অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઓછા ખર્ચે પ્રાપ્ય પોષણની વાનગીઓ

જીવનની શરૂઆતના કેટલાક વર્ષોમાં, શરીર ખૂબ જ ઝડપે વિકાસ પામે છે. જન્મ સમયે 3 કિલો વજન ધરાવતું બાળકે 6 મહિનામાં લગભગ બમણું વજન ધરાવ છે. 1 વર્ષની ઉંમરે વજન 9 કિલો જેટલુ થઇ જાય છે. નવજાત અને બાળકો ખૂબ જ સક્રિય હોય છે અને તે શક્તિનો વધારે ઉપયોગ કરે છે. આથી તેમને શક્તિ આપતા પ્રોટિન અને કેલરીસમૃદ્ધ ખોરાકની જરૂર પડે છે જે શરીરના બંધારણમાં મદદરૂપ થાય.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશન અને દેશના અન્ય સંશોધન કેન્દ્રોમાં નવજાત અને વધતા બાળકોની પોષણની જરૂરિયાત માટે અનેક સંશોધનો થયા છે. આને આધારે, પ્રોટિન અને કેલરીને નીચે પ્રમાણે લેવાનું સૂચિત છે.

 

વયજૂથ

શરીરનું અપેક્ષિત વજન
આશરે (કિલોગ્રામ)

કેલરી
Kcals.

પ્રોટિન
ગ્રામ

1.

જન્મથી 6 મહિના સુધી

3-7

600

11

2.

6 મહિનાથી 1 વર્ષ

7-9

800

13

3.

1-3 વર્ષ

9-13

1200

18

4.

4-6 વર્ષ

15-17

1500

22

5.

7-9 વર્ષ

18-21

1800

33

6.

10-12 વર્ષ

23-28

2100

41

નવજાત

જીવનના પહેલા 4 – 6 મહિના દરમિયાન, માતાનું ધાવણ સામાન્ય રીતે જરૂરી દરેક પોષકતત્વો બાળકને પુરા પાડે છે. આ સમયગાળા દરમિયાન બાળકનો વિકાસ સંપૂર્ણ રીતે માતાના દૂધ પર આધારિત હોય છે. છટ્ઠા મહિના પછી પણ નવજાતને સ્તનપાન ચાલુ રાખી શકાય. પણ આ એકલુ જ હવે તેના વિકાસ માટે જરૂરી પોષણ માટે પુરતું નથી. આથી આ તબક્કો પોષણની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરક ખોરાક જરૂરી છે. પરંતુ, અહીં પ્રશ્ન એ છે કે નવજાતની માગને પહોંચી વળવા માતાના દૂધ સિવાય બીજું શું આપી શકાય? હવેના પાનાઓ ઉપર આ માગને પહોંચી વળવા કેટલીક રેસિપી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સૂચનો કરતી વખતે, નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છેઃ

1. રેસિપી સ્થાનિક રીતે પ્રાપ્ય ખોરાકને ધ્યાનમાં રાખીને આપવી જરૂરી છે.

2. રાંધવાની પદ્ધતિ સરળ હોવી જરૂરી છે.

3. ખર્ચ ઓછામાં ઓછો થવો જોઇએ.

4. રેસિપી સ્વાદમાં, સાતત્યમાં અને પ્રમાણમાં માતા અને બાળક બંનેને સ્વિકૃત હોવી જોઇએ.

5. માતાનું ધાવણ જેટલું પણ પ્રાપ્ય હોય, સૂચિત રેસિપી કેલરી, પ્રોટિન અને બાળક માટે જરૂરી અન્ય પોષકતત્વોની જરૂરિયાતને પહોંચી વળતી હોય.

