વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

HYGIENE રાખે બીમારી દૂર

HYGIENE રાખે બીમારી દૂર

આપણે સવારે ઉઠીયે ત્યારે સૌથી પેહલા આપણે દાંતને બ્રશ કરીયે છીએ, સ્નાન કરીયે છીએ, વાળની કાળજી લઈએ છીએ, અને ચોખ્ખા કપડાં પહેરીયે છીએ. આ બધી વસ્તુ આપણે શા માટે કરીયે છીએ? આપણે આ વિષે કદાચ વિચાર્યું નહિ હોય કારણ કે આ બધી ક્રિયાઓ આપણે બાળપણથી કરતા આવ્યા છીએ પરંતુ , આ બધી તેવો આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. આવી આદતો આપણે સારું પર્સનલ HYGIENE કરીયે છીએ.

'HYGIENE' શબ્દનો અર્થ થાય છે સ્વચ્છ જીવનની આદતો કે જે આપણને તંદુરસ્ત રાખે છે. જો આપણે આપણી જાત ને સ્વચ્છ ના રાખીયે તો શરીર પર ધૂળ, પરસેવો, અનાજના કણો અને સૂક્ક્ષમ જીવાણુઓ એકત્રિત થઇ જાય છે કે જેનાથી અનેક પ્રકારના રોગ થઇ શકે છે. આ માટે આપણું પર્સનલ HYGIENE જાળવવું ખુબ જ જરૂરી છે.

HYGIENE જાળવવાનો અર્થ માત્ર આપણી જાતને સ્વચ્છ કે ચોખ્ખી રાખવા પૂરતો સીમિત નથી પરંતુ તેમાં આપણા આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો પણ સમાવેશ થાય છે.

હવે આપણે પર્સનલ HYGIENE તથા આપણી આસપાસ કેવી રીતે HYGIENE જાળવવું તે વિષે વાત કરીએ.

પર્સનલ HYGIENE :

આપણે ભારતમાં જે પ્રકારના વાતાવરણ અને આબોહવામાં રહીયે છીએ , તેને જોતા આપણે પર્સનલ HYGIENE જાળવીએ તથા આપણા બાળકોમાં પણ આ આદતોનો સમાવેશ કરીયે તે અત્યંત જરૂરી છે. હકીકતમાં, આપણા ભારતીઓમાં પર્સનલ HYGIENE ઉપર પૂરતું ધ્યાન દેવાની વધારે આદત નથી હોતી , પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે તેને મહત્વતા આપતા થઈએ.

પર્સનલ HYGIENE ના જાળવવાના ગેરફાયદા:

 • પર્સનલ HYGIENE ના જાળવવાથી શરીર પર સૂક્ક્ષમ  જીવાણુઓનું પ્રમાણ વધે છે અને પરસેવો એકત્રિત થાય છે જેના લીધે ખરાબ વાસ આવે છે.
 • શ્વાસમાંથી પણ ખરાબ વાસ આવી શકે છે.
 • દાંત અને પેઢાને લગતી અનેક બીમારીઓ થાય છે.
 • આ ઉપરાંત હાથ નિયમિત ના ધોવાથી આપણે અનેક જાતના ચેપ લાગી શકે છે.

પર્સનલ HYGIENE જાળવવા શું કરવું જોઈએ

 • હંમેશા તમારા દાંતને દિવસમાં બે વખત બ્રશ કરો, મોંનું HYGIENE ખુબ જ અગત્યનું છે કારણ કે દાંતમાં ખુબ જલ્દીથી રોગ લાગી શકે છે.
 • દિવસમાં ઓછા માં ઓછું એક વખાર સ્નાન કરવું કારણ કે આજકાલના પ્રદુષિત વાતાવરવમાં આપણા શરીર પર અનેક જાતના જીવનું હોય શકે છે.
 • જો તમે વધારે પ્રદુષિત વિસ્તારમાં કે શહેરમાં જતા હોય તો ખાસ માસ્ક પહેરવો જેથી શ્વાસમાં દુષિત ધુમાડો, કચરો કે અન્ય જીવાણુઓ ના થાય.
 • હંમેશા સ્વચ્છ કપડાં પહેરવાં આગ્રહ રાખવો આવું ના કરવાથી ઘણી વખત ચામડીના રોગો થઇ શકે છે.
 • વારંવાર હાથ ધોવાની આદત રાખો.હાથ ધોવાની હાથ પર રહેલા ૯૦% સૂક્ક્ષમ જીવાણુઓ દૂર થાય છે.

