વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઘન કચરો વ્યવસ્થાપન

ઘન કચરો વ્યવસ્થાપન વિશેની માહિતી આપવામાં આવી છે

નગરપાલિકા ધન કચરા વ્યવસ્થાપન

રાજયે, નગરપાલિકા ધન કચરા વ્યવસ્થાપન તથા પ્રવાહી કચરા વ્યવસ્થાપનની દિશામાં પ્રારંભ કરી દીધો છે. નગરપાલિકા ધન કચરા પરિયોજનાઓનો અમલ તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં થઈ રહ્યો છે, જે  રજયની વસ્તીના(૨૦૦૧ ની વસ્તી ગણતરી મુજબ) લગભગ ૩૮ % આવરી લે છે અને દિવસના આશરે ૭૦૦૦ ટન કચરો ઉત્યન્ન કરે છે. નગરપાલિકા ધન કચરાના ઈંધણ પેલેટસમાં અથવા કમ્પોસ્ટમાં રૂપાંતર પર તથા આવાં ઉત્પાદનોના ઔદ્યોગિક અને કૃષિ વિષયક હેતુઓ માટે પુન: ઉપયોગ પર તે ધ્યાને કેન્દ્રિત કરે છે. હાલમાં રાજયમાં વિવિધ સ્થળોએ, જાહેર ખાનગી ભાગીદારી (ડીબીઓટી) રીતે એનો અમલ થઈ રહ્યો છે.    

આ પરિયોજના, મુખ્યત્વે કચરાના પુન: ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પરિયોજના એવી રીતી વિચારવામાં આવી છે કે કચરામાંથી સિસાઈકલિંગ ઉત્પાદનો, નજીકની ગ્રામીણ ખેતીની જમીનોને સેન્દ્રિય રસાયણી ખાતર પૂરું પાડશે તથા સિચાઈના હેતુ માટે પાણી પૂરું પાડશે. વિભિન્ન હેતુઓ માટે કચરાનો પુન: ઉપયોગ કર્યા પછીથી તે શહેરી સ્થાનિક સંસ્થાઓ પરનો ભાર ધટાડે છે અને પાણીની માગને બરાબર કરી દે છે. બજારમાં પણ સેન્દ્રિય ખાદ્યવસ્તુઓની માગ વધતી જાય છે, જે ને આ રીતે પૂરી કરી શકાય. ખેડુતોને સેન્દ્રિય રસાયણી ખાતર/કમ્પોસ્ટ પૂરું પાડીને તે રસાયણી ખાતરોની માગ ઘટાડશે.

નગરપાલિકા ધનકચરા વ્યવસ્થાપન પરિયોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • પ્રક્રિયા સુવિધાઓનું નિર્માણ.
  • કમ્પોસ્ટનું ઉત્પાદન અને એના માટે બજાર ઊભું કરવું.
  • નિષ્ક્રિય માટે પ્રાદેશિક ભૂમિપુરણી સુવિધાઓ.
  • ઘરે ઘરે થી કચરાસ્ના એકત્રીકરણ, કચરો અલગ કરવો, પરિવહન, પ્રક્રિયા અને દરેક શહેરી સ્થાનિક સંસ્થામાં પુન: ઉપયોગ નિકાલ.
  • કચરાના પ્રાથમિક અને દ્રિતીય એકત્રીકરણ માટે ઓજારો, સાધનો અને વાહનો પૂરાં પાડવા જેવા દરેક તબક્કે તમામ જરૂરી પ્રાપ્તિ મુદ્દાઓની કામગીરી ઉપાડવી.
  • સખી મંડળો અને સ્વસહાય જૂથોને ઉત્તેજન આપવું,
  • એકદંરે મુદ્દા તથા કચરાની હેરફેર કરનાર ધન કચરા વ્યવસ્થાપન કામદારો અંગે કામગીરી સંસ્થા સત્તાતંત્રોની તાલીમ અને સક્ષમતા નિર્માણ.

ધન કચરા વ્યવસ્થાપન માટે સાધનો

આશરે રૂ ૧૦૨ કરોડની એકંદરે જરૂરિયાત આવશ્યક બનાવતા જુદા જુદા પ્રકારના ૧૨ સાધનો સાથે, ૧૫૯  નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પાસેથી હાલમાં આશરે ૭૫,૮૦૦ સાધનોની માગ ઊભી થઈ છે. સાધનો એટલે કે પી.ઈ.બીંસ, હાથ લારી, ટ્રેકટર, ટ્રોલી, સામૂહિક બીન કન્ટેઈનર (૪.૫ ધ.મી.) કન્ટેઈનર બેસાડેલી મીનીટ્રક, કન્ટેઈનર લિફટિંગ સાધન, રેફયુઝ કોમ્પેકટર, બેક-હોએ સાથે, ફન્ટ એન્ડ લોડર(૪૫ હો.પા અને ઉપર તથા ૭૨ હો.પા),  ટ્રેકટર ૩૫ હો.પા., પાણીનાં ટેન્કરોની શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્ધારા માંગણી કરવામાં આવી છે.

 

 

 

 

 

 

 

 

 

સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

3.5
અરવિંદભાઈ Feb 15, 2019 09:02 PM

મરે ટોયલેટ નથી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top