વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રવાહી કચરો વ્યવસ્થા

પ્રવાહી કચરો વ્યવસ્થા વિશેની માહિતી આપવામાં આવી છે

પ્રવાહી કચરા વ્યવસ્થાપન

રાજયના ઝડપી વિકાસને પરિણામે, પાણીની માંગમાં ઝડપી વધારો થયો છે તથા નદીઓના છીછરા જલભર જેવા અત્યંત સુગમ જળ સંસાધનો લગભગ સમરીતે પ્રતિબધ્ધ થઈ ગયાં છે. તેથી, સદાય વધતી જતી માગને પહોંચી વળવા  વૈકલ્પિક જળ સંસાધન અચૂક આવશ્યક છે. પાણીના ઉપયોગના વધારા સાથે ગંદા પાણીનું પ્રમાણ પણ વધે છે અને ગંદાપાણીના નિકાલની બાબત ચિંતાનું કારણ બની છે. શુધ્ધ કરેલ ગંદા પાણીનો યોગ્ય પુન: ઉપયોગ, દેખીતું અને સુયોગ્ય નિરાકરણ છે. તે અત્યંત પસંદગી પામેલો અભિગમ છે કેમ કે રાજયના ધણા ભાગો પાસે યોગ્ય ભુતલ પાણી નથી નકામા પાણીનો યોગ્ય રીતે પુન: ઉપયોગ કરવામાં આવે તો,પ્રાપ્ત કરી શકાય તે લાભો મોટા છે અને તે કોઈ સંલગ્ન ખર્ચથી ખૂબ વધી જશે. આ ખ્યાલને સિધ્ધ કરવા માટે, પરિસ્થિતિ અનુકુળ સ્વાવલંબી અને સંકલિત કચરાના વ્યવસ્થાપન જરૂરી છે.

હાલમાં, રાજયની ૧૫૯ શહેરી સ્થાનિક સંસ્થાઓ આશરે દૈનિક ૨૦૦૦ મિલિયન લિટર કચરો ઉત્પાન કરે છે ખૂબ થોડી નગરપાલિકાઓ પાસે ગંદાપાણીનું નેટવર્ક છે અને શુદ્ધીકરણની સુવિધાઓના અભાવે, ઉત્પન્ન થયેલું ગંદુ પાણી શોષ ખાડા/સોટીક રેન્ડમાં  અરવા નજીકની નદી/પાણીના વહોળામાં છોડવામાં આવે છે. ગંદા પાણીનાં નિકાલને આવી બધી અવૈજ્ઞાનિક પ્રથાઓને પરિણામે, ભૂર્ગભ જળ, ભૂતલ જળ તથા ભૂમિ પ્રદૂષિત થાય છે અને બગડે છે. કેટલીક મહાનગરપાલિકાઓ પાસે ગંદા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટો કાર્યરત છે. જેમાં ગંદાપાણીને દ્ધિતીય કક્ષા સુધી શુદ્ધ કરવામાં આવે છે, અને આશરે નજીના જળાશયોમાં છોડવામાં આવે છે.

પાણીની વૈજ્ઞાનિક ક્લોઝ લૂપ પધ્ધતિમાં, પાણી પુરવઠો,  ગંદાપીણીનું એકત્રીકરણ તથા તૃતીય કક્ષા સુધી પાણીના શુદ્ધીકરણનો સમાવેશ થાય છે અને આખરે એનો અંત નકામા પાણીના પુન: ઉપયોગમાં આવે છે પાણીના કલોઝ લૂપની આવી પધ્ધતિઓ અને એની ચક્રીય પ્રક્રિયા, જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા એનો અંત નકામા પાણીના પુન: ઉપયોગમાં આવે છે. પાણીના કલોઝ લૂપની આવી પધ્ધતિઓ અ અને એની પ્રક્રીયા, જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવામા માટેની છે, રીસાઈકલ કરેલ પાણી, શુદ્ધ કરેલ નકામું પાણી જ છે, જે દેખાવમાં સ્વચ્છ, ગંધ વિનાનું પાણી જ છે, જે દેખાવમા સ્વચ્છ, ગંધ વિનાનું અને વિવિધ લાભદાયક ઉપયોગ માટે સલામત છે. તે મીઠા પાણીના પીવાલાયક સ્ત્રોતની માગ ઘટાડે છે અને મીઠા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ કરે છે.

શુધ્ધ કરેલા પાણીનો ઘણા હેતુઓ માટે પુન: ઉપયોગ કરી શકાય:

શહેરી પુન: ઉપયોગ :

  • જાહેર પ્રવેશ વિસ્તરોની સિંચાઈ નિવાસી પ્રાકૃતિ દ્રશ્યો જાહેર ઉદ્યાનો, શાળા યાર્ડ, ધોરી માર્ગ સમતલ અને ચોતરફ હોટેલો, કચેરીઓ તથા વાણિજયક મકાનો આવેલાં હોય એવા પ્રાકૃતિક ર્દશ્યો)
  • અગ્નિશમન
  • બાંધકામના સ્થળોએ કોક્રિટનું મિશ્રણ
  • વાહન ધોવાની સુવિદ્યા
  • માર્ગ ધોવાની કામગીરીઓ
  • શૌચાલયો અને પેશાબખાનાં ફલશ કરવાં.
  • કાર ધોવી, ટ્રેઈન ધોવી.

સ્ત્રોત: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

1.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top