શાળા શરૂ ન કરી હોય તેવા બાળક

સામાન્ય રીતે બાળક એક કે દોઢ વર્ષનું થાય ત્યારે માતાનું ધાવણ કદાચ પ્રાપ્ય ન હોય. આથી બાળકે સંપૂર્ણ રીતે અન્ય ખોરાક પર આધારિત રહેવું પડે. પણ હવે, બાળકને દાંત આવ્યા હશે અને તે પોતાની રીતે ખાતા શીખ્યુ હશે આથી મોટા લોકો ખાય તે ખોરાક તેના માટે પ્રાપ્ય હશે. પણ આ ખોરાક મોટેભાગે ભાત, ઘઉં અને અન્ય અનાજ આધારિત હોય છે. જેમાં પ્રોટિન ઓછું હોય છે અને બાળકને સામાન્ય રીતે તે ઓછી માત્રામાં આપવામાં આવે છે. બીજી બાજુ, આ સમય એવો છે જ્યારે બાળકને પ્રોટિન અને કેલરી ધરાવતા પોષક આહારની વધુ જરૂર હોય છે. જો તે ન આપવામાં આવે તો તેની નકારાત્મક અસરો તાત્કાલિક નહી પરંતુ જીવનના પાછલા તબક્કામાં પણ જોવા મળે છે. આ મુદ્દે, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રીશન દ્વારા એક સાદો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

એક જ ઉંમરના બે યુવાન ઉંદરોના જૂથને, જે એક જ માતાના સંતાન હતા તેમને બે વિવિધ પ્રકારના ખોરાક આપવામાં આવ્યા. એક જૂથને પોષક આહાર આપવામાં આવ્યો જ્યારે બીજા જૂથને પોષક આહારથી દૂર રાખવામાં આવ્યું, સ્તનપાનના સમયગાળા પછી. એટલે કે, માતાનું ધાવણ બંધ થયા પછી તરત જ. માત્ર 4 અઠવાડિયા પછી, જે જૂથને પોષક આહારથી દૂર રાખવામાં આવ્યું હતું તેને યોગ્ય પોષક આહાર શરૂ કરવામાં આવ્યો.

એક, દોઢ અને બે વર્ષ ખોરાક આપ્યા પછી પણ, જૂથ જેને મહત્વનાં સમયે યોગ્ય ખોરાક આપવામાં આવ્યો નહોતો તે અન્ય જૂથની સરખામણીમાં યોગ્ય વિકાસ ધરાવતું નથી. માનવીય પરિસ્થિતિમાં, મહત્વનો તબક્કો જ્યારે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે તે જીવનના પહેલા 3 – 4 વર્ષ છે.

આથી, ધાવણ પછીના સમયગાળામાં, બાળકના યોગ્ય પોષણની કાળજી તેના તે તબક્કે અને પાછલા વર્ષોમાં સામાન્ય વિકાસની ખાતરી માટે આવશ્યક છે. હાલમાં કરેલ પ્રયોગમાં સૂચિત થાય છે કે જીવનના શરૂઆતના વર્ષોમાં પોષણની ઊણપ માત્ર શારીરિક વિકાસ જ નહી પરંતુ માનસિક વિકાસ પર પણ અસર કરે છે. આનાથી શાળા શરૂ ન કરી હોય તેવા એક વર્ષથી ઉપરના બાળકો માટે પોષક આહારનું મહત્વ પુરવાર થાય છે.

પછીના પાનાઓમાં શાળા શરૂ ન કરી હોય તેવા બાળકો (1થી 5 વર્ષના બાળકો)માટે કેટલીક અનુકૂળ રેસિપી આપવામાં આવી છે. આ રેસિપી તૈયાર કરવાના ધોરણો નવજાત માટેના ધોરણો મુજબ જ છે.

રેસિપી તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સિદ્ધાંતો

પહેલા જણાવ્યા મુજબ, 6 મહિનાથી 1 વર્ષની વયના નવજાતને દૈનિક 13 ગ્રામ પ્રોટિન અને 800 કેલરીની જરૂરિયાત રહે છે. તેમને પ્રાપ્ય સ્તનપાનમાંથી આશરે 5 ગ્રામ પ્રોટિન અને 300 કેલરી મળી રહે છે. હવે જે રેસિપી સૂચવવામાં આવી છે તે નવજાતના પૂરક ખોરાકની છે જે બાકીની જરૂરિયાત પુરી કરે.

આજ રીતે, શાળા શરૂ ન કરી હોય તેવા બાળકો, તેમની ઉંમર પ્રમાણે, દૈનિક 20 ગ્રામ પ્રોટિન અને 800-1500 કેલરીની જરૂરિયાત ધરાવે છે. અહીં એવા પૂરક ખોરાકની રેસિપી સૂચવવામાં આવી છે જેમાંથી દૈનિક જરૂરિયાની લગભગ અડધા જેટલી પ્રોટિનની જરૂરિયાત અને 1/3 કેલરીની જરૂરિયાત પુરી પડે.

