વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મુખ્ય પ્રવૃત્તિઓ

મુખ્ય પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપવામાં આવી છે

ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ

મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશનના ભાગરૂપે ગુજરાતની તમામ  મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા શરૂઆતમાં ૩ માસ દરમ્યાન ઘનિષ્ઠ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશને વેગ આપવા તથા સફળ રીતે પાર  પાડવા માટે ચાર નાની મહાનગરપાલિકાઓ જેવી કે જુનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર દરેકને ‘‘એક કરોડની’’ નાણાંકીય સહાય તેમજ નગરપાલિકાઓને , , , કેટેગરી પ્રમાણે (પરિશિષ્ટ-ર મુજબ) અનુક્રમે રૂ.૫૫,૪૫,૩૦ અને ૨૦ લાખ ની નાણાંકીય સહાય આપવામાં આવશે.

સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાના અને અન્યજાહેર સંસ્થાઓમાં ખાસ સફાઈ ઝુંબેશ યોજવામાં આવશે.

જાહેર સ્વચ્છતા

 • સમગ્રનીતિની અમલવારી, માળખાકીય સંસ્થાગત ફેરફાર અને કામગીરીની દેખરેખ મહાત્મા ગાંધી સ્વચ્છતા મીશન  રાખશે. મહાનગર અને નગરપાલિકા કક્ષાએ ટાસ્ક-ફોર્સની રચના કરવામાં આવશે.
 • ઝીરો વેસ્ટ પોલીસીઃ રાજ્યના શહેરો સંપૂર્ણ પણે સ્વચ્છ રહે, જાહેર સ્થળો અને શહેરોમાં પર્યાવરણ જળવાઈ રહે, લોકોને નાગરિક સુખાકારીની સુવિધાઓ મળે તે ઉદ્દેશને ધ્યાને લઇને રાજ્યમાં શહેરો માટે ‘‘Zero Waste‘‘ પોલીસીનું નિર્ધારણ કરવામાં આવશે. ‘‘Zero Waste‘‘ પોલીસીનું અમલીકરણ કરવા માટે રાજ્યની તમામ મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં તમામ જોગવાઇઓને આવરીલઇને સર્વગ્રાહી ‘‘Public Health bye-laws‘‘ નું ઘડતર અને અમલીકરણ કરવામાં આવશે. પબ્લીક હેલ્થ બાયલોઝ થકી ક્ષેત્રિય કક્ષાએ સફાઇ, સ્વચ્છતા અને પર્યાવરણ બાબતે કાર્યવાહી ને વેગ મળશે  અને આ થકી પોલીસીનો અમલ કરવા માટે કાયદાકીય પીઠબળ પણ મળી રહેશે.
 • ઘન કચરો: તમામ શહેરો માટે ૧૦૦ ટકા ઘર ઘરથી કચરો એકત્ર કરવાનું આયોજન અને અમલ કરવામાં આવશે. એકત્ર થયેલ કચરાનું ૧૦૦ ટકા પરિવહન તથા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. કચરાનો વેસ્ટ તરીકે નહીં પરંતુ ઉર્જા માટે સંસાધન તરીકે ઉપયોગ કરી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મારફતે ગ્રીન પાવર ઉત્પાદન કરવાનું આયોજન છે. તે ઉપરાંત કંમ્પોસ્ટ અને અન્ય અધતન ટેકનોલોજી નો ઉપયોગ કરી આર્થિક ઉપાર્જનની સાથ-સાથ શહેરોનું પર્યાવરણ સ્વચ્છ કરવામાં મદદ મળશે.
 • ડ્રેનેજઃ રાજયના તમામ શહેરોને  ૧૦૦ ટકા હાઉસ ટુ હાઉસ કનેશન આપીને ડ્રેનેજની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. એકત્ર થયેલા પ્રવાહી ઘન કચરાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુધ્ધીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ડ્રેનેજ પાણીને ‘‘Tertiary Treatment’’ અથવા અન્ય ટેકનોલોજી મારફતે પુનઃશુધ્ધિકરણ કરી આ પાણીનો રી-યુઝ કરી નદીઓ, નાળાઓ તથા તળાવો સ્વચ્છ બને  ઉપરાંત પાણીનો ઉપયોગ ઉધોગ, ખેતી અને અન્ય ઉપયોગમાં લઇ આર્થિક ઉપાર્જન કરી શકાશે. પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ (PPP) થી આ કામગીરી પાર પાડવાનું આયોજન છે.

