હોમ પેજ / આરોગ્ય / જિલ્લાવાર માહિતી / મહેસાણા / નેશનલ આયરન પ્લસ ઇનોશિયેટીવ કાર્યક્રમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

નેશનલ આયરન પ્લસ ઇનોશિયેટીવ કાર્યક્રમ

નેશનલ આયરન પ્લસ ઇનોશિયેટીવ કાર્યક્રમ વિશેની માહિતી

યોજના શરૂ થયાનું વર્ષ

વર્ષ ૨૦૧૨-૧૩

યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ

આંગણવાડી તથા શાળાએ જતા ૧ થી ૧૨ ધોરણના છોકરા-છોકરીઓ,  કિશોરીઓ તથા સગર્ભા માતા તથા ધાત્રી માતાઓ

યોજના અંતર્ગત સહાય / લાભ આ યોજના રાજ્યમાં તમામ આંગણવાડીના ૬ થી ૫૯ માસના બાળકો  તથા શાળાએ જતા ૧ થી ૧૨ ધોરણના છોકરા-છોકરીઓ અને શાળાએ ન જતા કિશોરીઓ તથા સગર્ભા માતા તથા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ ઘટાડવા આયર્ન સિરપ તથા નાની તેમજ મોટી આયર્ન ફોલિક એસિડની ૧ (એક) ગોળી દર બુધવારે જમ્યા પછી શાળામાં શાળાના નોડલ શિક્ષક દ્વારા તથા આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર દ્વારા (અઠવાડિયામાં બે વાર) આપવામાં આવે છે.
યોજનાનો  લાભ મેળવવાની પધ્ધતિ

જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા જથ્થો પૂરો પાડવામાં આવે છે.

યોજનાનો લાભ ક્યાંથી મળશે

જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મારફતે સેવા મળવાપાત્ર છે.

સ્ત્રોત :- આરોગ્ય વિભાગ જિલ્લ પંચાયત મહેસાણા

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top