આપણી આસપાસ ના વાતાવરણનું હ્યગીને

ફક્ત પર્સનલ HYGIENE જાળવવું અગત્યનું નથી , પરંતુ તેની સાથે આપણી આસપાસ રહેલા વાતાવરણનું HYGIENE જાળવવું પણ તેટલું જ અગત્યનું છે. કારક કે આપણી આસપાસ HYGIENE જાળવવામાં ના આવે તો તેનાથી અનેક પ્રકારની  બીમારીઓ થઇ શકે ક્સચે તેમાંથી ઘણી  બીમારીઓ ગંભીર હોઈ શકે છે.

આપણી આસપાસનું HYGIENE કઈ રીતે જાળવવું ?

 • આપણી આસપાસ કચરો જમા ના થવા દેવો તથા કચરાનો તુરંત જ નિકાલ કરવો. કચરો એક જગ્યા એ જમા રહે કે લાંબા સમય સુધી પડ્યો રહે તો તેનાથી અનેક ચેપી રોગો થઇ શકે છે.
 • કચરો રસ્તા પર કે ઘરની આસપાસ ના ફેકવો પરંતુ હંમેશા કચરા પેટીનો ઉપયોગ કરવો અને તેનો નિયમિત  નિકાલ થાય તેની તકેદારી જાળવવી.
 • જાહેર જગ્યાઓ કે રસ્તાઓ પર થુંકવું નહિ.
 • ખુલ્લામાં પેશાબ કે શૌચ માટે જવું નહિ તથા અન્યને પણ આવું કરતા રોકવા.
 • તમારી આસપાસ અસ્વછતા કે કચરો દેખાય તો યોગ્ય સરકારી તંત્રને જાણ કરવી અને તેનો  નિકાલ કરાવવો.
 • તમારા ઘરના અને આસપાસ ના લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવી અને સરકારને સ્વચ્છતા જાળવવા સહકાર આપવો.

હેન્ડ હાઇજીન એ હાઇજીન જાળવવા માં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આપણને મોટા ભાગની બીમારીઓ હાથમાં રહેલા જીવાણુઓ દ્વારા થાય છે.

હેન્ડ વોશ ઘણા બધા ચેપ થતા અટકાવે છે, કારણ કે:

 • લોકો અજાણતા જ તેમના નાક, આંખ અને હાથને અડકતા હોય છે.અને શરીરમાં જીવનું ઓ આંખ, નાક અને મોં દ્વારા પ્રસરી શકે છે.
 • હાથ ના ધોયા હોય તો તેને પર રહેલા જીવનું ઓ અનેક જગ્યા પાર પ્રસરી શકે છે જેવી કે, ખુરશી, ટેબલ, રમકડાં અને અન્ય વસ્તુઓ.
 • આથી જીવાણુઓને હાથ ધોઈને દૂર કરવાથી  પેટના અને શ્વાસના રોગો ને થતા અટકાવી શકાય છે.

જો લોકો યોગ્ય રીતે નિયમિત હાથ ધોતા થઇ જાય તો:

 • લોકોમાં ઝાડા થવાનું પ્રમાણ ૨૩-૪૦% સુધી ઘટાડી શકાય
 • રોગપ્રતિકારક શક્તિના અભાવે થતા રોગોને ૫૬% સુધી ઘટાડી શકાય
 • લોકોમાં શરદી અને ઉધરસનું પ્રમાણ ૧૬-૨૧% સુધી ઘટાડી શકાય
 • બાળકોમાં પેટના દ્વારા થતા રોગો  ૨૯-૫૭% સુધી ઘટાડી શકાય

અંતમાં, આપણું પર્સનલ HYGIENE તથા આસપાસનું HYGIENE જાળવવામાં ના આવે તો આપણે અનેક  રોગોનો શિકાર થઇ શકીયે છીએ. આમ ફૂડ પોઇઝનિંગ , પેટના રોગો, જાડા, ઉલ્ટી, ન્યુમોનિયા, શ્વાસના રોગો, દમ, ચામડીના રોગોનો સમાવેશ થાય છે. આ પ્રકારના રોગોથી બચવા તથા આપણને તથા આપણા પરિવારને તંદુરસ્ત અને રોગમુક્ત રાખવા માટે HYGIENE જાળવવું ખુબ જ જરૂરી છે.

ડૉ.અલ્પા યાદવ (ફેમિલી ફિઝિશિયન)

5.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top