જાહેર સુખાકારી

 • શૌચાલયો: શહેરમાં વસતા લોકોની જાહેર સુખાકારી જળવાઇ રહે તે હેતુથી ટોઇલેટ વિહોણા ઘરોને ટોઇલેટની સુવિધા આપીને માર્ચ, ૨૦૧૫ સુધીમાં ૩ લાખ વ્યકિતગત શૌચાલયો બનાવવાનું આયોજન છે. જયાં વ્યકિતગત શૌચાલયો શકય નથી ત્યાં સામૂહિક ટોઇલેટ / Pay & Use Toilet બનાવવાનું આયોજન છે.
 • ફ્રી હેલ્થ ચેકઅપઃ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકામાં સફાઇ તેમજ ડ્રેનેજની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓનું આરોગ્ય સચવાય તથા બીમારીનું સંક્રમણ ન થાય તેના માટે રાજ્ય સરકારે ULB દ્વારા વર્ષમાં બે વખત આ કામગીરી સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓનું ફ્રી હેલ્થ ચેક-અપ કરવાનો નિર્ધાર કરેલ છે.
 • ઈકો ફ્રેન્ડલી સ્મશાનઃલાકડા-બળતણથી થતું પ્રદૂષણ અટકાવવા રાજ્યની તમામ નગરપાલિકાઓમાં કૈલાશધામ યોજના અંતર્ગત ગેસ-વીજળી આધારિત ઇકો ફેન્ડલી સ્મશાનગૃહોનું આયોજન કરવામાં આવશે.

સહાય, તાલીમ અને સુદ્રઢીકરણ

સાધન સહાય : ધનિષ્ઠ સફાઈ ઝુંબેશ તથા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે સફાઈ માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાને નાણાંકીય સહાય આપવા ઉપરાંત ૧૦૦ કરોડના ખર્ચે ૭૫૦૦૦ જેટલા સફાઇ સાધનો આપવામાં આવશે.

 • ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન શહેરોમાં ૧૦૦ ટકા ડોર ટુ ડોર ગાર્બેજ  કલેક્શન થાય તે હેતુથી બાકી રહેલ વિસ્તારોમાં પ્રથમ વર્ષે ૧૦૦ ટકા, બીજા વર્ષે ૮૦ ટકા, ત્રીજા વર્ષે ૬૦ ટકા, ચોથા વર્ષે ૪૦ ટકા અને પાંચમાં વર્ષે ખર્ચના ૨૦ ટકા સહાય આપવામાં આવશે.
 • સફાઇ વેરા પ્રોત્સાહક યોજનાઃ નગરપાલિકાની નાણાંકીય વ્યવસ્થા સુદ્રઢ થાય અને આ વ્યવસ્થાનું સારી રીતે અમલ થઇ શકે તે હેતુથી સફાઇ વેરા પ્રોત્સાહક યોજનામાં ફેરફાર કરી સહાયના ધોરણો નીચે મુજબ આપવામાં આવશે.
  • નગરપાલિકામાં સફાઇ વેરાની ૫૦ ટકા થી ઓછી વસુલાતના કિસ્સામાં ૫૦ ટકા મેચીંગ ગ્રાન્ટ, ૫૦ -૭૫ ટકા વસુલાતના કિસ્સામાં ૧૦૦ ટકા મેચીંગ ગ્રાન્ટ અને ૭૫ ટકાથી વધુ વસુલાતના કિસ્સાઓમાં ૧૨૫  ટકા સહાય આપવામાં આવશે.
  • જયારે જ્યારે નગરપાલિકાઓ દ્વારા હયાત સફાઇ વેરાના દરોમાં જેટલો વધારો કરવામાં આવે તેટલી મેચીંગ ગ્રાન્ટ (One Time Grant) રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

જન જાગૃતિ અને જન ભાગીદારી

શહેરોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેના માટે જનજાગૃતિ અનિવાર્ય છે. સાથો સાથ આ કાર્યક્રમની સમજ ઊભી કરવા માટે પ્રબુધ્ધ વર્ગોનો / સ્વૈચ્છિક સંસ્થાઓનો તેમજ પ્રચાર માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરી જનભાગીદારી / જનજાગૃત્તિ ઉભી કરવામાં આવશે.

જનજાગૃતિ અને જનભાગીદારી ઝુંબેશમાં સામાન્યતઃ નીચે મુજબની કામગીરી સતત રીતે હાથ ધરવામાં આવશે.