વધુ પ્રોટિનની જરૂરિયાત પ્રોટિનમાં સમૃદ્ધ તેવા જાણીતા ખોરાક જેમકે દૂધ, માંસ, માછલી અને ઇંડા કે કઠોળ અને અન્ય ઓછા ખર્ચે પ્રાપ્ય ખોરાકમાંથી મળી શકે છે. આ માહિતી પત્રિકાનો હેતુ ઓછામાં ઓછા ખર્ચે, કઇ રીતે શ્રેષ્ઠ પૂરક ખોરાક આપી શકાય તે છે આથી આમાં મોંઘા ખોરાક જેવા કે દૂધ, માંસ, માછલી અને ઇંડા કે કઠોળનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી, વધારાની જરૂરિયાતને અનાજ, કઠોળ, સીંગદાણા, ખાવાના તેલ જેવા સામાન્ય ખોરાકથી પહોંચી વળવાની વાત કરવામાં આવી છે જે આપણાં દેશમાં પ્રોટિન અને કેલરી મેળવવાનાં સૌથી સસ્તા સ્રોત છે.

આપણા દેશના વિવિધ રાજ્યોમાં સામાન્ય રીતે વપરાતા અનાજ અને લોટમાં ચોખા, ઘઉં, જુવાર, બાજરી, રાગી, મેંદો વગેરેનો સમાવેશ થાય છે. લોટ સામાન્ય રીતે દર 100 ગ્રામે 350 કેલરી પુરી પાડે છે. જોકે તે પ્રોટિનના નબળા સ્રોત છે, તે ચોખામાં 77 % અને ઘઉંમાં 12% જેટલું હોય છે. જુવાર, રાગી અને બાજરી જેવા અનાજમાં પ્રોટિની માત્રા આ બંને માત્રાની વચ્ચે રહેલી છે. કઠોળ કુદરતી પ્રોટિનના સૌથી સમૃદ્ધ સ્રોત છે. તેમાં 22 – 25% જેટલું પ્રોટિન રહેલું છે જે અનાજ જેટલું જ છે 100 ગ્રામે 350 કેલરી દૈનિક. બેંગાલગ્રામ, ગ્રીન ગ્રામ, બ્લેક ગ્રામ, રેડ ગ્રામ વગેરે વ્યપાક રીતે વપરાય છે.

તેલીબિયામાં બમણો ફાયદો છે. તે પ્રોટિનના સારા સ્રોત છે અને વધુ તેલ હોવાથી તે કેલરીમાં પણ સમૃદ્ધ છે. સીંગદાણા, સોયબિન, કપાસ વગેરે જેવા સામાન્ય તેલીબિયામાંથી કાઢેલું તેલ ખોરાકમાં વાપરવામાં આવે ત્યારે તે પ્રોટિનો કોન્સટ્રેટેડ સ્રોત હોય છે, તેમા 50% જેટલું પ્રોટિન રહેલું હોય છે. આથી આવા ખોરાકનો માનવીય ઉપયોગ હાલના સમયમાં સૂચિત છે. જોકે, દેશની ઘાણીઓ અને તેલની મિલોમાં તેમાં અન્ય પ્રકારના અનિચ્છિય તત્વો ઉમેરવામાં આવે છે જેથી તે માનવીય વપરાશ માટે યોગ્ય નથી રહેતા. તેલી બિયાની ટેકનોલોજીમાં આવેલ નવા સુધારાથી તેલીબિયાને માનવીય વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે. આથી તે તેલ માણસના ખોરાકમાં વાપરી શકાય અને ખોરાક પ્રોટિનમાં સમૃદ્ધ બને.

વધતા બાળકને પ્રોટિન અને કેલરી સિવાય પણ અન્ય પોષકતત્વોની જરૂરિયાત રહે છે જેવા કે કેલ્શિયમ અને વિટામીન એ. લીલા પાંદડાવાળા શાકભાજી અને સ્કીમ મિલ્ક પાવડરમાં આ જરૂરિયાત પુરી થાય છે અને તેથી કેટલાક ફોર્મ્યુલેશનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં સ્કીમ મિલ્કનો પુરવઠો મર્યાદિત હોવાને કારણે, રેસિપીમાં સ્કીમ મિલ્કનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

