অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

દૂષિત જળ એક સમસ્યા

દૂષિત જળ એક સમસ્યા

ગત જુલાઇ2011માં અમદાવાદ જિલ્લાનાં વિરમગામ તાલુકાના નળકાંઠા પંથકમાં ઘોડા ગામમાં ડહોળું પાણી પીવાથી ફેલાયેલા ઝાડા-ઊલટીના રોગચાળાએ ચાર જણનો ભોગ લઈ લીધો જ્યારે ૬૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી.

વિરમગામના નળકાંઠા પંથકમાં આવેલા ઘોડા ગામમાં વરસાદ ખેંચાતા કૂવાઓનાં તળ ઊંડાં જતાં રહ્યાં છે. વળી, કૂવાઓની આસપાસ ભારે ગંદકી અને તળિયાનું પાણી પ્રદુષિત થઈ જાય છે. પીવાના પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોને આ પ્રદુષિત પાણી પીવાની ફરજ પડે છે. આ માત્ર એકજ સ્થળે બનેલો બનાવ નથી પાણી દુષિત થઈ જવાની આજકાલ રોજ બનતી ઘટના છે.

વિશ્વનાં ગરીબ દેશોમાં ૮૦% બીમારીઓનું મુળ ગંદકી અને દુષિત પીવાનું પાણી છે.  આંકડાઓ અનુસાર આજે વિશ્વનાં ૧.૨ અબજ લોકો પીવાનું પાણી અને સ્વચ્છતાની પાયાની સુવિધાઓથી વંચિત છે. એટલે વિશ્વનાં વિકાસશીલ દેશોની અડધાથી ઓછી વસ્તીને શુધ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ છે. અને  ૨૦ ટકા વસ્તીને સંતોષજનક સ્વચ્છતા સુવિધા મળે છે. દરરોજ ૩૫ હજાર લોકો ઝાડા જેવી બીમારીઓથી મૃત્યુ પામે છે. ભારતમાં આજે ૧૧,૦૦૦ એવા ગામો છે જ્યાં પીવા માટે ગંદુ પાણી પણ નથી.

વિશ્વભરમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ થયો છે તેના પરિણામ સ્વરૂપ આજે પાણીની સમસ્યા આપણી સામે છે. આજે વિશ્વનાં તમામ વિકસીત, અલ્પવિકસીત અને વિકાસશીલ દેશોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વિશ્વનાં ધનિક દેશો આ સમસ્યાને પહોંચી વળે તેમ છે પરંતુ ગરીબદેશોની સ્થિતિ કફોડી છે.


ભારતમાં જળપ્રદુષણ માટે ઔદ્યોગિકરણની સાથે સાથે વધતી જતી માનવવસ્તી પણ જવાબદાર છે. ભારતમાં આટલી મોટી વસ્તી હોવાથી સ્વચ્છતાની ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. એક માહિતી અનુસાર ભારતમાં દરરોજ જે ૮૦ લાખ ઘનમીટર માનવમળ એકત્ર થાય છે તેના અડધા ભાગને પણ ઉપચારિત કરવામાં નથી આવતું. ભારતનાં ૧૪૨ મોટા શહેરો પૈકી ૭૨ શહેરોમાં મળને ઉપચારિત કરવાની વ્યવસ્થા જ નથી. જ્યારે ૬૨ શહેરોમાં જૂજ પ્રમાણમાં મળને ઉપચારિત કરવાની વ્યવસ્થા છે. ભારતનાં આ કચરા ઉપરાંત ઔદ્યોગીક શહેરોનો કચરો પાણીમાં ભળી તેને દુષિત કરી રહ્યો છે. રાષ્ટ્રીય પર્યાવરણ ઈજનેરી અનુસંધાન સંસ્થાનનાં અહેવાલ અનુસાર ભારતની નદીઓનું ૭૦ ટકા પાણી દુષિત છે.


પાણીની સમસ્યા માત્ર કહેવા પૂરતી સમસ્યા જ નથી પરંતુ તેનો અભાવ તેની શુધ્ધતા કઠોર વાસ્તવિકતા છે. આ સમસ્યા પર્યાવરણ સાથે, આરોગ્ય સાથે, મહિલાઓ સાથે અને રાજકારણ સાથે સંકળાયેલ છે.

 

અગાઉ જણાવ્યું તેમ આજે ગરીબ દેશોમાં ૮૦ ટકા બીમારીઓ અશુધ્ધ પીવાનું પાણી અને ગંદકીને કારણે પેદા થાય છે અને વધતી જતી વસ્તી તેને વધારી રહી છે. ૧૯૮૦થી સૌથી ગરીબ દેશોમાં પાણીને શુધ્ધ કરવાના તમામ પ્રયાસો છતા આજે પણ વિશ્વનાં ૧.૨ અબજ લોકો પાયાની સુવિધાથી વંચિત છે. આજે દુષિત પાણીને કારણે સૌથી વધુ ગરીબ વ્યક્તિ ભોગ બને છે. વિશ્વની ૬ અબજ વસ્તી પૈકી ૧.૫ અબજ લોકો પાસે પીવા માટે સ્વચ્છ પાણી પ્રાપ્ય નથી જયારે ૨ અબજ લોકો પાસે સ્વચ્છતા સુવિધાનો અભાવ છે.

એક રીપોર્ટ અનુસાર આપણાં દેશમાં દર પાંચ મીનીટે ચેપી પાણી એક બાળકનો ભોગ લે છે. પાણીજન્ય રોગો ઘણા છે, ડાયેરીયા, કોલેરા, મેલેરીયા, મરડો, કૃમિ વગેરે. ચેપી પાણી વડે ન્હાવાથી પણ આખોનાં રોગો અને ચામડીનાં રોગો થાય છે. આજ રીતે પાણીના અભાવ અને અશુધ્ધિને કારણે હડકવા જેવા રોગો ફેલાય છે. આ રોગો ઉપરાંત ખાસ કરીને આપણા ગુજરાતમાં અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વાળાની સમસ્યા જોવા મળે છે.

 

આ અશુધ્ધ પાણી અને તેના દ્વારા ફેલાતા ભીષણ રોગોથી મુક્તિ મેળવવા સરકારો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રયત્નશીલ છે જ પરંતુ લોકોએ પણ હવે સહકાર આપવો પડશે. આ સમસ્યા એવી નથી કે જેનો કોઈ ઉકેલ નથી.

 

સંદર્ભ: હીન્દી વોટર પોર્ટલ (મીતા શર્મા)

પ્રકાશીત – સ્વાવલંબન અંક-6 માર્ચ 2011

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate