অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સફાઈમાં ભલાઈ -નિર્મળ ભારત અભિયાન

પૂર્વભૂમિકા

  • વ્યકિતગત આરોગ્ય અને સ્વાથ્ય મહદંશે પીવાના પાણીની પૂરતી ઉપલભ્યતા અને યોગ્ય સ્વચ્છતા પર આધારીત છે. તેથી પાણી સ્વચ્છતા અને આરોગ્ય વચ્ચે સીધો સંબંધ છે. પીવાના અશુદ્ધ પાણીનો ઉપયોગ, માનવ મળમૂત્રનો અયોગ્ય નિકાલ પર્યાવરણીય સ્વચ્છતા અયોગ્ય હોવી અને અંગત અને ખોરાક સ્વાથ્યનો અભાવ વિકસતા દેશોમાં ઘણા રોગનાં મુખ્ય કારણ છે. મુખ્યત્વે ગ્રામજનોના જીવનની ગુણવતા સુધારવા તેમજ સ્ત્રીઓને ખાનગીપણું અને પ્રતિષ્ઠા પુરી પાડવાના ઉદ્દેશથી સરકારે કેન્દ્રીય ગ્રામિણ સ્વચ્છતા કાર્યક્રમ (CRSD) ૧૯૮૬માં શરૂ કર્યો.
  • અંગત સ્વાથ્ય, ઘરની સ્વચ્છતા, શુદ્ધ પાણી કચરાનો નિકાલ, મળમૂત્રનો નિકાલ અને ગંદા પાણીના નિકાલનો સમાવેશ કરવા સ્વચ્છતાની ખ્યાલ વિસ્તારવામાં આવ્યો હતો. સ્વચ્છતાની આ વ્યાપક ખ્યાલ સાથે, કેન્દ્રીય ગ્રામિણ સ્વચ્છતા કાર્યક્રમ ૧૯૯૯ થી " સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશ " ના નામથી માંગ આધારીત અભિગમ અપનાવ્યો. સુધારેલા અભિગમ ગ્રામજનોમાં જાગૃતિ વધારવા અને સ્વચ્છતા સગવડની માંગ ઉભી કરવા માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર, માનવ સંસાધન વિકાસ, શકિત વિકાસ પ્રવૃતિઓ પર વધારે ભાર મૂકયો.
  • લોકોની આર્થિક સ્થિતિ અનુસાર વૈકલ્પિક ડિલિવરી મિકેનિઝમ મારફત આનાથી વધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાની લોકોની શકિત વધી. સમુદાયની દોરવણી અને લોકોમાં કેન્દ્રીય પહેલવૃતિ પર ભાર મૂકીને આ કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો.
  • તેમની સિદ્ધિઓને માન્ય રાખીને વ્યકિતગત કુટુંબો માટે જાજરૂનાં બાંધકામ અને ઉપયોગ માટે ગરીબી રેખા નીચેનાં કુટુંબોને નાણાંકીય પ્રોત્સાહન પુરું પાડવામાં આવ્યું. શાળા ટોઈલેટ એકમો, આંગણવાડી ટોઈલેટ અને સમુદાય સ્વચ્છતા સંકુલ બાંધવા માટે અને ઘન પ્રવાહી બગાડ વ્યવસ્થા (SLWM) હેઠળ પ્રવૃતિઓ હાથ ધરવા માટે પણ સહાય આપવામાં આવી હતી.
  • સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશને વેગ આપવા, ભારત સરકારે, સંપૂર્ણ સ્વચ્છતાને આવરી લેવામાં મળેલી સિદ્ધિ અને પ્રયત્નો માન્ય રાખવા માટે ભારત સરકારે નિર્મળ ગ્રામ પુરસ્કાર (NGP) પણ શરૂ કર્યો છે. આ એવોર્ડ ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી અને નિર્મળનો દરજજો મેળવવા માટે અને તેનાથી દેશના ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતાનું પ્રમાણ વધારવા માટે નોંધપાત્ર ઉમેરો કર્યો છે.

નિર્મળ ગ્રામ પુરસ્કારની સફળતાથી પ્રોત્સાહન મળતાં સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશને નિર્મળ ભારત અભિયાન નામ આપ્યું છે. આનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાને આવરી લેવામાં ઝડપ લાવવાનો છે. જેથી ગ્રામિણ સમુદાયને રિન્યુ કરેલા વ્યુહ અને સતૃપ્તિ અભિગમ મારફત સર્વગ્રાહી રીતે આવરી લઈ શકાય.

  • નિર્મળ ભારત અભિયાનમાં નીચેની અગ્રતાઓ સાથે નિર્મળ ગ્રામ પંચાયતો ઉભી કરવા સંતૃપ્ત પરીણામ માટે સમગ્ર સમુદાયને આવરી લેવાનું વિચાર્યું છે.
  • ગરીબી રેખા નીચેનાં અને મુકરર કરેલા ગરીબી રેખા ઉપરનાં કુટુંબો માટે ગ્રામ પંચાયતની અંદર વ્યકિતગત કુટુંબ જાજરૂની જોગવાઈ.
  • જે ગ્રામ પંચાયતોની અંદર બધા વસવાટને લેવાનું પાણી ઉપલબ્ધ હોય ત્યાં, જે ગ્રામ પંચાયતમાં કામ આપતી પાઈપ લાઈન મારફત પાણી પુરવઠાની સગવડ હોય તેને અગ્રતા આપવી.
  • આ ગ્રામ પંચાયતોની અંદરનાં સરકારી મકાનોમાં સરકારી શાળાઓ અને આંગણવાડીઓમાં સ્વચ્છતા સગવડોની જોગવાઈ.
  • સૂચિત અને હાલમાં નિર્મળ ગામ માટે ધન અને પ્રવાહી કચરાની નિકાલ વ્યવસ્થા.
  • પંચાયતી રાજ સંસ્થાઓ, ગ્રામ પાણી અને સ્વચ્છતા સમિતિઓ અને ટકાઉ સ્વચ્છતા માટે ક્ષેત્ર કર્મચારીઓ જેવા હિતાધિકારીઓની વિસ્તૃત શકિત નિર્માણ.
  • કુશળ માનવદિન અને અકુશળ માનવદિનવાળા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાંહેધરી યોજના સાથે યોગ્ય કેન્દ્રીયતા.

ઉદ્દેશો

નિર્મળ ભારત અભિયાનના મુખ્ય ઉદ્દેશ નીચે મુજબ છે :

  • ગ્રામિણ વિસ્તારોમાં જીવનની સામાન્ય ગુણવતામાં સુધારો આણવો;
  • દેશની બધી ગ્રામપંચાયતો નિર્મળનો દરજજો મેળવીને ૨૦૨૨ સુધીમાં નિર્મળ ભારતનો દરજજો પ્રાપ્ત કરવા ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતાના આવરણને ઝડપી બનાવવું;
  • જાગૃતિ નિર્માણ અને આરોગ્ય શિક્ષણ મારફત ટકાઉ સ્વચ્છતા સગવડોને ઉત્તેજન આપીને સમુદાયો અને પંચાયતી રાજ સંસ્થાઓને પ્રેરણા આપવી.
  • ઈકોલોજિકલ જીવન અને ટકાઉ સ્વચ્છતા માટે પોશાય તેવી અને યોગ્યપ્રોદ્યોગિકિને પ્રોત્સાહન આપવુ;
  • સર્વ શિક્ષા અભિયાન નીચે આવરી ન લેવાયેલી શાળઓને આવરી લેવી, ગ્રામિણવિસ્તારનાં આંગણવાડી કેન્દ્રોને યોગ્ય સ્વચ્છતા સગવડો આપવી અને યોગ્ય સ્વાથ્ય સગવડો પૂરી પાડવી અને વિદ્યાર્થીઓમાં સ્વાથ્ય શિક્ષણ અને સ્વચ્છતાસગવડોને સક્રિય પ્રોત્સાહન આપવું ;
  • ગ્રામિણ વિસ્તારોમાં સમગ્ર સ્વચ્છતા માટે ઘન અને પ્રવાહી બગાડ પર ધ્યાન કેન્દ્રીય કરીને સમુદાય દ્વારા વ્યવસ્થા કરાતી પર્યાવરણીય સ્વચ્છતા પદ્ધતિઓ વિકસાવવી.