નવજાત શિશુને અનુકૂળ રેસિપી

આપણા દેશમાં નવજાતને પૂરક ખોરાક ઘણીબધી રીતે આપવામાં આવે છે. મોટેભાગે, કુટુંબના અન્ય સભ્યો માટે તૈયાર કરવામાં આવેલ ખોરાકનો એક ભાગ નવજાતને આપવામાં આવે છે. પણ આપણાં દેશમાં સામાન્ય રીતે કુટુંબનો ખોરાક પોષણમાં નબળો હોય છે જે નવજાતના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે જરૂરી છે. તો પછી નવજાતની પોષણની જરૂરિયાતને પુરી કરવાની ખાતરી કેવી રીતે કરી શકીએ? નવજાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ ખોરાક તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ આમાં કેટલીક પ્રેક્ટિકલ તકલીફો થઇ શકે છે. આથી, બીજો વિકલ્પ છે કે કુટુંબ માટે બનતો ખોરાક કઇ રીતે બાળકને પણ આપી શકાય. આવું, ઘણીબધી રીતે કરી શકાયઃ

ક. નવજાતને ખોરાક આપવાની પારંપરિક પદ્ધતિઓ વાપરીને, પણ તેમાં ઘરે બનાવેલો પોષણથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરીને

ખ. જે ખોરાક આખા કુટુંબ માટે બન્યો હોય તે, બાળકને યોગ્ય માત્રામાં આપીને.

બજારમાં નવજાતના ખોરાક માટે પણ કેટલાક વિકલ્પો પ્રાપ્ય છે. આમાંથી મોટાભાગના સૂકાયલે દૂધના પાવડર આધારિત છે. દૂધની ઊંચી કિંમતને કારણે, માત્ર જૂજ મહિલાઓ આ વિકલ્પો ખરીદી શકે છે અને યોગ્ય માત્રામાં પોતાના બાળકને આપી શકે છે. વધુમાં, માત્ર દૂધ આધારિત ખોરાક તે પૂરક ખોરાક શરૂ કરે તે ઉંમરમાં જરૂરી નથી. નેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ ન્યુટ્રિશનમાં એક પ્રયોગ કરવાં આવ્યો જેમાં એ તારણ આવ્યું છે કે દૂધમાંથી મળતા 75% જેટલા પ્રોટિન શાકભાજીમાંથી મેળવી શકાય છે, જો તેમાંથી પોષક તત્વોને દૂર ન કરવામાં આવે તો. વધુમાં, પૂરક ખોરાક જે બજારમાં પ્રાપ્ય છે તેમાં તૈયારી કરવી પડે છે અને તેનો પુરવઠો ઓછો હોવાથી તેની પ્રાપ્યતા અનિયમિત રહે છે.

ખાસ કરીને નવજાત માટે દૈનિક ધોરણે તૈયાર કરવામાં આવતી કેટલીક રેસિપી

મોટા નવજાતને સ્તનપાન ઉપરાંત, દૈનિક 450-500 કેલરી અને 12-14 ગ્રામ પ્રોટિન હોય તેવો ખોરાક પૂરક ખોરાકની જરૂરિયાત રહે છે. આ માત્રા એક બાળક માટે એક દિવસ માટે છે અને તૈયાર કરેલ ખોરાક દિવસ દરમિયાન એકથી વધુ વખત યોગ્ય માત્રામાં આપવો જોઇએ. પણ પૂરક ખોરાકના ઘણાંબધાં કાર્યક્રમમાં, દૈનિક 500 કેલરી હોય તેવો ખોરાક આપવાનું શક્ય બનતુ નથી. આથી આવા ઘણાં કાર્યક્રમોમાં, માત્ર 300 કેલરી અને 9-10 ગ્રામ પ્રોટિન આપવામાં આવે છે. આથી અહીં આપવામાં આવેલ રેસિપી એવી રીતે બનાવવામાં આવી છે જે આવા કાર્યક્રમનાં વ્યવસ્થાપકોને સાનુકૂળ હોય અને તે દૈનિક 300 કેલરી અને 9-10 ગ્રામ પ્રોટિન પુરું પાડે. જ્યારે ભંડોળ અનુકૂળ હોય ત્યારે આની માત્રા 50% સુધી વધારવી ઇચ્છનીય છે જેથી નવજાતની પોષણની સંપૂર્ણ જરૂરિયાતને પહોંચી વળાય.

ઘઉંનો પોરિજ

 

ઘટકો

શેકેલો ઘઉંનો લોટ

25 ગ્રામ (દોઢ મોટી ચમચી)

પાવડર, શેકેલો બેંગલગ્રામ

15 ગ્રામ (એક મોટી ચમચી)

પાવડર, શેકેલા સીંગદાણા*

10 ગ્રામ (બે નાની ચમચી)

ખાંડ કે ગોળ

30 ગ્રામ (બે મોટી ચમચી)

પાલક (કે અન્ય કોઇ પાંદડાવાળી શાકભાજી)**

30 ગ્રામ

પદ્ધતિ

  • સીંગદાણા, ઘઉં અને બેંગલગ્રામને શેકીને તેનો પાવડર કરી દેવો.
  • સીંગદાણા, ઘઉં અને બેંગલગ્રામના પાવડરને ભેગો કરી તેમાં ગોળ નાખીને લોટ જેવું તૈયાર કરો, તેમાં યોગ્ય માત્રામાં પાણી નાખીને તેનું પાતળા પ્રવાહીમાં રૂપાંત્તર કરો.
  • પાલકને તે કુમળી ન થાય ત્યાં સુધી પાણીમાં ઉકારળો અને તેને ચોખ્ખા કપડાથી ગાળી લો.
  • તૈયાર કરેલ પ્રવાહીમાં શાકભાજીનો રસ નાખો અને થોડા સમય સુધી તેને ઉકળવા દો, તે ઘટ્ટ પ્રવાહીમાં રૂપાંત્તર ન થાય ત્યાં સુધી સતત હલાવ્યા કરો

*એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે તે એ છે કે સીંગદાણાનો ખોરાકની વિવિધ વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. માત્ર સ્વસ્થ દેખાતા સીંગદાણાનો ઉપયોગ કરવો. સીંગદાણા જેના પર ફુગ લાગી હોય, પોલા થઇ ગયા હોય અને રંગ ઉડી ગયો હોય તે વાપરવા નહી. કારણકે તે વાપરવાથી આરોગ્યના પ્રશ્નો ઊભા થઇ શકે છે.

**નવજાતના ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક વગેરે ઉમેરવા ઇચ્છનીય છે. લીલોતરીમાંથી કેલ્શિયમ અને વિટામીન એ બંને મળે છે જે યોગ્ય વિકાસ માટે આવશ્યક છે. જો લોલતરી પ્રાપ્ય ન હોય તો, રાગી જે કેલ્શિયમમાં સમૃદ્ધ છે તેને પણ વાપરી શકાય છે. જોકે, તેમાં વિટામીન એ નહી મળે. આવા સમયે, બીજા કોઇ સ્રોતમાંથી નવજાતને વિટામીન એ આપવું જરૂરી છે. શાર્ક લિવર ઓઇલની એક નાની ચમચી અઠવાડિયે એક વખત આપવાથી પુરતા પ્રમાણમાં વિટામીન એ મળી રહે છે.

ચોખાનો પોરિજ

ઘટકો

શેકેલો ચોખાનો લોટ

30 ગ્રામ (બે મોટી ચમચી)

પાવડર, શેકેલા સીંગદાણા*

15 ગ્રામ (ત્રણ નાની ચમચી)

પાવડર, શેકેલો ગ્રીન ગ્રામ કે રેડ ગ્રામ

10 ગ્રામ (પોણી મોટી ચમચી)

ખાંડ કે ગોળ

30 ગ્રામ (બે મોટી ચમચી)

પાલક (કે અન્ય કોઇ પાંદડાવાળી શાકભાજી)**

30 ગ્રામ

પદ્ધતિ

  • ચોખાને રાંધી લો.
  • સીંગદાણા અને કઠોળનો પાવજર રાંધેલા ચોખામાં ઉમેરો.
  • લીલા પાંદડાવાળા શાકભાજીને કૂણા થાય ત્યાં સુધી ઉકાળો અને તેને મસળી અને ચોખ્ખા કપડાથી ગાળી લો. તેનો ઉપરના મિશ્રણમાં ઉમેરોય
  • ખાંડ કે ગોળ નાખીને મિશ્રણને થાડી મિનિટ માટે ઉકાળો.

