વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કાઠમંડુ ઘોષણાપત્ર

પાંચમી સ્વચ્છતા સાઉથ એશિયન કૉન્ફરન્સ સકોસન - 5

પાંચમી સ્વચ્છતા સાઉથ એશિયન કૉન્ફરન્સ

"બધા માટે  સ્વચ્છતા : બધા સ્વચ્છતા માટે”

22 થી 24 મી ઓક્ટોબર 2013

કાઠમંડુ, નેપાળ

કાઠમંડુ ઘોષણાપત્ર

અમે, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રિલંકાના પ્રતિનિધિમંડળના વડાઓએ કાઠમંડુ, નેપાળમાં યોજાયેલ સેનિટેશન પર પાંચમી સાઉથ એશિયન કોન્ફરન્સ (SACOSAN) માં ભાગ લીધો. જેમાં પ્રધાનો, સાંસદો, વરિષ્ઠ નીતિનિર્ધારકો અને અમલીકરણ એજન્સીઓ પાયાના મૂળ કાર્યકરો, બાળકો અને કિશોરો; વ્યાવસાયિકો, એકેડેમી, સિવિલ સોસાયટી, બિન સરકારી અને સામુદાયિક સંગઠનો, વિકાસ ભાગીદારો, ખાનગી ક્ષેત્ર અને મીડિયા દ્વારા હાજરી આપવામાં આવી.

 1. અગાઉના દશકામાં ઢાકા, ઇસ્લામાબાદ, નવી દિલ્હી, અને કોલંબોમાં યોજાયેલ સેકોસેન(SACOSAN) દ્વારા કરવામાં આવેલ જાહેરાતોમાં નક્કી કર્યા પ્રમાણે નીતિ સિદ્ધાંતો અને સારા વ્યવહારને ફરીથી બહાલી આપીએ છીએ.
 2. આપણી માનવ અધિકાર માટેની સંયુક્ત વચનબદ્ધતા જેને યુનાઇટેડ નેશન્સ દ્વારા અપનાવેલ છે અને સાર્ક રાષ્ટ્રો દ્વારા સ્વીકારેલ છે તેને તાજી કરી, દક્ષિણ એશિયાને ખુલ્લા મળોત્સર્જન મુક્ત અને આરોગ્યપ્રદ બનાવી, સુલભ, સસ્તું અનૂકુળ, સ્વીકારવા યોગ્ય અને પર્યાવરણને સુરક્ષિત સ્વચ્છતા અને સ્વચ્છતા સેવાઓ દ્વારા તમામ લોકો ગૌરવ, સલામતી અને આરામદાયક સાથે વાપરવા અને જાળવી શકે તે માટે પ્રગતિકારક કામ કરીશું.
 3. સંકલ્પ કરીએ છીએ કે દક્ષિણ એશિયામાં સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતા વર્તણૂકમાં ફેરફારને વધુ પ્રોત્સાહન આપી મિલેનિયમ ડેવલપમેન્ટ લક્ષ્યાંકો પહોંચી વળવા અને યુનાઇટેડ નેશન્સના મહાસચિવ ના સ્વચ્છતા પર કાર્ય કરવાની માંગ પર અમલીકરણ તરફ આગળ ધપીશું.

 

 1. અમે, સ્વચ્છતાને ન્યાય અને સમાનતાની બાબત સાથે સાથે જેની અનેકગણી શક્તિશાળી ગુણક અસરો  જે દ્વારા માપી શકાય તેવા લાભો ઉજાગર કરે છે, જેમકે આરોગ્ય, પોષણ, શિક્ષણ, ગરીબી નિર્મૂલન, આર્થિક વિકાસ અને પ્રવાસન તેમજ ભેદભાવ દુર કરી શહેરો અને ગામડાઓનાં સમુદાયોનું સશક્તિકરણ કરે છે, ખાસ કરીને નવજાત શીશુ, બાળકો, તરૂણીઓ, સ્ત્રીઓ,  વૃધ્ધો અને વિકલાંગોનું.  દરમિયાન ભેદભાવનો ઘટાડા અને, તરીકે સ્વીકારીએ છીએ.

 

 1. અમે સ્વીકારીએ છીએ કે હવેનો સમય સ્વચ્છતા નો સમય છે અને ૨૦૧૫ સુધી સ્વચ્છતાની પહોંચ અને સુધરેલ આરોગ્યપ્રદ આચરણને ટકાઉ રીતે વધારવા માટે સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રદર્શિત મજબૂત રાજકિય ઇચ્છાશક્તિ અને સ્થાનિક નેતાગીરી તેમજ સમુદાયોનું માલિકીપણાનો આપણે લાભ લેવો જ જોઇએ.

સેકોસેન – ૫, ૨૦૨૩ સુધીમાં દક્ષિણ એશિયાને ખુલ્લામાં મળોત્સર્જનથી મૂકત કરવા માટે અને ટકાઉ પર્યાવરણિય સ્વચ્છતા તરફ સતત આગળ વધવા માટે સર્વાનૂમતે સંમત થાય છે અને વચનબધ્ધ થાય છે. આ બાબતને હાંસલ કરવા માટે નીચેની બાબતે ખાતરી આપીએ છીએ:

 1. SMART (ચોક્કસ, માપી શકાય તેવા, પ્રાપ્ય, વાસ્તવિક, સમય બધ્ધ) માપદંડો જે ઘરેલુ, શૈક્ષણિક, આરોગ્ય, જાહેર સંસ્થાઓ અને કાર્યસ્થળોનો સમાવેશ કરતી હોય તેવી પ્રક્રિયાઓ અને પરિણામોનો  દરેક તબક્કે માપ કાઢતા હોય અને અહેવાલ આપતા હોય જેમાં ઘરેલુ, શૈક્ષણિક, આરોગ્ય, જાહેર સંસ્થાઓ અને કાર્યસ્થળોનો સમાવેશ થતો હોય તેવાં પર્યાપ્ત સંસાધનો ધરાવતા રાષ્ટ્રીય/ પેટા રાષ્ટ્રીય સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણો માટેના આયોજનની રચના, વિકાસ અને અમલીકરણ કરવું.
 2. મહિલાઓ અને પૂરૂષો, બાળકો, યુવાનો, તરૂણીઓ, વિકલાંગો અને વૃધ્ધો માટે સાર્વત્રિક સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણની જરૂરીયાતોની પૂર્તતા માટે નીતિઓનો સમાવેશ થતો હોય તેવા જરૂરી વાતાવરણ, રણનીતિઓ, પરિસ્થિતીઓનું પાલન કરવું અને એક માળખાની રચના કરવી.
 3. સ્વચ્છતા એ સામાજીક ધોરણોમાં બદલાવ અને માંગ ઉભી કરવાની બાબત છે તેવું અમને જણાતા અમે,  ગ્રામ્ય વિસ્તારમાં નવજાત, બાળકો, યુવાનો, તરૂણીઓ, મહિલાઓ અને પૂરૂષો, વિકલાંગો, લાંબી માંદગીગ્રસ્ત અને વૃધ્ધો તેમજ ગરીબીથી ગ્રસ્ત અને હોનારતો તેમજ વાતાવરણના બદલાવથી અસરગ્રસ્ત લોકો માટે સ્વચ્છતાની સેવાઓ પૂરી પાડવામાં વૈવિધ્યતા માટે અમે વચનબધ્ધ છીએ
 4. શહેરી વિસ્તારમાં ટકાઉ પર્યાવરણિય સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણો સમજી તમામ શહેરી લોકોના તેમના રહેણાંકના હક્કોને ધ્યાન પર લીધા વગર તેમના ઘન, પ્રવાહી કચરા અને મળના કાદવના વ્યવસ્થાપનના મહત્વને સ્વીકારવું.
 5. તમામ જાહેર મકાનો, ખાસ કરીને શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોને બાળકો અને વિકલાંગોને અનુકુળ સેવાઓ તેમજ માસિકધર્મના વ્યવથાપનને પ્રાથમિકતા આપવી અને પ્રોત્સાહિત કરવું. આ બાબત તેમના ધોરણો, રૂપરેખા, સોંપણી અને દેખરેખમાં પ્રતીબીંબીત અને નિરક્ષીત કરવી
 6. બાળકો, તરૂણ અને લિંગ અને વિકલાંગ અનૂકૂલિત (WASH) સુવિધાઓ માટે યોગ્ય ધોરણો અને માર્ગદર્શિકા વિક્સાવવી અને અમલ કરવો જેમાં હાથ ધોવા અને માસિકધર્મ વખતે આરોગ્યપ્રદ આચરણના શિક્ષણ જેવા માપદંડો નો સમાવેશ હોય.
 7. યુવાનોના નેતૃત્વ વાળી ચળવળ, ગરીબ કેન્દ્રી જાહેર ખાનગી ભાગીદારી અને માધ્યમોને સમાવતી પણ માત્ર તેમના આધારિત જ ન હોય તેવી સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણ માટે માંગ ઉભી કરવા અને ક્ષમતા વર્ધન કરવા તમામ સ્તરે જાગૃતિ ઉભી કરવી
 8. સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણને પ્રોત્સાહિત કરવામં આરોગ્ય ક્ષેત્રને તમામ સ્તરે જોડવું કેમેકે તે ઉપચારોમાં અતિ મહત્વનું અસરકારક પરિબળ છે.
 9. ઓછા ખર્ચ વાળા, યોગ્ય સ્વચ્છતાના ઉત્પાદનો જે બજારમાં ખરીદ-વેંચ સાથે જોડાયેલા હોય તેમજ સઘન રીતે પર્યાવરણ આધારિત સ્વચ્છતાના નવિન ઉપાયો જેવી બાબતોના અભ્યાસ અને વિકાસ પર ભાર આપવો.
 10. બાળકો, તરૂણીઓ, મહિલાઓ, વિકલાંગો, વૃધ્ધો તેમજ સાથે સાથે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને નાણાકિય ક્ષેત્રના નિતી બનાવનારા લોકોને સેકોસેન-૬ માં તેમના અવાજને લાવવા માટે અને વ્યવસ્થિત આગળ લઇ જવા માટે સૂચક રીતે સીધી ભાગીદારી માટે વચનબધ્ધ કરવા

 

સેકોસેનના દાયકામાં વિસ્તારના લાખો લોકોની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણમાં સુધારો આવ્યો છે. આ વિસ્તાર સલામત અને ટકાઉ કચરાના નિકાલ તેમજ તમામ લોકો દ્વારા અંગત અને ખોરાકિય આરોગ્યપ્રદ આચરણોની ટેવોનો સમાવેશ થતો હોય તેવા બહોળા પર્યાવરણિય સ્વચ્છતા મેળવવાની મહત્વકાંક્ષા ધરાવે છે ત્યારે ખુલ્લામાં મળત્યાગ મુક્ત વિસ્તાર એ વચગાળાની સ્થિતી છે તેવું અમે સ્વીકારીએ છીએ.

વધુમાં અમે આહવાન કરીએ છીએ

દક્ષિણ એશિયામાં ડેવલપમેન્ટ બેન્કસ, આધાર આપતી બાહ્ય સંસ્થાઓ, નાગરિક સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રોને સ્વચછતા અને આરોગ્યપ્રદ આચરણ માટે સ્વભાવના બદલાવ માટે તેમનો નાણાકિય અને તાંત્રીકી ટેકો વધારીને મહત્તમ સંયુક્ત પ્રયત્નો અને તેની અસરો સંકલીત કરવા

આ વિસ્તારમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણના પડકારને સંબોધિત કરવા ધી સાઉથ એશિયા એસોશિયેશન ફોર રીજીયોનલ કોઓપરેશન (SAARC) દ્વારા સાર્ક ના રીજીયોનલ એક્શનના માળખામાં સેકોસેનની પ્રક્રિયાઓને સ્વીકારીને ટેકો કરવા

 

યુનાઇટેડ નેશનસ ને સ્વચછતા અને આરોગ્યપ્રદ આચરણ એ અસમાનતા ઓછી કરવાની અને માનવિય વિકાસની ચાવી છે તે બાબત પર ખાસ ભાર મુકવા તેમજ સ્વચછતા અને આરોગ્યપ્રદ આચરણને ૨૦૧૫ પછીના ટકાઉ વિકાસના લક્ષ્યોમાં સ્પષ્ટપણે વ્યકત કરવા

અમે, સેકોસેનના કાર્યાલયની યજમાનગીરી કરવાની તેમજ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ આચરણ બાબતે સંકલનની સુવિધા માટે, સ્વચ્છતા માટેની અન્ય બેઠકો સાથે વિસ્તારિય અને આંતર વિસ્તારિય વિનિમય અને વહેંચણી અને અભ્યાસ અને ક્ષમતાવર્ધન માટે દક્ષિણ એશિયામાં સંસાધન, જ્ઞાન અને અનૂભવોના કેન્દ્ર તરીકે કાર્ય કરવાની શ્રીલંકાની દરખાસ્તનું સ્વાગત કરીએ છીએ.

અમે નેપાળ સાકાર તેમજ લોકોનો સેકોસેન-૫ પરિષદ ઉત્તમ યજમાનગીરી અને ઉદાત્ત આતિથ્ય સત્કાર માટે ખરા ભાવથી કદર વ્યકત કરીએ છીએ.

અમે, પીપલ્સ રીપબ્લીક ઓફ બાંગ્લાદેશ ની નવેમ્બર ૨૦૧૫માં સેકોસેન કોન્ફરન્સ ના યજમાનગીરી ની દરખાસ્તને ભલામણ કઈએ છીએ.

કાઠમંડુ, નેપાળ, ઓક્ટોબર ૨૪, ૨૦૧૩

 

માનનીય અતીકૂલ્લાહ ખાવ્સી

ગ્રામીણ પુનવર્સવાટના અને વિકાસ માટે નાયબ પ્રધાન

ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન સરકાર

 

શ્રી અબુ આલમ મહંમદ શાહિદ ખાન

સચિવ, સ્થાનિક સરકાર વિભાગ

સ્થાનિક સરકાર, ગ્રામીણ વિકાસ અને સહકારી મંત્રાલય

પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ સરકાર

 

શ્રી નીમા વાંગડી

સચિવ, આરોગ્ય પ્રધાન

રોયલ સરકાર ભૂટાન

 

માનનીય શ્રી ભરતસિંહ માધવસિંહ સોલંકી

પીવાના પાણી અને સ્વચ્છતા પ્રધાન

પ્રજાસત્તાક ભારત સરકાર

 

માનનીય અબ્દુલ મથીન મોહમદ

પર્યાવરણ અને ઉર્જા રાજ્ય પ્રધાન

પ્રજાસત્તાક માલદીવ્સ સરકાર

 

માનનીય છબિ રાજ પંત

શહેરી વિકાસ મંત્રાલય

લોકતાંત્રિક સંઘીય ગણરાજ્ય સરકાર નેપાળ

 

માનનીય મર્રીયૂમ ઔરંગઝેબ

નેશનલ એસેમ્બલી સભ્ય

ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સરકાર

એ. અબેગુનાસેકરા

સચિવ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા મંત્રાલય

ડેમોક્રેટિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રિલંકા સરકાર

3.02040816327
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top