વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પે એન્ડ યુઝ ટોયલેટ યોજના

પે એન્ડ યુઝ ટોયલેટ યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

  • શહેરી વિસ્‍તારમાં ખુલ્‍લામાં થતી શૌચક્રીયા નાબુદ કરવા તથા જ્યાં વ્‍યક્તિગત શૌચાલય બાંધી શકાય તેમ નથી તે માટે પે એન્‍ડ યુઝ ટોયલેટ યોજના અમલમાં મુકેલ છે.
  • શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ થી શહેરી વિસ્‍તારમાં અગત્‍યના સ્‍થળોએ મોટી સંખ્‍યામાં પે એન્‍ડ યુઝ ટોયલેટ બાંધવાનું શરૂ કરવામાં આવેલ છે.
  • રાજય સરકારશ્રી દ્ધારા ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડની નોડલ એજન્‍સી તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.
  • સુધારેલ ગાઇડ લાઇન્સ મુજબ સરકારશ્રી દ્ધારા પે એન્‍ડ યુઝ ટોયલેટ બ્‍લોક માટે મહતમ રૂ. ૭.૧૦ લાખની સહાય આપવામાં આવે છે.
  • અગાઉ આ યોજના હેઠળ કુલ ૧૧૫૧ પે એન્‍ડ યુઝ ટોયલેટ બ્‍લોક બાંધવાની કામગીરી પૂર્ણ કરેલ છે. જે ઉપયોગ હેઠળ છે.
  • નવી યોજના હેઠળ તા. ૨૫-૦૭-૨૦૧૪ ની સ્થિતિએ ૯૨ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકસ બનાવવા માટે રૂ. ૨.૬૪ કરોડની સહાયની મંજુરી આપવામાં આવેલ છે.
  • મહાનગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વ-ભંડોળ / એમ.પી./ એમ.એલ.એ. ગ્રાંટ / અન્‍ય યોજના હેઠળ કુલ ૭૧૫ પે એન્‍ડ યુઝ ટોયલેટ બનાવીને તેની નિભાવણી કરવામાં આવે છે.
  • સ્‍લમ વિસ્‍તારના સુવિધાથી વંચિત કુટુંબોને માસિક રૂ.૧૦-૧૫ના નજીવા દરથી કુંટુંબ પાસ હેઠળ ઉપયોગની સુવિધા આપવામાં આવે છે.
  • ૧૨ વર્ષ સુધીના નાના બાળકો, મહિલા અને વૃધ્‍ધો / અશ્‍કતોને વિના મુલ્‍યે સુવિધા આપવામાં આવે છે.

સ્ત્રોત: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

3.33333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top