 • સ્વચ્છતા અભિયાનના પ્રચાર અને પ્રસાર માટે બેનર્સ, હોર્ડીંગ્સ, બોર્ડ, કીયોસ્કનો કોમ્યુનિકેશન વ્યુહરચના તરીકે ઉપયોગ કરવો.
 • શેરી નાટકો, ભવાઇ, કટપુતળીના ખેલ, ગોષ્ઠિ, ચર્ચા વગેરેનો સઘન ઉપયોગ કરવો.
 • એફએમ રેડિયો, ટી.વી. સિનેમા, સ્લાઇડમાં એડવર્ટાઇઝ દ્વારા પ્રચારપ્રસારનું આયોજન કરવું.
 • સોશ્યલ મિડીયા જેવી કે, ફેસબુક, વોટ્સ અપ,જી પ્લસ,ટવીટરવગેરે સોશ્યલનેટવર્કીંગ દ્વારા અસરકારક પ્રચાર પ્રસારની વ્યવસ્થા ગોઠવવી.
 • સ્વચ્છતા અભિયાનમાં મહત્વનો ફાળો આપનાર સોસાયટીઓને પ્રોત્સાહક ઇનામ/પ્રમાણપત્ર આપવાનું આયોજન કરવું. ઇનામની રકમ મહાનગરપાલિકા/નગરપાલિકાએ ઉચિત રીતે નક્કી કરવી.
 • ગંદકી કરનાર પાસેથી દંડ/વહીવટી ચાર્જ લેવાની કાર્યવાહી કરવી.
 • સ્વૈચ્છિક સંસ્થાઓ/એન.જી.ઓ. અને ખાનગી સંસ્થાઓ જનભાગીદારી માટે આગળ આવે તેવું વાતાવરણ ઉભુ કરવું.
 • જનજાગૃતિના ઉદ્દેશથી જનતામાંથી જાગૃત વ્યક્તિઓના અભિપ્રાયો / સુચનો મેળવી વિચારણામાં લેવા અને ઉચિત હોય તો તેનો અમલ કરવો.

ટાઇમ લાઇન મુજબ અમલીકરણ

આ ઝૂંબેશના ઘટકવાર કાર્યક્રમોનું અમલીકરણ આ સાથે બિડેલ પરિશિષ્ટ મુજબ કરવાનું રહેશે.

શહેરોના સફાઈ બાબતે ગ્રેડીંગ તથા પુરસ્કાર

આ કાર્યક્રમ બાબતે શહેરો-શહેરો વચ્ચે સફાઇ બાબતે તંદુરસ્ત હરીફાઇ ઉભી થાય અને ઉત્કૃષ્ઠ માપદંડો ઉભા થાય તે માટે સ્વચ્છતા બાબતે ‘‘શહેરનું રેટીંગ’’ કરવાનું અને સ્પર્ધા કરવાનું આયોજન છે. સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારને સમયાંતરે એવોર્ડ/ પુરસ્કાર આપવાનું આયોજન છે.

સરકારશ્રીની સિદ્ધિઓ

 • નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય યોજના અંતર્ગત વર્ષ-૨૦૧૨-૧૩ સુધીમાં ૪,૨૩,૦૦૦ વ્યક્તિગત શૌચાલયો માટેની નાણાકીય સહાય મંજૂર.
 • નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૩-૧૪ માં ૧ લાખ વ્યક્તિગત શૌચાલયો માટેની સૌદ્ધાંતિક / નાણાકીય સહાય મંજૂર.
 • પે એન્ડ યુઝ ટોયલેટ યોજના હેઠળ અત્યારસુધીમાં ૧૦૩૪ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકસનું નિર્માણ.
 • કૈલાશધામ યોજના હેઠળ પર્યાવરણની જાળવણી માટે ગેસ / વિદ્યુત આધારિત સ્મશાન ગૃહ બનાવવા માટે રૂ. ૭/- કરોડની ફાળવણી.
 • પાણી પુરવઠા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજીતરૂા.૧૪૦૦/- કરોડના ખર્ચે ૧૫૯ નગરપાલિકાઓની ૧૫૭ યોજનાઓની મંજૂરી.
 • ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજીત રૂા. ૫૪૩૬ કરોડના ખર્ચે ૧૫૯ નગરપાલિકાઓની ૧૫૦ યોજનાઓની મંજૂરી.

સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

2.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top