অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોગમુક્તિની પ્રથમ ચાવીઃ સ્વચ્છતા

રોગમુક્તિની પ્રથમ ચાવીઃ સ્વચ્છતા

આજના સમયમાં મુખ્ય પ્રશ્ન છે પ્લાસ્ટિકનો નિકાલ કરવો. આ વાત સૌ જાણતા હોય તો કેમ આપણે પ્લાસ્ટિકના ઉપયોગને જાતે જ બંધ ન કરીએ? દુકાનદાર પાસેથી જ પ્લાસ્ટિક લેવાનું બંધ કરીએ તો પ્લાસ્ટિકની જરૂરિયાત જ ઓછી થશે અને તેના નિકાલના પ્રશ્નનું નિરાકરણ આવશે રોગની વધતી જતી સમસ્યા આ જનજીવનને રોજબરોજ પરેશાન કરી રહી છે. દરેક ઘરે રોગની સમસ્યા વધી ગઈ છે, જેમકે, બદલાતી ઋતુ પ્રમાણે થતા રોગો જેવાકે રોગની વધતી જતી સમસ્યા આ જનજીવનને રોજબરોજ પરેશાન કરી રહી છે. દરેક ઘરે રોગની સમસ્યા વધી ગઈ છે, જેમકે, બદલાતી ઋતુ પ્રમાણે થતા રોગો જેવાકે.

મચ્છરથી ફેલાતા રોગો

  1. મેલેરિયાં: પ્લાઝમોડિયમ વાઈવેક્સ, પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝમોડિયમ ઓવાલે, પ્લાઝમોડિયમ મેલેરિયા અને બધા પ્રકારના મેલેરિયા ફિમેલ એનોફિલીસ મચ્છરથી ફેલાય છે.
  2. ડેન્ગ્યૂ: વાયરલ રોગ જે મચ્છરના કરડવાથી થાય છે અને જીવલેણ પણ બની શકે છે. આ રોગ એડીસ પ્રકારનાં મચ્છર કે જે દિવસ દરમિયાન કરડે એનાથી ફેલાય છે.
  3. ચિકનગુનિયા તાવ: મચ્છરથી ફેલાતો જીવલેણ રોગ ચિકનગુનિયા એ એડીસ ગ્રૂપના મચ્છરથી ફેલાતો રોગ છે. જે સામાન્ય કેસમાં મનુષ્યની રોજિંદી જીવનશૈલીમાં તકલીફ આપે છે. સાંધાના દુંખાવા અને જો સમયસર દવા ન કરવામાં આવે તો મગજમાં પણ ફેલાઈ શકે છે જેને ચિકનગુનિયા એન્સેફેલેટીસ જેવું જીવલેણ કોમ્પ્લિકેશન થઈ શકે છે.
  4. ઝીકા વાયરસ, ફ્લ્યૂ વાયરસ જેવા ઘણા વાયરસ મચ્છર તથા વાતાવરણથી ફેલાતા હોય છે.

વાતાવરણથી થતા રોગો

  • ફૂડ પોઈઝનીંગ : વધારે સમય સુધી રાખેલો ખોરાક જે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાથી બગડી જાય છે. જેની સાચવણી સારા તાપમાનમાં ન કરવાથી તેમાં બેક્ટેરિયાનો વધારો થાય છે અને આ બેક્ટેરિયા સહિતના ખોરાકને જો આહારમાં લેવામાં આવે તો આંતરડાનું ઈન્ફેક્શન/ફૂડ પોઈઝનીંગ થઈ શકે છે તથા જો આની સમયસર સારવાર ન થાય તો જીવલેણ પણ બની શકે છે.
  • ન્યુમોનિયાઃ હવામાં ફેલાતા બેક્ટેરિયા/વાયરસ જે મનુષ્ય દ્વારા ઉધરસથી ફેલાય તથા પાળીતા પ્રાણીનાં સંપર્કથી પણ ન્યુમોનિયા નામનો રોગ ફેલાતો હોય છે. જેની સમયસર તપાસ, બેક્ટેરિયાની ઓળખ તથા એન્ટિબાયોટિક્સનો સચોટ ઉપયોગ થાય તો મટાડી શકાય પણ ઘણી વખત તે જીવલેણ બની શકે છે.
  • સ્વાઈન ફ્લુ વાયરસ રોગનું પ્રમાણ પ્રમાણ ઘણી સંખ્યામાં વધી રહ્યું છે. તાજેતરમાં સ્વાઈન ફ્લુ ઘરે ઘરે જોવા મળે છે. જે ઠંડીના વાતાવરણમાં વિકસે છે અને ઉધરસ, શરદી, નજીકના સંપર્કથી ફેલાય છે અને તે પણ જીવલેણ બની શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો ARDS, ન્યુમોનિયા જેવા જીવલેણ રોગમાં ફેરવાય શકે છે.

આ થઈ વાતાવરણની વાત પણ શું તમે પોતાના શરીરને પણ ભૂલી ગયા? આપણા સમાજમાં વધતા જતા રોગો જેવાકે.

જીવનશૈલી સંબંધિત રોગો

  • ડાયાબિટીસ ટાઈપ ૨.
  • હાયપરટેન્શન.
  • સ્થૂળતા (ઓબેસિટી).
  • હાયપોથાઈરોઈડ.
  • આર્થરાઈટીસ.
  • હૃદયરોગ વગેરે.

આપણને સરળ કારણ મળી જાય એટલે વિચારવાનું છોડી દેવાની આદત છે, જેમકે "મારા પપ્પાને ડાયાબિટીસ કે હૃદયરોગ હતો એટલે મારે છે." દવા લઈ આગળ વધો અને બીજાને આ સ્થિતિ માટે જવાબદાર બનાવીએ છીએ.

હંમેશા અન્યો પર દોષારોપણ

જેમકે આપણા નખ ક્યારે સાફ રાખ્યા, ક્યારે જમતા પહેલા હાથ ધોયા, કેટલીવાર બહારનું ભોજન લઈએ છીએ, કેટલીવાર સ્ટોરેજ ફૂડનો ઉપયોગ કરીએ છીએ, કેટલો સમય શરીર માટે આપીએ છીએ. કેટલો સમય ચાલવા જઈએ છીએ, મોબાઈલનો ઉપયોગ કેટલો વધ્યો? આ બધી બાબતો અવગણીએ છે.ને બસ "મારો હૃદય રોગમારા પપ્પાને લીધે જ છે." એવુ માની ને બેસી રહીએ છે. અરે સ્મોકિંગ, ટોબેકો, આલ્કોહોલ તો ભૂલી જ ગયાને. શુ આ પણ વારસામાં મળેલ છે?

હું માનું છું કે ખરેખર વારસામાં રોગ આવતા હોય છે પણ તે ૧૦%-૧૫% જવાબદાર હોય છે.જ્યારે બીજા કારણો ૬૦%-૭૦% માટે જવાબદાર હોય છે.

સ્વચ્છતા માટે મને લેખ આપવામાં આવ્યો પણ સ્વચ્છતા ક્યાંની/ ક્યાંથી

  • શું દેશની?
  • શું શહેરની?
  • શું સોસાયટીની?
  • કે શું મનુષ્યની?
  • હું વિચારૂં છું કે સ્વચ્છતાની શરૂઆત ઘરેથી જ થાય અને દેશ આપણું ઘર જ છે.

‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર'

તો કેવી રીતે આ સ્થિતીમાં સુધારો લાવીશુ?

  • શરીરની સ્વચ્છતા:આપણે શરીરનું વજન, આહાર અને કસરતનું ધ્યાન રાખીએ તો જીવનશૈલી સંબંધિત રોગોને રોકી શકાય છે. વજનનો ચાર્ટ રાખો, કેલેરી કાઉન્ટ કરી આહાર ગ્રહણ કરવો અને રોજ ચાલીસથી પચાસ મિનીટ ચાલવાની કસરત કરવી.
  • મચ્છરો પર અંકુશ:સૌપ્રથમ આપણા ઘર, સોસાયટીની આસપાસ સંગ્રહ થયેલ પાણીનો નિકાલ કરવો જોઈએ. જે મચ્છરને જન્મ આપવા માટેનું પ્રથમ સ્થળ છે. સમયસર પાણીની ડ્રેઈનીંગ લાઈનની ચકાસણી કરવી, સોસાયટી કે એપાર્ટમેન્ટ કે શહેર આપણું જ સ્થળ / ઘર છે એમ માની જો આપણે સૌ મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદરૂપ થઈએ તો સ્વચ્છતા આપણાથી દૂર નથી.
  • ઘરની સમયસર સફાઈ કરાવવી અને જરૂર પ્રમાણે દવાનો સ્પ્રે કરાવવો જોઈએ.
  • આપણા શહેરમાં કે દેશમાં શિક્ષણનો અભાવ હોવાથી આપણે જ આપણી આસપાસના વ્યક્તિને સમય આપી મદદરૂપ થઈએ અને માર્ગદર્શન આપીએ તો તેમને પણ લાભ મળી શકે છે.

પ્લાસ્ટિક

આજનાં સમયમાં મુખ્ય પ્રશ્ન છે પ્લાસ્ટિકનો નિકાલ કરવો. જો સૌ જાણતા હોય તો કેમ આપણે પ્લાસ્ટિકના ઉપયોગને જાતે જ બંધ ન કરીએ, દુકાનદાર પાસેથી જ પ્લાસ્ટિક લેવાનું બંધ કરીએ. તે પ્લાસ્ટિકની જરૂરિયાત જ ઓછી થશે તો તેના નિકાલના પ્રશ્નનું નિરાકરણ આવશે.

પ્લાસ્ટિક થી મુખ્યત્વે કેન્સર /સ્થૂળતા,આંતરડા ની સમસ્યા, પર્યાવરણીય પ્રદૂષણ જેવા જીવલેણ રોગ થાય છે.

કેમીકલ (પેટ્રોલ, ડિઝલ, કેરોસીન વગેરે)

આજે આપણે દેશની રાજધાની દિલ્હીની રોજ સવારે વાતો કરીએ છીએ કે, દિલ્હીમાં સવારે ચાલવું શક્ય નથી પણ શું આપણે જે શહેરમાં રહીએ છે તે શહેર તે જ દિશામાં આગળ વધી રહ્યું છે, એવો વિચાર કર્યો છે? આપણે પણ વાહનનો ઉપયોગ વધારતા જઈએ છીએ અને પ્રદૂષણનો વધારો થાય છે. કદાચ જો આપણે આજે સાવચેતી નહીં રાખીએ તો આવતી કાલે આપણા શહેર/દેશનું પ્રદૂષણ વધતું જશે..

આપણે આપણા શરીરની સ્વચ્છતા કેવી રીતે રાખીશુ?

  • સ્વસ્થ શરીર રાખવું – કેવી રીતે?
  • રોજ સમયસર :
  • દાંત સાફ કરો
  • જીભ સાફ કરો
  • ત્વચા સાફ કરો
  • વાળ સાફ કરો
  • વસ્ત્રો સાફ કરો
  • નખ સાફ કરો
  • ખોરાક શુદ્ધ રાખો-કેમિકલ વિનાનો ખોરાક
  • હાથ સાફ રાખો
  • વાસણો સાફ રાખો
  • શૌચાલય સાફ રાખો
  • દિવાળી જેવા તહેવારો પણ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ઊજવાય છે. આમ તો આપણે પણ આ બધી જ જાણકારી સમજીયે છીએ પણ તેનો અમલ કરવો જ મહત્વનું છે.
  • શું આપ ખરેખર માનો છો કે સ્વચ્છતા એ સ્વાસ્થ્યની પ્રથમ ચાવી છે? તો તેની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે?

ડૉ. દેવેન શાહ(ફેમિલી ફિઝીશિયન)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate