વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નિર્મળ ગુજરાત વ્યકિતગત શૌચાલય યોજના

નિર્મળ ગુજરાત વ્યકિતગત શૌચાલય યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

  • ખુલ્લામાં થતી શૌચક્રિયા નાબુદ કરવા માટે સરકારશ્રીએ સને – ૨૦૦૨ થી સસ્તાદર વ્યકિતગત શૌચાલય યોજના અમલમાં મુકેલ છે.
  • આ યોજના હેઠળ અગાઉ શહેરી વિસ્તારના બી.પી.એલ. / એ.પી.એલ. સહિત તમામ શૌચાલય વિહોણા કુંટુંબોને વ્યકિતગત શૌચાલયની સુવિધા માટે રૂ. ૬૦૦૦/- ની સહાય આપવામાં આવતી હતી.
  • ત્યારબાદ સરકારશ્રીના તા.૨૪-૦૪-૨૦૧૩ ના ઠરાવથી વ્યકિતગત શૌચાલયની સહાયમાં વધારો કરીને આ શૌચાલય દીઠ સહાય રૂ. ૮૦૦૦/- કરવામાં આવેલ છે.
  • રાજયની શહેરી સ્થાનિક સંસ્થાઓ શૌચાલય વિહોણા કુંટુંબોને વ્યકિતગત  શૌચાલયની સુવિધા મંજુર કરવા માટે સક્ષમ છે.
  • સેન્સસ  - ૨૦૧૧ના  અહેવાલ અનુસાર રાજયમાં ૫૬૩૪૪૯ શૌચાલય વિહોણા કુંટુંબો છે. તે તમામને વર્ષ ૨૦૧૪-૧૫ સુધીમાં વ્યકિતગત શૌચાલયની સુવિધા પુરી પાડવામાં આવશે.
  • રાજયની મહાનગરપાલિકા / નગરપાલિકાઓને સને ૨૦૧૩-૧૪ ના વર્ષ માટે વ્યકિતગત શૌચાલયનો લક્ષ્યાંક ૧૫૦૦૦૦ ફાળવવામાં આવે છે. જયારે વર્ષ ૨૦૧૪-૧૫  માટે ૨,૩૨,૨૦૩ નો લક્ષ્યાંક ફાળવવામાં આવે છે.
  • તા. ૨૨-૦૭-૨૦૧૪ ની સ્થિતિએ ૧,૮૩,૫૨૪ વ્યકિતગત શૌચાલયો માટે  રૂ. ૧૪૬.૮૨ કરોડની નાણાંકીય સહાય મંજુર કરવામાં આવે છે.
  • તે સામે ૬૧,૦૧૦ વ્યકિતગત શૌચાલયો પૂર્ણ થયેલ છે. અને ૨૨,૬૬૪ વ્યકિતગત શૌચાલયો પ્રગતિ હેઠળ છે.

સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

2.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top