વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કૈલાસધામ યોજના

કૈલાસધામ યોજના વિશેની માહિતી આપવામાં આવી છે

આ યોજના નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍મશાનગૃહોમાં લાંકડાનો વપરાશ ઓછો થાય તેમજ ધુમાડાને કારણે પર્યાવરણ નુકશાન ન થાય તે માટે નગરપાલિકા વિસ્‍તારમાં વધુ ને વધુ વિદ્યુત અને ગેસ આધારિત સ્‍મશાનગૃહો બંધાય તે માટે સહાયક   અનુદાન આપવાની યોજના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.પ-૧-૨૦૦૭ ના  ઠરાવ ક્રમાંક : વસભ/૧૧૨૦૦૬/૪૦૫૮/ર થી અમલમાં આવેલ છે.
  • આ યોજનાના ખર્ચ પેટે થનાર ખર્ચની ૫૦ ટકા રકમ રાજય સરકાર અને ૫૦ ટકા    રકમ નગરપાલિકાએ ભોગવવાની રહે છે. પરંતુ જો નગરપાલિકાએ વિદ્યુત /ગેસ આધારિત અંતિમ ધામ બનાવી દીધેલ હોય અને આ યોજનાનો લાભ લેવા ઇચ્‍છતી નથી, તે નગરપાલિકાને ભઠ્ઠીના થયેલ ખર્ચનાં ૩૦ ટકા જેટલી સહાય એક જ વખતની મદદ તરીકે કરવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ઇલેકટ્રીક/ગેસ આધારિત ભઠ્ઠીના કામે નીચે દર્શાવેલ નગરપાલિકાઓને ગ્રાંટ ચુકવેલ છે.
  • આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૧/૧૨/૨૦૧૧ અને તા. ૩૧-૦૧-૨૦૧૩ના ના ઠરાવથી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ સ્‍મશાનગૃહોના આધુનિકરણ માટે નવા રર કામો માટે અ-વર્ગની નગરપાલિકાઓને રૂ.૨૫ લાખ, બ – વર્ગની નગરપાલિકાને રૂ.ર૦ લાખ તથા ક અને ડ – વર્ગની નગરપાલિકાને રૂ.૧૫ લાખ સહાય આપવાનું  ઠરાવેલ છે.
  • આ અનુદાન મેળવવા માટે નગરપાલિકાઓએ કામોના નકશા તથા અંદાજો તૈયાર કરી, તાંત્રિક મંજુરી સહિતની દરખાસ્‍ત કલેકટરશ્રીનાં અભિપ્રાયસહ વહીવટી મંજુરી માટે ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડને મોકલવાની રહે છે.
  • આ યોજના હેઠળ અત્‍યાર સુધીમાં કુલ ૫૧ નગરપાલિકાઓને રૂ. ૮.૯૯ કરોડ ની  સહાય ચુકવવામાં આવેલ છે.

સ્ત્રોત : મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન

1.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top