*એક મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે તે એ છે કે સીંગદાણાનો ખોરાકની વિવિધ વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. માત્ર સ્વસ્થ દેખાતા સીંગદાણાનો ઉપયોગ કરવો. સીંગદાણા જેના પર ફુગ લાગી હોય, પોલા થઇ ગયા હોય અને રંગ ઉડી ગયો હોય તે વાપરવા નહી. કારણકે તે વાપરવાથી આરોગ્યના પ્રશ્નો ઊભા થઇ શકે છે.

**નવજાતના ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક વગેરે ઉમેરવા ઇચ્છનીય છે. લીલોતરીમાંથી કેલ્શિયમ અને વિટામીન એ બંને મળે છે જે યોગ્ય વિકાસ માટે આવશ્યક છે. જો લોલતરી પ્રાપ્ય ન હોય તો, રાગી જે કેલ્શિયમમાં સમૃદ્ધ છે તેને પણ વાપરી શકાય છે. જોકે, તેમાં વિટામીન એ નહી મળે. આવા સમયે, બીજા કોઇ સ્રોતમાંથી નવજાતને વિટામીન એ આપવું જરૂરી છે. શાર્ક લિવર ઓઇલની એક નાની ચમચી અઠવાડિયે એક વખત આપવાથી પુરતા પ્રમાણમાં વિટામીન એ મળી રહે છે.

ધાનનો પોરિજ

ઘટકો

શેકોલી બાજરીનો લોટ

30 ગ્રામ (બે મોટી ચમચી)

શેકેલી ગ્રીન ગ્રાળ કે લેન્ટિલ

10 ગ્રામ (બે નાની ચમચી)

પાવડર, શેકેલા સીંગદાણા

10 ગ્રામ (બે નાની ચમચી)

ખાંડ કે ગોળ

30 ગ્રામ (બે મોટી ચમચી)

પાલક (કે અનેય કોઇ પાંદડાવાળી શાકભાજી)

30 ગ્રામ

પદ્ધતિ

  • લીલા પાંદડાવાળા શાકભાજીને કૂણા થાય ત્યાં સુધી ઉકાળો અને તેને મસળી અને ચોખ્ખા કપડાથી ગાળી લો. તેનો ઉપરના મિશ્રણમાં ઉમેરોય
  • લોટ અને સીંગદામા પાવડરમાં શાકભાજીનો રસ નાખો.
  • ખાંડ કે ગોળ નાખીને મિશ્રણને જ્યાં સુધી પ્રવાહી ઘટ્ટ ન થઇ જાય ત્યાં સુધી ઉકાળો.

**નવજાતના ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક વગેરે ઉમેરવા ઇચ્છનીય છે. લીલોતરીમાંથી કેલ્શિયમ અને વિટામીન એ બંને મળે છે જે યોગ્ય વિકાસ માટે આવશ્યક છે. જો લોલતરી પ્રાપ્ય ન હોય તો, રાગી જે કેલ્શિયમમાં સમૃદ્ધ છે તેને પણ વાપરી શકાય છે. જોકે, તેમાં વિટામીન એ નહી મળે. આવા સમયે, બીજા કોઇ સ્રોતમાંથી નવજાતને વિટામીન એ આપવું જરૂરી છે. શાર્ક લિવર ઓઇલની એક નાની ચમચી અઠવાડિયે એક વખત આપવાથી પુરતા પ્રમાણમાં વિટામીન એ મળી રહે છે.

***બાજરીના બદલે ચોખ્ખાં જુવાર, રાગી કે અન્ય ધાનનો ઉપયોગ કરી શકાય છે

મોટાઓના  ખોરાકમાં બાળકની જરૂરિયાત પ્રમાણે ફેરફાર

ઘણીબધી એવી રેસિપી છે જે આખાં કુટુંબ માટે તૈયાર કરવામાં આવે છે તેમાં થોડો ફેરફાર કરીને બાળકની પોષણની જરૂરિયાતને અનુકૂળ બનાવી શકાય છે.