વ્યુહ

સમુદાય: પ્રરિત અને લોક કેન્દ્રીય બૃહ અને સમુદાય સંતૃપ્તિ અભિગમ અપનાવીને ગ્રામીણ ભારતનું નિર્મળ ભારતમાં રૂપાંતર કરવાનો આ ભૂહ છે. મકાનો, શાળાઓમાં અને સ્વચ્છ વાતાવરણ માટે જાગૃતિ નિર્માણ અને માત્ર ઉભી કરવા પર ભાર મૂકીને " માગ – પ્રેરીત અભિગમ " ચાલુ રાખવાનો છે. સમુદાયની જરૂરીયાતોને પહોંચી વળવા માટે વૈકલ્પિક સોપણી તંત્ર અપનાવવામાં આવશે. ગરીબોમાંય સૌથી ગરીબ કુટુંબબોને વ્યકિતગત કુટુંબ જાજરૂ એકમો માટે પ્રોત્સાહનની જોગવાઈ બીજાં જરૂરતમંદ કુટુંબોને આવરી લેવા વ્યાપક બનાવી છે, જેથી સમુદાયનું પરીણામ મેળવી શકાય. ગ્રામ પંચાયતમાં પાણીની ઉપલભ્યતા ઉભી કરેલી સ્વચ્છતા સગવડો ટકાવી રાખવા માટે મહત્વનું પરિબળ બનશે. ગ્રામજનો ના સ્વચ્છતાના વધુ વ્યાપક સ્વીકાર માટે ગ્રામિણ શાળા સ્વચ્છતા મુખ્ય ઘટક અને પ્રવેશ બિંદુ બની રહે છે. ગ્રાહકની પસંદગીને અને સ્થળની વિશિષ્ટ જરૂરીયાતોને પહોંચી વળવા વ્યાપક પ્રોદ્યોગિકી વિકલ્પો પૂરા પાડવામાં આવી રહ્યા છે. સધન માહિતી શિક્ષણ સંચાર ઝુંબેશ કાર્યક્રમનો સીમાસ્થંભ છે. તે પંચાયતી રાજ સંસ્થાઓ, સહકારી મંડળીઓ, આશા, આંગણવાડી કાર્યકરો, મહિલા જૂથ, સ્વસહાય જૂથ, બિન – સરકારી સંસ્થાઓ વગેરેને તેમાં સામેલ કરે છે. કોર્પોરેટ ગૃહોને સામેલ કરવાનો માર્ગ- નકશો દાખલ કરાવઈ રહયો છે. નિર્મળ ભારત અભિયાનની અમલ પ્રક્રિયામાં સામાજિક ઓડિટ અને સક્રિય લોકોનો સહયોગનો સમાવેશ કરતી વધારે પારદર્શક પદ્ધતિ દાખલ કરવામાં આવી રહી છે પોતાની સ્વચ્છતા સગવડો ઉભી કરવા માટે નાણાં ઉપલભ્ય કરવા ગ્રામિણ કુટુંબોને સગવડ આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર યોજના સાથે કેન્દ્રીયતા પણ મહત્વની બની રહેશે.

અમલ :

નિર્મળ ભારત અભિયાનની માર્ગદર્શક સૂચનાઓ અને તેની નીચેની જોગવાઈઓ તા.૦૧/૦૪/૨૦૧ર થી લાગુ પડે છે. નિર્મળ ભારત અભિયાનના અમલને પાયાના એકમ તરીકે "ગ્રામ પંચાયત" સાથે વિચાર્યો છે. જિલ્લામાંથી ઉદ્ભવતી પ્રોજેકટની દરખાસ્તને રાજય સરકારે ચકાસી છે, એકત્રિત કરી છે, અને રાજય યોજના તરીકે ભારત સરકારના પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયને મોકલવામાં આવી છે. શરૂ કરવાની પ્રવૃતિઓ સાથે નિર્મળ ભારત અભિયાનનો તબકકામાં અમલ થાય છે. પ્રારંભિક માહિતી શિક્ષણ સંચારના કામ માટે નાણાં પણ મેળવવાનાં છે. જે જરૂરીયાતો લાગે તેને સંતોષવા માટે ભૌતિક અમલનું સંસ્કરણ કરવાનું છે. જયારે વ્યકિતગત કુટુંબ તેમનાં કુટુંબનાં જાજરૂ માટે સંખ્યાબંધ વિકલ્પોમાંથી પસંદ કરે છે. વિકલ્પોમાં અંતર્ગત પરિવર્તન શીલતા તેમની જરૂરીયાતો અને નાણાંકીય સ્થિતિના આધારે પછીની કક્ષા ઉચી લાવવાની તક ગરીબ અને વંચિત કુટુંબોને પૂરી પાડે છે. ઝુંબેશ અભિગમમાં સરકારી એજન્સીઓ અને બીજા હિતાધિકારીઓ વચ્ચે વિધેયાત્મક આંતરક્રિયા જરૂરી છે. પ્રસ્તુત સ્વચ્છતા પદ્ધતિઓ, સઘન માહિતી, શિક્ષણ સંચાર અને હિમાયત માટે બિન-સરકારી સંસ્થાઓ પંચાયતીરાજ સંસ્થાઓ સંસાધન સગઠનો માટે વર્તનમાં ઈચ્છિત ફેરફાર લાવવાનું વિચારાયું છે.' નિર્મળ ભારત અભિયાનનો પ્રોજેકટ તરીકે જિલ્લા સાથે અમલ થાય છે. રાજયો/ સંધ પ્રદેશો બધા જિલ્લા માટે નિર્મળ ભારત અભિયાન તૈયાર કરે છે સુધારે, રાજય કક્ષાએ એકત્રીકરણ કરે અને ભારત સરકાર સમક્ષ રજૂ કરે એવી અપેક્ષા છે.

સ્ત્રોત : સ્વચ્છ ભારત મિશન  ગુજરાત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate