકશે, જેથી તેમના ગામનું કોઈપણ બાળક કુપોષણનું શિકાર ન બને અને તેનાથી પીડાય નહીં.

હેતુ

આ વિડિયોનું પ્રયોજન કુપોષણના ચિહ્નો તથા ભયાનક પરિણામો અંગે સજાગતા લાવવાનું તથા કુપોષણને રોકવા માટે સમાજ દ્વારા લઈ શકાતાં સરળ પગલાં લેવાં તથા વ્યક્તિગત સ્તરે થઈ શકતા પ્રયાસોની સમજણ આપવાનું છે.

સમાજના વિશાળ વર્ગ સુધી એને પહોંચાડવાનો ઈરાદો છે.

સ્ત્રોત: મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા યુનિસૅફ તથા અન્ય વિકાસ ભાગીદારોના સક્રિય સહભાગથી નિર્મિત.

2.98
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top