ચોખાની ખીચડી

ઘટકો

રાંધેલા ચોખા

એક કપ (રાંધેલા ન હોય તો 40 ગ્રામ ચોખા જેટલા)

રાંધેલા કઠોળ
(રેડ ગ્રામ કે ગ્રીન ગ્રામ)

અડધો કપ (રાંધેલા ન હોય તેવા 20 ગ્રામ કઠોળ જેટલા)

રાંધેલા લીલા પાંદડાવાળા શાકભાજી

3 નાની ચમચી (15 ગ્રામ)

તેલ

1 નાની ચમચી (5 ગ્રામ)

મસાલા

જરૂર મુજબ

પદ્ધતિ

  • રાંધેલા ચોખા અને કઠોળને ભેગા કરો.
  • લીલા પાંદડાવાળા રાંધેલા શાકભાજીનું પાણી નાખીને મસળો અને ચોખ્ખા કપડાથી ગાળી લો. તેનો રસ ઉપરના મિશ્રણમાં ઉમેરો.
  • મિશ્રણમાં મસાલા નાખો
  • ખાંડ કે ગોળ નાખીને યોગ્ય રીતે હલાવી દો

નવજાત માટે બાજરીનો ખોરાક

ઘટકો

બાજરી (છેડલી, શેકેલી)

45 ગ્રામ (ત્રણ મોટી ચમચી)

શેકેલી ગ્રીનગ્રામ દાળ
(કે અન્ય કોઇ દાળ)

20 ગ્રામ (દોઢ મોટી ચમચી)

શેકેલા સીંગદાણા

10 ગ્રામ (બે નાની ચમચી)

શેકેલા તલ

5 ગ્રામ (એક નાની ચમચી)

ખાંડ

30 ગ્રામ (બે મોટી ચમચી)

પદ્ધતિ

  • શેકેલી દરેક વસ્તુનો એક-એક કરીને પાવડર કરી દો, પછી તેનું જણાવેલ માત્રામાં મિશ્રણ તૈયાર કરો અને તેને હવાચુસ્ત ડબ્બામાં ભરો.

રાગી

ઘટકો

રાગી (છડેલી, શેકેલી)

45 ગ્રામ

શેકેલી બેંગલગ્રામ દાળ

10 ગ્રામ

ખાંડ

30 ગ્રામ.

પદ્ધતિ

  • ઘટકોનો પાવડર કરીને, સારી રીતે મિશ્રણ કરો અને તેને હવાચુસ્ત વાસણમાં ભરો.

સાજી

ઘટકો

બાજરી (શેકેલી)

45 ગ્રામ

શેકેલી ગ્રીનગ્રામ દાળ

10 ગ્રામ

ખાંડ

30 ગ્રામ

પદ્ધતિ

  • ઘટકોનો પાવડર કરીને, સારી રીતે મિશ્રણ કરો અને તેને હવાચુસ્ત વાસણમાં ભરો.

ઘેહુ

ઘટકો

આખા ઘઉં

35 ગ્રામ

ગ્રીનગ્રામ દાળ

20 ગ્રામ

સીંગદાણા

10 ગ્રામ

ગોળ

30 ગ્રામ

પદ્ધતિ

  • ઘઉં, ગ્રીન ગ્રામ દાળ અને સીંગદાણાને એક-એક કરીને શેકો. પાવડર કરીને, સારી રીતે મિશ્રણ કરો અને તેને હવાચુસ્ત વાસણમાં ભરો. ગ્રીન ગ્રામને બદલે બેંગલ ગ્રામ પણ વાપરી શકાય

ખવડાવવાની રીત

સ્કીમ મિલ્ક પાવડરનો ઉપયોગ ઈચ્છનીય છે, પરંતુ એવું પણ બને કે તે કેટલીક વખત પ્રાપ્ય ન હોય. આવા કિસ્સામાં, ઉપર જણાવ્યા મુજબ સ્થાનિક રીતે પ્રાપ્ય નવજાત માટેનો ખોરાક તૈયાર કરવો શક્ય છે. જો સ્કીમ મિલ્ક પાવડર પ્રાપ્ય હોય તો, 10 ગ્રામ જેટલો ઉપરની ફોર્મ્યુલામાં લોટ કે ધાનના બદલે વાપરી શકાય.

જ્યારે પણ જરૂરિયાત જણાય, ઉપરની રેસિપી (5-9 નંબરની)માંથી અનુકૂળ પ્રમાણ (6-70 ગ્રામ અથવા તો ત્રણ મોટી ચમચી) લો અને તેને ગરમ પાણીમાં ભેળવો. જો જરૂર જણાય તો તેમાં ખાંડ ઉમેરો.

પોસ્ટર: પોષણ  સુધારો તંદુરસ્તી વધારો

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate